સૂર્ય ધીમે ધીમે ઢળતો હતો, અજવાળું ધીમે ધીમે ઓછું થતું, અને અંધારું પથરાતું હતું વાતાવરણ માં અનોખી શાંતિ હતી. હળવે હળવે હિચકો ચાલતો હતો. આગળ મોટો બગીચો, મોટો બંગલો, જેમ મહારાણા પ્રતાપ ને ચેતક હતો તેવી રીતે મસ્ત ઘોડો પણ હતો. અને તેનું નામ પણ ચેતક, છતાં પણ કંઇક ઘટતું હતું. પણ શું તે નથી સમજાતું, દુઃખ તો કોના જીવન માં નથી. હીંચકા પર બેસી અને ધીમે ધીમે હિલોળા લેતો હતો અને આરામ કરતો હતો, દરરોજ કામ કરવાનું પણ પછી દર શની - રવી આવી આરામ કરવા નો, આમ તેની જિંદગી ચાલતી હતી. એક દિવસ તેવી જ રીતે આરામ કરતો

1

અજુગતો પ્રેમ 1

સૂર્ય ધીમે ધીમે ઢળતો હતો, અજવાળું ધીમે ધીમે ઓછું થતું, અને અંધારું પથરાતું હતું વાતાવરણ માં અનોખી શાંતિ હતી. હળવે હિચકો ચાલતો હતો. આગળ મોટો બગીચો, મોટો બંગલો, જેમ મહારાણા પ્રતાપ ને ચેતક હતો તેવી રીતે મસ્ત ઘોડો પણ હતો. અને તેનું નામ પણ ચેતક, છતાં પણ કંઇક ઘટતું હતું. પણ શું તે નથી સમજાતું, દુઃખ તો કોના જીવન માં નથી. હીંચકા પર બેસી અને ધીમે ધીમે હિલોળા લેતો હતો અને આરામ કરતો હતો, દરરોજ કામ કરવાનું પણ પછી દર શની - રવી આવી આરામ કરવા નો, આમ તેની જિંદગી ચાલતી હતી. એક દિવસ તેવી જ રીતે આરામ કરતો ...વધુ વાંચો

2

અજૂગતો પ્રેમ 2

"રવિ ક્યાં ભાગ્યો જાય છે?" બોલતો બોલતો કુમાર રવિ પાછળ આવતો હતો. ત્યાં શિવમ્ દોડી અને રવિ ને પકડી "ભાગી ને ક્યાં જવું હતું તારે" આવું બોલતા કુમાર પણ ત્યાં આવ્યો. "વિનીત ને વાત ની ખબર નહોતી એટલે તે બોલ્યો, જવાદે ગુસ્સો ના કર" શિવમ્ રવિ ને સમજાવતા બોલ્યો. રવિ એ આસુ લૂછ્યા અને કહ્યું "મને ગુસ્સો નથી આવતો બાકી.. તને ખબર જ છે." કુમારે રવિ ના ખભા પર હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું "ચાલ હવે સૂઈ જા કાલે ફરવા જવાનું છે, થકી જઈશ". રવિ થોડું હસ્યો અને બોલ્યો "હાલત છે, તેના કરતાં પણ વધારે?" શિવમ્ બોલ્યો "આને નહિ ...વધુ વાંચો

3

અજૂગતો પ્રેમ 3

સવારના લગભગ સાત વાગ્યા હતા. બહાર પક્ષીઓ નો કલબલાટ થતો હતો. મસ્ત થોડી થોડી ઠંડી હતી, સવાર નો કોમળ જામ્યો હતો. સૌથી ઉપર અગાસી માં કબૂતર આવ્યા હતા, અને નજીક રવિ ટેબલ પર બેસી અને તેને દાણા નાખી રહ્યો હતો. વાતાવરણ માં અનોખી શાંતિ હતી, વચ્ચે શાંતિ ભંગ થતી હોય તેમ અવાજ આવ્યો "આવી કોની પસંદ હોય, કબૂતર" પાર્થ પાછળથી બોલ્યો, "કેમ, મારી પસંદ નાપસંદ થી તને તકલીફ છે?" "ના ભાઈ મને શું તકલીફ હોય, કોઈ ને મોર ગમે કોઈ ને પોપટ ગમે કોયલ, કે ગીધ પણ સમજાય પણ કબૂતર, પસંદ તો તારી જ" "મોર ને દાણા નાખ તો ...વધુ વાંચો

4

અજૂગતો પ્રેમ 4

- રવિ એચ. ગુજરાતીડાયરી નું પ્રથમ પેજ ખોલ્યું અને વાંચવાનું ચાલુ કર્યું. પ્રથમ પેજ પર કોલેજ ની વાતો જોઈ પાછળ પેજ પલટાવ્યા અને આગળ વાંચવા લાગી. તેમાં અકસ્માત બાદ બધી વાતો એવી રીતે લખી હતી કે જાણે નજર સામે તે ઘટના છવાય જાય. નેહા ધીરે ધીરે બધું વાંચવા લાગી, અકસ્માત અને બાદની ઘટના વાંચી ત્યારે, આંખ માંથી આંસુ વહેવા લાગ્યા. આટલું વાંચી અને ડાયરી બંધ કરતી હતી, ત્યાં પાછળ થી આવજ આવ્યો "આટલું વધારે લાગી આવ્યું, કે વધારે દુઃખદ રીતે લખ્યું છે, આમ પણ બધા કહે છે, હું વધારે દુઃખદ રીતે વર્ણવું છું" નેહા ધીરે રહીને ડાયરી બંધ કરી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો