પ્રિયતમને પત્ર

(13)
  • 22.4k
  • 2
  • 8.4k

પ્રિય સાગર, પર્વતની ગિરિમાળામાં રહીને તને યાદ કરી રહી છું. આજુબાજુમાં સુંદર હરિયાળું વાતાવરણ છે. એક સરસ મજાની નદી વહી રહી છે. પક્ષીઓનો કલરવ તારી યાદ અપાવી રહ્યા છે. વનરાઈ માં જાણે કે કંઇ જીવ પુરાયો હોય એવી અનુભૂતિ થાય છે. મારી હાથમાં પ્રેમભરી પેનને કાગળ છે અને આજે તને દિલથી એક પત્ર લખી રહી છું. પ્રિય કેવા દિવસો આવી ગયા કે તું આજે મારાથી દૂર છે. હું તને ખૂબ યાદ કરું છું કઈ દુનિયામાં ખોવાઈ ગયો છે તને ક્યારે મને મળવાની ઈચ્છા નથી થતી ? ક્યારેક તો મળવાનો પ્રયત્ન કર ... "જિંદગીની રાહ માં તું ક્યાં ખોવાઈ ગયો. યાદ આવે તારી તું બેપરવાહ થઈ ગયો. સુખની એ ક્ષણની એ પળો યાદ આવી ગઈ તારી હાજરી વિના હુ એકલી થઈ ગઈ" મેં જ્યારે પ્રથમ વખત તને જોયો ત્યારે કલ્પના નહોતી કે' હું તારા પ્રેમમાં પડી જઈશ હું દૂર ભાગતી હતી ,કારણકે હું શરમાતી હતી. તારા અવાજના રણકારમાં મને મીઠો પ્રેમ દેખાતો હતો છતાં પણ હું શરમાઈને ભાગી જતી હતી .પહેલી નજરમાં તો મને બિલકુલ પ્રેમની ભાષા સમજાઈ નહોતી. બસ તારી સાથે વાતો કરવી ગમતી. મજા આવતી ધીમે, ધીમે ક્યારેય પ્રણય શરૂ થયો એની કલ્પના જ ન રહી. એ મધુર મીઠી ક્ષણો ખૂબ યાદ આવે છે. ફરીવાર આપણે ફરીથી પાગલ બનીને મસ્તી કરતા થઈ જઈએ. ફરીથી હાસ્યનો ફુવારો આવીને રેલાવી જાને.. ક્યારેક તો તું મીઠી શાયરી પણ કરી લેતો એક શાયરી મને હજુ યાદ છે.

Full Novel

1

પ્રિયતમને પત્ર - ભાગ-1

નામ : દિલમાં વસેલ દિલદારતારીખ: તું તારી રીતે નક્કી કરી લેજેસરનામુંઃ અજનબી ગલીશીર્ષક: પ્રેમની યાદપ્રિય સાગર,"યાદ આવતા લઈને બેસી રહી એક પ્યારથી પ્રેમપત્ર પ્રિયતમને." પ્રિય સાગર, પર્વતની ગિરિમાળામાં રહીને તને યાદ કરી રહી છું. આજુબાજુમાં સુંદર હરિયાળું વાતાવરણ છે. એક સરસ મજાની નદી વહી રહી છે. પક્ષીઓનો કલરવ તારી યાદ અપાવી રહ્યા છે. વનરાઈ માં જાણે કે કંઇ જીવ પુરાયો હોય એવી અનુભૂતિ થાય છે. મારી હાથમાં પ્રેમભરી પેનને કાગળ છે અને આજે તને દિલથી એક પત્ર લખી રહી છું. પ્રિય કેવા દિવસો આવી ગયા કે તું આજે મારાથી દૂર છે. હું તને ખૂબ યાદ કરું છું કઈ દુનિયામાં ...વધુ વાંચો

2

પ્રિયતમને પત્ર - ભાગ-2

નામ : દિલમાં વસેલ દિલદાર તારીખ:જયારે તું વાંચે ત્યારે સરનામુંઃ અજનબી ગલી શીર્ષક: પ્રેમનું દર્દ પ્રિય સાગર, તારો પત્ર મળ્યો ,વાંચ્યો અને દુઃખ પણ થયું કારણકે મને ખબર છે કે તું દેશની સરહદ પર છે .રાત ,દિવસ તું ત્યાં લડાઈ કરી રહ્યો છે પરંતુ મને એમ કે' તું મને ભૂલી ગયો હોઈશ. કેટલા બધા દિવસો વીતી ગયા તારો કોઈ સમાચાર કે ફોન નહોતો એટલા માટે મેં તને પત્ર દ્વારા જ વર્ણન કરવાનું કહ્યું. તે મારું માન રાખ્યું એ બદલ તમારો ખૂબ આભાર. સાગર તે મને કેમ જણાવ્યું નહીં કે ,તને સરહદ પર દૂર દેશની રક્ષા માટે મૂક્યો છે તો ...વધુ વાંચો

3

પ્રિયતમને પત્ર - ભાગ-3

નામ : દિલમાં રહેલ હમસફર તારીખ:જયારે તું વાંચે ત્યારે સરનામુંઃ દેશની સરહદ શીર્ષક: દેશપ્રેમ અને નિસ્વાર્થ પ્રેમની વ્યથા પ્રિય , તમારો પત્ર મળ્યો તમે મારા પત્રનો જવાબ આપ્યો એ બદલ પહેલા તો હું તમારો "આભાર "વ્યક્ત કરું છું. તમે મને લખ્યું છે કે હ સ્વાર્થી છું. હું પ્રેમમાં ત્યાગ અને બલિદાન આપવા નથી માગતી એ શબ્દથી તમને દુઃખ થયું. તમને મારો પ્રેમ સ્વાર્થી લાગ્યો પરંતુ દરેક પ્રેમ કરનાર વ્યક્તિ તેના પ્રેમને પોતાનાથી દૂર કરવો ક્યારેક ગમતું નથી. તમે સરહદનું વર્ણન કર્યું છે કે, તમે "સરહદ "પર દેશપ્રેમીઓ માટે લડી રહ્યા છો હું ફક્ત તમેને પ્રેમ કરું છું પરંતુ તમે ...વધુ વાંચો

4

પ્રિયતમને પત્ર - ભાગ-4

નામ : પ્રિય દોસ્ત સાગર તારીખ : પત્ર મળે તે તારીખ જાણવી સરનામુંઃ અજનબી ગલી શીર્ષક: દોસ્તીનું વચન અને પ્રિય સાગર, તારો પત્ર મળ્યો પણ હું તને લખી રહી છું જવાબ તે તારી પ્રિયા નથી પણ હું પ્રિયાની વચને બંધાયેલ તેની સખી શ્વેતા છું. સાગર તું આ પત્ર વાંચીને દુઃખી ન થઈ જતો.હું તને તારી પ્રિયાએ કહેલ પ્રેમના એક ,એક શબ્દો લખી રહી છું.પ્રિયા તને ખૂબ પ્રેમ કરે છે. તે તારી સાથે પત્ની બનીને નહી એક માસૂમ પ્રેમિકા બનીને જીવવા માગે છે..તેને પણ તારી જેમ દેશસેવા કરવાનું વિચાર્યું અને તે દેશમાં ફાટી નીકળેલો દહેશત કોરોના માં સેવા કરવા ચાલી ...વધુ વાંચો

5

પ્રિયતમને પત્ર - ભાગ-5

નામ : પ્રિય દોસ્ત સાગર તારીખ : ખબર નથી સરનામુંઃ અજનબી ગલી શીર્ષક: દોસ્તીનું વચન અને દેશપ્રેમ પ્રિય દોસ્ત પ્રિય દોસ્ત સાગર તે મને પત્રનો જવાબ મોકલ્યો ,મને આનંદ થયો . તારો પત્ર હું વાંચી રહી છું તું તારી પ્રિયાને જોવા માગે છે. ગમે તે કરીને ફોનથી એની સાથે વાત કરવા માગે છે. તે લખ્યું છે કે દેશપ્રેમની સેવા મા એટલો તો પાગલ બની ગયો કે હું મારી પ્રિયાના પ્રેમને જાણી ના શક્યો .બિચારી પ્રિયા પત્ર લખતી રહી પરંતુ અહીં દેશપ્રેમને સમજાવતો રહ્યો પણ તેના પ્રેમને સમજી ન શક્યો . મને પણ ખબર નહીં કે એનામાં પણ દેશપ્રેમ ભરેલો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો