એક ભાઈ કહેતા હતા કે, ઘરમાં મારી બૈરી આમ કરે છે ને તેમ કરે છે. ત્યારે એને પૂછ્યું કે તારી બૈરીને પૂછીએ તો એ શું કહે છે ? એ કહે છે કે મારો ધણી અક્કલ વગરનો છે. હવે આમાં તમારો એકલાંનો ન્યાય શું કરવા ખોળો છો ? ત્યારે એ ભાઈ કહે કે મારું ઘર તો બગડી ગયું છે. છોકરાં બગડી ગયાં છે, બૈરી બગડી ગયાં છે. તો તેને કહ્યું કે 'કશું બગડી ગયું નથી.' તમને એ જોતાં આવડતું નથી. તમારું ઘર તમને જોતાં આવડવું જોઇએ. તમારું ઘર તો બગીચો છે. સત્યુગ, દ્વાપર ને ત્રેતાયુગમાં ઘર એટલે ખેતરાં જેવાં હતાં. કોઈ ખેતરમાં નર્યા ગુલાબ જ. કોઈ ખેતરમાં નર્યા ચંપા, કોઈમાં કેવડો, એમ હતું. અને આ કળિયુગમાં ખેતર રહ્યું નથી, બગીચા થઈ ગયા. એટલે એક ગુલાબ, એક મોગરો, એક ચમેલી !
Full Novel
ઘર, એક બગીચો ! - 1
એક ભાઈ કહેતા હતા કે, ઘરમાં મારી બૈરી આમ કરે છે ને તેમ કરે છે. ત્યારે એને પૂછ્યું કે બૈરીને પૂછીએ તો એ શું કહે છે ? એ કહે છે કે મારો ધણી અક્કલ વગરનો છે. હવે આમાં તમારો એકલાંનો ન્યાય શું કરવા ખોળો છો ? ત્યારે એ ભાઈ કહે કે મારું ઘર તો બગડી ગયું છે. છોકરાં બગડી ગયાં છે, બૈરી બગડી ગયાં છે. તો તેને કહ્યું કે 'કશું બગડી ગયું નથી.' તમને એ જોતાં આવડતું નથી. તમારું ઘર તમને જોતાં આવડવું જોઇએ. તમારું ઘર તો બગીચો છે. સત્યુગ, દ્વાપર ને ત્રેતાયુગમાં ઘર એટલે ખેતરાં જેવાં હતાં. કોઈ ખેતરમાં નર્યા ગુલાબ જ. કોઈ ...વધુ વાંચો
ઘર, એક બગીચો ! - 2
જ્યાં મતભેદ છે, ત્યાં રઝળપાટ છે. મતભેદ એટલે જુદા જુદા માર્ગ લઈને બેસવા. એડજસ્ટમેન્ટ નથી થતું, એનું કારણ શું કુટુંબમાં બહુ માણસ હોય તેથી ને, બહુ માણસ હોય તે બધાની જોડે મેળ પડતો નથી ને ! અને દહીંનો ડખો થઈ જાય પછી, દહીં આખરીયું હોય ને ડખો થઈ જાય સવારમાં. એટલે એવું છે આ મનુષ્યોનો સ્વભાવ, જે માનવતાનો સ્વભાવ છે ને, તે એક જાતનો નથી. જેવો યુગ હોય ને તેવો સ્વભાવ થઈ જાય છે. સત્યુગમાં બધા એકમતે રહ્યા કરે, સો માણસ ઘરમાં હોય ને, તોય પણ એ દાદાજી કહે એ પ્રમાણે ! તેથી આ કળિયુગમાં દાદાજી કહે તેમને આવડી ...વધુ વાંચો