મિડલ કલાસ શબ્દ જ એવો છે કે કલાસ નક્કી કરી દે છે. અને આવા જ એક પરિવારનો આઠ વર્ષનો છોકરો જેનું નામ અભય છે તેના પપ્પા સાથે મજૂરી કામ કરતા હતા અને તે ત્યાં બેઠો હતો અને સવાલ પૂછે છે કે સુ મારે પણ આમ કામ જ કરવું પડશે...? ત્યારે એના પપ્પા જેનું નામ રમેશભાઈ છે કહે છે કે ના બેટા ભણવું જરૂરી છે જો તું ભણીશ તો તારે આ કામ નહીં કરવું પડે. ત્યારે આ જવાબ સાંભળી અભયએ નક્કી કરી લીધું કે ભણવું જરૂરી છે પણ એ આઠ વર્ષના બાળકને એ ખબર નહોતી કે ભણવા માટે પણ કામ કરવું જરૂરી છે. છતાં તે ફરી સવાલ કરી લે છે કે મોહન કાકા તો કોલેજ કરી છે તો એ તમારી જેમ મજૂરી કેમ કરે છે..? રમેશ ભાઈ. અરે એતો નસીબની વાત છે બેટા કોઈની થાળી માં પેંડા તો કોઈની થાળીમાં ગોળ એટલે કે જેમ ઉપર વાળો કરે એ ઠીક એમ કહીને વાતને વાળવા કરે છે.
નવા એપિસોડ્સ : : Every Wednesday
Untold Story - 1
Untold Story નું પહેલું ચેપટર "મિડલ કલાસ" પરિવારની હકીકતો છે. એક બાપ પાસે એને છોકરાને પ્રાઇવેટમાં ભણાવવાના પૈસા નથી એ છોકરાને પ્રાઇવેટમાં ભણવાનું નક્કી કરે છે. ને આગળ શું થતું હશે એ તમે વાંચો એટલે સમજશે. ...વધુ વાંચો
Untold Story - 2
સવારનો સોનેરી સૂરજ બસ વાદળોમાંથી પોતાનું મુખ બહાર કાઢતો હોય એમ અને જાણે સોનુ વરસાવતો હોય એવો હતો. સાથે ના અવાજ તો ક્યાંક મોરના ટહુકા સંભળાતા હતા.કમળા ઉઠી ને દૈનિક ક્રિયા કરી રોટલી બનાવતી હતી.ત્યાં જ રમેશ ઉઠ્યો ને મોઢું ધોઈને કમળા પાસે બેઠો.કમળા ચા આપે છે, અને રમેશ ચા પીવાની સાથે ઊંડા વિચારોમાં ખોલવાયેલ હોય છે.(બન્ને મૌન છે, રોજના જેવી જ સવાર ઊગી હતી પણ સવારની શરૂઆતમાં ચિંતા બહુ હતી કારણ કે અભય પ્રાઇવેટ શાળામાં ભણવાની જીદ કરેલ ને આ જીદ પુરી કરવા રમેશ સહમત થઈ ગયો આ વાતથી, પરંતુ રમેશ પાસે એટલા પૈસા નહોતા છતાં તેને હા ...વધુ વાંચો