પ્રકૃતિમાં રહેલ સ્ત્રી અને પુરુષ.

(23)
  • 27.2k
  • 1
  • 9.9k

આ દુનિયામાં રહેવાનો હક એકલો માનવીનો જ નથી. તે એકલો માણસ જ નથી રહેતો પણ બીજા ઘણા જીવો પણ અહીં વસવાટ કરે છે .. માનવીની સાથે અહીં પ્રાણીઓ છે.... જાત જાતના પક્ષીઓ છે ....તેમજ સુંદર ફૂલો છે.... વનસ્પતિઓ છે...‌ પ્રકૃતિ ને આ પાંચ મહાભૂતો માંથી બનેલ માનવીને પ્રકૃતિ આકર્ષે છે . માનવીને કુદરતની ખુલ્લી વિશાળતા અને વિશુદ્ધ સુંદરતા , શાંતિ, આરામ પ્રાપ્ત થાય છે એ અન્યત્ર ક્યાંય પ્રાપ્ત નથી કરી શકતો. પ્રકૃતિની ભુલભુલામણીમાં ભલભલા ફસાયા છે અને તોય પ્રકૃતિ વિશે જાણી નથી શકાયું. પ્રકૃતિ નો એક અર્થ "કુદરત ." બીજો અર્થ એટલે" સ્વભાવ ." કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ

Full Novel

1

પ્રકૃતિમાં રહેલ સ્ત્રી અને પુરુષ. - 1

આ દુનિયામાં રહેવાનો હક એકલો માનવીનો જ નથી. તે એકલો માણસ જ નથી રહેતો પણ બીજા ઘણા જીવો અહીં વસવાટ કરે છે .. માનવીની સાથે અહીં પ્રાણીઓ છે.... જાત જાતના પક્ષીઓ છે ....તેમજ સુંદર ફૂલો છે.... વનસ્પતિઓ છે...‌ પ્રકૃતિ ને આ પાંચ મહાભૂતો માંથી બનેલ માનવીને પ્રકૃતિ આકર્ષે છે . માનવીને કુદરતની ખુલ્લી વિશાળતા અને વિશુદ્ધ સુંદરતા , શાંતિ, આરામ પ્રાપ્ત થાય છે એ અન્યત્ર ક્યાંય પ્રાપ્ત નથી કરી શકતો. પ્રકૃતિની ભુલભુલામણીમાં ભલભલા ફસાયા છે અને તોય પ્રકૃતિ વિશે જાણી નથી શકાયું. પ્રકૃતિ નો એક અર્થ "કુદરત ." બીજો અર્થ એટલે" સ્વભાવ ." કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ ...વધુ વાંચો

2

પ્રકૃતિમાં રહેલ સ્ત્રી અને પુરુષ. - 2 - સ્ત્રી ની પ્રમાણિકતા..

સોએ સો ટકા પ્રામાણિક હોય એવી વ્યક્તિ જગતમાં ભાગ્યે જ જડે. આવામાં, આજના દિવસે આપણે મહિલાઓએ શાંતિપૂર્વક એ વિચારવું કે ઓનેસ્ટ બનવું સ્ત્રીઓ માટે થોડું વધારે અઘરું શા માટે છે? કોઇ જૂઠું બોલે ત્યારે મને સૌથી વધારે ગુસ્સો આવે છે… ખોટું કરનાર માણસથી મને સૌથી વધારે નફરત છે… હું બધું જ ચલાવી લઉ, પરંતુ ચીટિંગ તો હરગિઝ નહીં… આવું કહેનાર અનેક સ્ત્રીઓ આપણી આજુબાજુ છે. નિખાલસતા, પારર્દિશતા અને પ્રમાણિકતા સામી વ્યક્તિ અપનાવે ત્યારે એ ખૂબ વહાલી લાગે. પરંતુ ખુદને અપનાવવાની આવે ત્યારે મોતિયા મરી જાય. સ્ત્રીઓ કોઇ ચોક્કસ હેતુ, ખુદનો બચાવ, અન્યનો બચાવ, ઝઘડો ટાળવો કે બદલો લેવો ...વધુ વાંચો

3

પ્રકૃતિમાં રહેલ સ્ત્રી અને પુરુષ. - 3 - પુરુષ એટલે કોણ?

પુરુષો વિશે પુરુષો દ્વારા ઘણું લખાયુ છે. પણ જ્યારે એક સ્ત્રી પુરુષ વિશે લખે ત્યારે તે વાસ્તવિકતા ની વધુ હોય છે. પુરુષ એટલે કોણ ? એની વ્યાખ્યા કે જવાબ દરેક સ્ત્રી પાસે અલગ-અલગ જ હોવાનો. આપણા દેશમાં અને સમાજમાં જે જીવનચક્ર છે એમાં પુરુષ પુરુષાતનથી છલોછલ હોય, પૂછવામાં આવે એટલું જ કહેતો હોય અને મુશ્કેલીઓને મનમાં ભરી રાખવાની ક્ષમતા ધરાવતો હોય એ પુરુષ સર્વશ્રેષ્ઠ છે. જો કે, વ્યક્તિ-વ્યક્તિએ, પતિ-પત્નીઓમાં ફરક હોય અને વળી, સ્થળ-સમય-સંજોગોની ભાગ ભજવણીના કારણે પણ દરેક પુરુષ પોતપોતાની વેદના-સંવેદનાઓ, લાગણીઓ અને સ્વભાવથી અલગ-અલગ હોઈ શકે છે. એમાં કોઈ જ પુરુષ ખરાબ કે ખોટો નથી. એ પણ એટલું ...વધુ વાંચો

4

પ્રકૃતિમાં રહેલ સ્ત્રી અને પુરુષ. - 4

મહિલાઓ કેમ સમજાતી નથી? પુરુષોના વ્યક્તિગત અનુભવોમાં સતત કહેવાતું આવ્યું છે કે સ્ત્રીઓને જોઈએ છે શું એ જ સમજાતું. સ્ત્રીઓ માટે પ્રવર્તેલી આવી માન્યતાઓમાં ખરેખર કોઈ વજૂદ છ? મહિલાઓ વિશે પુષ્કળ લખાયું છે અને પુષ્કળ લખાતું રહેવાનું છે, કારણ કે સ્ત્રીમાં પુરુષોને જેટલો રસ છે એટલો જ સ્ત્રીઓને પોતાને પણ છે. મહિલાઓની બાબતમાં એક વાત હંમેશાં અને સતત કહેવામાં આવતી રહી છે કે સ્ત્રીઓને સમજવી ખૂબ અઘરી છે. ખરેખર? શું સ્ત્રીઓ કૉમ્પ્લીકેટેડ હોય છે? કદાચ એટલે જ મહિલાઓને જોઈએ છે શું એ વાત પર ફોકસ કરીને અઢળક રિસર્ચ અત્યાર સુધીમાં થયાં છે જેમાં મહિલાઓના શરીરમાં આવતાં પરિવર્તનો, મહિલાઓને બાળપણથી ...વધુ વાંચો

5

પ્રકૃતિમાં રહેલ સ્ત્રી અને પુરુષ. - 5

મોટાભાગના એવું માનતા હોય છે કે સ્ત્રીઓ ડરપોક નબળા મનની હોય છે પરંતુ મનોવૈજ્ઞાનિકો ના અભ્યાસ અને વાસ્તવિક આંકડા તો સ્ત્રીને સરખામણીમાં પુરુષ લાચાર અને નબળાં હોય છે.પુરુષ પોતાને નબળો છે એમ તેને તે સંમત થતો નથી પણ જ્યારે આત્મહત્યાના આંકડા જોઈએ ત્યારે ખબર પડે છે કે સ્ત્રીઓની સરખામણીમાં તેમનો આંકડો વધારે છે.7:3 આંકડા પરથી એવું કહી શકાય કે મુશ્કેલ પરિસ્થિતિમાં સ્ત્રીઓ તેનો સામનો કરી લેવામાં સક્ષમ હોય છે પણ તેમની સરખામણીમાં પુરુષ નથી હોતો.તેની સેલ્ફડીફેનિઝમ સિસ્ટમ ખૂબ જ નબળી હોય છે તેના કારણે તે જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે પુરુષ ને પુરુષ હોવાનો અહકારમાં જ તે તૂટી ...વધુ વાંચો

6

પ્રકૃતિમાં રહેલ સ્ત્રી અને પુરુષ. - 6

સૃષ્ટિમાં પ્રત્યેક વસ્તુ સજોડ દીઠામાં આવે છે. ઉદ્‌ભિજવર્ગ, પશુવર્ગ, મનુષ્યવર્ગ એ સર્વેમાં સ્ત્રી અને પુરુષ એવી જોડી જણાય છે. જાતની વિજાતીય સૃષ્ટિ રચવાનો મુખ્ય હેતુ મંડલની વૃદ્ધિ સિવાય બીજો જણાતો નથી. સ્ત્રી એ પોષકશક્તિનું સ્વરૂપ છે.પુરુષ ઉત્પાદકશક્તિનું સ્વરૂપ છે. બન્નેના યોગ વિના સૃષ્ટિકાર્ય સંભવતું નથી. વળી ઈશ્વર પોતે પણ એ શક્તિ વિના જગત રચી શકતો નથી. શાસ્ત્રમાં પ્રકૃતિ અને પુરુષ,માયા ને પરમાત્મા, વગેરે આ બે શક્તિનાં. તેઓ પરમાર્થદ્રષ્ટિથી એક છતાં પણ, ઘણાં ઘણાં ભિન્ન રૂપ માનેલાં છે. આ બે શક્તિઓ એક એકને પોતાનું કાર્ય કરવાને એટલી બધી અગત્યની છે કે એક વિના બીજી કેવલ નિરુપયોગી થઈ પડે તેમ છે.આ બન્ને શક્તિઓ આમ એક એકને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો