વીર રાજપૂત અને ભૂતાવળનો ભેટો

(26)
  • 17.4k
  • 17
  • 7.9k

મુસીબતમાં મહસેના બને,પોતાનો દાવ લગાવે એવા મહાવીર; બહેન-દીકરીની હિમ્મત બને જે, અને રણસંગ્રામના એતો જાણે તિક્ષણ તીર; રાજપૂત નામથી જેની ઓળખાણ બને,જેને દુનિયા સાચા દિલથી ઝુકાવે શિર. " આ વાત છે એક બહાદુર અને વીર રાજા વિક્રમસિંહની અને તેની જોડે બની ગયેલા એક અનોખા પ્રસંગની......." આમ તો નાનકડો ક્રિશિવ ઘણો બહાદુર હતો પરંતુ હજી નાની ઉંમરના કારણે તેને ક્યારેક અંધારામાં જતા ભય લાગતો અને જ્યારે એને આના માટે એના નાનાએ તેને પૂછ્યું તો તેને કહ્યું મને એવું લાગે કે અંધારામાં હમણાં કોઈક આવશે અને મને લઈ જશે.અને આવું સાંભળી એના નાનાને આખી વાત સમજાઈ ગઈ તેમણે કહ્યું બેટા કાલે રવિવાર છે અને હું તને અને તારા મિત્રોને કાલે એક વીર રાજપૂત રાજા વિક્રમસિંહની જિંદગીમાં બનેલી ઘટના કહીશ, તો બેટા કાલે સવારે હું તને વાર્તા કહીશ આવું કહી તેના નાના ત્યાંથી બહાર લટાર મારવા નીકળી ગયા. નાનકડો ક્રિશિવ વાર્તા સાંભળવાનો શોખીન હતો તે ખૂબ ખુશ થઈ ગયો તેણે તેના મિત્રોને ભેગા કરીને જેમ આપાતકાલીન મીટીંગ થાય તેમ બધાને ભેગા કર્યા અને વહેલી સવારનું નિમંત્રણ આપ્યું, બધા મિત્રો પણ તેના જેવાજ બધા મિત્રો જાણે મંડપ -મુહૂર્ત સાચવવાનુ હોય એમ સમયસર આવી જઈશું તુ ચિંતા ના કરીશ એવું વચન આપી મીટીંગ પૂરી કરી.

Full Novel

1

વીર રાજપૂત અને ભૂતાવળનો ભેટો... - 1

મુસીબતમાં મહસેના બને,પોતાનો દાવ લગાવે એવા મહાવીર;બહેન-દીકરીની હિમ્મત બને જે, અને રણસંગ્રામના એતો જાણે તિક્ષણ તીર;રાજપૂત નામથી જેની ઓળખાણ દુનિયા સાચા દિલથી ઝુકાવે શિર. " આ વાત છે એક બહાદુર અને વીર રાજા વિક્રમસિંહની અને તેની જોડે બની ગયેલા એક અનોખા પ્રસંગની......." આમ તો નાનકડો ક્રિશિવ ઘણો બહાદુર હતો પરંતુ હજી નાની ઉંમરના કારણે તેને ક્યારેક અંધારામાં જતા ભય લાગતો અને જ્યારે એને આના માટે એના નાનાએ તેને પૂછ્યું તો તેને કહ્યું મને એવું લાગે કે અંધારામાં હમણાં કોઈક આવશે અને મને લઈ ...વધુ વાંચો

2

વીર રાજપૂત અને ભૂતાવળનો ભેટો... - 2

થોડો આરામ કરી અને આ ગામમાં ક્યાંક થોડું ભરપેટ ભોજન કરીને પછી સવારમાં હવે વહેલો મારા ગામમાં પાછો જતો એવા વિચાર સાથે રાજા ઘોડો ધીમે ધીમે ફાનસના આવતા અજવાળા બાજુ લઈ જાય છે. રાજા વિક્રમસિંહ તે ગામમાં આવતા એમને વિચાર્યું કે રાત્રીના સમયમાં હું કોઈ બીજા ગામમાં આવી ગયો છું કદાચ જેની વાત કૃષ્ણકુમારજી એ કરી હતી આ એ ગામ નથી લાગતું એમ વિચારતા વીર રાજપૂત ઘોડા ઉપરથી નીચે ઉતરતા ગામમાં અંદર જતા જ પહેલા ઘર આગળ ઊભા રહ્યા અને બોલ્યા કે કોઈ છે ઘરમાં ? ત્યાંતો એક ઘરડી સ્ત્રી ઘરમાંથી આવી ...વધુ વાંચો

3

વીર રાજપૂત અને ભૂતાવળનો ભેટો - ૩ ( સંપૂર્ણ )

હવે ફરી રાજા વિક્રમસિંહએ એજ દૃશ્ય જોયા ,એમાં કોઈ જ ફેરફાર નહી. મનમાં ઘણા પ્રશ્નો અને વિચાર સાથે રાજપૂત સંયમ રાખીને બેઠા.થોડીવાર પછી રાજાને જમવાનું અપાયું , રાજા વિક્રમસિંહ જમવા બેઠા અને શાંતિથી જમી લીધું,ત્યારબાદ ડોશીને કીધું કે માં મારે તમારું કામ છે મારે તમને પ્રશ્ન પૂછવા છે શું હું આપ કહેતા હોય તો પૂછું? ડોશી બોલ્યા રાજન આપ રાજા છો અને રાજા આજ્ઞા માંગે નહિ, આજ્ઞા આપે. ત્યારે રાજા બોલ્યા માં હું અત્યારે રાજભવનમાં નથી અને હું મારી માંને મળવા આવ્યો છું એટલે માં આગળ દીકરો રાજા ના કહેવાય,માટે માટે હું તમને પ્રશ્ન કરું એનો મને સાચો જવાબ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો