હેય, આઈ એમ ઇન યોર સીટી !!

(26)
  • 18.6k
  • 3
  • 5.7k

“તું મારી વાત સમજતો કેમ નથી ? મારે માટે તું સાથે હોય તે મહત્વનું છે અજય “ “રેવા, મને ખબર છે પણ તેમાં સમજવાનું તારે જ છે.” અજય એક ટીપીકલ હસબન્ડની જેમ વાત કરતો જોઈ રેવા આગળ કઈ ન બોલી. “અને મમ્મી પપ્પા તો છે જ ને રેવા, પછી તું કેમ આવી જીદ કરે છે” “મમ્મી પપ્પા છે એટલે જ ને, બાકી તો હું એકલી હોવ તો ઈશા ને બોલાવી લઉં કે તેને ત્યાં રેહવા જતી રહું. પણ મમ્મી પપ્પા હોય એટલે હું આવું કઈ ન કરી શકું. અને તું હોય તો હું મારી રીતે રહી પણ શકું, પણ જયારે

Full Novel

1

હેય, આઈ એમ ઇન યોર સીટી!! ભાગ -1

“તું મારી વાત સમજતો કેમ નથી ? મારે માટે તું સાથે હોય તે મહત્વનું છે અજય “ “રેવા, મને છે પણ તેમાં સમજવાનું તારે જ છે.” અજય એક ટીપીકલ હસબન્ડની જેમ વાત કરતો જોઈ રેવા આગળ કઈ ન બોલી. “અને મમ્મી પપ્પા તો છે જ ને રેવા, પછી તું કેમ આવી જીદ કરે છે” “મમ્મી પપ્પા છે એટલે જ ને, બાકી તો હું એકલી હોવ તો ઈશા ને બોલાવી લઉં કે તેને ત્યાં રેહવા જતી રહું. પણ મમ્મી પપ્પા હોય એટલે હું આવું કઈ ન કરી શકું. અને તું હોય તો હું મારી રીતે રહી પણ શકું, પણ જયારે ...વધુ વાંચો

2

હેય, આઈ એમ ઇન યોર સીટી!! ભાગ -2

“આદિ, મને હમેશા તારું નામ ગમ્યુ છે.” રેવા બોલી “અને મને તું ગુસ્સો કરે તે બહુ ગમે છે રેવા. સારી વાતો તો બધાને ગમતી હશે પણ તારામાં રહેલી ખરાબ વાતો પણ મને ગમે છે” “ઓ હલ્લો મારામાં કોઈ નેગેટીવ પોઈન્ટ નથી ઓકે?” રેવા હસતી હસતી બોલી. આદિત્ય સાથે પેહલી મુલાકાત પછી લગભગ 4 મહિના થયા હશે. તે બંને ફુરસતના સમય પર વાતો કરતા. આદિત્ય સાથે વાત કરવાથી રેવાને સારું લાગતું. એકવાર રેવાની તબિયત ખરાબ થઇ ગઈ તો થોડા દિવસ સુધી તે વાત ન કરી શકી. ફોનમાં આદિત્યના મેસેજનો ઢગલો હતો. રેવા એ ફોન કર્યો , એક જ રિંગમાં આદિત્ય ...વધુ વાંચો

3

હેય, આઈ એમ ઇન યોર સીટી ભાગ ૩ - છેલ્લો ભાગ

અજયને પોતાની ભૂલ સમજાઈ. તે બોલ્યો , “અરે રેવા હું તો મજાક કરું છુ. ચાલ જમવાનું તો પીરસ ભૂખ છે.તારા મિત્રને ભૂખ્યા રાખવાના છે કે શું ?“ એમ કહી તે અંદર જતો રહ્યો. તે નક્કી ન કરી શક્યો કે તેને શું થઇ ગયું અચાનક રેવા માટે આવો ખ્યાલ મનમાં કેવી રીતે આવી ગયો! બધા જમવા બેઠા આદિત્ય પેહલીવાર આવ્યો હોવાથી રેવાએ તેને ખુબ આગ્રહ કરીને જમાડ્યો. અજય ખબર નહિ ખુદને રેવાથી દુર થઇ ગયો એવું સમજવા લાગ્યો. એક વિચિત્ર પ્રકારની ન કેહવાય અને ન સેહવાય જેવી લાગણી તેને ઘેરી વળી. તે બહારથી સ્વસ્થ રેહવાનો પ્રયત્ન કરતો રહ્યો. તેને આજે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો