ગામડાનું વાતાવરણ એકદમ સ્તબ્ધ બની ગયું હતું. શિયાળાની કડકડતી ઠંડી અને સાંજનો સમય. ગામની પાદર માં આવેલ એક નળિયાબંધ મકાન. મકાનનાં ઊંડા અંધારા ઓરડામાંથી આવતો કિચૂડ... કિચૂડ... કિચુડ... નો ઘોડિયાનો અવાજ. કોઈની આંખો એ ઘોડિયા નાં હલનચલન ની સાથે રમી રહી હતી. ઘરની સાજ શણગાર ને જોઈને એવું લાગતું હતું કે, “કોઈ ઉત્સવની ઉજવણી ની જોરદાર તૈયારીઓ ચાલી રહી હતી.” પરંતુ કોઈ આઘાત નાં કારણે બધી જ તૈયારીઓ અને ઉજવણી વિખેરાઈ ગઈ હતી. ઘરનાં એક ખૂણા માં બેઠેલા સુગંધા બહેન. તેમના મુખ પર કોઈ જ હાવ ભાવ નહી. બસ સ્તબ્ધ થઈ બેઠાં હતાં અને કોઈ વાતનો માતમ મનાવી રહ્યા હતા.
ગુપ્ત: એક ભ્રમ - 1
ભાગ:૧ ગામડાનું વાતાવરણ એકદમ સ્તબ્ધ બની ગયું હતું. શિયાળાની કડકડતી ઠંડી અને સાંજનો સમય. ગામની પાદર માં આવેલ એક મકાન. મકાનનાં ઊંડા અંધારા ઓરડામાંથી આવતો કિચૂડ... કિચૂડ... કિચુડ... નો ઘોડિયાનો અવાજ. કોઈની આંખો એ ઘોડિયા નાં હલનચલન ની સાથે રમી રહી હતી. ઘરની સાજ શણગાર ને જોઈને એવું લાગતું હતું કે, “કોઈ ઉત્સવની ઉજવણી ની જોરદાર તૈયારીઓ ચાલી રહી હતી.” પરંતુ કોઈ આઘાત નાં કારણે બધી જ તૈયારીઓ અને ઉજવણી વિખેરાઈ ગઈ હતી. ઘરનાં એક ખૂણા માં બેઠેલા સુગંધા બહેન. તેમના મુખ પર કોઈ જ હાવ ભાવ નહી. બસ સ્તબ્ધ થ ...વધુ વાંચો
ગુપ્ત: એક ભ્રમ - 2
ભાગ:૨ જેમ તમે આગળનાં ભાગમાં જોયું કે અનિકેત શર્મા અને તેનાં પત્ની તેની દિકરીઓ નાં ભવિષ્યને લઇને ખુબ છે. તેઓ ચર્ચા કરતાં કરતાં ઓસરી માં રહેલી હીંચકાની ખાટ ઉપર જ સુઈ જાય છે...“ઓહો!.... હા.... હા... હા... અરે આ શું? તમે બેય તો વાતું કરતાં કરતાં અહીંયાં જ ઢગલો થઈ ગયા! યાર, ઊઠીને બહાર જુઓ તો ખરા! સૂરજ ક્યાં પહોંચી ગયો?” મેઘા એ ખાટની પડખે રહેલાં ટેબલ પરથી હસીને ચાના કપ રકાબી ઉઠાવતાં ઉઠાવતાં કહ્યું.“અરે! દીદી વાંધો નઈ, મમ્મી પપ્પા ને સુઈ જવું હોય તો સૂઈ જવા દયો. આપડે તો એમ પણ આપડી રીતે તૈયાર થઈ નીકળી જઈશું.” શ્વેતા ...વધુ વાંચો
ગુપ્ત: એક ભ્રમ - 3
આગળના ભાગમાં જોયું કે શ્વેતા ફેશન ડિઝાઇન નાં કામ માટે સુરત અને મેઘા ડોકટરી પૂરી કરવા અમદાવાદ જતી રહે નવાં મિત્રો, નવાં સબંધો, નવી જગ્યા અને નવી લાઇફ સ્ટાઇલ. શ્વેતા સુરતમાં પોતાની ફ્રેન્ડ રચના સાથે એક રૂમ ભાડે રાખીને રહે છે, અને મેઘા પોતાની હોસ્ટેલમાં જ.“અરે! મેશ્વા ક્યાં જાય છે? ચાલુ લેક્ચરે!” મેઘાએ તેનાં જ હોસ્ટેલની એક સહેલી મેશ્વાને કહ્યું.“સ્.... અરે! મેઘુડી ધીમે બોલ ધીમે. કોઈ સાંભળશે. હું જાવું છું. હમણાં પાછી આવી જઈશ.” મેશ્વાએ મેઘાને તેનાં હોઠ ઉપર આંગળી દબાવીને કહ્યું.“ઓકે, પણ જલ્દી આવજે. એમ પણ બહું લેટ થઈ ગયું છે, અને જાડિયા પ્રોફેસરની તને ખબર ...વધુ વાંચો