અણવર અને માંડવિયેણ 

(21)
  • 11.2k
  • 3
  • 5.4k

રાજસ્થાનના કુંવર યુગ રુદ્ર પ્રતાપ સિંહના લગ્ન હતાં. ખાલી જયપુરથી જ નહીં પણ દેશ વિદેશથી લોકો આવ્યાં હતા. માણસોની સંખ્યા વધારે ન હતી પણ જે લોકો આવ્યા હતા તે દરેક કોઈને કોઈ ક્ષેત્રમાં આગવી પદવી ધરાવતાં હતાં. કારણકે રુદ્ર પ્રતાપ સિંહ જાણીતાં અને નામચીન હીરાનાં વેપારીઓમાંથી એક હતાં. તેમનાં હીરા દેશ વિદેશમાં પહોંચતા હતાં. યુગ પણ પિતા સાથે એમનાં હીરાનાં વ્યાપારમાં સાથે જોડાયેલો હતો. પણ રુદ્ર પ્રતાપનો નાનો દીકરો શિવ કંઇક બીજી જ દુનિયામાં હતો.

Full Novel

1

અણવર અને માંડવિયેણ - 1

અણવર અને માંડવિયેણ 1રાજસ્થાનના કુંવર યુગ રુદ્ર પ્રતાપ સિંહના લગ્ન હતાં. ખાલી જયપુરથી જ નહીં પણ દેશ વિદેશથી આવ્યાં હતા. માણસોની સંખ્યા વધારે ન હતી પણ જે લોકો આવ્યા હતા તે દરેક કોઈને કોઈ ક્ષેત્રમાં આગવી પદવી ધરાવતાં હતાં. કારણકે રુદ્ર પ્રતાપ સિંહ જાણીતાં અને નામચીન હીરાનાં વેપારીઓમાંથી એક હતાં. તેમનાં હીરા દેશ વિદેશમાં પહોંચતા હતાં. યુગ પણ પિતા સાથે એમનાં હીરાનાં વ્યાપારમાં સાથે જોડાયેલો હતો. પણ રુદ્ર પ્રતાપનો નાનો દીકરો શિવ કંઇક બીજી જ દુનિયામાં હતો. સામે છોકરી પક્ષે પણ પાર્ટી જોરદાર હતી. રુદ્ર પ્રતાપના હીરાનાં વેપારી મિત્ર શેઠ ખુશાલચંદ રાણાના મોટાં દીકરી યાશવી રાણા. ખુશાલચંદની નાની દીકરી ફિલ્મસ્ટાર ...વધુ વાંચો

2

અણવર અને માંડવિયેણ  - 2

અણવર અને માંડવિયેણ 2આ ભાગની વાર્તા સમજવાં માટે આ ધારાવાહિકના આગળનાં ભાગ એક વાર અવશ્ય વાંચી લેજો. "અક્કલનો મારામાં નથી એમ? પિયુષ ક્યાં છે? મેં એને કેટલાં ફોન કર્યા ખબર છે? પાર્લરની બાહર મને મૂકીને મસાલા ખાવા જતો રહ્યો. અરે મસાલા ખાવા માટે અમેરિકા ગયો છે કે શું? મારો ફોન પણ ના ઉપાડ્યો એણે. ખબર છે તમને લોકોને કે હું અહીંયા કેવી રીતે પહોંચી? એ અક્કલનો ઓથમીર ગયો ક્યાં એમ કહો પહેલાં મને." એ છોકરીએ કહ્યું. "શ્રી મેડમ હું અહીંયાજ છું. મને સરે ફોન કરીને બોલાવી લીધો હતો એટલે હું આવી ગયો. મેં નીકળતાં પહેલાં તમને ત્રણ ફોન પણ કર્યા પણ ...વધુ વાંચો

3

અણવર અને માંડવિયેણ  - 3

અણવર અને માંડવિયેણ 3 આ ભાગની વાર્તા સમજવાં માટે આ ધારાવાહિકના આગળનાં ભાગ એક વાર અવશ્ય વાંચી લેજો. કલરની વ્હાઇટ નાઇટીમાં શ્રી નાના છોકરાની જેમ આખા પલંગમાં ફેલાઈને સૂતી હતી. એની આંખ સવાર સવારમાં સિટી વાગવાનો અવાજ સંભળાતા ખુલી ગઈ. ભર ઊંઘમાં હતી શ્રી અને એણે સામે શિવને જોયો. "કાલના દિવસમાં તે મને એટલી હેરાન કરી છે ને કે મને સપનામાં પણ તું દેખાઈ રહ્યો છે." આટલું બોલીને આંખો ચોળતા ચોળતા શ્રી પાછી ઊંઘી ગઈ. સામે ખરેખર ઉભેલો શિવ એને જોઈને અને એની વાતો સાંભળીને કોઈ પણ પ્રકારના ભાવ વગર તેને જોઈ રહ્યો હતો.તે ના ઉઠી એટલે ગુસ્સામાં તેણે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો