મોજીસ્તાન - સીરીઝ 2

(67)
  • 16.1k
  • 0
  • 8.3k

વ્હાલા વાચકમિત્રો… મોજીસ્તાનના પહેલા ભાગમાં ટેમુ, વીજળી, ચંચો, નીના, હુકમચંદ, તભાભાભા, બાબો, તખુભા, રવજી સવજી, જાદવો, જડી,ધૂળિયો, રઘલો, વજુશેઠ, હબો, નગીનદાસ, રણછોડ, ડો. લાભુ રામાણી અને નર્સ ચંપા..! (લગભગ બધા આવી ગયા ને?) આ બધા પાત્રો સાથે ખૂબ મજા આવી હતી ને? પોચા સાહેબે રચેલા લખમણિયાનું ભૂતે જે તહેલકો મચાવ્યો હતો એ અજીબોગરીબ હતો! એકમેકના માથે રાત રહે એવા આ બેનમૂન પાત્રો જે ગામમાં રહે છે એ લાળીજા ગામ ખરેખર તો મારા ગામ જાળીલાનું ઊંધા અક્ષરે લખેલું નામ હતું. ગામ અને પરા વિસ્તાર વચ્ચે ગ

1

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 1

મોજીસ્તાન (2.1)વ્હાલા વાચકમિત્રો…મોજીસ્તાનના પહેલા ભાગમાં ટેમુ, વીજળી, ચંચો, નીના, હુકમચંદ, તભાભાભા, બાબો, તખુભા, રવજી સવજી, જાદવો, જડી,ધૂળિયો, રઘલો, વજુશેઠ, નગીનદાસ, રણછોડ, ડો. લાભુ રામાણી અને નર્સ ચંપા..! (લગભગ બધા આવી ગયા ને?) આ બધા પાત્રો સાથે ખૂબ મજા આવી હતી ને? પોચા સાહેબે રચેલા લખમણિયાનું ભૂતે જે તહેલકો મચાવ્યો હતો એ અજીબોગરીબ હતો!એકમેકના માથે રાત રહે એવા આ બેનમૂન પાત્રો જે ગામમાં રહે છે એ લાળીજા ગામ ખરેખર તો મારા ગામ જાળીલાનું ઊંધા અક્ષરે લખેલું નામ હતું. ગામ અને પરા વિસ્તાર વચ્ચ ...વધુ વાંચો

2

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 2

"કે સે ને કે કોક મોટા સાસ્તરી આંયા આયા સે. હબલાને ઈમણે કીધું સે કે લખમણિયો ભૂત પાસો આવવાનો તેં હેં ઈ હાચું સે? એ ભાઈ ટેમુ ચ્યાં સે ઈ સાસ્તરી.. મારેય પુંસવું સે. હું ઈમ કવ સુ કે લખમણિયાના ભૂતને મારા પંડ્યમાં મેકલોને બાપા. મારે ભૂત થાવું સે..!" રઘલા વાળંદે બે પગ વચ્ચે વલુરતા વલુરતા ટેમુની દુકાને આવીને કહ્યું.હબાની દુકાને લખમણિયા ભૂત નામના ફટાકડાની વાટ સળગાવીને બાબો અને ટેમુ હજી ઘરે પહોંચ્યા જ હતા. બાબો ટેમુના ઘરમાં ફ્રેશ થવા ગયો અને ટેમુ દુકાનમાં આવીને બેઠો એટલીવારમાં લ.ભુ.નો ફટાકડો બોંબ બનીને ફૂટ્યો હતો. હબાની દુકાને ઘડીકમાં તો લોકોનું ટોળું ...વધુ વાંચો

3

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 3

ભાભા એ દુષ્ટ આત્માને ક્રોધથી ભરેલા લોચનોથી તાકી રહ્યા. શાસ્ત્રો ભણીને આવેલા પોતાના જ્ઞાની અને તેજસ્વી આભા ધરાવતા સત્યનારાયણ અવતારી પુત્રને બાબલા જેવા તોછડા નામથી બોલાવનાર એ માનવીને બાળીને ભષ્મ કરી દેવાનું એમને મન થયું. શ્રાપ આપીને એને માનવીમાંથી શ્વાન બનાવી દેવા એમની જીભ સળવળી પણ ખરી! પછી પુત્રના જ્ઞાન પર પિતાની કુચેષ્ટાનો દુષ્પ્રભાવ પડવાની બીકે ભાભાએ શ્રાપ આપવાનું માંડી વાળ્યું. વળી શેરીમાં જેટલા પણ શ્વાન હતા એ રાતે બિહામણા રુદન સ્વરો વહાવીને ભાભાની નિંદ્રામાં ખલેલ પહોંચાડતા હતા. એમાં એક પણ શ્વાનનો વધારો થાય એ ભાભાને પોસાય તેમ નહોતું."દુષ્ટ જાદવા..નીચ અને અધમ પાપી. તું તારી જીભડીને કાબુમાં રાખ. મારો ...વધુ વાંચો

4

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 4

જાદવાએ બાબાનું અસલી રૂપ જોયું. અત્યારસુધી નીકળી રહેલા વિનંતીના સુર એકદમ આક્રમક બની ગયા. બાબો ક્યારનો જાદવભાઈ જાદવભાઈ કરતો પણ જાદવો એવા માનને લાયક હતો નહિ. શિષ્ટ ભાષાથી ટેવાયેલો નહોતો એટલે બાબા સાથે દલીલબાજીમાં ઉતર્યો.બાબાએ એને ગુંચવ્યો એટલે એણે મગજ ગુમાવ્યો હતો. બાબો પણ અસલ રૂપમાં પ્રગટ થયો હતો."તારી જાતના જાદવા..ક્યારનો સમજાવું છું તોય સમજતો નથી. તારે જાણવું જ છે ને? તો લે કહી દઉં કે તારા બાપનું છોલાવવા હું એ ખેતરમાં ગયો હતો. જા તારે જ્યાં ડૂચા મારવા હોય ત્યાં મારી દેજે. તારી વાત ગામમાં કોઈ માનશે તો ને! જા હાળા હાલતીનો થઈ જા.."બાબાએ જાદવાને ધક્કો મારીને ઘરની ...વધુ વાંચો

5

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 5

સાંજે ચાર વાગ્યા પછી (રોંઢે) બાબો ટેમુનું એઇટી લઈ એની દુકાન તરફ જતો હતો. બરાબર એ વખતે ચંચો અને ટેમુને હુકમચંદ પાસે લઈ જવા જઈ રહ્યા હતા. બાબાએ ચંચાને પાછળથી ઓળખી લોધો. પણ ઓધો બહુ સંપર્કમાં આવ્યો નહોતો એટલે એ ઓળખાયો નહિ.બાબાએ એઇટીનું હોર્ન વગાડ્યું.એઇટી જેમણે ચલાવ્યું હશે એ લોકોને ખ્યાલ જ હશે કે સ્કુટરની કક્ષા કરતા પણ એ નીચી કક્ષાનું મોપેડ આવતું. એટલે હોર્ન પણ એ મુજબનો સાવ ધીમો વાગતો. ટીડીડીડીઈ ઈ ઈટ...ટીટ.. એટલો અવાજ તો માંડ એના હોર્નના ગળામાંથી નીકળતો. ગામડામાં એ હોર્ન વાગે કે ન વાગે, કોઈ ફરક પડતો નહિ. એટલે ટેમુએ એના એઇટીમાં એક્સ્ટ્રા હોર્ન ...વધુ વાંચો

6

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 6

લાભુ રામાણી હજી કડેધડે હતા. પચાસ વટાવી ચુકેલું એમનું કલેવર હજી સ્ફૂર્તિમય હતું. ઉતાવળી અને ટટાર ચાલ, જાડા કાચના પાછળ ચકળવકળ થતી તીખી નજર, સુગંધી તેલ નાંખીને સુઘડ રીતે ઓળેલા વાળ, મોગરાની ખુશ્બુથી મઘમઘતા લીનન કોટનના શર્ટ પેન્ટ અને પગમાં લેટેસ્ટ સ્પોર્ટશૂઝ! ડો. લાભુ રામાણી શોખીન અને જીવનને જીવી લેનારો આદમી હતો. મોજીસ્તાનની આ સફરના પહેલા ભાગમાં આપણે આ લાભુ રામણીના કારનામાઓથી પરિચિત છીએ! ક્લિનિકની અંદર પાટ પર આંખો મીંચીને પડેલા ઓધાને જોઈ ડોક્ટરે નર્સ ચંપાને સવાલીયા નજરે જોઈ."એને બે પગ વચ્ચે કોઈ જનાવરે પાટુ મારેલ છે. કદાચ વૃષણ કોથળી પર વધુ વાગ્યું હોય તો એનો જીવ જોખમમાં હોય. ...વધુ વાંચો

7

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 7

રવજી અને સવજીએ કરેણના ફૂલોની માળાઓ વડે ટ્રેક્ટર શણગાર્યું હતું. ડ્રાઈવર સીટની પાછળ આસન બનાવીને બાબાને બિરાજમાન કરવામાં આવ્યો આગળ ઢોલ નગારા અને શરણાઈવાળા સુરીલા સાજ બજાવતા હતા. પાછળ રવજી સવજીના કુટુંબની સ્ત્રીઓ ભગવાનના ગીતો ગાતી હતી. એ સ્ત્રીઓ પાછળ અડધા ગામના લોકો ચાલી રહ્યા હતા. પાદરમાંથી બાબાના સામૈયાનું આ સરઘસ ગામની મુખ્ય બજારે નીકળ્યું હતું. ના છૂટકે તખુભા, હુકમચંદ અને બીજા લોકો પણ સરઘસમાં જોડાયા હતા. પાદરેથી પંચાયત સુધી આ રસાલો લાવવાનો હતો. ભાભા છાતી કાઢીને સૌથી આગળ ચાલી રહ્યા હતા.બાબાની ના હોવા છતાં ભાભાના કહેવાથી રવજી સવજીએ બાબાનું ભવ્ય સ્વાગત કરવાનું મહાપુણ્ય કમાઈ લેવાનું નક્કી કર્યું હતું.ચંચો, ...વધુ વાંચો

8

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 8

બાબાનો સન્માન સમારંભ પૂરો થયો.ગામલોકો બાબા પ્રત્યે અહોભાવ લઈને પોતપોતાના ઘરે ગયા. જાદવો અને ચંચો બહાર નીકળ્યા એટલે એ રાહ જોઈને ઊભેલા ટેમુએ એ બેઉને આંતરીને ઊભા રાખ્યા."તમે બેય સભામાં બેઠાબેઠા જે વાતું કરતા'તા ઈ મેં સાંભળી છે. હું તમારી વાંહે જ બેઠો'તો. તમારી દ્રષ્ટિએ આ ગામમાં કોઈ માણસ સારો નથી બરોબર? બાબાને, તખુભાને ને હુકમચંદજીને તમે બેય ગાળ્યું દેતા હતા ઈ મેં કાનોકાન સાંભળ્યું છે. તમે બેય કેવીના છો ઈ તો આખું ગામ જાણે છે!"જાદવો અને ચંચો ટેમુની વાત સાંભળીને ગભરાયા. જાદવો તરત બોલ્યો, "ઈ તો આ ચંચિયો ડોઢ ડાયો થાતો'તો. હું ઈને કેતો'તો કે બવ નો બોલ્ય. ...વધુ વાંચો

9

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 9

રઘલાને દવાખાને લવાયો ત્યારે લાભુ રામાણી એમના કવાટર પર આવીને બેઠા હતા. નર્સ ચંપા સાંજની બસમાં બરવાળા જતી રહી દવાખાને કમ્પાઉન્ડર કમ પ્યુન ઉગો હાજર હતો. બંને પિંડીઓમાંથી વહેતુ લોહી જોઈ એણે તરત નિદાન કર્યું, "કૂતરાએ પિંડીયુના લોંશરા કાઢી નાયખા લાગેસ. આ કેસ આંય રીપેર નય થાય. ઝટ આને બરવાળા ભેગો કરવો પડશે નકર આને હડકવા ઉપડી જાતાં વાર નય લાગે. હું પાટાપિંડી કરી આલું.. હુવડાવી દયો બાંકડા ઉપર્ય.""અલ્યા ઉગલીના..તું દાગતર સો? નાજા દાનાને કૂતરું કયડયું'તું ઈ વખતે તો આંય જ અંજીસન દીધા'તા. ચ્યાં સે દાગતર? પેલા ઈમને જોવા તો દે.'' રઘલા સાથે આવેલા અરજણે કહ્યું."દાગતર સાયેબ... ઈમ બોલવાનું ...વધુ વાંચો

10

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 10

દવાખાનામાં મચેલું દંગલ આખરે શાંત પડ્યું હતું. તખુભા અને હુકમચંદે ઉગલા, જાદવા અને રઘલાને દવાખાને લઈ આવનાર અરજણ વગેરેને દિવસે પંચાયતમાં હાજર થવાનો આદેશ આપીને મામલો થાળે પાડ્યો હતો.દવાખાનામાં બનેલી ઘટનાની તપાસ પદ્ધતિસર કરવાની હતી. જેનો વાંક હોય એને સજા કરવાની હતી. આવી નાની વાતમાં કેસકબાલા ન થાય એ માટે પંચાયતમાં જ સમાધાન કરી નાંખવાનું હતું.****"ઓ ભાઈ, આ મીઠાલાલ મીઠાઈવાળા ક્યાં રહે છે? એમનું ઘર કઈ બાજુ આવ્યું?" બસમાંથી ઉતરેલા એકજણે ચંચાને પૂછ્યું.સવારના અગિયાર વાગ્યા હતા. ચંચો સાવ નવરો હોય ત્યારે બસસ્ટેન્ડ પર આવીને બેસતો. ફુલાએ ત્યાં પાનનો ગલ્લો કર્યો હતો. માવો ચડાવીને બાંકડે બેઠેલા ચંચાને બસમાંથી ઉતરેલા એક ...વધુ વાંચો

11

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 11

"અલ્યા આ ભગાલાલે તો ભારે કરી હો ટેમુ. બસમાંથી ઉતરીને મુંજાય જ્યા'તા. તે મને દયા આવી એટલે હું ઈમને ઘરે મુકવા આયો. ભારે કોમેડી કરે સે હો.."ટેમુએ ચંચાને સાદ પાડીને બોલાવ્યો એટલે એણે ઓટલો ચડીને હસતા હસતા કહ્યું. પણ ટેમું હસ્યો નહિ."ગામમાં વિદેશી આઈટમ કોણ રાખે છે ચંચિયા? મારા ભગા અંકલને જોશે. તારે જ લાવી આપવી પડશે.""અટલે તું સું કેવા માંગેસ? આયટમ અટલે માલને? આપડા ગામમાં એવી વિદેશી આયટમ થોડી આવે ભૂંડા.. તારા ભગાકાકા ઈમની બયરીને તો હાર્યે લાયા સ. ઈ હજી તો હાલે ઈમ સે કાંય ગઢા નથી. તોય શોખ તો હોય હો. દેશી મળી રેહે. ચનાનું બયરૂ ...વધુ વાંચો

12

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 12

હુકમચંદને આવેલો જોઈ મીઠાલાલ મનોમન હસ્યો. અમસ્તો તો કોઈ દિવસ હુકમચંદ મીઠાલાલના ઘરે આવે નહિ. પણ લાલચ બુરી ચીજ ને! ટેમુએ જે ગોળ કોણીએ ચોંટાડયો હતો એને કારણે હુકમચંદે ભગાલાલ માટે ખાવા પીવા અને સુવાની પણ વ્યવસ્થા કરી હતી. વળી જો ભગાલાલ ઈચ્છે તો રાતને રંગીન કરી આપવાની પણ હુકમચંદે તૈયારી કરી હતી."આવો આવો હુકમચંદજી. આજ તો ભાઈ અમારા ઘરે તમારા પાવન પગલાં થ્યાને કાંઈ!" મીઠાલાલે હસીને આવકાર આપ્યો.હુકમચંદ, ભગાલાલ અને મીઠાલાલ સાથે હાથ મેળવીને ખાટલે બેસતા બોલ્યો, "ટેમુએ કીધું કે મેમાન આવ્યા છે એમને કાંક મોટું રોકાણ કરવુ છે. હવે આપડા ગામમાં તો એવા રોકાણનો વહીવટ સંભાળી શકે ...વધુ વાંચો

13

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 13

તખુભાનો ફોન આવ્યો એટલે હુકમચંદ મુંજાયો. ભગાલાલ પોતાને ત્યાં આવ્યો છે એ વાત તખુભાને કોણે પહોંચાડી હશે એનો ખ્યાલ આવ્યો નહિ. હવે જો ભગાલાલને લઈને તખુભાની ડેલીએ ન જાય તો કદાચ તખુભા પોતે હુકમચંદના ઘરે આવી ચડવાના હતા. જો એમ થાય તો હુકમચંદની ગોઠવણ બગડી જાય એમ હતું."શું થિયું હુકમચંદજી? કોનો ફોન હતો? તખુભાનો? શું કે સે.." મીઠાલાલે હુકમચંદને મુંજાયેલો જોઈ પૂછ્યું."કોક હરામીનો તખુભા પાંહે જઈને ભસી આવ્યો લાગે છે. તખુભા કે છે કે મેમાનને લઈ ડેલીએ આવો. હવે કેમ કરવું? નહીં જાવી તો તખુભા આંય આવશે." હુકમચંદે મુંજવણ રજૂ કરતા કહ્યું.''અરે એમાં શું મુંજાઈ ગયા હુકમચંદ હાલો ને ...વધુ વાંચો

14

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 14

ભગાલાલની વાતથી ડેલીમાં બેઠેલા દરેકજણ ભારે નવાઈથી ભગાલાલને તાકી રહ્યા. તખુભાએ આવડી મોટી કંપનીમાં ભાગ રાખવાનું મનોમન માંડી વાળ્યું. કે તખુભા જાણતા હતા કે લાંબા સાથે ટૂંકો જાય તો મરે નહિ પણ માંદો તો થાય જ! જાદવો, ખીમલો અને ભીમલો વધુ વિચારી શકવા સક્ષમ નહોતા. હુકમચંદ મુંજાયો હતો પણ એને ભગાલાલનો ભાગીદાર બનવાની ઈચ્છા હતી."હવે આમાં તો આપડો કાંય મેળ નય પડે ભાય. એરપોર્ટ બનાવવાનું ને મોટી મોટી કંપનીયું હારે હરિફાયું કરવાનું આપડું કામ નય. ભગાલાલ તમે ટાઢું ઉનું કરીને બેહો ઘડીક. પસી તમતમારે હુકમસંદને ભાગીદાર બનાવી દેજો. આપડું આમાંથી રાજીનામુ છે હો ભાય. આપડે ભલા ને આપડા ...વધુ વાંચો

15

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 15

ચંચો હુકમચંદની રાડથી ગભરાયો. જલ્દી નીચે જવું પડે એમ હતું પણ એનો જીવ વહીસ્કીની બોટલમાં હતો. ચંચાએ હોલમાં નજર દીવાલની એક ખીંટીએ લટકતી કાપડની નાનકડી થેલી અને થેલીના નાકા સાથે બંધાયેલી દોરી જોઈ ચંચાની આંખો ચમકી. દોડીને એણે એ થેલી ખીંટીએથી ઉતારી. હુકમચંદ કદાચ કોઈ વસ્તુ બારોબારથી મંગાવવા માટે આ થેલીનો ઉપયોગ કરતો હશે. બજારમાં પડતી બારીમાંથી આ થેલી વડે કોઈ ચીજ મેડીમાં ખેંચી લેવાતી હશે. ચંચાએ વધુ વિચાર કર્યા વગર ફ્રીજમાંથી પેલી બોટલ ઉઠાવીને એ થેલીમાં નાંખી. બારી ખોલીને દોરી વડે એ થેલી બજારમાં ઉતારી. થેલી બજારની જમીનને અડી કે તરત ચંચાએ દોરી છોડી દીધી. દાદરમાં પડેલો મૂળિયો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો