ઉનાળો આવે એટલે પોતાની સાથે બે વસ્તુ લઈને આવે, એક બેડ ન્યૂઝ જેવો અસહ્ય ધોમધખતો તાપ અને બીજું ગુડ ન્યૂઝ જેવું મસ્ત મજાનું મોટું વેકેશન. સવારે ઉઠતાં વેંત પાટી દફતર નહીં, પરંતુ બેટ દડો લઈને મેદાનમાં દોડી જવાનો જે સ્વાદ અને નશો છે એ તો જેણે માણ્યો હોય એને જ ખબર પડે. બેટિંગ, બોલીંગ અને ફિલ્ડિંગ, ચોગ્ગા, છક્કા અને આઉટની અપિલ, દોડા દોડી અને ભાગાભાગીનો જે મસ્તી ભર્યો રંગ જામ્યો હોય તેમાં જો કોઈ ભંગ પાડતું હોય તો એ હોય ધોમધખતો તાપ. હોઠ, જીભ અને ગળાને સૂકવવાથી માંડીને પરસેવે રેબઝેબ કરી મૂકવા મથતા તાપ સામે છેક ચક્કર આવવા માંડે ત્યાં સુધી ઝઝુમતા અમને બાળકોને આખરે મમ્મી કે મોટી બહેન ટીંગાટોળી કરીને ફરજિયાત ઘરમાં પૂરે.
ડાયરી સીઝન - ૩ - ધોધમાર માટે કાળજાળ
શીર્ષક : ધોધમાર માટે કાળજાળ ©લેખક : કમલેશ જોષી ઉનાળો આવે એટલે પોતાની સાથે બે વસ્તુ લઈને આવે, એક ન્યૂઝ જેવો અસહ્ય ધોમધખતો તાપ અને બીજું ગુડ ન્યૂઝ જેવું મસ્ત મજાનું મોટું વેકેશન. સવારે ઉઠતાં વેંત પાટી દફતર નહીં, પરંતુ બેટ દડો લઈને મેદાનમાં દોડી જવાનો જે સ્વાદ અને નશો છે એ તો જેણે માણ્યો હોય એને જ ખબર પડે. બેટિંગ, બોલીંગ અને ફિલ્ડિંગ, ચોગ્ગા, છક્કા અને આઉટની અપિલ, દોડા દોડી અને ભાગાભાગીનો જે મસ્તી ભર્યો રંગ જામ્યો હોય તેમાં જો કોઈ ભંગ પાડતું હોય તો એ હોય ધોમધખતો તાપ. હોઠ, જીભ અને ગળાને સૂકવવાથી માંડીને પરસેવે રેબઝેબ કરી ...વધુ વાંચો
ડાયરી સીઝન - 3 - યે જિંદગી હૈ એક જુઆ
શીર્ષક : યે જિંદગી હૈ એક જુઆ ©લેખક : કમલેશ જોષી "જિંદગીના જુગારમાં દૂડી, તીડી અને પંજાવાળો જેટલું હારે એનાથી અનેકગણું વધારે એકો, દૂડી, તીડી જેવા ઊંચા પત્તાવાળો હારતો કે ગુમાવતો હોય છે." અમારા એક સાહેબે જ્યારે આ વાક્ય કહ્યું ત્યારે અમે કોલેજીયન મિત્રો એકબીજા સામે અને પછી સાહેબ સામે નવાઈ ભરી નજરે તાકી રહ્યા હતા. અમારી તો માન્યતા એવી હતી કે બાવન પત્તા લઈને જ્યારે જુગારીઓ તીન પત્તી રમવા બેઠા હોય છે ત્યારે ઊંચા પત્તાવાળો જીતતો હોય છે અને નીચા પત્તાવાળો હારતો હોય છે પરંતુ અમારા ફેવરિટ સાહેબ તો એક્ઝેક્ટલી આનાથી ઉલટું કહી રહ્યા હતા. “શું તમે કદી ...વધુ વાંચો
ડાયરી સીઝન - 3 - પેટ સાફ તો સબ કુછ માફ
શીર્ષક : પેટ સાફ તો સબ કુછ માફ ©લેખક : કમલેશ જોષીઅમારા એક વડીલ કહેતા ‘પેટ સાફ તો સબ માફ’. અમારા એક મિત્રને ભજીયા બહુ ભાવે. પેટ ગમે તેવું બગડેલું હોય, ભજીયા જોઈને એનું મન કાબૂમાં ન રહે. સહેજ આગ્રહ કરો કે તરત જ એક પ્લેટ તો ચટ કરી જ જાય. બે વાર તાણ કરો એટલે બીજી પ્લેટ ઉપાડી લે. સહેજ વધુ ખેંચો તો ત્રીજી અને ચોથી પણ ગટકાવી જાય. એમાંય જો વચ્ચે યાદ કરાવો કે ‘ભાઈ, તું આવ્યો ત્યારે કહેતો હતો કે તારા પેટમાં ગરબડ છે, એટલે જરા ધ્યાન રાખજે’ એટલે એ ભાઈ બે ક્ષણ તમારી સામે તાકી ...વધુ વાંચો
ડાયરી સીઝન - 3 - ફક્ત પરણેલાઓ માટે
શીર્ષક : ફક્ત પરણેલાઓ માટે ©લેખક : કમલેશ જોષીલગ્ન જીવનની પચાસમી વર્ષગાંઠ ઉજવી રહેલા અમારા એક વડીલની ફરતે અમે કપલ્સ બેઠા હતા ત્યારે સહેજ ધીમા પણ મક્કમ અવાજે વડીલ અમારી સામે લગ્ન જીવનની સફળતાના રહસ્યો ખોલી રહ્યા હતા. ચોથી, પાંચમી કે બારમી ઓવરમાં ત્રણ ચાર વાર ‘બોલ્ડ’, ‘હિડ વિકેટ’ કે ‘કેચ આઉટ’ થતા માંડ માંડ બચેલો ખેલાડી પચાસ ઓવર સુધી અણનમ રહી ચોગ્ગા છગ્ગા ફટકારી રહેલા ઓલરાઉન્ડર સામે જે ‘માન’ અને ‘શ્રદ્ધા’થી જુએ એટલી જ ત્વરાથી અમે કપલ્સ પેલા વડીલ દાદા-દાદી સામે તાકી રહ્યા હતા. વડીલને પૂછવામાં આવેલો પ્રશ્ન હતો “જો તમારા આટલા લાંબા, ખુશખુશાલ અને સફળ દાંપત્ય જીવનનું ...વધુ વાંચો
ડાયરી સીઝન - 3 - હમ લેકે રહેંગે આઝાદી
શીર્ષક : હમ લે કે રહેંગે આઝાદી©લેખક : કમલેશ જોષી૨૦૨૪ની પંદરમી ઓગષ્ટ નજીક હોવાથી મનમાં ૧૯૪૭ની પંદરમી ઓગષ્ટે મળેલી વિચારો ચાલી રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘આઝાદી’નો ખરો અર્થ અથવા આજની તારીખે મને કે તમને સ્પર્શતો અર્થ શોધવા મન ભટકતું હતું. મન માનતું નહોતું કે આઝાદીનો અર્થ ‘અંગ્રેજ મુક્ત ભારત’ એવો અને એટલો જ હોઈ શકે, કેમકે મનની ડીક્ષનરી ‘અંગ્રેજ’ શબ્દના ઉપયોગ વગર ‘આઝાદી’નો શબ્દાર્થ અને ભાવાર્થ ઝંખતું હતું. ઓહ, વધુ પડતી ‘ભારેખમ’ શરૂઆત થઈ ગઈ.સ્કૂલ કોલેજમાં ભણતા ત્યારે અમારી ટીખળી અને તોફાનીઓની ટોળકી, જે આખું વર્ષ ‘તમામ પ્રકારની આઝાદી’ ભોગવતી એ પંદરમી ઓગષ્ટની ઉજવણી વખતે ...વધુ વાંચો
ડાયરી સીઝન - 3 - જિંદગીના ટોપર
શીર્ષક : જિંદગીના ટોપર ©લેખક : કમલેશ જોષી“આપણે ત્યાં મોટી મોટી ‘એકેડેમિક પરીક્ષાઓ’ કે ‘ઇમ્તિહાન લેતી જિંદગીની પરીક્ષાઓ’ માં આવનારાઓની યાદીમાં અમીર કરતા ગરીબ વિદ્યાર્થીઓ કેમ વધુ હોય છે ખબર છે?” અમારા સોશ્યલ ઓબ્ઝર્વર મિત્રે, જાણે આગ લગાડવા માટે બાકસમાંથી દીવાસળી બહાર કાઢી હોય એમ, પ્રશ્ન પૂછી અમારી સૌની સામે જોયું. એના પ્રશ્નોના જવાબો ધારીએ એટલા સીધા અને સહેલા નથી હોતા એ હવે અમને ખબર પડી ગઈ હતી એટલે અમે સૌએ ‘એની પાસેથી જ જવાબ સાંભળવા’ નકારમાં માથું ધુણાવતા જીજ્ઞાસા ભરી આંખો એની સામે ટેકવી. જાણે શબ્દ ગોઠવતો હોય એમ એક-એક શબ્દ છૂટ્ટો પાડી એ ધીમા સ્વરે બોલ્યો, “કેમ ...વધુ વાંચો
ડાયરી સીઝન - 3 - લાઇફ ઇઝ અ ફેસ્ટિવલ
શીર્ષક : લાઈફ ઇઝ અ ફેસ્ટીવલ ©લેખક : કમલેશ જોષીઅમારો એક મિત્ર ભારે ઉત્સાહી. જીવનના ચાર દાયકા વટાવ્યા પછી એ વીસ વર્ષના જુવાનીયાની જેમ હંમેશા તરોતાજા અને થનગનતો જોવા મળે. દરેક ફેસ્ટીવલની ઉજવણી એ એટલી બધી શાનદાર અને જાનદાર રીતે કરે કે ધીરે ધીરે તો અમને એની હાજરી પણ ફેસ્ટીવલ જેવી લાગવા માંડી. નવરાત્રી આવે તો બે-ચાર ટ્રેડીશનલ ડ્રેસ ખરીદવાથી શરુ કરી ગરબાની નવી સ્ટાઈલ શીખવા માટે મહિનો પંદર દિવસ ગરબા કલાસીસમાં પણ જઈ આવે. દિવાળીના દિવસોમાં દરરોજ નવી રંગોળી કરવા એ રાત્રીના એક-દોઢ વાગ્યા સુધી જાગે. હનુમાન જયંતિના દિવસે બુંદી, ગાંઠીયા અને બટાટાનું શાક ખાવા એ કાયમ એની ...વધુ વાંચો
ડાયરી સીઝન - 3 - તમને તમારા લંગોટિયા મિત્રોના સમ..!
શીર્ષક : તમને તમારા લંગોટિયા મિત્રોના સમ...! ©લેખક : કમલેશ જોષી હમણાં એક લગ્ન પ્રસંગે આગલી રાત્રે યોજાયેલ દાંડિયાની મ્યુઝીકલ પાર્ટીમાં એકદમ ઈન્ટરેસ્ટીંગ અને ઈમોશનલ દૃશ્ય માણવા મળ્યું. ગાયકે ગરબાના તાલે ‘યારા તેરી યારી કો, મૈંને તો ખુદા માના, યાદ કરેગી દુનિયા તેરા મેરા અફસાના’ અને ‘યે દોસ્તી હમ નહિ તોડેંગે, તોડેંગે દમ મગર તેરા સાથના છોડેંગે’ ને એવા એવા યારી-દોસ્તીને લગતા ગીતો ઉપાડ્યા અને જુવાનીયાઓ ને બદલે પચાસ-સાંઠની ઉંમરે પહોંચી ગયેલા લગભગ બારથી પંદર વડીલો બબ્બે પાંચ-પાંચના જૂથો રચી, ખરેખર ઉમળકા સાથે ગ્રાઉન્ડ પર આવી ઝૂમવા લાગ્યા. એ લોકો ઝૂમતા તો હતા જ પણ સાથે સાથે રાગડા ...વધુ વાંચો
ડાયરી સીઝન - 3 - ચેન્જ યોર કૅલેન્ડર
શીર્ષક : ચેન્જ યોર કૅલેન્ડર ©લેખક : કમલેશ જોષી શું છે તમારું થર્ટી ફર્સ્ટનું પ્લાનીંગ? ફેમિલી સાથે હોટેલમાં જશો? કે ઘરે જ કોઈ વાનગી બનાવશો? કોઈ ટાઉન હોલમાં કે પાર્ટી પ્લોટ પર સામુહિક ઉજવણીનો રંગારંગ કાર્યક્રમ નવથી બાર માણશો? કે ટીવી પર જ ચાલતા કાર્યક્રમોને બાર વાગ્યા સુધી માણી દેશ વિદેશમાં ફૂટતા ફટાકડાઓ જોઈ આનંદની કીકીયારીઓ કરશો? કે પછી નાનકડી ભજન સંધ્યા કરીને કે કરાઓકે પર ગીતો ગાઈને કે નાનકડી પિકનીક કરીને ઉજવશો? કે પછી કંઈ જ નહીં કરો? “એમાં ઉજવણી શું કરવાની?” અમારા ગંભીર મિત્રે કહ્યું “કોઈનો અંતિમ સમય નજીક હોય, ચોવીસ કે અડતાલીસ કલાક છેલ્લા ...વધુ વાંચો
ડાયરી સીઝન - 3 - પહેલો સગો..
શીર્ષક : પહેલો સગો... ©લેખક : કમલેશ જોષી સૌથી પહેલા તમે એ કહો કે “તમારું, તમારા ઘરમાં ન રહેતું એવું, સૌથી નજીકનું, પહેલું સગું કોણ?”. કાકા-બાપાના ભાયું? કે મામા-માસીના ભાંડેડા? દીકરી-જમાઈ કે ભાણા-ભત્રીજા? અમારા એક અનુભવી વડીલે જવાબ આપ્યો “પહેલો સગો પડોશી”. પડોશી? પડોશી એટલે તમારી દીવાલને અડીને જે ઘરની દીવાલ હોય એ ઘરમાં કે તમારી સામેના મકાનમાં કે તમારા ઘરની આસપાસના આઠ-દસ ઘરોમાં રહેતા ફેમિલી. અમારા ટીખળી મિત્રનું માનવું તો એમ હતું કે “પહેલો દુશ્મન પડોશી”. ઇન્ડિયામાં લગભગ કોઈ ફેમિલી એવું નહિ હોય જેને પોતાના પડોશી સાથે ચકમક ન ઝરી હોય. ક્યારેક કચરા બાબતે, તો ક્યારેક ગટરના મુદ્દે, ...વધુ વાંચો