પ્રેમનગરી તરીકે અોળખાતી સોનગીર નામે સ્વર્ગ સમાન નગરી હતી .આ નગરમાં દેવચંદ નામે પ્રજાપ્રેમી રાજા રહેતો હતો. રાજાની બે સુંદર રાણીઅો હતી. અેકનું નામ દેવબાઇ અને બીજી રાણીનું નામ રૂપવતી હતું .રાજાને શિકાર કરવાનો ઘણો જ શોખ હતો, રાજા દરરોજ શિકાર કરવા સાંજના સમયે જંગલમાં જતો હતો...અેક વખત પુનમની રાતે રાજા નદિના કિનારે રાતે પાણી પીવા આવતા પ્રાણીઅોનો શિકાર કરવા કિનારે આવેલ સાગનાં ઝાડ ઉપર ચડીને ધનુષ્યનું બાણ ચડાવી શિકારની રાહ જોઇ ઝાડ ઉપર બેસી રહ્યો હતો.... પુનમનું અજવાળું જાણે દિવસ જ હોય તેમ લાગતું હતું, રાજા ઝાડ ઉપર બેસી શિકાર અમણાં આવશે ,
નવા એપિસોડ્સ : : Every Wednesday
પ્રેમીરાજા દેવચંદ-૧
પ્રેમનગરી તરીકે અોળખાતી સોનગીર નામે સ્વર્ગ સમાન નગરી હતી .આ નગરમાં દેવચંદ નામે પ્રજાપ્રેમી રાજા રહેતો હતો. રાજાની સુંદર રાણીઅો હતી. અેકનું નામ દેવબાઇ અને બીજી રાણીનું નામ રૂપવતી હતું .રાજાને શિકાર કરવાનો ઘણો જ શોખ હતો, રાજા દરરોજ શિકાર કરવા સાંજના સમયે જંગલમાં જતો હતો...અેક વખત પુનમની રાતે રાજા નદિના કિનારે રાતે પાણી પીવા આવતા પ્રાણીઅોનો શિકાર કરવા કિનારે આવેલ સાગનાં ઝાડ ઉપર ચડીને ધનુષ્યનું બાણ ચડાવી શિકારની રાહ જોઇ ઝાડ ઉપર બેસી રહ્યો હતો.... પુનમનું અજવાળું જાણે દિવસ જ હોય તેમ લાગતું હતું, રાજા ઝાડ ઉપર બેસી શિકાર અમણાં આવશે , ...વધુ વાંચો
પ્રેમીરાજા દેવચંદ-૨
રાજકુમાર ભર બપોરે કસબા પાસેના છેડે આવેલ કુવા ઉપર પાણી પીવા પહોંચી ગયો, કુવા નજીક જઇને જુઅે છે પાણી કાઢવા માટે કાંઇ સાધન ન હતું. કુવાનું પાણી પણ ઉનાળા સમયે છેક તળીયે જતુ રહ્યું હતું, રાજા દેવચંદથી નહિં કુવો છોડીને જવા ઇચ્છા થતી કે નહિં કુવામાં ઉતરવા માટે કોઇ ઉપાય હતો, બસ તેમના પાસે પાણી ભરવા માટે કોઇ આવે તેના સિવાય બધા જ રસ્તા બંધ દેખાતા હતા. પાણી ભરવા કોઇ આવશે તેની રાહ જોવા રાજા ત્યાંજ ઘોડાને બાંધીને ઝાડના છાંયડે બેસી પડ્યો. રાજા થોડીવાર રાહ જોયા પછી સામેથી કોઇ ઘડુલા લઇને આવતું નજર આવ્યું, તેમને જોઇ રાજાને લાગેલ તરસ છીપાવાની થોડી આશા જાગી તેના ચહેરા ઉપર તેજ આવી ગયું ને તે ઝાડના છાંયડેથી ઉઠીને કુવા પાસે ગયો ... ...વધુ વાંચો
પ્રેમીરાજા દેવચંદ-૩
પ્રેમીરાજા દેવચંદ-૩દેવબાઇને રાજકુમાર પોતાની નગરની રાણી બનાવવા સોનગીર નગરે લઇ જવાનો આગ્રહ કરતાં કહે છે.હે દેવબાઇ ! હું આજે તો નહિં કરી શક્યો પણ હું ખુદ તારા પ્રેમનો શિકાર બની ગયો છું, તમને સોનગીર નગરે લઇ જવા માગુ છું .દેવબાઇ: હે રાજકુમાર હુઁ તો ગામડાની છોકરી ને તમે રાજકુમાર!!! આપણો મેળ કયાં ખાઇ? તેમ છંતા હું નગરે આવવા તૈયાર છું પણ મારી શર્ત અે છે કે મને ત્યાં નહીં ફાવશે તો બે દિવસમાં પાછી આવતી રહીશ.રાજકુમાર: મને તમારી બધી જ શરતો મજુંર છે.દેવબાઇ: તો અહિં જ ઉભા રહો હું પાણી મેલી આવું અને નાની બહેનને જાણ કરતી ...વધુ વાંચો
પ્રેમીરાજા દેવચંદ-૪
દેવબાઇની નાની બહેન સોનગીર નગરીમાં પહોચી આશ્રિતો જોડે રહેવા લાગી પણ અેમને કયાં ખબર હતી કે આ નગરની મહારાણી બહેન છે ? દેવબાઇ તો મહારાણી બની ગયા હતા નગરના લોકોને તો તેમના દર્શન પણ દુર્લભ હતા. આશ્રિતો જોડે રહેતી નાની બહેનને રાજાનાં ઘરે ઘેટાં-બકરાં ચરાવાનું કામ મળે છે. તેમને આસપાસનાં જંગલમાં જઇને ઘેટાં -બકરાં ચરાવી લાવતી હતી. તેને સાંજનાં સમય મળતો ત્યારે દેવબાઇની શોધમાં નીકળતી હતી .તે સોનગીર નગરનાં બજારો, આસપાસનાં મંદિરો,મસ્જિદોમાં ફરી વળી દેવાબાઇનો પત્તો ક્યાં ય લાગ્યો ન'હતો. દરરોજ જંગલમાં ઘેટાં-બકરાં ચરાવા જતી દેવબાઇની નાની બહેન બપોરનાં સમયે નદિ કિનારે ઘેટાં-બકરાં ઝાડવાં નીચે બેસાડી ...વધુ વાંચો
પ્રેમીરાજા દેવચંદ-૫
પ્રેમીરાજા દેવચંદ-૫ બે રાણીઅો અને ચમત્કારી વિંટી પ્રાપ્ત થયાની સાથે રાજ મહેલમાં જાણે મેઘધનુષનાં સાત રંગો પુરા થયા તેવી નગરીમાં લાગતી હતી પણ સૌને સુંદર લાગતી આ સોનગીર નગરીમાં ખાલી રાજાને કશી ખોટ લાગતી હતી અને તે સંતાનની ખોટ હતી. પ્રેમીરાજા દેવચંદના પ્રેમભર્યાં દિવસો વિતતા ગયા,રાજાને મહેલમાં ને મહેલમાં કંટાળો લાગવા લાગ્યો હતો. રાજા વિચારતો હતો કે ક્યાંક રાણીઅો સાથે મહારાષ્ટ્રના મિત્ર રાજા છે ત્યાં ફરી આવું સાથે સાથે રાણીઅોને પણ ફરાવી લાવું આ પ્રમાણે વિચારી રાજા રાણીઅો સાથે મહારાષ્ટ્રનાં રાજાને ત્યાં જવા રવાના થયો. જતાં જતાં મહારાષ્ટ્રની સરહદનાં ડુંગરો પાસે પહોંચી રાજાઅે અચાનક ઘોડાગાડીને થોભાવવા ...વધુ વાંચો
પ્રેમીરાજા દેવચંદ-૬
અદ્ભૂત વિંટીની પ્રાપ્તી અને દસ વર્ષના આયુષ્યની બાદબાકીની રમતમાં દેવચંદ ફસાયો તો હતો પણ પોતાની જિંદગીથી ખૂબજ ખુશ હતો. બન્ને ગર્ભવતી્ રાણીઅો બાળ જન્મ આપવાના છેલ્લા દિવસોમાથી પસાર થઇ રહી હતી. રાજા આ દિવસોમાં રાણીઅોની કાળજીપૂર્વક સંભાળ રાખતા હતા. પહેલેથી જ આવનાર ભવિષ્યના વારસદારો માટે રાજાએ ખેરના લાકડાની સુંદર ઝોળી(હિંચકો) બનાવડાવી મુકી હતી. રાણી દેવબાઇ અને રાણી રૂપવતી સગી બહેન તો હતી અને અેકબીજાને સમજી બન્ને બહેનો સખી બની રહેતી હતી, પણ પ્રેમીરાજા દેવચંદને અેક ડર હતો કે આ બન્ને રાણીઅો વચ્ચે કોઇ દિવસ વેરની દિવાલ ઉભી તો નહિં થાય પણ કદાચ બાળકોના કારણે દિવાલ ઉભી થાય તે ...વધુ વાંચો
પ્રેમીરાજા દેવચંદ - ૭
લાલચનો ભોગ બનેલ યુવાનના મરણનું કારણ રાજાએ કાને ન ધરતાં વાતની ખબર હોવા છંતા રાજા અજાણ બની રહેવા એજ રીતે થોડા વર્ષો વીતી ગયા..... રાજાને ત્યાં જન્મેલ પુત્રીઓ નું નામકરણ થઇ ગયું હતું, એક દિકરીનું નામ કામીની અને બીજીનું નામ રાગીની રાખવામાં આવેલ હતું એક દમ સુખી સંસારીક જીવન જીવતા રાજાના જીવનમાં ગ્રહણ આવ્યું.... બન્ને દિકરીઅોને પાંચ વર્ષ થયા હતા, રાજા પાંચ વર્ષ બાદ જન્મ દિવસની ઉજવણી કરવાનું વિચારતા હતા, આ વખતે રાજાઅે અેક નવો વિચાર કરેલો હતો કે નગરના લોકોને સોનાના સિક્કા ભેટ આપવા,સોનગીર નગરીના લોકોમાં અેક ઉમંગ હતો. રાજા ભુલી ગયો હતો કે કોઇ જાદુઇ ...વધુ વાંચો
પ્રેમીરાજા દેવચંદ - ૮
જાગ્રત અવસ્થામાં આવેલી રાણીની હથેળી પકડી રાજા કહેવા લાગ્યો...હે! પ્રાણ પ્રિયે! તને વર્ષો પહેલાંની છૂપાવેલી વાત તને અાજે કહું મેં થોડા વર્ષો પહેલાં અેક જાદુઈ સ્ત્રીની વિંટી લઇ આવ્યો હતો,તેનો ઘણો મોટો રાજ છે.પણ આજે તને કહેવું જરુરી છે આ વાતની ગરુજી અને મારા સિવાય કોઇને ખબર નથી,ત્રીજી વ્યક્તિ તમે છો જે કહેવા માગું છું,જો તમારી ઇચ્છા હોય તો કહું ? રાણી દેવાબાઇ: ના મહારાજ! હું આજે માનસિક રીતે અસ્વચ્થ અનુભવું છું,હું કહું તે દિવસો કહેજો. હા જરુર કહી રાજા અંત:પુરમાંથી નિકળી ચાલવા લાગ્યો.રાજાને પોતાના આયુષ્યના થોડા દિવસો બાકી છે તેની ચિંતા હતી.તે જઇને તીજોરીમાં મુકેલી વિંટી પહેરી ...વધુ વાંચો
પ્રેમીરાજા દેવચંદ - ૯
વૃદ્ધ રહસ્યમય વાત કહેવાનું શરું કરે છે... પ્રેમીરાજા દેવચંદના હતા તે વખતની વાત છે,જ્યારે સોનગીર નગરમાં રાજા ફૂલચંદ રાજાનો રાજ હતો.રાજા સાહિત્ય,સંગીત અને કલા પ્રેમી હતો.રાજાને કલા સંગીતની નગરી તરીકે સોનગીર નગરી દેશ,વિદેશમાં જાણીતી હતી.રાજાના દરબારમાં સંગીત,કલા,નૃત્યના લોકોનું આગવું માન હતું. ફૂલચંદ રાજા પણ માનતો હતો કે ભારતિય સંસ્કૃતિમાં માનવામાં આવે છે કે.... સાહિત્ય,કલા,સંગીત વગરનો માણસ શિંગડા ન હોવા છંતા સાક્ષાત પશુ છે. આ વાતના હિમાયતી રાજા ફૂલચંદ વિશ્વના સારા અેવા સાહિત્યકારો,કલાવિદ્દો અને નૃત્યકોનો સન્માન ભેર આંમત્રણ આપતા હતા.જો કોઇ રાજાને પ્રસન્ન કરે તો અણમોલ ભેટ આપી,તે કલાકારને રાજાના નગરમાં ઉચ્ચ પ્રકારના હોદ્દાઅે નિમણુંક ...વધુ વાંચો