કોઈના કાનમાં તમરા બોલે..! કાન બિચારા બિન ઉપદ્રવી અને સીધાં સાદા..! અહિંસક એવાં કે કોઈ સળી કરે તો તેની સાથે છુટ્ટા કાનની મારામારી કરવા નીચે ઉતરી નહિ પડે. ભાત-ભાતની કહેવતો કાઢીને છંછેડ્યા હશે, છતાં સાવ ઋષિમંત ! આતંકવાદ નહિ ફેલાવે..! કાન વિષે કેવી કેવી છોડિયાફાડ કહેવતો છે..? જેમ કે, કાન છે કે કોડિયાં, કાનના કીડા ખરી ગયા, કાનમાં ઝેર રેડ્યું, કાના-ફૂંસી કરી, કાચા કાનનો, એક કાનથી સાંભળે ને બીજા કાનથી કાઢી નાંખે, એના કાનમાં તમરા બોલે, પારકી મા હોય એ જ કાન વીંધે, મારો કાન આમળી નાંખ્યો વગેરે વગેરે..! કાનો વિશેની કહેવતો અને કાનના ગુણધર્મોને નજર અંદાજ નહિ કરે તો પણ, માણસ માણસાઈની ચોગથ્માં સચવાયેલો રહે. આ તો એક વાત કે, ક્યારેય કોઈએ વિચાર્યું છે ખરું કે, ભગવાને આપણને કેવી મોંઘીદાટ શરીરની મિલકત આપી છે?

નવા એપિસોડ્સ : : Every Tuesday, Thursday & Saturday

1

મંગલ મસ્તી - 1

કોઈના કાનમાં તમરા બોલે..! કોઈના કાનમાં તમરા કાન બિચારા બિન ઉપદ્રવી અને સીધાં સાદા..! અહિંસક એવાં કે કોઈ સળી કરે તો તેની સાથે છુટ્ટા કાનની મારામારી કરવા નીચે ઉતરી નહિ પડે. ભાત-ભાતની કહેવતો કાઢીને છંછેડ્યા હશે, છતાં સાવ ઋષિમંત ! આતંકવાદ નહિ ફેલાવે..! કાન વિષે કેવી કેવી છોડિયાફાડ કહેવતો છે..? જેમ કે, કાન છે કે કોડિયાં, કાનના કીડા ખરી ગયા, કાનમાં ઝેર રેડ્યું, કાના-ફૂંસી કરી, કાચા કાનનો, એક કાનથી સાંભળે ને બીજા કાનથી કાઢી નાંખે, એના કાનમાં તમરા બોલે, પારકી મા હોય એ જ કાન વીંધે, મારો ...વધુ વાંચો

2

મંગલ મસ્તી - 2

‘રામાયણ’ સીરીયલનો પણ એક સમય હતો. અને ‘તારક મહેતાના ઊંધા ચશ્માં‘ એ પણ એક સમય છે. જોનારના ચશ્માના નંબર ગયા, તો પણ ઊંધાં ચશ્માંવાળી સીરિયલે દમદમો જાળવી રાખ્યો. કારણ કે, એમાં કકળાટ નથી, ખડખડાટ છે. બધું ફાવે પણ કકળાટ નહિ ફાવે..! મામલો ત્યારે જ બગડે કે, નજર સ્થાન ભ્રષ્ટ થાય..! ચશ્માં ઊંધા હોય, ચતા હોય કે કાચ વગરના હોય, કોઈ ફરક નહિ પડે, પણ માણસ ઉંધો થવો ના જોઈએ. જે સમયે જે મળે તે ચલાવી લેવાનું. મોરલા ગમે એટલાં રૂપાળા હોય પણ સમડીની માફક આકાશી ઉડાન હરગીઝ નહિ કરી શકે. ફાટે ત્યાં સાંધણ કરીને જે જીવી જાય, એનો રૂપિયો ...વધુ વાંચો

3

મંગલ મસ્તી - 3

પંચાત મારો પરમ ધર્મ છે..! એવો એક પણ માનવી નહિ હોય કે જેમણે ક્યારેય છીંક-ઓડકાર કે ઉધરસ ના ખાધી એમ એવો એક પણ મનુષ્ય દેહ નહિ હોય કે, જેમણે ભૂલમાં પણ કોઈની પંચાત ના કરી હોય..! આમ તો આ બધી કુદરતી ચેષ્ટા છે. પણ મારે વાત કરવી છે, પંચાતના ‘હોલસેલ’ સ્ટોકીસ્ટ પંચાતીયાની...! આવાં લોકોને ન્યાત જાત જાતી અને ધર્મનું પુંછડું, આડું આવતું નથી. ‘પંચાત મારો પરમ ધર્મ છે’ એવી ફિરાક જ એમનો પરમ ધર્મ..! જેમ એકેય ગામ એવું ના હોય કે, જ્યાં હનુમાનજીની દે’રી નહિ હોય, એમ એકેય ગામ બાકી ના હોય કે, જ્યાં ‘પંચાતીયા’ ની પેદાશ ના હોય. ...વધુ વાંચો

4

મંગલ મસ્તી - 4

વાગેલા વાજાના ભણકારા...! વર્ષના બારેય મહિના મારા માટે અકબરના રત્ન જેવાં. જીવવાનું હોય કે મરવાનું, એ બાર મહિનાનાં કુંડાળામાં આવે..! જેની પાસે બાર-બાર છોકરાંની સિલ્લક હોય તેમણે તો નામ પાડવાની ઝંઝટ રાખવી જ નહિ, મહિનાના જ નામ છોકરાના નામ તરીકે ફીટ કરી દેવાના..! જાન્યુઆરીથી શરુ કરી, ડીસેમ્બર સુધીમાં વાર્તા પૂરી કરી દેવાની. ૧૩ મો મહિનો નથી એટલે અટકી જ જવાનું..! ફાયદો એ વાતનો થાય કે, વૃદ્ધાવસ્થામાં મહિનાના નામ પ્રમાણે તે છોકરાના ઘરે ગાલ્લું છોડી પડાય, અને મહિનો બદલાય એટલે બીજાને ત્યાં જવા ગાલ્લું જોડી દેવાય..! એમાં જેનું નામ ફેબ્રુઆરી હોય એને તો દીવસની ગણતરીમાં ફાયદો જ થાય. માએ ભલે ...વધુ વાંચો

5

મંગલ મસ્તી - 5

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે.! અમારો રતનજી પ્લેબેક સિંગર તો નહિ, પણ ક્યારેક ક્યારેક તહેવાર જોઇને પ્ળું ઓઆવ્ર્ધો. ચાંદો જોઇને ચાંદના ગીતો ગાય, ડુંગરા જોઇને ડુંગરના ગીત કાઢે, ભેંસને જોઇને ‘મેરી ભેંસકો ડંડા કયું મારા’ જેવાં ગીતો કાઢે, ને પતંગ જોઇને ‘ચલી ચલી રે પતંગ મેરી ચલી રે’ જેવી ધૂન પણ ઠોકી નાંખે..! જેવી જેવી મૌજ બાપૂ..! ’ એક દિવસ તો પતંગની કાપાકાપીમાં પડેલો ને ગીત ગાતાં ગાતા જ ધડાકો કર્યો, “ એઈઈઇ..કાઈપો છે..! જો..જો ટોપા જો, પેલો ગુલાંટીયો ગિયોઓઓ..! એઈઇ જાય..! ઢેન્ઢેનેન.! ઓઈઇ..પેલો કાબરો આપરી બાજુ આવતો છે હંઅઅકે..! છોડ..છોડ..! દોરી છોડ તું..! અલ્યા ફીરકી નહિ, ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો