"એય તે મારા ફળિયામાં પગ કેમનો મુક્યો???" એક સ્ત્રી સખત ગુસ્સામાં બોલી. "બેન હું ફક્ત ઘરનો કચરો લેવા આવ્યો હતો. બીજું કંઈ જ નહીં" સામેવાળો ભાઈ આ બાઈનું પ્રચંડ સ્વરૂપ જોઈ બોલ્યો. "મને પૂછ્યું તે? અહીં આવતા પહેલા? નીકળ અહીંથી. જ્યારે પણ કચરો લેવા આવે ત્યારે મને બુમ પાડવાની. હું જ આવીશ. એ સિવાય મારા ફળિયામાં પગ મૂક્યો તો પગ તોડી નાંખીશ. યાદ રાખજે." એ બાઈ પોતાની લાલ આંખો કરી ચેતવણીના સ્વરૂપમાં બોલી.

Full Novel

1

માનવસ્વભાવ - 1 - એકલતા

"એય તે મારા ફળિયામાં પગ કેમનો મુક્યો???" એક સ્ત્રી સખત ગુસ્સામાં બોલી. "બેન હું ફક્ત ઘરનો કચરો લેવા આવ્યો બીજું કંઈ જ નહીં" સામેવાળો ભાઈ આ બાઈનું પ્રચંડ સ્વરૂપ જોઈ બોલ્યો. "મને પૂછ્યું તે? અહીં આવતા પહેલા? નીકળ અહીંથી. જ્યારે પણ કચરો લેવા આવે ત્યારે મને બુમ પાડવાની. હું જ આવીશ. એ સિવાય મારા ફળિયામાં પગ મૂક્યો તો પગ તોડી નાંખીશ. યાદ રાખજે." એ બાઈ પોતાની લાલ આંખો કરી ચેતવણીના સ્વરૂપમાં બોલી. એ ભાઈ ત્યાંથી અપમાનિત થઈ આસપાસ ઉભેલા લોકોની દયામણી નજર સાથે ત્યાંથી નીકળી ગયો. એની આસપાસ ઉભેલા બધા જ લોકો આ બાઈના સ્વભાવથી પરિચિત હતા. કોઈ એની ...વધુ વાંચો

2

માનવસ્વભાવ - 2 - સ્વભાવ

સીમા એના ઘરમાં ખૂબ ભણેલી છોકરી હતી, એ જેટલું ભણી હતી એના ઘરમાં કદાચ જ કોઈ આગળ આવ્યું હશે. ફિલ્ડમાં એન્જીનીયરીંગ કર્યા બાદ એણે પોતાનું માસ્ટર્સ કર્યું. એ પછી તો એને ઘણા જોબના ઓફર આવવા લાગ્યા. એના પરિવાર કે કુટુંબના સભ્યોમાંથી માંડ અમુક જ ગ્રેજ્યુએશન સુધી પહોંચ્યા હતા. બધી રીતે સુયોગ્ય અને સુમેળ ધરાવતી સીમા માત્ર એક જ બાબતે અયોગ્ય હતી. જે વસ્તુ એના બધા જ ગુણો પર એક લાંછન લગાવતી હતી. ઘણા બધા સંબંધો એના માટે આવ્યા પણ એનું વર્તન હંમેશા બહાર આવી જ જતું. અને એ જ પળે એનો સબંધ તૂટી જતો. સીમા પણ એમ હાર માની ...વધુ વાંચો

3

માનવસ્વભાવ - 3 - ઈર્ષ્યા

"પપ્પા આ મમ્મીને સમજાવોને, આખો દિવસ મને બાજુવાળા સ્વપ્નીલના માર્ક્સ બતાવ્યા કરે છે. હું કઈ પણ કહું તો સમજતી નથી." 20 વર્ષની ત્રિશા આવીને એના પપ્પા પાસે એની મમ્મીની ફરિયાદ કરવા લાગી. સોહનભાઈ આમ તો સમજદાર માણસ હતા, અને કોઈને પણ સમજાવી શકતા હતા. જીવનવીમાંના એજન્ટ હોઈ આ કાબેલિયત એમનામાં ખૂબ સારી રીતે ઉતરી આવી હતી. પણ પોતાની પત્ની સામે એમનું કંઈ જ ચાલતું નહતું. એમ કહો તો ચાલે. "બેટા ખબર તો છે. તારી મમ્મી આગળ હું કંઈ પણ બોલું. તો મને જ ખખડાવી નાંખે છે. એને સમજાવવાનો કોઈ જ મતલબ નથી. તું જ સમજી જા. આ વાતોને મન ...વધુ વાંચો

4

માનવસ્વભાવ - 4 - મોહ

તારી દુરીઓએ કંઈક નવું શીખવાડ્યું મને, મારી જ નજીક એ લઈ ગઈ મને.... આશિષ અને શ્વેતા. એકબીજા વગર અધૂરા. પ્રથમ વર્ષે જ જી.એલ.એસ. કોલેજમાં બંને મળ્યા. અને બંને વચ્ચે દોસ્તી થઈ. શરૂઆતમાં તો બંને જણા બધા જ લેક્ચરસ અટેન્ડ કરતા. પણ ધીમે-ધીમે દોસ્તોનો સાથ મળતા અને એક કોમન ગ્રૂપ થતા એ લોકો લેક્ચરમાં બન્ક મારવા લાગ્યા. ત્યારબાદ તો સામેના પ્રખ્યાત બગીચામાં બેસવા લાગ્યા. અને એ પછી તો રિવરફ્રન્ટ, થિયેટર્સ, મોલ અમદાવાદની કોઈ જગ્યા ફરવા માટે બાકી ન રાખી. એમના ગ્રૂપમાં ધીમે-ધીમે બધા જ કપલ(કોલેજમાં ટાઈમપાસવાળા લવરિયા) બનવા લાગ્યા. છેલ્લે બચ્યા માત્ર આશિષ અને શ્વેતા. એ બંને આમ તો દોસ્ત ...વધુ વાંચો

5

માનવસ્વભાવ - 5 - લોભ

આજના છાપામાં બધે જ એન.એમ. ગ્રુપની ચર્ચા હતી. સવારથી જ એના 70% શેર હોલ્ડર નરેન મહેતા વિશે જાતજાતની હકીકતો આવી હતી. માત્ર ગુજરાતી વર્તમાન પત્રો જ કેમ? નેશનલ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ પેપરમાં પણ આ જ ખબરો છવાઈ હતી. કોઈ જે નરેન મહેતાને જાણતું નહતું. તે પણ એને સારી રીતે ઓળખી ગયું હતું. નરેન મહેતા - એન.એમ. ગ્રુપનો ફાઉન્ડર અને ચેરમેન. કંપની સ્થાપે 10 વર્ષથી ઓછો સમય થયો હતો, તેમ છતાં એની કંપની આસમાને હતી, કોઈ એની સામે બોલવાની હિંમત કરી શકતું નહિ. એની કંપની પ્લાસ્ટિક દાણા બનાવતી કંપની હતી. બાપ-દાદાની જાયદાદ તો હતી જ. પેઢીઓથી એ લોકો હીરાઉધોગ ...વધુ વાંચો

6

માનવસ્વભાવ - 6 - દેખાડો

મણિનગર વિસ્તારના સ્કાય વ્યુ બિલ્ડીંગસમાં આજ સવારથી જ ખૂબ ભીડ જામેલી હતી. આસપાસની સોસાયટીના લોકો પણ અહીં જ જમા હતા. એવામાં અચાનક પોલીસની ગાડી સાયરન વગાડતી આવીને ઉભી રહી. એક પી.આઈ. ગાડીમાંથી બહાર ઉતર્યો. સાથે ત્રણ કોન્સ્ટેબલ પણ ઉતર્યા. બિલ્ડીંગમાં અંદર જઈ લિફ્ટ બોલાવવા માટે બટન પ્રેસ કર્યું. લિફ્ટનો દરવાજો જેવો ખુલ્યો કે પી.આઈ. વોરા સાહેબ અને 2 કોન્સ્ટેબલ અંદર ગયા. ત્રીજો નીચે રોકાઈને ભીડને કાબુમાં રાખવાના પ્રયત્નો કરવા લાગ્યો. લિફ્ટમાં એમણે 8માં માળનું બટન દબાવ્યું. લગભગ 1 મિનિટ પછી એ સૌ 8માં માળ પર હતા. લિફ્ટનો દરવાજો ખોલી એ ડાબી સાઇડ પર આવેલ મકાનમાં ગયા. ઘટના સ્થળ પર ...વધુ વાંચો

7

માનવસ્વભાવ - 7 - માનવવૃત્તિ

"શ્વેતા મને લાગે છે કે કોઈ આપણો પીછો કરી રહ્યું છે." શ્વેતાની પાછળ ચાલી રહેલી એક છોકરી બોલી. "હા પણ એવું જ લાગે છે.' બીજી છોકરીએ ચિંતાના સ્વરમાં કહ્યું. સૌથી આગળ ચાલતી શ્વેતાએ તરત એક વાત એકદમ ધીમા અવાજે બોલી, "મને ખ્યાલ છે. તમે બંને બસ ચાલતા રહો. આપણે બસ પહોંચવાના જ છીએ." કદાચ એમની સાથે રહેલ બેગને કારણે ચાલવાનું મુશ્કેલ બની રહ્યું હતું. આ ગડમથલ ચાલતી જ હતી કે એટલામાં સૌથી આગળ ચાલતી શ્વેતાના ગળા પર એક હાથ પાછળથી વીંટળાઈ ગયો. એના ચાલતા કદમો ત્યાં જ રોકાઈ ગયા. કોણ છે? એ જોવા માટે એક તીરછી નજર કરી. એક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો