અમારું ટાઈમ ટેબલ ખુબ કળક હતું. બેલના સતત બે મિનિટ સુધી થતા ઘોંઘાટમા સવારે પાંચ વાગે માંડ-માંડ ઉઠી શકાતું. શિયાળો હોય કે ઉનાળો ઉઠીને તરત નાહવા જવું બધાને ફરજીયાત હતું. નાહવા માટે પણ ખુબ મહેનત કરવી પળતી. મહેનત એટલે કરવી પળતી કે અજાગ્રત અવસ્થામા બ્રશ પર ટૂથપેસ્ટ લગાવી બાથરૂમ સુધી પહોંચવાનું. એમાં પણ એ ચિંતા રહેતી કે બાથરૂમમા મારાં માટે જગ્યા હશે કે નહી. ઘણા લોકો સવારના પ્રેશરના લીધે એકથી બીજે બાથરૂમ જળપ ભેર દોળતા જોવા મળતા. એમાં પણ દરેક સંડાશ આગળ બે-ત્રણ જણાની લાઈન લાગેલી હોય અને લાઈનમાં ઉભેલા દરેક વ્યક્તિ વારા ફરતી સંડાશના દરવાજાને પાટા-ઢીંકા વળે પીટતા હોય. જેનો અવાજ આખી હોસ્ટેલમા બીજા સુતેલા લોકોને ઉઠવા મજબુર કરતો હોય.

1

હોસ્ટેલ - ભાગ 1 (ટાઈમ ટેબલ)

ટાઈમ ટેબલ અમારું ટાઈમ ટેબલ ખુબ કડક હતું. બેલના સતત બે મિનિટ સુધી થતા ઘોંઘાટમા સવારે પાંચ વાગે માંડ-માંડ શકાતું. શિયાળો હોય કે ઉનાળો ઉઠીને તરત નાહવું ફરજીયાત હતું. નાહવા માટે પણ ખુબ મહેનત કરવી પડતી. અજાગ્રત અવસ્થામા બ્રશ પર ટૂથપેસ્ટ લગાવી બાથરૂમ સુધી પહોંચવાનું. એમાં પણ એ ચિંતા રહેતી કે બાથરૂમમા મારાં માટે જગ્યા હશે કે નહી. ઘણા લોકો સવારના પ્રેશરના લીધે એકથી બીજે બાથરૂમ જડપ ભેર દોડતા જોવા મડતા. એમાં પણ દરેક સંડાશ આગળ બે-ત્રણ જણાની લાઈન લાગેલી હોય અને લાઈનમ ...વધુ વાંચો

2

હોસ્ટેલ - ભાગ 2 (કાચી કેરી)

કાચી કેરી કાચી કેરી…આહ…શું સ્વાદ હતો! કાચી કેરી છુપાયને આંબા પરથી ઉતારવામાં આવતી. તેનાથી અઘરું કામ તો હતું કે તેને હોસ્ટેલના રૂમ સુધી પહોંચાડવી કેવી રીતે? આટલી મહેનત કર્યા પછી તો તેનો સ્વાદ ત્રણ ગણો વધારે ખાટો લાગતો. કાચી કેરીનો ઉપયોગ અમે ચટણી મીઠા સાથે ખાવામાં ઓછો અને મેઇન પ્રોગ્રામ તો ભેળ બનાવાનો જ રહેતો. કાચી કેરીનો ઉપયોગ કરીને જયારે ભેળ બનાવવામાં આવી હોય ત્યારે વધારે ધ્યાન રાખવું પડતું કે પકડાઈ ન જાય. જો પૂછવામાં આવે કાચી કેરી ક્યાંથી લઈ આવ્યા તો જવાબ શું આપવો? અમારી હોસ્ટેલની આજુબાજુમાં એક કે બે આંબા ન હતા પણ અમારી હોસ્ટેલ ...વધુ વાંચો

3

હોસ્ટેલ - ભાગ 3 (દળો)

દડો આ એવો દડો હતો. જેનાથી ઘણા હોસ્ટેલના નુકસાન થતા. દડાથી બારીના કાચ, લાઈટ તથા લેમ્પ ફૂટતા, વખત કોકના માથા ફૂટતા. આ દડાએ ઘણાને બોવ માર ખવડાવ્યા છે. છતાં તેનાથી રમવાની મજા અલગ જ હતી. આ દડો સ્પેશિયલ રીતે તૈયાર કરવામાં આવતો. આમતો બે પ્રકારના દડાઓનો ઉપયોગ કરતા. એક કાગળની ટેપનો દડો અને બીજો મોજાનો દડો. કાગળની ટેપનો દડો બનાવા માટે ક્યાં ફર્નિચરનું કામ શરૂ છે? તે શોધવામાં રહેતું. કાગળની ટેપનો ઉપયોગ ફર્નિચરવાળાભાઈ કરતાં. હોસ્ટેલમાં કબાટ અને દરવાજા બનાવવાનું કામ ત્યાં રૂમમા કરવામાં આવતું.બે-ત્રણ મિત્રો ભેગા થઈને નવી કાગળની ટેપ ઉપાડવા માટે સર્વે કરતા. પહેલા જોવામાં આવતું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો