અમદાવાદ એ ગુજરાત રાજ્યનું મોટું ઔદ્યોગિક અને હરણફાળ વિકસતું ધમધમતું શહેર છે. અગાઉના સમયમાંઅમદાવાદને “કાપડનું માન્ચેસ્ટર શહેર’ (મીલોની નગરી)’ તરીકે ઓળખવામાં આવતું હતું. હાલની પરિસ્થિતિ કંઇક અલગ છે. પરંતુ વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો અમદાવાદનો વિકાસ ચારે બાજુ કૂદકે અને ભૂસકે સિમેન્ટ કોન્ક્રીટની ગગનચુંબી ઇમારતોથી ચારે બાજુ વિકાસનું વાવાઝોડું આવેલહોય તેમ વિકસી રહેલ છે. આજથી દસ વર્ષ અગાઉ સી.જી.રોડ અમદાવદની રોનક હતી તેનું સ્થાન આજના આ યુગમાં અમદાવાદના એસ.જી.હાઈવેલીધેલ છે. અને આ હાઇવે ઉપર વધુમાં વધુ રીતે રહેઠાણ તેમજ ધંધા-રોજગાર તરીકે અગણિત વિકાસ થઈ રહેલ છે. આ હાઈવે પર મોટી મોટી કંપનીની રજીસ્ટર ઓફિસો તેમજ મોટી મોટી કંપનીઓના શોરૂમ ફાઇવ સ્ટાર હોટેલોથી આ વિસ્તાર ધમધમતો થયેલ છે. તેમ જો કહેવામાં આવે તો અજુગતું નથી.

Full Novel

1

સંસ્કાર - ૧

સંસ્કાર-પ્રકરણ-૧ અમદાવાદ એ ગુજરાત રાજ્યનું મોટું ઔદ્યોગિક અને હરણફાળ વિકસતું ધમધમતું શહેર છે. અગાઉના સમયમાંઅમદાવાદને “કાપડનું માન્ચેસ્ટર (મીલોની નગરી)’ તરીકે ઓળખવામાં આવતું હતું. હાલની પરિસ્થિતિ કંઇક અલગ છે. પરંતુ વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો અમદાવાદનો વિકાસ ચારે બાજુ કૂદકે અને ભૂસકે સિમેન્ટ કોન્ક્રીટની ગગનચુંબી ઇમારતોથી ચારે બાજુ વિકાસનું વાવાઝોડું આવેલહોય તેમ વિકસી રહેલ છે. આજથી દસ વર્ષ અગાઉ સી.જી.રોડ અમદાવદની રોનક હતી તેનું સ્થાન આજના આ યુગમાં અમદાવાદના એસ.જી.હાઈવેલીધેલ છે. અને આ હાઇવે ઉપર વધુમાં વધુ રીતે રહેઠાણ તેમજ ધંધા-રોજગાર તરીકે અગણિત વિકાસ થઈ રહેલ છે. આ હાઈવે પર મોટી મોટી કંપનીની રજીસ્ટર ઓફિસો તેમજ મોટી મોટી કંપનીઓના શોરૂમ ફાઇવ સ્ટાર હોટેલોથી આ વિસ્તાર ધમધમતો થયેલ છે. તેમ જો કહેવામાં આવે તો અજુગતું નથી. આ હાઈવે પર બન્ને બાજુ મોટા મોટા બિલ્ડિંગો ની કોર્પોરેટ ઓફિસો, ઓટોમોબાઇલ શોરૂમ, થ્રી સ્ટાર ...વધુ વાંચો

2

સંસ્કાર - ૨

સંસ્કાર-પ્રકરણ-૨થોડીવારમાં જે ટોળું આગળ જઈ પરત આવેલ હતું તે ટોળું પાછું ચાલી ગયું હતું. ટોળાંના થી ભાગી રહેલ યુવતી ઠંડી તેમજ માનસિક થાકથી થાકી ગયેલ હતી. જેથી સુવાની સાથે તેની આંખ પણ મળવા લાગી અને શાંતિથી નચિંત પણે બાજુવાળી વ્યકિતના સહારાથી સુઈ ગયેલ હતી. આ દરમિયાન જ જે વ્યક્તિ બાજુમાં સુઇ રહેલ હતી, તેણે થોડો સળવળાટ કર્યો આથી યુવતી સાવધાન થઈ ગઈ. પરંતુ આ શું ! પેલી જે વ્યક્તિ સુધી રહેલ હતી તે વ્યક્તિએ તેનો ધાવળો તેને ઓઢાડી રહી હતી. એટલે તે બિલકુલ ડર વગર સૂઈ રહી. વધુ પ્રમાણનો થાક, કડકડતી શિયાળાની ઠંડી અને બાજુમાં જે વ્યક્તિ સૂઈ રહેલ તેની ગરમ હૂંફને કારણે નિર્ભય બની સૂઈ રહેલ હતી. આમને આમ રાત્રી નો અંત આવ્યો. સવારની ખુશનુમાની શરૂઆત થઈ. મારી આંખ ખુલતા મારી બાજુમાં જે વ્યક્તિ સૂઈ ગયેલી હતી, આ વ્યક્તિ એના ગણવેશ ઉપરથી ...વધુ વાંચો

3

સંસ્કાર - ૩

સંસ્કાર-પ્રકરણ-૩એ જ નવયુવાન હતો જેણે વર્ષો અગાઉ એસ.જી હાઇવે પર યુવક-યુવતી ભેગા થયેલ હતા અને યુવતી પત્ર લખી નોટ મૂકી જતી રહી હતી. આફ્રિકન યુવાને તે પત્રો વાંચ્યા બાદ દોટ મૂકીને શોરૂમની માલિકણ પાસે પહોંચી ગયો. અને તેમના હાથમાં તે પત્ર આપી દીધો. શોરૂમની માલિકણે પત્ર વાંચ્યા બાદ ભારતીય યુવાનને પોતાની પાસે બોલાવ્યો. તેના ચહેરા પર હરખનો આનંદ હતો. આંખમાં હર્ષની અશ્રુધારા વહી રહેલા હતી. તે માલીકણે યુવાનને છાતી સરસો ચાંપી દીધો. આ બધું શું થઈ રહેલ છે, તે યુવાન સમજી શક્યો ન હતો. અને તેણે તાત્કાલિક આ બાબતે વધુ પુછપરછ પણ ન કરી. અંતે આ યુવાનને શોરૂમની માલિકણ પોતે પોતાની કારમાં બેસાડી ક્યાંક લઈ જવા નીકળી. અડધા કલાકની મુસાફરીના અંતે તે કાર એક મોટા આલીશાન મકાનના ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો