1. મા નો હોસ્પિટલમાં દાખલ દીકરાને... શુક્રવાર ની સવાર હજુ થઇ પણ નહોતી રાત નો છેલ્લો પોર હજુ ચાલુ હતો પણ કંચનબા માં હવે અજવાળું થાય ત્યાં સુધી રાહ જોવાની ધીરજ બચી જ નહોતી. આખી રાત પોતાના લાડકા દીકરા હેમંત ની ચિંતા માં વીતાવી હતી.પહેલા બે પોર તો પથારી માં આમ થી તેમ તરફડીયા માર્યા પણ નીંદર ન આવી તે ન જ આવી અને આવે પણ કેવી રીતે?? વ્હાલસોયા દીકરાને અસ્પતાલ લઇ ગયા ને આજે પંદર - પંદર દી' થઇ ગયા હતા પણ હજુ ડૉક્ટરે કંઇ ચોક્કસ સમાચાર આપ્યા નતા. કરશનભાઈ જે કંચનબા ના પાડોશ માં રહેતા

નવા એપિસોડ્સ : : Every Sunday

1

કાગળ

1. મા નો હોસ્પિટલમાં દાખલ દીકરાને... શુક્રવાર ની સવાર હજુ થઇ પણ નહોતી રાત છેલ્લો પોર હજુ ચાલુ હતો પણ કંચનબા માં હવે અજવાળું થાય ત્યાં સુધી રાહ જોવાની ધીરજ બચી જ નહોતી. આખી રાત પોતાના લાડકા દીકરા હેમંત ની ચિંતા માં વીતાવી હતી.પહેલા બે પોર તો પથારી માં આમ થી તેમ તરફડીયા માર્યા પણ નીંદર ન આવી તે ન જ આવી અને આવે પણ કેવી રીતે?? વ્હાલસોયા દીકરાને અસ્પતાલ લઇ ગયા ને આજે પંદર - પંદર દી' થઇ ગયા હતા પણ હજુ ડૉક્ટરે કંઇ ચોક્કસ સમાચાર આપ્યા નતા. કરશનભાઈ જે કંચનબા ના પાડોશ માં રહેતા ...વધુ વાંચો

2

કાગળ - 2

મને તારા કાકા એ (હાથ માં રહેલા ટચ સ્ક્રીન મોબાઇલ ને બતાવે છે) ઓમો ફોન લગાડતાં શીખડાયુ તું પણ જાર- જાર ફોન જોડું સુ તાર-તાર એક બુન જ ઉપાડેશે ને પસી કોરોના માં ધ્યાન રાખો ને , હાથ ધોવો , બે ગજ નું અંતર રાખો , ઘરમાં રો ને રસી લો કાયમ એવું જ બોલે છે. ખબર નહીં જેટલી વાર ફોન કરું એટલી વાર એ જ બોલે છે ને મૂઇ હેમંત ને તો ફોન દેતી જ નથી. શહેર જાતા હંધાય ને કઉશુ મારા હેમંત ની ભાળ લેતા આવજો કો'તો મને ભેળી લેતા જાઓ પણ કોઈ મને નથ લઈ જાતું ...વધુ વાંચો

3

કાગળ - 3

પૉસ્ટ માસ્તર નિયમ અનુસાર ગામના બધા કાગળ, ટપાલ, પૉસ્ટ કાર્ડ લઇને સવારે નવના ટકોરે શહેર ની પૉસ્ટ ઑફિસમાં બધું કરાવવા પહોંચી જાય છે અને ત્યાં કરશનભાઈ ના આગ્રહ ને ધ્યાનમાં રાખીને ત્યાંના પૉસ્ટ માસ્તર ને વહેલામાં વહેલી તકે તે કાગળ હેમંતભાઈ ને હૉસ્પિટલમાં પહોંચાડવા વિનંતી કરે છે. શહેર ના પૉસ્ટ માસ્તર જે તે એરિયા ના બધા કાગળ ટપાલ લઇને આપવા નીકળે છે અને કંચનબા નો કાગળ હેમંતભાઈ જે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં રિસેપ્શનિસ્ટ ને આપે છે. " આ કાગળ તરત જ હેમંતભાઈ ને પહોંચાડજો " એવું કહીને ત્યાંથી નીકળી જાય છે. રિસેપ્શનિસ્ટ ...વધુ વાંચો

4

કાગળ - 4

હેમંતભાઈ એ કહ્યું "આ કાગળ માં એક માની વ્યથા છે જે મને સ્પર્શી ગઈ.પહેલા હું આ હૉસ્પિટલમાં રહી ને થી અને રોજ રોજ આ ઇન્જેક્શન ના ડોઝ લઇને કંટાળી ગયો હતો એટલે મને મરવા ના વિચારો આવતા હતા પરંતુ આ કાગળ વાંચીને મને અહેસાસ થયો કે મારા ઘરમાં પણ કમાનાર વ્યક્તિ હું એક જ છું. મારી પત્ની, છોકરાઓ પણ મારી રાહ જોઈ રહ્યા હશે. મારી ચિંતા કરતા કેવી રીતે દિવસો પસાર કરતા હશે? મને હિંમત આપવા તે લોકો ફોનમાં મારી સાથે સારી વાતો કરે છે પણ એમનેય દુઃખ તો થતું જ હશે ને? એમના જીવનનિર્વાહ ની ...વધુ વાંચો

5

કાગળ - 5

" બા, તમે જરાય મૂંઝાશો નઇ... એમ તો અસ્પતાલ વાળા હારા સે હેમંત ને કાગળ દેશે તમે ચિંતા ના શાંતિ રાખો." કરશનભાઈ કંચનબા ને સમજાવતા હતા એટલા માં પૉસ્ટ માસ્તર ગામમાં ટપાલ ને કાગળ દેતા દેતા કંચનબા ની શેરીમાં આવી પહોંચે છે. પૉસ્ટ માસ્તર ને જોતા ની સાથે જ કરશનભાઈ એ કંચનબા ને કહ્યું "પેલી કોર જરી ભાળો બા , આ માસ્તર આયા સે એમને જ તમે પૂછી લો કે કાગળ હેમંત ને પોચ્યો સે કે નથ પોચ્યો..." કંચનબા પૉસ્ટ માસ્તર ને બોલાવે છે "ઓ માસ્તર... ટપાલી...અરે ઓ માસ્તર...જરીક ઓય થાતાં જાજો." પૉસ્ટ માસ્તરે વળતો જવાબ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો