ભૂત, પ્રેત, ચુડેલ, આત્મા, પિશાચ, આ બધું સત્ય હકીકત છે કે કોઈ કાલ્પનિક કથાઓ? શું આ બધું ખાલી પુસ્તકો અને ફિલ્મોમાં સચવાયેલી એક કાલ્પનિક દુનિયા છે કે પછી સત્ય ઘટનાઓનું ઘટમાળ? ઘણા પુસ્તકોમાં અને ફિલ્મો-સિરિયલોમાં શરૂઆતમાં કહેવામાં આવે છે કે આ વાર્તા સત્ય ઘટના પર આધારિત છે. તો શું એ સત્ય ઘટનાના કોઈ પુરાવા છે કે નથી ? અને જો પુરાવા હયાત છે તો આવી કેટલી ઘટનાઓના પુરાવા સામે આવ્યા છે ? આ બધા પ્રશ્નો અત્યારે એકબાજુ મુકો અને હવે હું જે વાત કરવાનો છું એ ધ્યાનથી વાંચજો.

નવા એપિસોડ્સ : : Every Thursday

1

નમ્રતા - 1

ભૂત, પ્રેત, ચુડેલ, આત્મા, પિશાચ, આ બધું સત્ય હકીકત છે કે કોઈ કાલ્પનિક કથાઓ? શું આ બધું ખાલી પુસ્તકો ફિલ્મોમાં સચવાયેલી એક કાલ્પનિક દુનિયા છે કે પછી સત્ય ઘટનાઓનું ઘટમાળ? ઘણા પુસ્તકોમાં અને ફિલ્મો-સિરિયલોમાં શરૂઆતમાં કહેવામાં આવે છે કે આ વાર્તા સત્ય ઘટના પર આધારિત છે. તો શું એ સત્ય ઘટનાના કોઈ પુરાવા છે કે નથી ? અને જો પુરાવા હયાત છે તો આવી કેટલી ઘટનાઓના પુરાવા સામે આવ્યા છે ? આ બધા પ્રશ્નો અત્યારે એકબાજુ મુકો અને હવે હું જે વાત કરવાનો છું એ ધ્યાનથી વાંચજો. અત્યારે આપણે પ્રથમ પ્રકરણ શરુ કરીશું. ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- “વૈસે તો કઈ ઐસી નવલકથાએ ...વધુ વાંચો

2

નમ્રતા - 2

“અરે અરે…. શું થયું? કેમ આમ સફાળા જાગી ગયા….” મિ. શેખરની પત્ની સુલેખા પતિ આમ જાગી જતાં તરત જ આવી. આમ અચાનક આવી પરિસ્થિતિ સર્જાતા તે ખુબ ગભરાઈ ગઈ હતી. “નમ્રતા…. નમ્રતા…” બોલતા બોલતા શેખરના શ્વાસની ગતિ વધી રહી હતી…. “કોણ નમ્રતા?” આશ્ચર્ય સાથે સુલેખા બોલી. “મારી નવલકથાની નાયિકા….” “કોણ? પેલી ચુડેલ?” “ચૂડેલ નથી એ… એક આત્મા છે… મારી નવલકથાનું એક એવું પાત્ર… જેના પતિએ અને બાળકો એ એને તરછોડી… થોડી એવી પ્રોપર્ટી માટે તેના પતિ એ તેને મોટ ને ઘાટ ઉતારી… સુલેખા… એ મારા સપનામાં આવી હતી..” “શું તમે પણ… એક તો એ કાલ્પનિક પાત્ર છે, તેનું કોઈ ...વધુ વાંચો

3

નમ્રતા - 3

"હેલો.... ડો.શાહ...." "સોરી મેમ, ડો. શાહ અત્યારે તેમના પેશન્ટ સાથે છે. એમના માટે કઈ મેસેજ હોય તો આપ મને શકો છો.." "હા એમને કહેજો કે મિસિસ સુલેખા શાહ નો ફોન હતો. થોડું અર્જન્ટ છે પ્લીઝ." સુલેખા થોડી ગભરાયેલી હતી. શેખર માટે તેને ખૂબ ચિંતા હતી. ડૉ. શાહ રાજકોટના સુપ્રસિદ્ધ મનોચિકિત્સક હતાં. તેઓ ભારતના તમામ સુપ્રસિદ્ધ લોકો, અભિનેતાઓ, નેતાઓ, ધનાઢ્યો વગેરે લોકોને જાણતા હતા અને તેઓનાં ઘણા કેસ સોલ્વ કર્યા હતા. સંબંધમાં તેઓ શેખર ના પિતરાઈ ભાઈ હતાં. ઉંમરમાં પણ તે મોટા હતા. શેખર પ્રત્યે તેમને ખુબ લગાવ હતો. નાનપણથી તેઓ સાથે જ હતા. -------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- "કેમ છો મિ. પરમાર?" "અરે.. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો