થોડીરમૂજ - ક્યુંકી હસબન્ડ ભી કભી હબી થા

(30)
  • 9.3k
  • 0
  • 2.9k

આ વાર્તા નું શીર્ષક વાંચીને તમને ચોક્કસ એક પ્રખ્યાત ટી.વી. સીરીયલની યાદ આવી હશે. પરંતુ આ માત્ર સંજોગ જ છે જેનાથી આગળની વાર્તાને નહાવા-નીચોવાનો પણ સબંધ નથી. એટલે ધરાર આવું નહીં માની લેતા કે હું એક ને એક પાત્રને 10 વખત પરણાવીશ કે મરી ગયા પછી પણ કોઈને મારી-મચોડીને પણ જીવતા કરીશ. ના, મારો આવો કોઈ જ ઈરાદો નથી. હા, કદાચ એક ને એક ડાયલોગ બે ત્રણ વાર લખી કાઢીશ કે જેથી સીરીયસ સીન માં જરાક ફ્લેશબેકની જેવી અસર લાગે... તો હવે હું તમારી તુલસી તમને આગળની વાર્તા વાંચવા શાંતિનિકેતન માં ઢસડી રહ્યો છું. (ઘરનું નામ પણ સંજોગ માત્ર જ છે ભલામાણસ, હું કોપી ન કરુ) જે લોકોને હજુ પણ સાસ બહુ વાડી ફીલીંગ લેવી હોય તો પોત-પોતાના મનમાં સંગીત ગણગણવું... આ માત્રુભારતી વાળા હજુ એવી ફેસીલીટી નથી આપતા... તો ફોલોવ મી... ટનન..નન... ટન... ટનનનન..ટનનન..નન...

નવા એપિસોડ્સ : : Every Thursday

1

થોડીરમૂજ - ક્યુંકી હસબન્ડ ભી કભી હબી થા - 1

#થોડીરમૂજ ક્યુંકી હસબન્ડ ભી કભી હબી થા આ વાર્તા નું શીર્ષક વાંચીને તમને ચોક્કસ એક પ્રખ્યાત ટી.વી. સીરીયલની યાદ હશે. પરંતુ આ માત્ર સંજોગ જ છે જેનાથી આગળની વાર્તાને નહાવા-નીચોવાનો પણ સબંધ નથી. એટલે ધરાર આવું નહીં માની લેતા કે હું એક ને એક પાત્રને 10 વખત પરણાવીશ કે મરી ગયા પછી પણ કોઈને મારી-મચોડીને પણ જીવતા કરીશ. ના, મારો આવો કોઈ જ ઈરાદો નથી. હા, કદાચ એક ને એક ડાયલોગ બે ત્રણ વાર લખી કાઢીશ કે જેથી સીરીયસ સીન માં જરાક ફ્લેશબેકની જેવી અસર લાગે... તો હવે હું તમારી તુલસી તમને આગળની વાર્તા વાંચવા શાંતિનિકેતન માં ઢસડી રહ્યો ...વધુ વાંચો

2

થોડીરમૂજ - ક્યુંકી હસબન્ડ ભી કભી હબી થા - 2

#થોડીરમૂજ ક્યુંકી હસબન્ડ ભી કભી હબી થા Episode 2 The Dream Date 14 ફેબ્રુઆરી 2020, વેલેન્ટાઈન ડે, તમને તો જ હશે કે આ દિવસે આપણા દેશમાં પ્રેમની નદીઓ વહે નદીઓ અને એ નદીમાં કુંવારી માછલીઓ અને વાંઢા માછલાઓ હોંશે હોંશે તરવા લાગે પણ આજકાલ હવે તે દિવસે મગર પણ ફરતા જોવા મળે છે. (બજરંગ દળ વાળાઓ માતૃભારતી પર હોય ખરા? નહીતો આ વાક્ય જરાક બદલી કાઢું) . વિદેશમાં તો ક્યારેય આ દિવસનો કોઈ ખાસ પ્રભાવ જોવા નથી મળ્યો પણ આપણા દેશમાં હલકફાડુદાઓ જાણે આજના દિવસે કોઈને ફ્રેંડશીપ બેલ્ટ નહિ બાંધે તો વાંઢા જ સ્વર્ગ સિધવાના હોય એ રીતે દોડમદોડ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો