સમી સાંજનું સ્વપ્ન..

(74)
  • 28.2k
  • 28
  • 15.8k

અરે, તું કંઈ બોલીશ કે હું જવું ? વ્યોમેશે ખુબજ આત્મીયતાથી ગરિમાને સવાલ કર્યો ? ગરિમાની દુઃખતી રગ એ હતી કે વ્યોમેશ જાય એની જોડેથી તો એને ગમતું નહિ. આખા દિવસમાં એક કલાક એવો મળતો કે વ્યોમેશ સાથે એકલી વિતાવી શકતી. બાકી આજુબાજુ તો મેળો જામેલો જ હોય. વ્હાવી દે તું શબ્દોનાં પ્રવાહમાં હું તણાવા તૈયાર છું. તું જ મારી આખરી મંજિલ છે, હું પૂર્ણવિરામ જ માંગુ છું. કંઈક કેટલું દિલમાં ધરબાયેલું ઉલેચવું હતું, પણ શબ્દો સાથ નહોતા આપતા ગરિમાને.

Full Novel

1

સમી સાંજનું સ્વપ્ન.. - 1

(ભાગ -૧ ) શબ્દો નાં બોલાયા જો..... સાંભળવા આતુર કર્ણ હતા.. નહિ સમજાય ભાષા તને... જો તું મૌનમાં રહે અરે, તું કંઈ બોલીશ કે હું જવું ? વ્યોમેશે ખુબજ આત્મીયતાથી ગરિમાને સવાલ કર્યો ? ગરિમાની દુઃખતી રગ એ હતી કે વ્યોમેશ જાય એની જોડેથી તો એને ગમતું નહિ. આખા દિવસમાં એક કલાક એવો મળતો કે વ્યોમેશ સાથે એકલી વિતાવી શકતી. બાકી આજુબાજુ તો મેળો જામેલો જ હોય. વ્હાવી દે તું શબ્દોનાં પ્રવાહમાં હું તણાવા તૈયાર છું. તું જ મારી આખરી મંજિલ છે, હું પૂર્ણવિરામ જ માંગુ છું. કંઈક કેટલું દિલમાં ધરબાયેલું ઉલેચવું હતું, પણ શબ્દો સાથ નહોતા આપતા ગરિમાને. ...વધુ વાંચો

2

સમી સાંજનું સ્વપ્ન.. - 2

(ભાગ -૨) દોરો પગમાં ભરાયોને વ્યોમેશનું ધ્યાન ગયું. અરે !!! આ તો મારી વીંટીમાં દોરો ભરાયો છે અને આટલો દોરો કેવી રીતે થયો. કુતૂહલ સાથે દોરો વિંટતો વિંટતો ગયો, જોયું તો ગરિમાનું ટોપ પાછળથી ખુલ્લું હતું, ગરિમાને ખબર જ નહોતી. વ્યોમેશને ત્યાં આવેલો જોઇને એ પાછી ફરી તો, હાથમાં દોરા જોયા સમજી ગઇ, કંઇક ખોટું થયું છે. વ્યોમેશે કહ્યું કે તારું ટોપ આખું પાછળથી ખુલી ગયું છે તો ગરિમા તો લાજની મારી શરમાઈ ગઇ. હવે શું કરીશ ? કેવી રીતે બહાર નીકળીશ ? વ્યોમેશે કહ્યું કે તું આગળ ચાલ, હું તારી પાછળ જ ચાલીશ, હું આ કાર્ડબોર્ડ મોટું, મારાં ...વધુ વાંચો

3

સમી સાંજનું સ્વપ્ન.. - 3

(ભાગ -૩) વ્યોમેશ આજે ગરિમા સામે જોયા વગર કામ કરતો હતો. ગરિમાને જે પૂછવાનું હોય તે એનાં દેખતાં બીજાને ગરિમા મનોમંથનમાં હતી કે એક રાતમાં શું થયું આને ? જોતો નથી, વાત કરતો નથી. ગરિમાએ સામેથી બોલવાની કોશિશ કરી તો ઉડાઉ જવાબ આપ્યો. ગરિમા : અરે !!! કંઇક બોલીશ કે હું જવું ? વ્યોમેશ : આ સવાલ તો ક્યારનો હું પૂછું છું ? ગરિમા : શું જવાબ સાંભળવો છે ? વ્યોમેશ : તારા દિલમાં જે છે એ !!! ગરિમા : આ જગ્યા યોગ્ય નથી ( શરમાઈને ) વ્યોમેશ : હા, તો સાંજે છ વાગે તૈયાર રહેજે, જ્યાં તું કહે ...વધુ વાંચો

4

સમી સાંજનું સ્વપ્ન.. - 4

(ભાગ -૪) દિલની ઘંટડીનો સૂર ઉતર્યો મનમાં દસ્તકનો અવાઝ ઝુમ્યો હદયના દ્વારે. વ્યોમેશ ઘરે પહોચ્યો, આનંદ ફૂલ્યો સમતો નહતો. રહીને કાનોમાં જાનુના શબ્દોજ ગુંજન કરતાં. હું તને ખુબ પ્રેમ કરું છું. જાનું આ સાંભળવા તો બે વર્ષ વિતાવ્યા !!!. આર્યાની આંખોથી કંઈ છુપતું નહીં, પપાજીનો મોં પર છવાયેલો આનંદ એને આનંદ આપતો હતો. પૂછીજ બેઠી હમમ.. શું વાત છે આજે ?? આજે તો બંનેએ પ્રેમનો એકરાર કરી લીધો. પહેલાં દિલ ડર સાથે ધબકતું હતું, શું કહેશે ક્યારેક ? આજે દિલ અરમાનો સાચા થયાને ધબકે છે, આનંદ સાથે. આજેતો હું આસમાનમાં ઊડતો હોવું. મને પાંખો આવી ગઇ હોય. ગગનમાં હિંડોળો ...વધુ વાંચો

5

સમી સાંજનું સ્વપ્ન.. - 5

(ભાગ - ૫) ફોનમાં અજાણી યુવતીનો અવાઝ સાંભળ્યો, ગરિમાને અનેક વિચારો આવી ગયા પળવારમાં. સામેથી જ યુવતીનો અવાઝ આવ્યો આંટી, ને એનો અવાઝ ગળગળો થયો, કેવી રીતે કહું ? ગરિમાને પણ જાણે હાશ થઈ, પૂછ્યું વ્યોમેશ ક્યાં છે ? તું મને ઓળખે છે ? આર્યા - હા, આંટી હું આર્યા, વ્યોમેશ પાપાજીનાં દીકરાની વહુ. હું તમને નામથી સારી રીતે ઓળખું છું. પાપાજી રોજ તમારી વાતો કરે છે. ગરિમા - હા, હું પણ તને ઓળખું છું, તારા ખુબ વખાણ કરે છે, મારી દીકરીથી જ તારી વાત કરે છે. વ્યોમેશ કેમ આજે અહીં આવ્યા નથી ? આર્યા - રડવા લાગી, આંટી ...વધુ વાંચો

6

સમી સાંજનું સ્વપ્ન.. - 6 અને 7

(ભાગ - ૬) આજે રવિવારની રજા હતી, ગરિમા સવારથી વ્યોમેશનાં ઘરે આવી હતી. ડાઇનિંગ ટેબલ પર બ્રેકફાસ્ટ આર્યા પ્લેટમાં રહી હતી. ગરિમા મીઠી કડક ચાઈ સાથે હાજર થઈ. ચારે જણાં વાતો કરતા નાસ્તાને ન્યાય આપી રહ્યા હતા. પરમને ગરિમાનું સવારથી આવવું અને એ રજાના દિવસે ઘરે હોય ત્યારે આવવું વિશેષ કઠ્યું. પપ્પાની તબિયતને કારણે કશું બોલતો નહીં પણ બિલકુલ એને ગમતું નહતું. પપ્પાને લીધે ચલાવતો એ ખુશ રહે છે ને !!! આર્યાની વાત યાદ આવતી, પાપાજીની ખુશી ગરિમા આંટીમાં સમાયેલી છે, તું સ્વીકાર કર એમનો, મારે સમય જોઈશે એવું પરમ કહેતો. વાતો કરતો ગરિમા સાથે પણ કામ પૂરતી જ, ...વધુ વાંચો

7

સમી સાંજનું સ્વપ્ન.. - 8

(ભાગ -૮ ) ગરિમાનાં મોબાઈલ પર બીજો નંબર પણ ફ્લેશ થઇ રહ્યો હતો પણ બીજા ફોન ચાલુને કારણે સ્ટેન્ડ ઊભું રહેવું પડ્યું, ક્યારે હવે મારો વારો લાગશે, એવું વિચારતો હતો ને જ સામેથી નોટીફિકેશન જોઈ કોલ બેક કર્યો પરમે. મનન, ગરિમાનો દીકરો જેની સાથે બીજો દીકરો પરમ વાત કરતો હતો. બાકીનાં ત્રણે શું વાત થશેની રાહ જોતા હતાં. પરમ આજે વારેવારે મીઠા આનંદના ધોધ વહાવતો હતો. હવે એનાં મનમાં ગરિમા માટે માન હતું. પણ પહેલાં એને જે વર્તન કર્યું એનાં કારણે પોતાની છબી સુધારવી હતીને પસ્તાવાના સ્વરૂપે મનન સાથે વાત કરી દિલ હળવું કરવા માંગતો હતો. પરમ - મનન ...વધુ વાંચો

8

સમી સાંજનું સ્વપ્ન.. - 9 - છેલ્લો ભાગ

(ભાગ -૯) બસ તું સાથે છે તો જિંદગીમાં શું બાકી છે ? - ગરિમા, મારી આંગળીઓમાં તારો હાથ થામી પથ પર ચાલવું છે. -- વ્યોમેશ તું મારી લાગણીઓ સમજે પણ છે અને અનુભવે છે એજ તો તારો પ્રેમ છે -- ગરિમા. વાસ્તવિકતા માટે ગરિમા આપણે મનનનાં કહેવા પ્રમાણે લિવ ઈન રીલેશનશીપનો કોન્ટ્રાક્ટ કરી દઇએ. તો તારા મનમાં પણ કોઈ સવાલ નાં રહે. વ્યોમેશ તું કેટલી ઈજ્જત આપે છે મને, સવાલ કરવાનો હકક આપે છે. સ્વીકારવું કે સમાધાન કરવું વિશે પૂછે છે. લિવ ઈન રીલેશનશીપ આપણે બંનેએ નિર્ણય લેવાનો છે, મનને આપણને રસ્તો બતાવ્યો કે આ કરી શકો છો. આપણે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો