આ વર્ષની જન્માષ્ટમી વિશેષ છે. શા માટે એ આગળ તમને વાંચવાથી ખબર પડી જશે. અને એને હજુ થોડું વિશેષ બનાવવા માટે આપણે કૃષ્ણ ભગવાનનાં આ ૨૦ (અથવા તેથી વધુ) નામોને અર્થ સાથે સમજવાનો પ્રયત્ન કરશું. અને આપણે પણ ભગવાનના અંશ છીએ, તો આ નામો પરથી કાઇક શીખીશું અને આપણા જીવનમાં તેને સ્થાપિત કરશું. કૃષ્ણ નય પણ તેનો અંશ તો બની જ શકીએ.
કૃષ્ણ - 1
કૃષ્ણ જન્માષ્ટમીઅનુક્રમણિકા ૧. કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે કૃષ્ણને સમજવાનો પ્રયાસ.. .. ૨. निवासा: .. .. ૩. प्रभव: .. ..૪. प्रतिथा: ..૫. मानदा: .. .. ૬. केशव: .. .. ૭. કૃષ્ણ .. .. ૮. ગોપિકા વલ્લભ .. .. ૯. માધવ .. ..૧૦. मुकंद: .. .. ૧૧. અચ્યુત .. .. ૧૨. सुमुखा: .. ..૧૩. श्वास्था: .. ..૧૪. शुभेकक्षणा: .. .. ૧૫. पुष्टा: .. .. ૧૬. स्थूला: .. .. ૧૭. ચિરંજીવી .. .. ૧૮. सुंदरा: .. .. ૧૯. आश्रय: .. .. ૨૦. અનંત રૂપ .. .. ૨૧. અન્ય નામો.. .. આ વર્ષની જન્માષ્ટમી વિશેષ છે. શા માટે એ આગળ તમને વાંચવાથી ખબર પડી ...વધુ વાંચો
કૃષ્ણ - 2
કેમ છો મિત્રો ? આશા છે કે બધા મજામાં જ હશો. આગળના ભાગમાં આપણે प्रभव: વિષે જોયું હતું અને છેલ્લે કહ્યા પ્રમાણે હવે प्रतिथा: વિષે અને એનાથી આગળના નામો વિષે પણ ચર્ચા કરશું. તમારો આ વાંચવાનો સફર શુભ રહે, અને જીવનમાં પણ બધુ શુભ રહે. ૪. प्रतिथा:प्रतिथा: એટલે ભગવાન પ્રસિદ્ધ છે, જાહેર થયેલા છે, બધા માંને છે કે ભગવાન છે જ. આ સંસારનો કોઈ વ્યક્તિ એવું ના કહી શકે કે ભગવાન નથી. જગતને સંભાળવા, જગતનો ભાર ઉઠાવવા માટે પ્રસિદ્ધ છે. તેથી તેને પ્રાર્થના કરવાની કે તું દયાળુ છે, કૃપાળુ છે, અને તમારી આ કૃપા અમારા પર વરસાવતા રેજો. ...વધુ વાંચો
કૃષ્ણ - 3
૭. કૃષ્ણકૃષ્ણ એટલે સર્વાકર્ષક, ખેંચનાર. બધાને પોતાના તરફ ખેંચનાર.એક માતાનો નટખટ પુત્ર એટલે કૃષ્ણ.. ..શ્રી રાધા ને જે પ્રિય એ એટલે કૃષ્ણ.. ..પ્રેમ એટલે કૃષ્ણ.. ..પ્રેમ ! જેનો સ્વભાવ છે, એ એટલે કૃષ્ણ.. ..કર્મ, મર્મ અને ધર્મ નો સંગમ એટલે કૃષ્ણ.. ..સૃષ્ટી નો સર્જક એટલે કૃષ્ણ.. ..સૃષ્ટીના કણ કણ વસેલું તત્વ એટલે કૃષ્ણ.. ..ત્યાગનું ઉતમ પ્રતિક એટલે કૃષ્ણ.. ..જેની બાંસુરીના સૂર સાંભળીને મન મોહિત થઈ જાય, એ એટલે કૃષ્ણ.. ..જેના હોઠ મધુર છે, મુખ મધુર છે, જેનાનયન મધુર છે, એ એટલે કૃષ્ણ.. ..જેનું મન મધુર છે, જેની વાણી મધુર છે, જેનું હાસ્ય મધુર છે, એ એટલે કૃષ્ણ.. .. જેના ...વધુ વાંચો
કૃષ્ણ - 4
૮. ગોપિકા વલ્લભગોપિકા વલ્લભ નામ પરથી જ ખબર પડે કે જે ગોપીઓનો નાથ છે. જેણે પોતાની પ્રત્યેક ગોપીને પરમ અનુભૂતિ કરાવી છે, જીવનનું પરમ સુખ આપ્યું છે, જીવન જીવતા શિખડાવ્યું છે. એટલા માટે એ ગોપીઓના નાથ છે. ગોપીઑ ભગવાનની પાછળ એટલી બધી આતુર થઈ જતી, મંત્ર મુગ્ધ થઈ જતી, કે એને પોતાનુ ઘર - સંસાર, બાળકો, પતિ, કોઈના વિષે કાઇ ભાન ન રહેતું. ત્યારે કૃષ્ણ ભગવાન એમને એવું ન કરવા અને એ બધા પ્રત્યેના પ્રેમ વિષે સમજાવતા. ભગવાને ગોપીઑ સાથે માત્ર રાસ લીલા જ નથી કરી. પરંતુ ગોપીઑ દ્વારા સમગ્ર મથુરાને કૃષ્ણમય બનાવી દીધી. ગોપીઑ જ્યારે દહીં, દૂધ, છાસ ...વધુ વાંચો
કૃષ્ણ - 5
૧૪. शुभेकक्षणा:शुभेकक्षणा: એટલે આપણી નાનામાં નાની વાત પર જેનું ધ્યાન છે. ક્ષણિક એવી દ્રષ્ટી આપણા પર છે. નજર શુભ આત્મીય છે. ભગવાનની નજર સ્વચ્છ છે. ભગવાનની પાસે કોઈ હરામખોર માણસ જાય છે, તો પણ એમની નજર અસ્વચ્છ નથી થતી. એટલા માટે ભગવાનની નજર સ્વચ્છ છે.ભગવાન તમે માનવ જીવન આપ્યું છે, તો તમે પણ અમારી પરીક્ષા લેશો, અને પેપર તપાસસો. પરતું એ તપાસણીમાં તમારી નજર એ ‘માં’ જેવી રાખજો. કેમ કે એક માં ને બે દીકરા હોય, એમાં એક કોઈ ખામી વાળો હોય, છતાં પણ માં ને મન બંને સમાન છે. તેવી જ રીતે ભગવાનની દ્રષ્ટી એ આપણે સારા હશું, ...વધુ વાંચો