જોરદાર કડાકા ભડાકા સાથે પડતા વરસાદ માં દોડતો દોડતો એક ૨૫-૨૬ વર્ષનો જુવાન એસટી બસ સ્ટેન્ડ ના "ઓન્લી ફોર સ્ટાફ" લખેલા રુમ માં પહોંચ્યો. "વરસાદે તો ભારે કરી પણ...! ચાલુ થયો કે અટકવાનું નામ જ નથી લેતો દીનેશ ભાઈ...' રેઇનકોટ નીકાળતા મૃગેશ બોલ્યો. "વરસાદ અટકે કે ના અટકે આપણી બસ ના અટકે તૈયાર થઈ જા હમણાં પૂછપરછ ઓફિસ માંથી ફોન આવશે કે પેસેન્જર આવી ગયા બસ ક્યારે ઉપાડશો ?" સત્તાવન વર્ષ ની ઉંમરે પહોંચેલા દિનેશભાઈ છેલ્લા ત્રીસ એક વર્ષ થી એસટી બસ ના ડ્રાઇવર, ગુજરાત ના મોટા ભાગ ના રૂટ પર બસ ચલાવેલી પણ છેલ્લા દસ વર્ષ થી તો અમદાવાદ ડાંગ ના રૂટ પર બસ ચલાવતા. મૃગેશ એસટી બસ માં કંડક્ટર તરીકે લાગે હજુ છ મહિના થયા હતા. અને એમાં પણ ડાંગ વાળી બસ માં કંડકટર તરીકે લાગે હજુ બે અઠવાડિયા થયા હતા.
Full Novel
મેઘધનુષ ને પાર - 1
ભાગ : ૧ જોરદાર કડાકા ભડાકા સાથે પડતા વરસાદ માં દોડતો દોડતો એક ૨૫-૨૬ વર્ષનો જુવાન એસટી બસ સ્ટેન્ડ "ઓન્લી ફોર સ્ટાફ" લખેલા રુમ માં પહોંચ્યો. "વરસાદે તો ભારે કરી પણ...! ચાલુ થયો કે અટકવાનું નામ જ નથી લેતો દીનેશ ભાઈ...' રેઇનકોટ નીકાળતા મૃગેશ બોલ્યો. "વરસાદ અટકે કે ના અટકે આપણી બસ ના અટકે તૈયાર થઈ જા હમણાં પૂછપરછ ઓફિસ માંથી ફોન આવશે કે પેસેન્જર આવી ગયા બસ ક્યારે ઉપાડશો ?" સત્તાવન વર્ષ ની ઉંમરે પહોંચેલા દિનેશભાઈ છેલ્લા ત્રીસ એક વર્ષ થી એસટી બસ ના ડ્રાઇવર, ગુજરાત ના મોટા ભાગ ના રૂટ પર બસ ચલાવેલી પણ છેલ્લા દસ વર્ષ ...વધુ વાંચો
મેઘધનુષ ને પાર - 2
ભાગ : ૨ મૃગેશ તેની સીટ પરથી ઉભો થઈ દિનેશભાઇ ની બાજુ માં આવી ઉભો રહ્યો અને બસમાંથી બહાર રસ્તો નિહાળવા લાગ્યો. વરસાદ ને લીધે થોડો ખરાબ થઈ ગયેલો માટોળીયો રસ્તો, અને રસ્તા ની બન્ને તરફ રોડ સાઈડ બાવળિયા અને તેની પાછળ નજર જાય ત્યાં સુધી લીલોતરી. થોડે આગળ ગયા પછી તો ઊંચા ઘટાદાર વૃક્ષો થી રોડ ની બન્ને સાઈડ ભરાઈ ગઈ. કેટલીક જગ્યાએ તો વૃક્ષ એટલા ઊંચા અને કમાન આકારે ફેલાઈ ને આખા રસ્તા ઢાંકી દેતા હતા. ઔલોકીક સૌંદર્ય હવે થોડું ડરામણું લાગવા લાગ્યું. દૂર દૂર સુંધી સુમસામ રોડ, બન્ને તરફ ઘટાદાર વૃક્ષો જે વાદળ છાયા આકાશમાંથી આવતા ...વધુ વાંચો
મેઘધનુષ ને પાર - 3 - છેલ્લો ભાગ
ભાગ : ૩ ડેપો થી થોડે દુર ની દુકાને મૃગેશ ચીજ વસ્તુઓ લેવા પહોંચ્યો. ત્યાં તેણે રસ્તામાં વેલજી ને અને તેના મનમાં વિચાર આવ્યો કે અત્યારે દિનેશભાઈ નથી, આ જ મોકો છે વેલજી જરૂર મેઘપુર અને નરેશભાઈ વિશે વધુ જાણતો હશે. તે વેલજી તરફ આગળ વધી જ રહ્યો હતો એટલા માં તેનું ધ્યાન વરસાદ માં ભીંજાયેલી એક સ્ત્રી તરફ ગયું. એ સ્ત્રી સવારે બસમાં હતી તેના જેવી જ આબેહુબ લાગતી હતી. જોકે બસમાં હતી તેના કરતાં વધુ યુવાન લાગતી હતી એટલે મૃગેશે ધારણા કરી કે આ બસમાં હતી એ સ્ત્રી ના સગા માંથી કોઈ હોવી જોઈએ. દેખાવડી અને શરીર ...વધુ વાંચો