"રેવા…., મારી.. ચા..ક્યાં છે…?" "રેવા…., મારાં.. કપડાં..ક્યાં છે…?" રેવા…, મારી..પૂજાની થાળી..ક્યાં છે..?' જે દિવસથી રેવા ધર્મેશને પરણીને એનાં સાસરે આવી એ દિવસથી ઘરમાં બધાં લોકોની રોજની સવાર આ સવાલોથી શરૂ થાય. ને રેવાની સવાર હસતાં મોઢે એ સવાલોનાં જવાબ આપવાથી થાય. "પપ્પાજી…., લાવી તમારી..ચા.." "ધર્મેશ…., તમારાં કપડાં બેડ પર રેડી છે.." "મમ્મીજી…, તમારી પૂજાની થાળી મંદિર પાસે મૂકાઈ ગઈ છે."
Full Novel
અનામિકા - 1
ભાગ - 1 "રેવા…., મારી.. ચા..ક્યાં છે…?" "રેવા…., મારાં.. કપડાં..ક્યાં છે…?" રેવા…, મારી..પૂજાની થાળી..ક્યાં છે..?' જે દિવસથી રેવા ધર્મેશને એનાં સાસરે આવી એ દિવસથી ઘરમાં બધાં લોકોની રોજની સવાર આ સવાલોથી શરૂ થાય. ને રેવાની સવાર હસતાં મોઢે એ સવાલોનાં જવાબ આપવાથી થાય. "પપ્પાજી…., લાવી તમારી..ચા.." "ધર્મેશ…., તમારાં કપડાં બેડ પર રેડી છે.." "મમ્મીજી…, તમારી પૂજાની થાળી મંદિર પાસે મૂકાઈ ગઈ છે." દરરોજ સવારે નિયમિત રીતે રેવા પોતાનાં કામ કરી લેતી હોય છે છતાં બધાં રોજ સવારે રેવા…, રેવા….કરતાં હોય. લગ્ન કરીને આવ્યા પછી રેવાએ આ ઘરને અને પરિવારને એવું સંભાળી લીધું કે એનાં વગર ઘરની સવાર અને પરિવારની ...વધુ વાંચો
અનામિકા - 2
ભાગ - 2 રાત્રે ઘણી વાર સુધી જાગવાને કારણે રેવાને બીજે દિવસે સવારે ઉઠવામાં જરા મોડું થઈ ગયું હતું છતાં ઉઠીને રેવાએ ફટાફટ પોતાનું કામ સંભાળી લીધું હતું. દૂધ - બ્રેકફાસ્ટ કરતી વખતે રીધમે મમ્મી - પપ્પાને યાદ કરાવ્યું, "પપ્પા…, તમને યાદ છે ને કે કાલે મારી સ્કૂલમાં પેરેન્ટ્સ - ટીચર મીટિંગ છે. તમારે અને મમ્મીએ કમ્પલસરી ટીચરને મળવા આવવાનું છે." "હા…, બેટા યાદ છે મને કે કાલે તારી સ્કૂલમાં મીટિંગ છે ને મેં એટલે જ મેં પહેલેથી જ મારી ઓફિસમાં અડધા દિવસની રજા પણ મૂકી દીધી છે." "ઓ.કે. પપ્પા..ફાઈન.., હું જાઉં છું ..મારી સ્કૂલ બસ આવવાનો સમય થઈ ...વધુ વાંચો
અનામિકા - 3 - છેલ્લો ભાગ
ભાગ- 3. બીજાં દિવસે સવારે એણે ધર્મેશને એ નોવેલ વિશે પૂછ્યું તો એને જાણવા મળ્યું કે ધર્મેશની ઓફિસમાં બધાં નામની નવોદિત લેખિકા લખેલી આ નોવેલ વિશે ચર્ચા કરી રહ્યાં હતાં. એ લોકોની વાત સાંભળી ધર્મેશને પણ એ નોવેલ વાંચવાનું મન થયું ને એટલે પોતે આ નોવેલ વાંચવા માટે લઈ આવ્યો છે. હજી થોડાંક જ પાનાં વાંચ્યા છે ને એને ઘણો રસ પડ્યો છે પૂરી વંચાઈ જશે પછી પોતે રેવાને પણ એ નોવેલ વાંચવા માટે આપશે. એની વાત સાંભળીને રેવાને જરાક હસવું આવી ગયું. "કેમ મનમાં ને મનમાં હસી રહી છે..?" "કાંઈ નહિ, બસ એમ જ." "તને એમ થતું હશે ...વધુ વાંચો