મુંબઈનો પોશ એરિયા એટલે નરીમાન પોઇન્ટ અને એ જ એરિયાના ૧૦ માળના 'કોપરડિવાઈન' અપાટૅમેન્ટ ના ૧૦મા માળે એકદમ સજ્જ સ્ટુડિયો અપાટૅમેન્ટ માં રહેતા આપણા યામિની મહેતા અને ગૌતમ મહેતા અને નાનો દીકરો યશ મહેતા . હા,એ વાત સાચી કે યામિનીએ કોઈ કસર છોડી નથી ઘરને સજ્જ રાખવામાં . ધર માં પ્રવેશતા જ સામે દેખાતું નીલા રંગના shades સાથે cushion વાળો સોફો છે,એની બાજુમાં side table છે, સોફાની વચ્ચે નાનું ક્રિસ્ટલ ગ્લાસ નું બનાવેલું સેન્ટર ટેબલ છે. ટેબલ પર થોડી બુક્સ છે અને એનટીક મેટલવાસ માં ઑરકિડ નાં ફૂલ સજાવેલા છે, પછી આગળ જતા open kitchen છે. કિચનની આગળની દિવાલ ઉપર લિયોનાર્દો દ વિન્ચી ની પેઇન્ટિંગ 'મોનાલીસા' લાગેલી છે. એ દીવાલને અડીને જ ડાઇનિંગ ટેબલ છે ડાઇનિંગ ટેબલ થી આગળ વધતા બાલ્કની આવે બાલ્કની પણ સરસ રીતે સજાવેલી છે . આખી બાલ્કનીમાં યામિનીને ગમતા અલગ અલગ જાતના ફૂલો અને છોડ hanging pots માં ઉગાડેલા છે. બાલ્કની થી આગળ યામિની અને ગૌતમનો બેડરૂમ છે.

નવા એપિસોડ્સ : : Every Tuesday & Friday

1

મહેતાની મારામારી - 1 - મહેતાની મારામારી!

મહેતા vs‌ મહેતા ભાગ ૧ - પરિચય ૧. યામિની મહેતા - સાસુ ૨. ગૌતમ મહેતા - સસરા ૩. સૌમ્યા - મોટી દીકરી ૪. શૌમિક - મોટી દીકરીનો પતિ ૫. વ્યોમ મહેતા - વચેટ દીકરો ૬. સુધા (સાગરિકા) મહેતા - વચેટ દીકરાની પત્ની ૭. યશ મહેતા - નાનો દીકરો ૮. હસમુખલાલ - ફૂઆ ૯. જ્યોત્સના બેન - ફૂઈ (ફોઈ) ૧૦. વિજ્યા બાઈ - કામવાળી ૧૧. હરિ - નોકર ૧૨. જયા પુરોહિત - યામિનીની બે'નપણી ૧૩. દિપેન પુરોહિત - જયાનો પતિ મુંબઈનો પોશ એરિયા એટલે નરીમાન પોઇન્ટ અને એ જ એરિયાના ૧૦ માળના 'કોપરડિવાઈન' અપાટૅમેન્ટ ના ૧૦મા માળે એકદમ સજ્જ ...વધુ વાંચો

2

મહેતાની મારામારી - 2 - યશ ગાયબ!

" oh my god સાગરિકા what the senseless thing you have done ?" એકદમ sophisticated કકૅશ - મૃદુ અવાજ યામિનીએ સાગરિકાને કહ્યું . "શું થયું બા ! આમ કેમ બોલો છો ? સાગરિકા એ પુછ્યુ . " ઓહ ગોડ સાગરિકા પહેલા તો તું મને બા કહેવાનું બંધ કર , this બા is so સાથ નિભાના સાથિયા serial type" સાગરિકા મોઢું મચકોડતી ત્યાં જ પોતાના જૂના પ્લાઝો માંથી સીવેલા ગમછા થી હાથ લૂછતી ઉભી રહી. યામિની એ ફરી બોલવાનું ચાલુ કર્યું "સાગરિકા બેટા, યશ ને ખાલી ગુજરાતી ઇંગ્લીશ અને હિન્દી જ આવડે છે એને બંગાળી નથી આવડતી....!." હજી તો યામિની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો