પ્યારની હવા, દિલની વફા

(17)
  • 12.9k
  • 6
  • 7.1k

જ્યારે જ્યારે ચાંદને જોવું છું, એવું લાગે છે કે પાછા બચપણમાં ચાલ્યો ગયો છું. નાના હતા ત્યારે કેટલી મજા આવતી હતી, ચાંદને મામા કહેવામાં આવતો હતો, અને એને જોવામાં કેટલી મજા આવતી હતી! અમે બધાં પણ આજે પૂનમ હતી તો પરેશના ઘરે હતા, એના ધાબા પર પૂનમના દિવસે તો જાણે કે અલગ જ માહોલ જામે છે, દૃશ્ય એવું કુદરતની મહેરબાનીથી રચાય છે કે કોઈ જો મરવાની પણ ઈચ્છા લઈને અહીં એક પળ પણ આવી જાય તો એને પણ થોડું વધારે જીવી લેવાની લાલચ થઈ આવે! પોતે પણ આ વાતાવરણમાં ભળી જાય અને પોતાનાં બધાં જ દુઃખોને પણ ભૂલીને આ વાતાવરણમાં જીવવાનું તો શીખી જ જાય! મેં નિશા તરફ જોયું, અમે બધાં ધાબે નીચે બિછાના પર બેઠા હતા. આકાશ માં અનેક તારાઓ ગામડાઓમાં જેવી રીતે અંધારામાં આગિયાઓ ચમકે એમ ચમકી રહ્યાં હતા. વચ્ચે વચ્ચે થોડો વધારે તો થોડો ઓછો પવન આવતો તો મનને એક અલગ જ તાજગી અનુભવવા મજબુર કરી દેતો હતો. પવનની પણ ખાસિયત છે કે વચ્ચે બહુ જ વધારે પણ નહીં અને બહુ ઓછો પણ નહિ, અમુક સમયે બહુ જ વધારે આવી જાય તો અમુકવાર ઘણો સમય થાય તો પણ આવે જ નહિ! જેવી રીતે લાઇફમાં સુખ અને દુઃખ હોય છે, કોઈ ને કઈ જ ખબર નહિ હોતી કે ક્યારે એને સુખનો અનુભવ થવાનો છે કે ક્યારે એને દુઃખ નો અનુભવ થવાનો છે!

Full Novel

1

પ્યારની હવા, દિલની વફા - 1

જ્યારે જ્યારે ચાંદને જોવું છું, એવું લાગે છે કે પાછા બચપણમાં ચાલ્યો ગયો છું. નાના હતા ત્યારે કેટલી મજા હતી, ચાંદને મામા કહેવામાં આવતો હતો, અને એને જોવામાં કેટલી મજા આવતી હતી! અમે બધાં પણ આજે પૂનમ હતી તો પરેશના ઘરે હતા, એના ધાબા પર પૂનમના દિવસે તો જાણે કે અલગ જ માહોલ જામે છે, દૃશ્ય એવું કુદરતની મહેરબાનીથી રચાય છે કે કોઈ જો મરવાની પણ ઈચ્છા લઈને અહીં એક પળ પણ આવી જાય તો એને પણ થોડું વધારે જીવી લેવાની લાલચ થઈ આવે! પોતે પણ આ વાતાવરણમાં ભળી જાય અને પોતાનાં બધાં જ દુઃખોને પણ ભૂલીને આ વાતાવરણમાં ...વધુ વાંચો

2

પ્યારની હવા, દિલની વફા - 2

કહાની અબ તક: પૂનમની ચાંદની રાતમાં મસ્તી કરવા માટે પણ મન જાણે કે મજબૂર જ હતું. વાતાવરણ બહુ જ લાગી રહ્યું હતું જાણે કે કોઈ મરવાની ઈચ્છાવાળો વ્યક્તિ પણ જો આવે તો જીવવાનું શીખી જાય, બધા હતા, પણ નિશા અને મારી બહેન આજે મારી જોડે બહુ જ મસ્તી કરી રહ્યાં હતાં. નિશાને જ્યારે મારાથી કહેવાય ગયું કે ઠીક છે તો હું પ્રીતિ સાથે મસ્તી કરીશ તો એ વધારે ગુસ્સે થઈ જાય છે. આવનાર તોફાનથી હું અણજાણ હતો. હવે આગળ: અમે સૌ એ વાતો કરી તો એકદમ જ નિશા ફોન મારી પાસે લઈ આવી. "હા, બોલ!" હું પ્રીતિનો અવાજ ઓળખી ...વધુ વાંચો

3

પ્યારની હવા, દિલની વફા - 3

કહાની અબ તક: પૂનમની રાતનું રમણીય વાતાવરણ હતું અને બધા જ આનંદ અનુભવી રહ્યા હતા. નિશા મારી બહેન સાથે જોડે બહુ જ મસ્તી કરી રહી હતી. તો ભૂલમાં મેં એને પ્રીતિના નામથી જલાવવા ચાહી, પણ એને તો બધાં વચ્ચે જ કઈ પળે મારા ફોનથી પ્રીતિના નંબર ને ડાયલ કરી દીધો હતો અને એ પણ પાગલ મને કંઇક દિલની વાત કહેવા લાગી કે એને કંઇક કહેવું છે, બધા જ અમારી વાત પર ધ્યાન લગાવતા હતા. આખરે મેં હિંમત કરીને ફોન કાપી દીધો અને નીચે ચાલ્યો ગયો. નિશાની મોળી ચા પીને હું થોડી વાર સુઈ ગયો. એણે જ મને ઉઠાડ્યો અને ...વધુ વાંચો

4

પ્યારની હવા, દિલની વફા - 4

કહાની અબ તક: નિશા ને જ્યારે મેં પ્રીતિ સાથે મસ્તી કરવાનું કહ્યું તો એ ગુસ્સામાં એને કોલ કરીને મને દે છે અને સૌ વચ્ચે એ એના દિલની વાત મને કહેવા જ જઈ રહી હોય છે અને હું કોલ કાપી નાખું છું. વધુમાં હું નિશા થી થોડો નારાજ થાઉં છું તો એ રાત્રે જ્યારે બધા સુઈ જાય છે મારું માથું પંપાળે છે. હું પણ એને માફ કરીને કહી દઉં છું કે હું પ્રીતિને પ્યાર નહિ કરતો. વધુમાં અને બંને માંડ એક કલાક જ ઊંઘીએ છીએ અને આખી રાત મજાક મસ્તી અને વાતો જ કરીએ છીએ! સવારમાં પણ અમારું શરીર ઊંઘ ...વધુ વાંચો

5

પ્યારની હવા, દિલની વફા - 5

પ્યારની હવા, દિલની વફા - 5 કહાની અબ તક: નિશા મારી સાથે બહુ મસ્તી કરે છે તો હું એને નામથી ચિડવું છું એ એને સીધો જ કોલ કરે છે અને ફોન સ્પીકર પર મૂકી દે છે, બધા એની વાત કે જે એ કહે છે કે એને મને કઈક જરૂરી કહેવું છે એમ કહે છે, હું ફોન કાપી દઉં છું. હું નિશાને માફ કરી દઉં છું, વધુમાં જ્યારે પ્રીતિ પૂછે છે કે કોલ કેમ સ્પીકર પર મૂક્યો હતો તો હું એને મેં જ મૂકેલો એવું કહીને મારી બહેન નેહાને લેવા લઈ આવું છું. હોટેલમાં એ મને પ્રપોઝ કરે છે અને ...વધુ વાંચો

6

પ્યારની હવા, દિલની વફા - 6

પ્યારની હવા, દિલની વફા - 6 કહાની અબ તક: નિશા મારી સાથે મસ્તી કરે છે, મજાકમાં હું એને પ્રીતિના ચીડવું છું તો એ મને એને કોલ કરીને આપી દે છે. બધા જ એના શબ્દો સાંભળી જાય છે કે એને મને કઈક ખાસ કહેવું છે. હું નિશાને માફ કરું છું, વધુમાં, હું એને પ્રીતિ બચાવી પણ લઉં છું કે જો પ્રીતિ ને ખબર પડે કે મેં કોલ કર્યો જ નહોતો તો બંનેનો બહુ મોટો ઝઘડો થાય! હું એને મારી સાથે નેહા ને પિક કરવા લઈ આવું છું અને હોટલમાં એ મને પ્રપોઝ કરે છે. દૂર થવાની વાત પર રડે પણ ...વધુ વાંચો

7

પ્યારની હવા, દિલની વફા - 7 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

પ્યારની હવા, દિલની વફા - 7 (અંતિમ ભાગ - કલાઇમેક્સ) "તો ઊંઘી ના તું.." બધાની ઊંઘ બગડે ના એવા અવાજમાં મેં કીધું. "તું જાગતો હોય તો હું કેવી રીતે ઊંઘી શકું.." "ખબર જ હતી કે આવું જ કઈક કરવાની તું, તું જાગતી હતી, પણ હું આવ્યો એવું ખબર પડી તો ઊંઘવાનું નાટક કરતી હતી તું એમ ને!" મેં કહ્યું. "તારી જોડે મસ્તી કરવામાં બહુ જ મજા આવે છે..." એ બોલી. "ચાલ હવે કલાક ઊંઘી જા." મેં એને સમજાવ્યું. "હા, હવે તું જોડે છું તો શાયદ ઊંઘ આવશે!" ભલે એને એવું કહ્યું કે હું ઊંઘીશ, પણ પાગલને તો બસ હું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો