હરમન એની ઓફિસમાં દાખલ થયો ત્યારે વેઇટીંગ એરિયામાં 50 વર્ષની આસપાસના લાગતા એક સન્નારી સોફા પર બેસીને જમાલ સાથે વાત કરી રહ્યા હતા. હરમને તેમના પર એક નજર નાંખી અને પોતાની કેબીનમાં દાખલ થઇ ગયો અને ચેર પર બેસી ગયો હતો. જમાલ થોડીવારમાં અંદર દાખલ થયો અને હરમનની સામેની ખુરશીમાં ગોઠવાયો હતો. “બોસ, એક વિચિત્ર પ્રકારનો કેસ આવ્યો છે. બહાર પુષ્પાબેન મજમુદાર નામના એક બહેન તમને મળવા આવ્યા છે અને તેમનો કેસ તમને સોંપવા માંગે છે. તમે રજા આપો તો હું એમને તમારી કેબિનમાં બોલાવી લઉં.” જમાલે વાત પૂરી કરી હરમન સામે જોયું હતું. હરમને ઈશારાથી એ બહેનને અંદર બોલાવવા માટે કહ્યું હતું. પુષ્પાબેન મજમુદાર હરમનની કેબીનમાં દાખલ થયા અને હરમનની સામેની ખુરશી પર બેસી ગયા હતાં. 50 વર્ષની આસપાસની ઉંમર ધરાવતા પુષ્પાબેને થોડું વિચારીને પોતે જે બાબત માટે હરમનને મળવા આવ્યા હતા એ વાત કહેવાની શરૂ કરી હતી.

Full Novel

1

ડરનું તાંડવ - ભાગ 1

ડરનું તાંડવ ભાગ-1 વિચિત્ર કેસ હરમન એની દાખલ થયો ત્યારે વેઇટીંગ એરિયામાં 50 વર્ષની આસપાસના લાગતા એક સન્નારી સોફા પર બેસીને જમાલ સાથે વાત કરી રહ્યા હતા. હરમને તેમના પર એક નજર નાંખી અને પોતાની કેબીનમાં દાખલ થઇ ગયો અને ચેર પર બેસી ગયો હતો. જમાલ થોડીવારમાં અંદર દાખલ થયો અને હરમનની સામેની ખુરશીમાં ગોઠવાયો હતો. “બોસ, એક વિચિત્ર પ્રકારનો કેસ આવ્યો છે. બહાર પુષ્પાબેન મજમુદાર નામના એક બહેન તમને મળવા આવ્યા છે અને તેમનો કેસ તમને સોંપવા માંગે છે. તમે રજા આપો તો હું એમને તમારી કેબિનમાં બોલાવી લઉં.” જમાલે વાત પૂરી કરી ...વધુ વાંચો

2

ડરનું તાંડવ - ભાગ 2

ડરનું તાંડવ ભાગ-2 ડરના સબૂતો સુરેન્દ્ર મજમુદારની તર્કસભર સાંભળી હરમન વિચારમાં પડી ગયો હતો. હજી હરમન કોઈ સવાલ સુરેન્દ્રભાઈને પૂછે એ પહેલાંજ એમણે એમની વાત આગળ વધારી હતી. “મારી પાસે બીજો પણ એક સબૂત છે એ વાતનો કે મારો ડર સાચ્ચો છે એ વાત મારી પાસેના એ સબૂત દ્વારા સાબિત થઇ જશે. આ જુઓ મારા મોબાઈલની અંદરની CCTV ફૂટેજમાં રેકોર્ડ થયેલ વિડીઓ કલીપ જોતાં તમને ખબર પડી જશે કે પરમ દિવસે રાત્રે એક વાગે આ નકાબધારી માણસને એણે મારા બંગલામાં મારું ખૂન કરવા માટે મોકલ્યો હતો. પરંતુ CCTV કેમેરા અને સિક્યુરીટી ગાર્ડને જોઈને એ માણસ પાછો ભાગી ગયો.” ...વધુ વાંચો

3

ડરનું તાંડવ - ભાગ 3

ડરનું તાંડવ ભાગ-3 ખોદ્યો ઉંદર અને એમાંથી નીકળ્યો ડુંગર.!! પ્હાડી અબ્દુલને જોઇને જમાલ થોડો ગભરાયો હતો, પરંતુ હરમને જમાલથી કર્યું હતું. હરમનની બરાબર બાજુમાં પડેલી ખુરશી ઉપર હરમન બેસી ગયો અને એણે અબ્દુલ સામે જોઇ કહ્યું હતું. "ભાઇ અબ્દુલ, ગુસ્સો તું પી જા અને હું જે વાત પૂછું એ વાતના બરાબર જવાબ મને આપજે, નહિતર હમણાં પોલીસ સ્ટેશનેથી પોલીસ બોલાવી બાંગ્લાદેશ ભેગો કરાવી દઇશ." હરમને અબ્દુલને ધમકાવતા કહ્યું હતું. "બાંગ્લાદેશ? તમે શું કહેવા માંગો છો? એક તો મારા ગેરેજમાં ઘુસી આવ્યા છો અને મને જ ધમકી આપો છો. તમે શું પોલીસને બોલાવતા'તા, હું જ પોલીસને બોલાવું છું." અકળામણ અને ...વધુ વાંચો

4

ડરનું તાંડવ - ભાગ 4

ડરનું તાંડવ ભાગ-4 હરમન અને તેજપાલનો ટકરાવ "બોસ, કહો છો એ પ્રમાણે તેજપાલના સસરા દીપકભાઇ જેને આપણે લકવાગ્રસ્ત અવસ્થામાં જોયા છે એ તેજપાલ જોડે બદલો લેવાનો પ્લાન બનાવી રહ્યા છે અથવા તો બનાવ્યો છે. એક લકવાગ્રસ્ત માણસ કઇ રીતે કોઇને મારવાનો પ્લાન બનાવી શકે? ધારો કે, એ કોઇ બીજાના માધ્યમથી તેજપાલને મારવાનો પ્લાન બનાવે પણ ખરા તો કમસેકમ એમને ઘરમાંથી બહાર તો નીકળવું પડે, કારણકે ખૂનની સોપારી આપનાર વ્યક્તિ પોતાનું ઘર ખૂનીને તો ના જ બતાવે. હવે બોસ તમે જ વિચારો કે આવી લકવાગ્રસ્ત હાલતમાં એ ક્યાં કોઇ ખૂનીને સોપારી આપવા જવાના છે?" જમાલે એના મનમાં ઊભો થયેલો ...વધુ વાંચો

5

ડરનું તાંડવ - ભાગ 5

ડરનું તાંડવ ભાગ-5 ગોળીબારથી ચેતવણી હસતાં-હસતાં જમાલે પૂછેલા સવાલોનો જવાબ આપી રહ્યો હતો. "જમાલ, મેં તેજપાલને બધી વાત કહી દીધી એનું સીધું કારણ એ છે કે તેજપાલ પોતે રમણીકભાઇ એની પત્ની વિશે આ બંન્ને મુદ્દાઓથી તો એ વાકેફ હતો જ, પરંતુ સુરેન્દ્ર મજમુદાર એનાથી ડરે છે કે નહિ એ વાતની એને જાણ છે કે નહિ એનું નિરીક્ષણ મારે એના મોંઢાના હાવભાવ ઉપરથી કરવું હતું. માટે એ જાણતો હતો એ વાતની સાથે-સાથે સુરેન્દ્ર મજમુદારની વાત પણ રજૂ કરી દીધી. પરંતુ એના મોંઢાના હાવભાવ ઉપરથી એ ચોક્કસ જાણતો ન હતો કે સુરેન્દ્ર મજમુદાર એનાથી ડરે છે. ઘણીવાર આંટીઘૂંટી કર્યા વગર ...વધુ વાંચો

6

ડરનું તાંડવ - ભાગ 6

ડરનું તાંડવ ભાગ-6 શિકારી ખુદ બન્યો શિકાર હરમન અને આ કેસમાં તેજપાલ રાજવંશને પોલીસ મારફતે ધમકાવવા માટે પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું. બીજે દિવસે હરમન અને જમાલ સેટેલાઇટ પોલીસ સ્ટેશને પહોંચ્યા. ત્યાં સંજય પણ આવી ગયો હતો. પોલીસ અધિકારી ઇન્સ્પેકટર પટેલ જાસુસ સંજયને ઓળખતો હતો. પોલીસ સ્ટેશનમાં ત્રણેય જણ જયારે ઇન્સ્પેકટર પટેલની કેબીનમાં પ્રવેશ્યા ત્યારે ઇન્સ્પેકટર પટેલે ખડખડાટ હાસ્ય સાથે ત્રણેયનું સ્વાગત કર્યું હતું. “જાસૂસ હરમન અને જાસૂસ સંજય બંને એક સાથે પોલીસ સ્ટેશન આવ્યા છે? જરૂર કોઈ મહત્વનો કેસ લાગે છે. તમે લોકો પોલીસને ઝપીને શાંતિથી બેસવા પણ નથી દેતા. બોલો હું તમારી શું મદદ કરી શકું?” ...વધુ વાંચો

7

ડરનું તાંડવ - ભાગ 7

ડરનું તાંડવ ભાગ-7 તેજપાલ રાજવંશના ખૂનીની શોધ પોલીસ અને ફોરેન્સિક કાર્યવાહી પૂરી થતાં તેજપાલ રાજવંશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. "હરમન, ઇન્સ્પેક્ટર પટેલ કાલથી તેજપાલ રાજવંશની જે લોકો હત્યા કરી શકે એ લોકોને એની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા છે અને મને અને તને પોલીસ સ્ટેશનમાં એમની પૂછપરછમાં સહયોગ આપવા માટે સવારે સાડા દસ વાગે હાજર રહેવાનું કીધું છે. એ એવું પણ કહેતા હતાં કે હરમનની વાત સાચી નીકળી, કેસ ખરેખર ખૂબ પેચીદો અને ગરમ છે." સંજયે હરમનને કહ્યું હતું. "સારું, તો કાલે સવારે હું પોલીસ સ્ટેશન હાજર થઇ જઇશ. પરંતુ ઇન્સ્પેક્ટર પટેલને કહેજે કે મને ...વધુ વાંચો

8

ડરનું તાંડવ - ભાગ 8

ડરનું તાંડવ ભાગ-8 સંપત્તિનું તાંડવ બીજા દિવસે દિનેશભાઇ પોતાની રિવોલ્વર લઇ પોલીસ સ્ટેશને આવ્યા. બરાબર એ જ વખતે એમનો ભાઇ જગદીશ પટેલ વેઇટીંગ રૂમમાં બેઠો હતો. બંન્ને ભાઇઓએ એકબીજાને જોયા અને પોલીસ સ્ટેશનમાં જ ઝઘડી પડ્યા હતાં. ઝઘડાનો દેકારો સાંભળી હરમન, ઇન્સ્પેક્ટર પટેલ અને જમાલ કેબીનમાંથી બહાર આવ્યા. ઇન્સ્પેક્ટર પટેલે બૂમ પાડી બંન્ને ભાઇઓને ઝઘડતા રોક્યા હતાં. "દિનેશભાઇ, જગદીશભાઇ, આ તમારું ઘર નથી." ઇન્સ્પેક્ટર પટેલે લાલચોળ થઇ ગુસ્સામાં બંન્ને ભાઇઓને કહ્યું હતું અને દિનેશભાઇને પોતાની કેબીનમાં બોલાવ્યા હતાં. દિનેશભાઇએ ઇન્સ્પેક્ટર પટેલની સામે બેસી પોતાની રિવોલ્વર આપી. રિવોલ્વર જોઇને જ ઇન્સ્પેક્ટર પટેલ બોલ્યા હતાં. "તેજપાલ રાજવંશની બોડીમાંથી મળેલી ...વધુ વાંચો

9

ડરનું તાંડવ - ભાગ 9

ડરનું તાંડવ ભાગ-9 ઇંટનો જવાબ પત્થરથી ઇન્સ્પેક્ટર પટેલ, હરમન, સંજય અને જમાલ ચારેજણા તેજપાલ રાજવંશના સસરા દીપકભાઇના પહોંચ્યા. એ વખતે દીપકભાઇ સોફા પર બેઠા હતાં અને એમનો એક પગ સોફા ઉપર હતો અને એમનો લકવાગ્રસ્ત એક પગ ખુરશી ઉપર હતો. ઇન્સ્પેક્ટર પટેલે પોતાના આવવાનું કારણ એમને જણાવ્યું અને તેજપાલ રાજવંશના ખૂન બાબતે થઇ રહેલી તપાસમાં સહકાર આપવા કહ્યું હતું. "મારી દીકરીનું જ્યારે ખૂન થયું ત્યારે તો પોલીસે પૂરી તપાસ કર્યા વગર એણે આત્મહત્યા કરી છે એવું કહી દીધું હતું અને હવે એના હત્યારાના ખૂન વિશે તપાસ કરવા પોલીસ આટલી બધી સક્રિય છે એ જાણીને નવાઇ લાગે છે. તેજપાલ ...વધુ વાંચો

10

ડરનું તાંડવ - ભાગ 10 - છેલ્લો ભાગ

ડરનું તાંડવ ભાગ-10 ખૂનીનો પર્દાફાશ હરમન અને જમાલ પોલીસ સ્ટેશનેથી પોતાની ગાડી લઇ સુરેન્દ્ર મજમુદારના ઘરે પહોંચ્યા. મજમુદાર અને એમની પત્ની પુષ્પા મજમુદાર બંન્ને હરમનની રાહ જોઇ રહ્યા હતાં. "આવો હરમનભાઇ, બેસો, તમારા કારણે મારા મનનો ડર નીકળી ગયો. જોકે તેજપાલ રાજવંશનું ખૂન થયું એ દુઃખદ વાત કહેવાય, પરંતુ સાચું કહું તો એ ના મર્યો હોત તો એ ચોક્કસ મને મારી નાંખત." સુરેન્દ્ર મજમુદારે હરમન અને જમાલને આવકાર આપતા કહ્યું હતું. હરમન અને જમાલ સોફા ઉપર બેઠાં. "જો સુરેન્દ્રભાઇ, તેજપાલ રાજવંશનું ખૂન થયું અને તમે એના ડરમાંથી નીકળ્યા, આ બધું એક યોગાનુયોગ છે. આ કેસમાં મેં કશું કર્યું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો