નમ્રતાની માતા સરયુબેન અને પિતા સદાનંદભાઈ ખૂબ પ્રેમાળ. તે બંનેનું હૃદય અને મન ખૂબ વિશાળ. એમના સુખમય લગ્નજીવનની શીતળ છાંવમાં ઉછરેલી નમ્રતા હવે યૌવનમાં પ્રવેશી ચુકી હતી. ટૂંકી આવક, ને નાનું અમથું ઘર; છતાંય ઘરમાં સુખનો સાગર હિલોળા લ્યે એવું એ લોકોનું જીવન. કુંટુંબની છબી તો આખાય વિસ્તારમાં ખૂબ ચોખ્ખી ચણક. પૈસેટકે ગરીબીનો અહેસાસ ક્યારેય ન થાય એવું સદાનંદભાઈ નું આર્થિક આયોજન. નમ્રતા નાની હતી ત્યારથી જ પિતાએ ઘણી મહેનત કરતા રહી, દીકરી માટે ખાસ બચત પણ કરી જ રાખેલી. દીકરીને ભણાવવામાં ક્યાંય કચાસ ન પડે એવું સુલભ આયોજન. દીકરીનું ઠેકાણું પાડવું જોઈએ એવા સરયુબેનના ભારે હૃદયે બોલાયેલા શબ્દો પિતાના કાળજાને વીંધી ગયા, છતાંય; મને-કમને, સારો મુરતિયો શોધવાનું ચાલુ કરી દીધું. મધ્યમ કુટુંબની દીકરી માટે મુરતિયો ભલે બહુ ધનવાન પરિવારનો ન મળે, પણ ભણેલી-ગણેલી યુવતીને છાજે તેવો હોય એ તો જોવું જ પડે.. ! આમેય, નમ્રતા એટલે અનુસ્નાતક સુધી સારા ગુણોથી પાસ થનારી, ગુણવાન, વિવેકી, સુશીલ ને સાથોસાથ હિમ્મતવાળી દીકરી. પારકા ઘરને પોતાનું કરી અને સૌ સાથે હળી-મળી જતા એને વાર ન લાગે.

Full Novel

1

શમણાંના ઝરૂખેથી - 1

૧. શમણાંની સવારી નમ્રતાની માતા સરયુબેન અને પિતા સદાનંદભાઈ ખૂબ પ્રેમાળ. તે બંનેનું હૃદય અને મન ખૂબ વિશાળ. એમના લગ્નજીવનની શીતળ છાંવમાં ઉછરેલી નમ્રતા હવે યૌવનમાં પ્રવેશી ચુકી હતી. ટૂંકી આવક, ને નાનું અમથું ઘર; છતાંય ઘરમાં સુખનો સાગર હિલોળા લ્યે એવું એ લોકોનું જીવન. કુંટુંબની છબી તો આખાય વિસ્તારમાં ખૂબ ચોખ્ખી ચણક. પૈસેટકે ગરીબીનો અહેસાસ ક્યારેય ન થાય એવું સદાનંદભાઈ નું આર્થિક આયોજન. નમ્રતા નાની હતી ત્યારથી જ પિતાએ ઘણી મહેનત કરતા રહી, દીકરી માટે ખાસ બચત પણ કરી જ રાખેલી. દીકરીને ભણાવવામાં ક્યાંય કચાસ ન પડે એવું સુલભ આયોજન. દીકરીનું ઠેકાણું પાડવું જોઈએ એવા સરયુબેનના ભારે હૃદયે ...વધુ વાંચો

2

શમણાંના ઝરૂખેથી - 2

૨. આકાર લેતા શમણાંનો સાક્ષી.. આમજ, મનમાં વીંટાળી રાખેલા સપનાઓ અને અરમાનો સાથે નમ્રતાનાં દિવસ-રાત પસાર થતા હતા. થોડા સગપણ થશે ને પછી આવશે લગ્ન. દિવસ દરમિયાન મમ્મીને કામકાજમાં મદદ કરવાની, ને નાની-મોટી ખરીદીમાં સાથે જવાનું. દિવસતો ગમે તેમ પસાર થઈ જાય, પણ રાત બહુ જ લાંબી લાગે! આમ, રોજનું નિત્યક્રમ ચાલે. જોતજોતામાં એક અઠવાડિયું પણ પસાર થઈ ગયું. સગાઈની રસમ માટે લાગતા-વળગતાઓને નોતરું પણ અપાય ગયું. આમંત્રણની વાતો થી યાદ આવી સુલેખા, જે સાવ વિસરાઈ જ ગઈ હતી. હિલોળા લેતા ઉત્સાહમા ને ઉત્સાહમાં, તેની દર્દભરી સ્થિતિ મગજમાંથી ક્યાંય ગાયબ થઈ ગઈ હતી. પણ, મમ્મીએ સુલેખા વિશે પૂછ્યું, યાદ ...વધુ વાંચો

3

શમણાંના ઝરૂખેથી - 3 - શમણાંને ફૂટી પાંખ..

૩. શમણાંને ફૂટી પાંખ.. જોતજોતમાં બીજું અઠવાડિયુંય પત્યું. બેઉ કુટુંબના સગા-વ્હાલા, ઓળખીતા-પાળખીતા, સ્નેહીજનો અને પડોશીઓ ભેગા થયા, મળ્યા, રીત-રસમ કર્યા, મજાક-મસ્તી અને આનંદભરી વાતોથી ઘર ધમધમતું કરી દીધું અને વિવિધ વાનગીઓની મહેકથી ઘરમાં એક પ્રસંગની સુવાસ અને ઉલ્લાસ ભરી દીધો; અને ક્યારે સગપણની ઔપચારિકતા પુરી થઈ ગઈ, અને પુરા ઘરમાં નીરવ શાંતિ પથરાઈ ગઈ - જાણે બધું એટલું ઝડપથી પતી ગયું કે એમ થાય કે 'કાંઈક છૂટી ગયું, કાંઈક રહી ગયું, કે કાંઈક ખોવાય ગયું..! બસ, કાંઈ ખબર જ ના પડી - બધું યંત્રવત થઈ ગયું હોય એમ લાગે.. "દિવસ કેમ નીકળી ગયો, ખબર જ ના પડી.." મમ્મીની વાતમાં ...વધુ વાંચો

4

શમણાંના ઝરૂખેથી - 4 - શમણાંને છે ઇન્તજાર..!

૪. શમણાંને છે ઇન્તજાર..! ફોનમાં મેસેજનો ટોન વાગ્યો. "અત્યારે એ ફોન તો નહીં જ કરે..! કરેય, કાંઈ કહેવાય નહીં." તુક્કા ચાલતા રહ્યા અને પલંગ પર જઈને ફોન ચેક કર્યો. મેસેજ હતો, "સાંજે મોડા ફોન કરીશ. હજુ ઘરમાં મહેમાન રોકાયા છે." વાંચીને નમ્રતાએ 'સારું' નો જવાબ મોકલી દીધો. "આમેય અત્યારે વાત કરવાનું મનતો થાય છે. પણ, કામ પણ ઘણું છે. મમ્મીને મદદ કરવાની છે" એમ વિચારતી વિચારતી મમ્મી પાસે પહોંચી ગઈ. નાના-મોટા કામ પણ પતાવી દીધા. રસોઈ તો બનાવવાની નહોતી. "હવે એ લોકો ઘરે પણ પહોંચી ગયા હશે..!" મમ્મીની જાણી જોઈને બોલાયેલા વાક્યનાં જવાબમાં નમ્રતાએ કહ્યું, "પહોંચ્યા જ હશે. એમનું ...વધુ વાંચો

5

શમણાંના ઝરૂખેથી - 5 - શમણાં કરે સરવાળા..

૫. શમણાં કરે સરવાળા.. નમ્રતા... એય, નમ્રતા...! ચકુ, ઉઠી જા, બેટા.. માથે સુરજ ચડી આવ્યો છે. ચાલ ઉઠી જા. જગાડવા માટે, મમ્મીને શબ્દો હજુય ઓછા પડ્યા હોય તેમ, " બેટા, ત્રણ મહિનામાં સાસરે જતી રહીશ. ત્યાં આમ મોડે સુધી સુવા નહીં મળે. એટલે તારે વહેલા ઉઠવાની હવે ટેવ પાડવી પડશે...!" બે હાથ ફેલાવીને આળસ મરડતા મરડતાં, તેણે મમ્મીનો હાથ પકડી ને ધીમેથી પલંગ પર પોતાની બાજુમાં બેસાડી દીધી. "શું મમ્મી તમેય..? તમારી દીકરીને ટેવ પાડવા માટે આટલો બધો સમય થોડો જોઈએ..!" એમ કહી, મમ્મીના ખોળામાં માથું મૂકી, બેઉં પગને ઉપરની બાજુએ પેટ તરફ અડધે સુધી ખેંચી, આડા પડખે ગોઠવાઈ ...વધુ વાંચો

6

શમણાંના ઝરૂખેથી - 6 - શમણાંને ટાઢક વળી..

૬. શમણાંને ટાઢક વળી.. "સુહાસ સાથે વાતચીતમાં ધ્યાન રાખવું પડશે... કોઈ પણ ભાવનામાં વહ્યા વગર.., એનાં કુટુંબને, ઘરનાં લોકોને પ્રયાસ કરવો જોઈએ..." આવા વિચારોએ નમ્રતાનાં મનમાં સ્થાનતો લીધું, પણ એણે નક્કી કર્યું કે એવું કંઈક કરું કે જેથી સુહાસના ઘરમાં બધાં સાથે પ્રેમભર્યું, સહજ તેમજ હુંફથી ભરેલું માહોલ કાયમ બની રહે.., અને મારા શમણાંઓ ને પણ એક હૂંફ મળે.., એક ખુલ્લું આકાશ મળે.. બસ, એટલું જ. બપોરે સુહાસનો ફોન હતો. 'રવિવારે સાંજે ફરવા જઈશું?' બસ, એક કલાક.. આઈસ-ક્રીમ ખાઈ, થોડું ફરીને પાછા આવી જવાનું.." એવી તેની ઈચ્છા હતી. સગાઈ થઈ છે, મળવામાં એમ કોઈ બંધનતો નહીં જ. નમ્રતાએ મમ્મીની ...વધુ વાંચો

7

શમણાંના ઝરૂખેથી - 7 - શમણાં શોધે ઉકેલ..

૭. શમણાં શોધે ઉકેલ.. "મેસેજ સેન્ટ..ઓ. કે?" અરીસા સામે ઊભા રહી, પોતાનાં મોબાઈલમાંથી સુહાસને મેસેજ લખી મોકલ્યો. જાણે મનમાં ગડમથલ ચાલતી હોય તેમ નમ્રતાએ પોતાનાં જમણાં હાથની આંગળીઓ ને પોતાના ચહેરા પર ને પછી દાઢીએ ટેકવી, અને ફરી ફોન તરફ આંખો નમાવી "હજુ જવાબ તો આવ્યો જ નહીં...! ખોટું તો નહીં લાગ્યું હોય ને? જમવાની વાતને મજાકમાં લઈ લીધી હશે કે શું?" વિચારતી વિચારતી અરીસા પાસે પડેલ ખુરશી પર બેસી ગઈ અને મોબાઇલની સ્ક્રિન પર આંગળીઓ ફેરવતી રહી - જવાબની રાહમાં. થોડી વાર તો એમ જ બેઠી, પણ મગજમાં કાંઈક સૂઝ્યું હોય તેમ આંખો ને ઊંચકી, ને ફોન લઈને ...વધુ વાંચો

8

શમણાંના ઝરૂખેથી - 8 - શમણાં ઝંખે મીઠો અહેસાસ..

૮. શમણાં ઝંખે મીઠો અહેસાસ.. "એક વાર મારા હાથની બનેલી રસોઈ ચેક તો કરે..!'' એવાં વિચારો સાથે, માથાનાં વાળને બાંધતા, નમ્રતા નીકળી પડી જાણે મોટો જંગ લડવાનો હોય! તૈયાર થઈ, પૂજા-પાઠ પતાવ્યા અને રસોડામાં પહોંચી ત્યારે ચા તૈયાર હતી. ચા સાથે નાસ્તો કર્યો. સાડા નવ વાગ્યે રસોઈની થોડી તૈયારી શરૂ પણ કરી દીધી. સલાડ ને શાકભાજી લઈ બેઠકરૂમમાં આવી ગઈ. સોફા પર મમ્મીની બાજુમાં આવીને બેસી ગઈ. "ચકુ, આટલી ઉતાવળ કરવાની જરૂર નથી. હજું આરામથી બનાવીએ તો ચાલશે." મમ્મીએ નમ્રતાને ટકોરી. "એ તો ઊંધીયા માટે થોડી તૈયારી તો કરવી પડશે ને? દાળ તો પલાળવા મૂકી દીધી છે. અને, આ ...વધુ વાંચો

9

શમણાંના ઝરૂખેથી - 9 -. શમણાંની ભીતર ધબકે ફફડાટ..

૯. શમણાંની ભીતર ધબકે ફફડાટ.. જમવાનું પત્યું. થોડી વાતો થઈ. સુહાસને તેનાં એક મિત્રને ત્યાં જવાનું હતું. સાંજે ફરી હતું. નમ્રતાની આંખોને એ સાંજનો ઇન્તજાર હતો.... વધુ આગળ..... દિવસની થયેલી ઘટનાઓ - સુહાસનો હેલ્મેટ ઉતર્યા પછીનો ચહેરો, એક બાજું થોડાં ચીપકેલા વાળ, વાતને ટૂંકમાં પતાવી દેવાની રીત, ચા પીવાની વાતની મૂંઝવણ, ભોજન વખતે ચહેરા પર પડેલી તીખી ને ખાટી કરચલીઓ, બાજુમાં કાઢી મુકેલા બટેટાના બે ફોડવા અને ચોળીનાં બે-ચાર દાણા..., ને પછી આંગળીઓ ચાટી લેવાની ઈચ્છાને દબાવી રાખેલો ગુલાબી થતો ચહેરો, દાળ-ભાતની ફોરમ લેતાં નાકને જોવા ક્યારેક ઉપલા હોઠ સુધી ડોકિયું કરી જતી જીભ; અને, પપ્પાની નજર ચૂકાવી રસોડા ...વધુ વાંચો

10

શમણાંના ઝરૂખેથી - 10 - શમણાં ઝંખે મીઠી છાંવ..

૧૦. શમણાં ઝંખે મીઠી છાંવ.. આખા દિવસનો ઘટનાક્રમ નમ્રતાનાં મનમાં ચાલતો રહ્યો. રાતે પોતાની પથારીમાં હોવાં છતાંય, મન બગીચાની કલાકને વાગોળતું રહ્યું. સુહાસની બાઇક પર પહેલી વાર બેસવાનું થયું, મનમાં નક્કી કરેલ બગીચો અને પોતાની પસંદગીનો આઇસ્ક્રીમ, અને વાત કર્યા વગર જ બેસી રહેવાની ક્રિયા...ને ઘણું બધું. વિચારોની ઘટમાળ 'આઇસ્ક્રીમ અને બગીચા' પર ઘુમરાવા લાગી - 'એજ બગોચો' અને 'મારી પસંદગીની આઇસ્ક્રીમ' - એ કેવી રીતે સૂઝ્યું હશે એમને? આઈસ્ક્રીમની વાત એમણે યાદ રાખી ખરી?" મુખ પર હળવી મુસ્કાન રમવા લાગી. આખી રાત પુરી થઈ છતાંય મુખ પરની મુસ્કાન ચહેરા પર જાણે થિજેલી જ રહી. એટલે સવારે મમ્મીએ ચા ...વધુ વાંચો

11

શમણાંના ઝરૂખેથી - 11. વ્યગ્ર શમણાંને શાતા વળી..

૧૧. વ્યગ્ર શમણાંને શાતા વળી.. ....નમ્રતાએ એક મેસેજ મોકલી દીધો, 'ફ્રી થાવ ત્યારે ફોન કરશો?" અને લગભગ બારેક વાગ્યાની ફોન આવી ગયો. મમ્મી રસોડામાં હતા. નમ્રતાએ 'આવું છું' કહી પોતાનાં રૂમમાં જઈ વાત પણ કરી. ડાન્સિંગ અને સંગીત ક્લાસીસની વાત પણ જણાવી. "બહુ જ સારું કહેવાય" એવા સુહાસનાં શબ્દોથી નમ્રતાનાં શરીરમાં સ્પંદન ફરી વળ્યાં, પણ બે-ત્રણ દિવસ ઓફિસનું કામ વધારે હોય; ક્યાંય નીકળાય એવું નહોતું, વાતથી મુખ પર થોડી ઝાંખપ પણ આવી ગઈ. વધારે વાત થાય એવું તો હતું નહીં. સુહાસ પાસે બહુ સમય નહોતો; ને ફોન પર વધારે શું વાત કરવી એ સૂઝતું પણ નહોતું. નમ્રતા કાંઈ પણ ...વધુ વાંચો

12

શમણાંના ઝરૂખેથી - 12 - ગુંજે છે શમણાંનું સંગીત..

૧૨. ગુંજે છે શમણાંનું સંગીત.. ...... સુહાસનો ચહેરો અને આઇસ્ક્રીમને લઈને નમ્રતાને 'રાધે હોટેલ'ની વળગેલી વ્યગ્રતા શાંત તો પડી પણ બીજા દિવસે સવારે ઉઠતાની સાથે સુહાસની યાદ આવી ગઈ! યાદોની સાથે ઘરનું કામ પણ ચાલ્યું અને દિવસ પણ પસાર થઈ ગયો. રાતે સુહાસનો ફોન આવ્યો ત્યારે ખુશીનો કોઈ પાર નહોતો. ખરેખર એમની ઓફિસમાં કામ વધારે રહે છે એવી સ્પષ્ટતા પણ કરી. સંગીતના કલાસની પણ વાત નીકળી. ફરીના અઠવાડિયે પોતે આવશે એવી સુહાસની વાતથી નમ્રતાના હૃદયમાં છલકાતો ઉમળકો એણે વર્તાવા ન દીધો. ચોવીસ કલાકમાં પોતાની જાતને જાણે સાવ બદલી દીધી હોય તેમ તેણે પોતાની વાત આગળ વધારી.. " અવાય તો ...વધુ વાંચો

13

શમણાંના ઝરૂખેથી - 13 - શમણાં બોલે અંતરના બોલ..

૧૩. શમણાં બોલે અંતરના બોલ.. ........ નમ્રતાએ સુહાસની સામે એક નજર કરી. બસ, એ જ સ્થિર ભાવ. "શું એમને લાગણી વ્યક્ત કરવાની રીત જ આવી હશે?'' સુહાસને સમજવા પ્રયત્ન કરી જોયો. સુહાસના ચોકલેટ પકડેલા હાથની નીચે અડધું ખાલી થયેલું ખારી પેકેટ ઢંકાઈ ગયું હતું. "મારા માટે..? થોડી નાની ચોકલેટ પણ ચાલત?" એમ કહી નમ્રતાએ ચોકલેટ લઈ લીધી. "થેન્ક યુ." કહી રેપર ખોલતા કહ્યું, "હવે ચા પર ચોકલેટ સરસ લાગશે!" "બેસી રહીને એટલો સ્વાદ નહીં આવે!" સુહાસે એમ કહી ચાલવાનો સંકેત કર્યો. સુહાસ ચાના રૂપિયા આપીને આવ્યો. બન્નેએ ફૂટપાથ પર ચાલવાનું શરૂ કર્યું. નમ્રતાએ ચોકલેટનો એક ટુકડો સુહાસ તરફ લંબાવ્યો. ...વધુ વાંચો

14

શમણાંના ઝરૂખેથી - 14. શમણાંની પાંખોએ ભર્યું છે જોમ..

૧૪. શમણાંની પાંખોએ ભર્યું છે જોમ.. ....સવારે જાગીને ઘડિયાળમાં જોયું, તો સાત વાગ્યા હતા. 'બહુ મોડું નથી થયું' એમ પોતાના પ્રિય અરીસાને મળી, વાળ સરખા કર્યા, અને પછી ફ્રેશ થઈ રસોડામાં પહોંચી; ચા-નાસ્તા માટે મમ્મીની મદદે. આમતો આ એનો રોજીંદો ક્રમ હતો. કાંઈ ખાસ નહીં ને કાંઈ નવીન નહીં. કોઈ ઉતાવળ હતી નહીં. ક્યાંય કોઈ કલાસમાં જવાની ચિંતા હતી નહીં. બસ, જે હતું તે ઘરનું કામકાજ અને લગ્નની તૈયારી. લગ્નને બહુ દિવસ બાકી પણ ન હતા. લગ્નની તૈયારી વાયુવેગે ચાલી જ રહી હતી. સદાનંદભાઈએ બધું જ આયોજન કરી દીધેલું. માતાજીના સ્થાનકે પહેલી કંકોત્રી, સગા-સંબંધીઓને લગ્નનું આમંત્રણ, લગ્નની વિધિ માટેનું ...વધુ વાંચો

15

શમણાંના ઝરૂખેથી - 15. શમણાં ચાલ્યા સજી શણગાર..

૧૫. શમણાં ચાલ્યા સજી શણગાર.. .....સવાર થતાંની સાથે જ ઘરનો માહોલ સંગીતમય બની ગયો હતો. નમ્રતાના શમણાંનો સારથી આવે તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. નમ્રતા પણ સુંદર મજાના શણગારમાં દીપી ઉઠી હતી. જાનૈયાઓની આગતા-સ્વાગતાની તૈયારીઓને લીધે ઘરમાં અને નજીકમાં જ આવેલી સમાજની વાડી સુધી લોકોની ચહલ-પહલ બરાબર જામી હતી. સદાનંદભાઈ, નમ્રતાના પિતા, પોતાની બધી વ્યવહાર કુશળતા વાપરીને સગા-સંબંધીઓની સરભરામાં કાંઈ ખામી ન રહી જાય તેની કાળજી રાખીને બધાને મળવામાં, સ્વાગત કરવામાં અને આયોજનમાં વ્યસ્ત હતાં. દીકરીનાં લગ્ન સમયે ત્રણ-ચાર વર્ષથી રિસાયેલ નાનોભાઈ દામોદર એટલે કે નમ્રતાના કાકા પણ આજે મોટાભાઈની પડખે ને પડખે હાજર હતા. સદાનંદભાઈનો બે-એક મહિનાથી લગ્નની ...વધુ વાંચો

16

શમણાંના ઝરૂખેથી - 16. જાણે શમણાંને મળ્યું ખુલ્લું આકાશ..

૧૬. જાણે શમણાંને મળ્યું ખુલ્લું આકાશ.. પોતાનાં પર મુકાયેલ દરેક હાથનાં સ્પર્શમાં ફર્ક હતો. સુલેખા નીતાઆંટીનો હાથ સાંત્વના કે હૂંફ પુરા પાડી જતા હતા. મમ્મીનો માથે મુકાયેલો હાથ એક હુંફનો અનુભવ કરાવી જતા હતા. પણ, જિંદગીની જંગ તો પોતે જ લડવાની હતી. એ બધાંથી અલગ હતો પપ્પાનો હાથ. માથા પર મુકાયેલો પપ્પાનો એ હાથ અને દ્રષ્ટિમાં હિંમત કે સાંત્વના માત્ર નહોતી; સંપૂર્ણ હાજરી અને જવાબદારીની ખાત્રી પણ હતી. "કોઈ વાતની ચિંતા ન કરીશ, બેટા. કંઈ પણ મૂંઝવણ હોય તો તારા પપ્પાને કહેતા ખચકાઈશ નહીં. હું બેઠો છું." પપ્પાના એ શબ્દો નમ્રતાના હૃદયમાં સળવળી ઉઠ્યા. દીકરી માટે પોતાનાં પપ્પાના ...વધુ વાંચો

17

શમણાંના ઝરૂખેથી - 17. વહેણનાં હલેશે શમણાં વહે..

૧૭. વહેણનાં હલેશે શમણાં વહે.. ... પફુલ્લિત થયેલા મનને છેલ્લા અમુક દિવસથી થતાં શ્રમ કે ઉજગરાની કોઈ પરવા નહોતી. કુટુંબમાં, નવી જગ્યાએ, સુહાસના ઓરડામાં; કે જ્યાંથી નવા જીવનની શરૂઆત થઈ ચૂકી હતી; ત્યાં આ પહેલી પ્રભાત હતી. આંખો ખોલીને થોડી વાર તો સુહાસ તરફ ક્યાંય સુધી જોતી રહી. તેમના ચહેરા પર એકદમ સરળતા નીતરી રહી હતી. તેમનું નિંદ્રાધીન મુખ જોઈને આંખોમાં ઠંડક વળતી હોય તેવું લાગતું હતું. આભાર અને ગર્વના ભાવ સાથે તે જોતી રહી અને વિચારતી રહી..., અને વિચારો ભાવી જીવનની શરૂઆતની કલ્પનાઓમાં દોરી રહ્યા હતા.. .. રૂમની બહાર નીકળીને શું કરવું? કેવી રીતે બધાની સામે જઈને ઉભી ...વધુ વાંચો

18

શમણાંના ઝરૂખેથી - ૧૮. શમણાં શોધે શબ્દોનાં મર્મ..

૧૮. શમણાં શોધે શબ્દોનાં મર્મ.. મનમાં ચાલતાં વિચારોની સાથે સાથે છેલ્લા એક અઠવાડિયાની દરેક ઘટનાઓ નજર સામે પસાર થયા હતી. પ્રથમ દિવસથી વળગેલો ઘબરાટ હૃદયમાં સળવળ થયા કરતો હતો.... 'લગ્નજીવનની શરૂઆત થઈ તેનો આનંદ તો હતો જ. સુહાસ સાથે મળતી અમુક કલાકો પણ સારી લાગતી હતી; પણ નવા માહોલમાં પોતાની જાતને સેટ કરવું - બધાની રીતભાત ને ઓળખવી, સ્વભાવને સમજવા, કાર્યોની રીત, બધાને અનુરૂપ થવા માટે મનને મનાવવું, પોતાની જૂની આદતો સાથે આંખ-મિચોલી રમતા હોય તેવો અનુભવ થવો, કોને શું ગમશે અને શું નહીં ગમે તેનું ધ્યાન રાખવું - એ બધું, ધાર્યું એટલું સરળ પણ નહોતું. મનમાં ક્યાંક ડર ...વધુ વાંચો

19

શમણાંના ઝરૂખેથી - ૧૯. કોણ ઝુકાવે શમણાંનાં શઢ..

૧૯. કોણ ઝુકાવે શમણાંનાં શઢ.. નમ્રતાએ સુહાસ તરફ નજર કરી. એમને પોતાનો કોઈ ખાસ અભિપ્રાય હોય એવું લાગ્યું નહીં. પણ મેઘા અને મમ્મીની વાતચિત માં જે નિરાકરણ આવે તે પ્રમાણે કરવા તૈયાર હોય એવું લાગ્યું. દિનકરભાઈ એટલે કે નમ્રતાના સસરા ચર્ચામાં જોડાયા.. "મેઘા, બેઉં ભાઈ આવી જશે, નહીતો હું અને અંકુશ આવી જઈશું. તારા મમ્મીની વાત બરાબર છે" "પપ્પા, મમ્મીની વાત સાચી જ છે. મારે તો એટલું જ કહેવું છે કે ભાઈની જોબ બે દિવસ પછી ચાલુ થઈ જશે, પછી એમને બરોડા આવવાનો સમય નહીં મળે ને, મને ભાભી સાથે એક દિવસ ફરવાનું પણ મળશે!" ચર્ચા કારણ વગર લાંબી ...વધુ વાંચો

20

શમણાંના ઝરૂખેથી - ૨૦. શમણાં જુએ ભરતી અને ઓટ..!

૨૦. શમણાં જુએ ભરતી અને ઓટ..! ... નમ્રતાને સુહાસનો જવાબ સાંભળવાની ઈચ્છા હતી, પણ તેમણે 'અત્યારેતો બરોડા ને પછી એમ કહી વાતને ટાળી દીધી..મેઘા સાથે બહાર હોટેલમાં જમી, તેને હોસ્ટેલ પર છોડીને ઘરે પાછા અમદાવાદ પહોંચી ગયા; પણ નમ્રતાને કોઈ જવાબ ન મળ્યો. ઘરે પહોંચતા ઘણું મોડું થયું હતું એટલે એ સંદર્ભે વાત કરવાનું કાઈ ઉચિત નહોતું. નમ્રતાનું ગૃહસ્થ જીવન આખરે નિતનવા અનુભવો સાથે શરૂ થઈ ગયું હતું. મેઘાના હોસ્ટેલ જવાથી, હવે ઘરમાં રહી પાંચ વ્યક્તિ. દિનકરભાઈ એક કંપનીમાં જ કામ કરતા. તેમને ત્રણેક વર્ષ બાકી હતા. અંકુશને કોલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી એમ.એસ.ડબ્લ્યુ. શરુ કરવાનો પ્લાન હતો. સુહાસની ...વધુ વાંચો

21

શમણાંના ઝરૂખેથી - ૨૧. શમણાં છોડે શું ને માણે શું..?

૨૧. શમણાં છોડે શું ને માણે શું..? આજની કુટુંબ મીટિંગ એક નવા વિષય પર હતી - નમ્રતાને તેનાં મમ્મી-પપ્પા થોડાં દિવસ જવા બાબતે. નમ્રતાને સાસુમાંના વિચારોથી મનોમન ખુશી થતી હોય એવું લાગ્યું. સવારે કહેલા 'મેઘા મારા પર ગઈ છે' એવા શબ્દો બે ઘડી સ્મૃતિમાં આવી ગયા. 'ખરેખર પોતે પણ કેટલી સ્વાર્થી હતી કે બે દિવસમાં એકવાર પણ મમ્મી-પપ્પાને યાદ નહોતા કર્યા' એવાં વિચારથી પોતાની જાતને કોષવાં લાગી. "પહેલાંના રિવાજો ક્યાં ખોટા હતા?" મંજુલાબહેને પોતે જ પ્રશ્ન કરીને ખુલાસો પણ કર્યો. "લગ્ન પછી નવા ઘરમાં સેટ થતાં વાર લાગે. દીકરીનું મન કચવાયા કરે, અને નવાં માહોલમાં સાવ ગૂંગળાઈ જાય; એટલે ...વધુ વાંચો

22

શમણાંના ઝરૂખેથી - ૨૨. શમણાં ઝૂલે કયા હિંડોળે..?

૨૨. શમણાં ઝૂલે કયા હિંડોળે..? "એટલે.. એમ કે, બધાનાં કામની રીત જુદી, રસોઈનો સમય, ચા-નાસ્તાનો સમય.., ઘરનું કામ-કાજ; બધું પડે.. નવું લાગે, પણ હવે સેટ થવા લાગ્યું છે. નમ્રતાએ સ્પષ્ટતા કરી, પણ સરયુબહેનનાં મનમાં દીકરીને લઈને થતી ચિંતા ઓછી ન થઈ, પણ તેમણે સાંત્વના આપતા કહ્યું.. "એ તો થઈ જશે. તારા સાસુનો સ્વભાવ સરસ છે, તને સેટ થતાં વાર નહીં લાગે. પણ, તું ખાવા-પીવામાં ધ્યાન નથી રાખતી એવું લાગે છે..,જોને, કેટલી સુકાય ગઈ છો!.. અને, કામનો ભાર અચાનક માથે આવી ગયો, મારી ચકુને!" પિતાથી પણ બોલ્યા વગર રહેવાયું નહીં, "ચકુ, તારા સાસુએ તને અહીં મોકલી એ ખૂબ સારું કર્યું. ...વધુ વાંચો

23

શમણાંના ઝરૂખેથી - ૨૩. શમણાં કરે પુકાર..!

૨૩. શમણાં કરે પુકાર..! "મને નહીં ફાવે!" એટલું બોલીને નમ્રતાના હૃદય પર પડેલા ઉઝરડાં લુપ્ત નહોતાં થવાનાં! મમ્મીજીનાં 'કાન એ શબ્દો છંછેડાયેલ વીંછીના ડંખની જેમ તેનાં મન પર ભોંકાઈ રહ્યાં હતાં! માતા-પિતાનું અભિમાન બની તેમનાં હૃદયમાં કિલ્લોલ કરતી નમ્રતાનું ખરપાયેલ સ્વમાન શ્વાસ લેવા ટળવળી રહ્યું હતું. તેની વેદનાનું કારણ સુહાસની સમજની બહાર હતું. સુહાસના શબ્દોમાં સાંત્વના હતી - ''કે ચિંતા ન કર! મમ્મીના મનમાં કાંઈ ન હોય! એતો ઉગ્રતામાં બોલી ગયા. તારો એમાં ક્યાં કંઈ વાંક છે! ધીરજથી કામ લે!" પણ, 'કાન ભરે' એવાં શબ્દોનું દીકરાને મન કોઈ મૂલ્ય નહોતું. નમ્રતાએ પણ એ કટુ શબ્દોને હૃદયમાં ધરબી રાખ્યા! ખુલાસો ...વધુ વાંચો

24

શમણાંના ઝરૂખેથી - ૨૪. - છેલ્લો ભાગ

૨૪. છેલ્લી સવારી, શમણાંનાં ઝરૂખેથી.. ... ક્રોધની અગ્નિમાં ઉઠેલી જવાળાઓ અને પછી શોકનાં માહોલમાં જાણે ભડભડ થઈને સાવ ચૂપ એ ઘરની દીવાલો બેબાકળા, વિહવળ, ચિંતાતુર અને સુખની લાલસાથી તડપતા બિચારા જીવોનો વિલાપ જોતી ઉભી'તી! કુટુંબજીવનનો સ્વાદ માણવા મથી રહેલા નમ્રતાના શમણાં જાણે ચૂરેચૂરા થઈ ભોંય પર પટકાઈને પડ્યાં'તા! વહુનાં વહેતાં વહેણને અકારણ વાળવામાં પોતીકાના કપાળે પડેલા ઘા જન્મદાત્રીનાં હૃદયમાં શૂળની જેમ ભોંકાઈ રહ્યા હતાં. દિલનાં અરમાનો અને સ્વામાનને નેવે મૂકી કુટુંબના સંગીતને માણવા નમ્રતાએ કરેલી સાત મહિનાની મહેનત પર એક ઘટનાએ પાણી ફેરવી અહમ અને તિરસ્કારની આગનાં તણખા સાસુનાં વ્યવહારમાં ઝરતા કરી દીધાં હતાં. સુહાસના કપાળ પર લાગેલા ઘા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો