સનસેટ પોઇન્ટ તો હજી દૂર છે! ગાડી અહીં કેમ રોકી દીધી! મારે સનસેટ જોવો છે, જલદી ચલો ને! મોડું થઇ જશે તો સૂર્યાસ્ત થઇ જશે! " સૌમ્યાની વાતને સાંભળવા છતાંય મયંક કાર ત્યાં જ પાર્ક કરીને બહાર નીકળ્યો. મહાબળેશ્વર ફરવા આવ્યા ત્યારથી સૌમ્યા રસ્તામાં સતત બોલતી હતી. મંયક ચુપચાપ સાંભળતો પણ જવાબ ના આપતો. પરંતુ, અત્યારે કશું જ બોલ્યા વિના બહાર નીકળી ગયો. મયંકની પાછળ સૌમ્યા પણ કારની બહાર આવી. હજી થોડા દિવસો પહેલા તેમના લગ્ન થયેલા. મયંક તેનાથી સતત દૂર રહેતો. ઘરના બધાના આગ્રહ ને લીધે બે દિવસ માટે મહાબળેશ્વર ફરવા આવ્યા હતા.મયંક પહાડોને જોતો, સિગરેટ સળગાવીને ધુમાડા કાઢતો.

1

અનોખું બંધન - ભાગ 1

સનસેટ પોઇન્ટ તો હજી દૂર છે! ગાડી અહીં કેમ રોકી દીધી! મારે સનસેટ જોવો છે, જલદી ચલો ને! મોડું જશે તો સૂર્યાસ્ત થઇ જશે! સૌમ્યાની વાતને સાંભળવા છતાંય મયંક કાર ત્યાં જ પાર્ક કરીને બહાર નીકળ્યો. મહાબળેશ્વર ફરવા આવ્યા ત્યારથી સૌમ્યા રસ્તામાં સતત બોલતી હતી. મંયક ચુપચાપ સાંભળતો પણ જવાબ ના આપતો. પરંતુ, અત્યારે કશું જ બોલ્યા વિના બહાર નીકળી ગયો. મયંકની પાછળ સૌમ્યા પણ કારની બહાર આવી. હજી થોડા દિવસો પહેલા તેમના લગ્ન થયેલા. મયંક તેનાથી સતત દૂર રહેતો. ઘરના બધાના આગ્રહ ને લીધે બે દિવસ માટે મહાબળેશ્વર ફરવા આવ્યા હતા.મયંક પહાડોને જોતો, સિગરેટ સળગાવીને ધુમાડા કાઢતો ...વધુ વાંચો

2

અનોખું બંધન - ભાગ 2

શું થયું? આપણે ક્યાં જઇયે છીએ? " સૌમ્યા બોલી. " ઘરે જવું પડશે પપ્પાને છાતીમાં દુઃખે છે. મેં તેમને ' એડમીટ ' કરવા કહ્યું છે. મારે જલદીથી હોસ્પિટલ પહોંચવું પડશે. " મયંક બોલ્યો. કાર ચલાવતા તેણે હોસ્પિટલમાં ફોન કર્યો. બીજા ડોક્ટરોને જરૂરી સૂચનો આપવા લાગ્યો. સતત ફોન આવતા હતા. સૌમ્યા બોલી, " તમે ફોન પર વાત કરો! હું ડ્રાઈવ કરીશ. " " તું કરી શકીશ? રસ્તો ઢોળાવવાળો છે! " મયંક બોલ્યો. " તમે ચિંતા નહીં કરો. હું કરી લઈશ! આઈ એમ કવાઈટ સ્યોર! મયંકે ' સ્ટીરીંગ વ્હીલ સૌમ્યાને સોપ્યું અને ફોન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સાથી ડોક્ટરો સાથે સંપર્ક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો