રાતનો એક વાગ્યો છે. સ્ટડીરૂમ સિવાય બધે કાં તો લાઈટ બંધ છે કાં નાઈટલેમ્પ છે. સ્ટડીરૂમમાં રોહિત કંઈક લખે છે. આ ઇમેલના જમાનામાં કાગળ! શું વાત છે? કોઈક તો ખાસ હશે. હા, છે. એની પ્રેયસી સ્વરા. આ પ્રકરણ આમતો સામાન્યરીતે જેમ કોલેજમાં ચાલુ થાય એવું નથી. વાત એવી છે કે થોડા વર્ષો પહેલા રોહિતના ઘરના એક સદસ્યનું અવસાન થયું. એના માટે બધી કાયદેસરની વિધિઓ કરવાની જવાબદારી રોહિતના ખંભે આવી રોહિત તાજેતાજો જવાનીમાં પ્રવેશેલો ઉપરથી ભણી વહેલાસર ફીનાન્સિયલી ઈન્ડિપેન્ડન્ટ થઈ ગયો. ધીમે ધીમે બધું સેટલ કરતો ગયો. હવે વારો હતો પોસ્ટ ઓફિસનો, ત્યાં રોકેલી મૂડી લઈ ખાતું બંધ કરવાનું હતું. પોસ્ટ ઓફીસ આમેય બાબા અદામના જમાનાથી એક જ રીતે કામ કરે બસ આમા રોહિત અટકતો હતો. આ એક કામ માટે ત્યાં 3 પોસ્ટમાસ્ટર બદલાયા. આ ત્રીજો પોસ્ટમાસ્ટર સોરી ત્રીજી પોસ્ટમાસ્ટરની એ રોહિતની હાલની પ્રેયસી સ્વરા.

નવા એપિસોડ્સ : : Every Wednesday & Sunday

1

Love@Post_Site - 1

રાતનો એક વાગ્યો છે. સ્ટડીરૂમ સિવાય બધે કાં તો લાઈટ બંધ છે કાં નાઈટલેમ્પ છે. સ્ટડીરૂમમાં રોહિત કંઈક લખે આ ઇમેલના જમાનામાં કાગળ! શું વાત છે? કોઈક તો ખાસ હશે. હા, છે. એની પ્રેયસી સ્વરા. આ પ્રકરણ આમતો સામાન્યરીતે જેમ કોલેજમાં ચાલુ થાય એવું નથી. વાત એવી છે કે થોડા વર્ષો પહેલા રોહિતના ઘરના એક સદસ્યનું અવસાન થયું. એના માટે બધી કાયદેસરની વિધિઓ કરવાની જવાબદારી રોહિતના ખંભે આવી રોહિત તાજેતાજો જવાનીમાં પ્રવેશેલો ઉપરથી ભણી વહેલાસર ફીનાન્સિયલી ઈન્ડિપેન્ડન્ટ થઈ ગયો. ધીમે ધીમે બધું સેટલ કરતો ગયો. હવે વારો હતો પોસ્ટ ઓફિસનો, ત્યાં રોકેલી મૂડી લઈ ખાતું બંધ કરવાનું ...વધુ વાંચો

2

Love@Post_Site - 2

અઠવાડિયા બાદ રોહિત રોજની જેમ કેફેમાં ચા પીવા બેઠો છે. અડધો કપ ચા પીધા પછી અચાનક એનું ધ્યાન સામેના પર બેઠેલી એની કોલેજ ફ્રેન્ડ રિદ્ધિ પર ધ્યાન જાય છે જે કોઈક બીજી છોકરી સાથે બેઠી છે, એટલે રોહિત પહેલા ઇશારાથી ત્યાં આવવાની પરમિશન લે છે જે એને મળી પણ જાય છે. રોહિત ત્યાં જઈ જોવે તો બીજી છોકરી સ્વરા હતી અને આશ્ચર્યથી પૂછે છે “મેડમ તમે?” રિદ્ધિ વચ્ચે ડપકું મૂકી કયે છે “આ મેડમ નહિ માસ્તરાણી છે.” રોહિતે કીધું “હા, એ તો પોસ્ટ માસ્તર છે એટલે, પણ તમે બેય એક બીજાને ઓળખો કઈ રીતે?” સ્વરા કહે છે “આ મારી ...વધુ વાંચો

3

Love@Post_Site - 3

સ્વરા રૂમે પહોંચી સુવાની ટ્રાઇ કરી પણ ઊંઘ આવે જ નહીં, વારેઘડીએ રોહિતનો એ સ્પર્શ એના હાથ પર ફિલ મનમાંને મનમાં ઝીણું ઝીણું હસતી હતી. સ્વરા બેડ પાર ઉંધી સુઈ ગઈ અને રોમેન્ટિક ગીત ચાલુ કર્યા.. ધીરે ધીરે સ્વરાને ઊંઘ ચડી ગીતો એમનેમ ચાલુ, અચાનક પરોઢિયે 4 વાગે નિંદર ઉડી પાછી એ જ ઘટના એની આંખ સામે આવી. સ્વરા એ વોટ્સએપ ખોલી રોહિતને ઓડિયો મેસેજ મોકલ્યો, પાછી સુઈ ગઈ. પોતાના નિયમ મુજબ સવારે 8 વાગે પછી જાગી, ફોન ચેક કર્યો, કોઈ મેસેજ નહીં, રોહિતે હજી જોયેલો પણ નહીં. સ્વરાને જાણે કંઈ ન પડી હોય એમ રોજીંદુ કામ પૂરું કરી ...વધુ વાંચો

4

Love@Post_Site - 4

સ્વરા ઘરે આવી એને ત્રણ દિવસ થયા પણ ઘરમાં કોઈને એના પ્રેમ વિશે કહી શકી નહિ. રોજ રાત્રે રોહિત ચેટિંગ થાય. એક રાત્રે સ્વરાના પપ્પા ઘરે આવ્યા થાકીને સ્વરાને કીધું, “બેટા, તેલ ઘસી દે ને આજ બહુ જ થાકોડો લાગ્યો છે.” સ્વરા એ સારુ એવું તેલ માલિશ કર્યું અને મોકો જોઈ એના અને રોહિતના પ્રેમની વાત ઉપાડી. “પપ્પા, એક વાત કહેવી છે.” “હા, બોલને બેટા.” જયસુખભાઈ બોલ્યા. સ્વરાએ ખચકાટ સાથે એના પપ્પાને વાત કરવાનું ચાલુ કર્યું, “પપ્પા, આટલા મહિના બહાર નોકરી કરી પણ મને ત્યાં જ…” સ્વરા થોડું અટકી એના હાથ પણ અટક્યા તેલ ઘસતા. જયસુખભાઈએ પૂછ્યું “બેટા શું ...વધુ વાંચો

5

Love@Post_Site - 5

જયસુખભાઈ બહાર ઊભા હતા, ચાલુ વરસાદે છત્રીના આધારે અને કોમ્પલેક્ષની છત નીચે. રોહિત ત્યાંથી નીકળ્યો ગાડી ઉભી રાખી અને આગ્રહ કર્યો તેની ગાડીમાં બેસવા માટે. જયસુખભાઈએ પૂછ્યું, “કેમ? સારી ઇમ્પ્રેશન પાડવી છે?” રોહિતે પણ કીધું, “અંકલ, આપણે જે વાત થઈ એ પહેલા હું એક માણસ છું, મારું જાણીતું મુસીબતમાં હોય તો તેને મદદનુ પૂછવું પડે એટલે પૂછ્યું બાકી તમારી મરજી.” જયસુખભાઈ થોડું અકળાયા અને “હા હવે હાલ હાલ ઘર સુધી મૂકી જા ડાહ્યો થાતો.” આમ તો જયસુખભાઈને રોહિતની પરીક્ષા લેવાનું મન થયું એની હોશિયારી અને વિનમ્રતાની. ઘરે પહોંચી સ્વરાને રોહિતને મળવાની અને ફોન કે કોઈ પણ રીતે વાત કરવાની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો