સવારનો સૂર્ય બાલ્કનીમાંથી ડોકિયું કરી પોતાના કિરણોને અદિતીના ચહેરા પર પ્રસરાવવા લાગ્યો અને અદિતિ આળસ મરડીને ઉભી થઈ. સામેની દીવાલ તરફ નજર કરી જોયું તો ઘડિયાળમાં આઠ વાગી ગયા હતા. તે ઝડપથી આળસ મરડી ઊભી થઈ અને કબાટમાં થી કપડાં લઈ બાથરૂમ તરફ જવા લાગી. અચાનક !એને યાદ આવ્યું અરે, આજે તો રવિવાર છે? તે ફરી કપડાં પથારીમાં નાખી ધબ દઈને બેસી ગઈ અને બાજુના ટેબલ પર થી મોબાઈલ ઉઠાવી નંબર ડાયલ કરી, કોઇ અદ્ભુત આનંદના અણસાર સાથે વાતચીત કરવા લાગી. હલો.. રેવા આજે રવિવાર છે, તું ક્યાંય જવાની છો? જો ના તો તું ઝડપથી તૈયાર થઈ મારી ઘરે આવ.

Full Novel

1

મનો-વ્યથા -૧

સવારનો સૂર્ય બાલ્કનીમાંથી ડોકિયું કરી પોતાના કિરણોને અદિતીના ચહેરા પર પ્રસરાવવા લાગ્યો અને અદિતિ આળસ મરડીને ઉભી થઈ. સામેની તરફ નજર કરી જોયું તો ઘડિયાળમાં આઠ વાગી ગયા હતા. તે ઝડપથી આળસ મરડી ઊભી થઈ અને કબાટમાં થી કપડાં લઈ બાથરૂમ તરફ જવા લાગી. અચાનક !એને યાદ આવ્યું અરે, આજે તો રવિવાર છે? તે ફરી કપડાં પથારીમાં નાખી ધબ દઈને બેસી ગઈ અને બાજુના ટેબલ પર થી મોબાઈલ ઉઠાવી નંબર ડાયલ કરી, કોઇ અદ્ભુત આનંદના અણસાર સાથે વાતચીત કરવા લાગી. હલો.. રેવા આજે રવિવાર છે, તું ક્યાંય જવાની છો? જો ના તો તું ઝડપથી તૈયાર થઈ મારી ઘરે આવ. ...વધુ વાંચો

2

મનો-વ્યથા - ૨

અદિતિ ફરી સાંજની પ્રતીક્ષામાં બેસી રહી કંઈ કેટલાય દિવસોથી તે પોતાનું સર્વસ્વ એવી બાળકીઓ થી પણ દૂર થતી જતી પણ વણસતા સંબંધને બચાવવાની ચિંતા હતી. જે એક પત્નીને પ્રાથમિકતા આપતી હતી પરંતુ, તેમાં ગૌણ માતૃત્વનું બલિદાન દેખાતું હતું. બંને બાળકીઓ હવે ચાર વર્ષની થઇ ગઇ હતી. અપૅણ એક રાતે ઘરે જ ના આવ્યો. બાળકીઓ અદિતિ પાસે આવી રોજની જેમ વાર્તા કરવાની જીદ કરવા લાગી. પરંતુ, અદિતિ નાં મનમાં ઊંડો વિષાદ હતો. તેણે વાર્તા કરવાની ના પાડી દીધી. બંને બાળકીઓ વીલુ મોં કરી પોતાની પથારીમાં જઈ સુવા લાગી. અદિતિ નું માતૃહૃદય આ સાખી ના શક્યું. તેણે, બન્ને બાળકીની પાસે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો