આ લઘુવાર્તા સત્યઘટના ઉપર આધારિત ઈન્ડીયન એરફોર્સના એક એવાં પાઈલટની છે જે યુદ્ધ જેવાં સંજોગોમાં સરહદની બીજી બાજુ ફસાઈ જાય છે. સત્યઘટના ઉપર આધારિત હોવાં છતાં વાર્તાને રોમાંચક બનાવવા કેટલીક સાહિત્યિક છૂટછાટ લેવામાં આવી છે. આમ આ વાર્તા સત્યકથા અને કલ્પાનાનું મિશ્રણ છે. વાર્તા લખવાનો ઉદ્દેશ્ય કોઈની ફિલિંગ્સ હર્ટ કરવાનો કે કોઈની ઈન્સલ્ટ કરવાનો બિલકુલ નથી. તેમજ વાર્તા ફક્ત મનોરંજનનાં ઉદ્દેશ્યથી લખવામાં આવી છે. આ સિવાય આપણી ઈન્ડીયન એરફોર્સના જાંબાઝ જવાનોને એક નાનકડું સેલ્યુટ કરવાનાં ઉદ્દેશ્યથી લખાઈ છે.
નવા એપિસોડ્સ : : Every Monday
અભિમન્યુ સરહદની પેલે પાર....! - પ્રકરણ-1
અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-1 પ્રસ્તાવના આ લઘુવાર્તા સત્યઘટના ઉપર આધારિત ઈન્ડીયન એરફોર્સના એક એવાં પાઈલટની છે જે યુદ્ધ જેવાં સંજોગોમાં સરહદની બીજી બાજુ ફસાઈ જાય છે. સત્યઘટના ઉપર આધારિત હોવાં છતાં વાર્તાને રોમાંચક બનાવવા કેટલીક સાહિત્યિક છૂટછાટ લેવામાં આવી છે. આમ આ વાર્તા સત્યકથા અને કલ્પાનાનું મિશ્રણ છે. વાર્તા લખવાનો ઉદ્દેશ્ય કોઈની ફિલિંગ્સ હર્ટ કરવાનો કે કોઈની ઈન્સલ્ટ કરવાનો બિલકુલ નથી. તેમજ વાર્તા ફક્ત મનોરંજનનાં ઉદ્દેશ્યથી લખવામાં આવી છે. આ સિવાય આપણી ઈન્ડીયન એરફોર્સના જાંબાઝ જવાનોને એક નાનકડું સેલ્યુટ કરવાનાં ઉદ્દેશ્યથી લખાઈ છે. વાર્તા લખતી વખતે શક્ય એટલાં Real Facts જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. ...વધુ વાંચો
અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-2
અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-2 થેન્ક યુ સિદ્ધાર્થ. એરફોર્સ વિષે તેમજ મિગ વિમાનો વિષેની મહત્વપૂર્ણ જાણકારી આપવાં માટે. *** “યાર.... હવે તું જ કે’….! હું શું કરું..!?” ફરિયાદ કરતો હોય અભિમન્યુએ પૃથ્વીને પૂછ્યું. બંને BSc કૉલેજનાં ત્રીજા વર્ષમાં હતાં. બંને શહેરની અલગ-અલગ કૉલેજમાં ભણતાં હતાં. જોકે તેમની કૉલેજ એકબીજાંથી દસેક કિલોમીટર જેટલાં અંતરેજ હતી. આથી કોઈ-કોઈવાર લંચ બ્રેક પછીનાં લેકચર બંક કરીને બંને મળી લેતાં. ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ પ્રોબ્લેમ થઈ હોય. “સરકારી નોકરી ગોતી લે...! બીજું શું...!?” અભિમન્યુને ચિડાવતો હોય એમ પૃથ્વી બોલ્યો. “અરે યાર એટલી ઈઝીલી મલી ...વધુ વાંચો
અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-3
અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-3 *** “what happened..!?” એરબેઝમાં મિશન કંટ્રોલરૂમમાં હાજર એ કે સિંઘ રેડિયો ચેનલમાં એ અવાજ સાંભળીને ચોંકી ગયાં અને અભિમન્યુ સાથે વાત કરવાં માટે માઇક હાથમાં લઈને બોલવાં લાગ્યાં. “નથીંગ સર...!” ડાયલ ઉપરની વૉર્નિંગ જોઈને અભિમન્યુ શાંત સ્વરમાં બોલ્યો “લેંન્ડિંગ ગિયર વોઝ સ્ટક....!” ડાયલ ઉપરની વૉર્નિંગ વાંચીને અભિમન્યુએ કહ્યું. ટેક ઑફ પછી પ્લેનનાં લેંન્ડિંગ ગિયર જામ થઈ જતાં તે પ્લેનની પાંખ નીચે બહારજ ફસાઈ રહ્યાં હતાં. જોકે કૉકપીટમાં બેઠેલાં અભિમન્યુએ ગભરાયાં વિના પ્લેનનાં કોમ્પ્યુટરને લેન્ડિંગ ગીયર અંદર લેવાં માટે વધુ એક-બેવાર કમાન્ડ આપી જોયો. થોડો પ્રયત્ન કર્યા પછી છેવટે અભિમન્યુ સફળ થયો. “ઓલ ...વધુ વાંચો
અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-4
અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-4 *** “ધ.....આ.......ત.......!” પૃથ્વી બૂમ પાડી ઉઠ્યો. પાકિસ્તાની એરફોર્સના એફ-16ને તોડી પાડ્યાં પછી અભિમન્યુના મિગ 21 બાઇસન ફાઇટર પ્લેનનાં એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પ્લેનનું ઘરડું થઈ ગયેલું જરી પુરાણું એન્જિન અતિશય ગરમ થઈ જતાં (ઓવર હિટિંગથી) ધડાકાંભેર સળગી ઉઠ્યું હતું. જોકે પ્લેનનું એન્જિન સળગી ઊઠે એ પહેલાંજ પૃથ્વીએ ઈજેક્શન સીટનું હેન્ડલ ખેંચી નાંખ્યું હતું. મિગ વિમાનમાં ઈજેક્શન સીટની વ્યવસ્થા એ રીતે કરવામાં આવેલી હતી કે એકજ હેન્ડલ ખેંચતાં પાઈલટ અને કૉ-પાઈલટ બંનેની સીટો એક સાથે ઇજેક્ટ થઈને પ્લેનની બહાર ફેંકાઇ જાય. પ્લેનમાંથી ઈજેક્ટ થયાં પછી અભિમન્યુ અને પૃથ્વી પોત-પોતાની પાયલટ સીટમાંજ ...વધુ વાંચો
અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-5
અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-5 *** “ભાર....ત માતા કી......!” “ધાંય....! ધાંય....!” પાઈન વૃક્ષોની ઘાટીમાં ઝાડની ઓથે ઉભેલો અભિમન્યુ પોતાની આંખો સામે પોતાનાં જિગરીજાન મિત્ર પૃથ્વીને વીરગતિ પામતાં જોઈ રહ્યો. “નઈ....!” હતપ્રભ થઈ ગયેલાં અભિમન્યુથી બૂમ પડાઈ ગઈ. અભિમન્યુની બૂમનો અવાજ સાંભળી પૃથ્વીને ગોળી મારનાર પાકિસ્તાની કમાન્ડર સહિત નીચે મૃત પડેલાં પૃથ્વીની આજુબાજુ ઉભેલાં અન્ય જવાનોએ અવાજ સાંભળી લીધો અને ચોંકીને અવાજની દિશામાં જોયું. “જાવ....! ત્યાં.. જોવો...! હજી કોઈ બીજું છે...!” પાકિસ્તાની કમાન્ડર ઘાંટો પાડીને બોલ્યો. “હશેજ...!” ત્યાંજ ટેન્કની જોડે ઉભેલો એક ચાઈનીઝ સોલ્જર બોલ્યો. પાકિસ્તાની કમાન્ડર સહિત બાકીનાં બધાંએ તેની ...વધુ વાંચો