એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી

(77)
  • 32.8k
  • 14
  • 15.7k

સાંજના લગભગ છ વાગ્યા હતા. નીતા અમદાવાદના રીલીફ રોડ ના બ્યુટી પાર્લર મા બેઠી હતી .એને આજે છોકરો જોવા આવવાનો હતો. સામે અરીસા માં એને પોતાનો ચહેરો નહીં થોડા દિવસ પહેલા બનેલી ઘટના દેખાઈ રહી હતી. એના પપ્પાએ એને એના કોલેજના મિત્ર સાથે જોઈ હતી.દિપક એનો ફક્ત મિત્ર હતો પરંતુ એના પપ્પાએ તેનો બીજો જ અર્થ કાઢયો.એ ઘરે પહોંચી ત્યારે એના પપ્પાએ એને ખૂબ ગુસ્સો કર્યો નીતાએ એમને ખુબ સમજાવાની કોશીશ કરી પણ એ કોઈ વાત સમજવા તૈયાર નહોતા. નીતા ભણવામાં ખૂબ હોશિયાર હતી નીતાનુ આ કોલેજનું છેલ્લું વર્ષ હતુ એને હજુ આગળ ભણવું હતુ.આજે સવારે એના પપ્પાએ જણાવ્યું કે સાંજે એને છોકરાવાળા જોવા આવવાના છે અને જો બધું બરાબર રહયુ તો આજે જ સગાઈ કરી નાખશે.

Full Novel

1

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 1

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૧સાંજના લગભગ છ વાગ્યા હતા. નીતા અમદાવાદના રીલીફ રોડ ના બ્યુટી મા બેઠી હતી .એને આજે છોકરો જોવા આવવાનો હતો. સામે અરીસા માં એને પોતાનો ચહેરો નહીં થોડા દિવસ પહેલા બનેલી ઘટના દેખાઈ રહી હતી. એના પપ્પાએ એને એના કોલેજના મિત્ર સાથે જોઈ હતી.દિપક એનો ફક્ત મિત્ર હતો પરંતુ એના પપ્પાએ તેનો બીજો જ અર્થ કાઢયો.એ ઘરે પહોંચી ત્યારે એના પપ્પાએ એને ખૂબ ગુસ્સો કર્યો નીતાએ એમને ખુબ સમજાવાની કોશીશ કરી પણ એ કોઈ વાત સમજવા તૈયાર નહોતા. નીતા ભણવામાં ખૂબ હોશિયાર હતી નીતાનુ આ કોલેજનું છેલ્લું વર્ષ હતુ એને હજુ આગળ ...વધુ વાંચો

2

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 2

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૨"મુંબઈ મામાના ઘરે જાઉ ? ના...ના ...મામા તો પપ્પા ને ફોન કરી દેશે એ પણ મારો પ્રોબ્લેમ નહીં સમજે, રાજકોટ જાઊ પણ મારી ફ્રેન્ડ અંજલી તો અહીં અમદાવાદમાં છે ત્યાં કોને ત્યાં જઈશ?" આવા અસંખ્ય વિચારો સાથે નીતા રિક્ષામાંથી ઉતરી .રેલવે સ્ટેશન ઉપર ખૂબ ટ્રાફિક હોવાથી રીક્ષાવાળાએ નીતાને મેઇન રોડ ઉપર ઉતારી. નીતા જોડે એ કોલેજમાં લઈ જતી એ નાની બેગ હતી જેમાં એણે પોતાનો જૂનો ડ્રેસ જે ઘરેથી પેહરી ને આવી હતી એ મૂક્યો હતો .બેગ ના આગળના નાના પોકેટમાં લગભગ ૨૦૦૦ જેટલા રૂપિયા હતા એમાંથી એને રિક્ષાવાળાને પૈસા આપ્યાં અને ત્યાં ...વધુ વાંચો

3

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 3

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૩વિવેક પોતાની જાતને સંભાળતા બ્યુટી પાર્લર ની બહાર આવ્યો. "અરે આ ગાડી છે, કેટલા બેદરકાર લોકો છે, રસ્તા પર ગાડી ઉભી કરીને ચાલ્યા જાય છે, સાંજના ટાઇમે કેટલો ટ્રાફિક થાય છે, કોઈ વાતનું ભાન નથી બાપ નો રસ્તો સમજે છે" લોકો બૂમો મારી રહ્યા હતા હોર્ન નો ઘોંઘાટ ચારે તરફ હતો પણ વિવેકને આ બધું કંઈ જ સંભળાતું ન હતું એ ચૂપચાપ બેભાન જેવી અવસ્થામાં ગાડી તરફ ગયો દરવાજો ખોલી ગાડી ચાલુ કરી ચલાવવા લાગ્યો.એની નજરો ચારેતરફ નીતા ને શોધી રહી હતી. ત્યાં જ ફોનની રીંગ વાગી પપ્પા નો ફોન હતો ફોન ...વધુ વાંચો

4

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 4

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૪નીતા હતાશ થઈ આકાશ તરફ જોઈ રહી" હે ભગવાન મારી સાથે આ થઈ રહ્યું છે?"નીતા આમ તો હિંમતવાળી હતી એટલે ગભરાઈ નહીં પણ શું કરવું એનો વિચાર કરવા લાગી. બેગમાંથી મોબાઈલ કાઢી ફોન જોયો ચાલુ કરવા જતી જ હતી પણ તેને વિચાર આવ્યો અત્યાર સુધી તો પપ્પા એ પોલીસમાં એમના મિત્રને જાણ કરી દીધી હશે. હું મોબાઈલ ચાલુ કરીશ તો એમને લોકેશન ખબર પડી જશે. મોબાઈલ પાછો બેગમા મુક્યો ને ધડીયાળ તરફ નજર કરી . "ઓ માય ગોડ ૧૦ વાગી ગયા. હવે શું કરુ?" કદાચ હજી કોઈ બસ આવ્વાની બાકી હોય? એસ.ટી.સ્ટેન્ડ તરફ ...વધુ વાંચો

5

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 5

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૫એ કદરૂપો માણસ નીતા તરફ આગળ વધી રહ્યો હતો. એની નજર નીતાના પર રહેલી મોટી સોનાની ચેન ઉપર હતી. નીતા એટલી ડઘાઇ ગઇ હતી એના પગ જાણે જમીનની અંદર ફસાઈ ગયા હતા એ નાતો બિલકુલ હલી શકી ન કંઇ બોલી શકી .એ માણસનો હાથ ચેન તરફ આગળ વધ્યો ત્યાં જ પાછળથી એક મોટો ભરાવદાર અવાજ આવ્યો "ત્યાં જ અટકી જાજે હરામખોર નહીં તો તારા હાડકાં ભાંગી નાખીશ"કદરૂપા માણસની નજર નીતા ની પાછળ ગઈ એણે જોયું કોઈ હેલ્મેટ પહેરેલો માણસ એની તરફ ઝડપથી આવી રહ્યો હતો એ પોતાની જાન બચાવી ભાગ્યો અને બસ ...વધુ વાંચો

6

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 6

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૬નીતા ચાકુ જોઈ ગભરાઈ ગઈ એના મનમાં ડરાવના વિચારો આવવા લાગ્યા "આ કોઈ બહુ રૂપિયો હશે તો .ચાકુ બતાવી મારી સાથે જબરદસ્તી કરશે કે મારા દાગીના લૂંટશે કે પછી મારું ખૂન કરી નાખશે .અડધી રાતે આવા રસ્તા ઉપર ફરવા વાળો કોઈ પાગલ તો નહીં હોય સીરીયલ કિલર..." અમિત પાછો આવે એ પહેલા સાવચેતી રૂપે નીતાએ ચાકુ લઈને પોતાની બેગ માં મૂકી દીધુ.અમિત પાછો આવ્યો અને બેગ ના સાઈડ પોકેટમાંથી સેનેટાઈઝર કાઢી હાથ ધોવા લાગ્યો .નીતા એની સામે જોઇ ખોટુ ખોટુ હસવાનો પ્રયત્ન કરી રહી હતી .અમિત બાજુની બેન્ચ ઉપર શાંતિથી બેઠો અને ...વધુ વાંચો

7

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 7

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૭એટલી ભૂખ લાગી હતી બંનેનું ધ્યાન ખાવામાં હતું .મેગી ની પ્લેટ પુરી કરી દીધી એક દાણો પણ ના બચ્યો.કોફી તૈયાર કરી મસ્ત મસ્ત ઠંડીમાં ગરમ-ગરમ પેપર નો કપ હાથમાં પકડી ચુલા સામે બેસી બંને ચૂસકી લઇ રહ્યા હતા .નીતાને ચુલો હવે કેમ્પ ફાયર જેવો લાગતો હતો 2 વર્ષ પહેલાંની કોલેજ પિકનિક ના દિવસો યાદ આવી ગયા. ફ્રેન્ડ ને ત્યાં રાત રોકાવા જવું હોય કે બહારગામ પિકનિકમાં જવું હોય નીતા ની મમ્મી હંમેશા એનો વિરોધ કરતી પણ પપ્પા હંમેશા એની બાજુ લેતા અને એને જ્યાં જવું હોય ત્યાં ફરવાની પરમિશન પણ આપતા અને ખર્ચો ...વધુ વાંચો

8

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 8

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૮હસવાનું બંધ જ નહોતું થતું. એટલું હસ્યા કે આંખોમાં પાણી આવી ગયા."આઈ યુ ...હું જીંદગીમાં બધું ભૂલી જઈશ પણ આજની રાત ક્યારેય નહીં ભૂલું અને આજ પછી ગાવા ની હિંમત તો ક્યારે નહીં કરું." અમિત હસતા હસતા બોલી રહ્યો હતો.અચાનક નીતાએ ચીસ પાડી અને અમિત નો હાથ પકડી લીધો "ઉંદર..." .બેન્ચ પાછળ એક ઉંદર કંઈ ખાવાનું ગોતતા આવી પહોંચ્યો હતો જેને જોઈ નીતા ખૂબ ડરી ગઈ . અમિતે ઉંદર જોયો અને બુટ પછાડી અવાજ કર્યો ને ઉંદર અંધારામાં ભાગી ગયો.નીતાએ હજી પણ અમિત નો હાથ જોરથી પકડી રાખ્યો હતો. ઉંદર ગાયબ થતા ...વધુ વાંચો

9

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 9 - છેલ્લો ભાગ

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૯વિવેકના માથા ઉપર ખૂન સવાર હતુ એને અમિત પર ગુસ્સો આવી રહ્યો નીતા કાંઈ સમજી ન શકી વિવેક અહીં કેવી રીતે પહોંચી ગયો .પણ એને અમિત નું ગળુ દબાવતુ જોઈ એણે ચીસ પાડી "ભાઈ છોડ એને ...ભાઈ આમાં એનો કોઈ વાંક નથી હું એની સાથે અહીંયા નથી આવી, એણે તો મારો જીવ બચાવ્યો છે, મારી મદદ કરી છે છોડ તુ એને "નીતા વિવેક નો હાથ ખેંચતા ચીખી અને રડી રહી હતી.નીતા ની વાત સાંભળી વિવેક ના હાથ ઢીલા પડ્યા અને એણે અમિત નું ગળુ છોડી દીધું. અમિત ગળા પર હાથ ફેરવતા બેન્ચ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો