"पल्लू के नीचे छुपा के रखा है उठा दूं तो हंगामा हो पल्लू के नीचे दबा के रखा है उठा दूं तो हंगामा हो।" વાતાવરણમાં ચારેતરફ અશ્લીલ ગીતનાં શબ્દો ગૂંજી રહ્યાં હતાં. દારૂ અને સિગારેટનાં ધુમાડાની ગંધ આખાં ફાર્મહાઉસમાં પ્રસરેલી હતી. બધાં માણસો એક જ માણસની આજુબાજુ ટોળે વળીને બેઠાં હતાં. એ માણસ "પ્રજા-કલ્યાણ પાર્ટી" નો મુખ્ય અધ્યક્ષ અને રાજ્યનો મુખ્યમંત્રી પણ હતો. એણે સફેદ ખાદીનાં કુર્તા-પાયજામા ઉપર કાળાં રંગનું જેકેટ અને મોજડી પહેરી હતી. ગળામાં સોનાની જાડી ચેઈન ઉપરાંત હાથમાં બ્રાન્ડેડ
નવા એપિસોડ્સ : : Every Monday
સત્તાની ભૂખ - 1
"पल्लू के नीचे छुपा के रखा है उठा दूं तो हंगामा हो पल्लू के नीचे दबा के रखा है दूं तो हंगामा हो।" વાતાવરણમાં ચારેતરફ અશ્લીલ ગીતનાં શબ્દો ગૂંજી રહ્યાં હતાં. દારૂ અને સિગારેટનાં ધુમાડાની ગંધ આખાં ફાર્મહાઉસમાં પ્રસરેલી હતી. બધાં માણસો એક જ માણસની આજુબાજુ ટોળે વળીને બેઠાં હતાં. એ માણસ "પ્રજા-કલ્યાણ પાર્ટી" નો મુખ્ય અધ્યક્ષ અને રાજ્યનો મુખ્યમંત્રી પણ હતો. એણે સફેદ ખાદીનાં કુર્તા-પાયજામા ઉપર કાળાં રંગનું જેકેટ અને મોજડી પહેરી હતી. ગળામાં સોનાની જાડી ચેઈન ઉપરાંત હાથમાં બ્રાન્ડેડ ...વધુ વાંચો
સત્તાની ભૂખ - 2
ધૈર્યા વિજયની પત્ની સીમા સાથે પણ સારી રીતે ભળી ગઈ હતી. વિજયની પત્ની સ્વભાવે મીઠાં બોલી અને દેખાવે આકર્ષક એ વિજયની ઉંમરથી લગભગ અડધી ઉંમરની લાગતી હતી. ધૈર્યા ધીરે-ધીરે રાજનીતિની બધી જ રમતોને જાણી અને સમજી રહી હતી.પાર્ટીની અંદર જ્યાં-જ્યાં ગેરકાનૂની કામ થતું હતું ત્યાં ધૈર્યા અવાજ ઉઠાવતી અને વિરોધ પણ કરતી, પરંતુ ધૈર્યાને હંમેશા અવગણવામાં આવતી. આખરે કંટાળીને ધૈર્યા એકવાર આની ફરિયાદ વિજય પાસે લઈને ગઈ. "આ પાર્ટીમાં કેટલી હદ સુધીનાં ગેરકાનૂની કામ થાય છે એ તમને ખબર છે?!" ધૈર્યા ફરિયાદનાં સ્વરે બોલી."મિસ, ધૈર્યા મેઘવાલ તમારે રાજનીતિમાં ...વધુ વાંચો
સત્તાની ભૂખ - 3
"અરે હું સમજાવું જ છું પરંતુ તમે શાંત થઈ જાઓ" સીમા કરગરતાં બોલી."હાં તો સમજાવ આ નામર્દને તું.! આ વિદેશ નથી કે લોકો આવા નામર્દને એમનાં નેતા તરીકે ચૂંટશે.""હા...તો ભલે ને હું ગે હોઉં તો શું થયું...! ભ્રષ્ટાચારી કરતાં તો ગે હોવા પર મને ગર્વ છે, અને હું શું કરું મેં જાતે આ પસંદ નથી કર્યું. જેમ તમે એક પુરુષ છો એમાં તમારો કોઈ જ હાથ નથી એમ મારા ગે હોવામાં મારો પણ કોઈ જ વાંક નથી." સક્ષમ રડમસ અવાજે બોલ્યો."અરે ઓ...આ શું તે છોકરીની જેમ રડવાનું ચાલું કર્યું છે હે...આ દેશમાં એક મહિલાને શાસન સોંપતા પ્રજા સો વખત ...વધુ વાંચો