"કૈલાસ" એક શિખર,એક સ્ત્રી.

(10)
  • 21.7k
  • 1
  • 7.3k

કૈલાસ નામ સાંભળતા કે વાંચતા એક પ્રાકૃતિક સૌંદર્યનું ચિત્ર મનમાં ઉભું થઇ જાય.એકવીશ મી સદી ની શરૂઆત સુધી વડીલો બાળકોના નામ પણ સ્મરણ કરતા ભવ તરી જાય એવા રાખતા કેમકે કળિયુગ વિશેકહેવાણું જ છે નામ સ્મરણ થીજ ઉદ્ધાર થઇ જાય છે,કૈલાસ નામ સ્ત્રી જાતિ નું નામ છે, અને મહાદેવ ના નિવાસ નું પણ એજ નામ છે, એટલે બંનેમાં સમાનતા હોય તોજ એ નામ રાખવાનીવડીલોમાં સુજ-બુજ ભગવાને કંડારી હોય, જેના વિષે લખું છું એ કૈલાસ પણ આબેહૂબ શિખર સમાન જ વ્યક્તિત્વ ધરાવે છે, કૈલાસપર્વત ની જેમજ આબેહૂબ ગોરો વાન, પ્રકૃતિ ની જેમ સુંદરતા, સૂર્ય ના પહેલા કિરણો કૈલાસ ના શિખર પર પડતા જે સોના ની નમણાશઆવે એવીજ મુખ પર નમણી રેખાઓ,પર્વતની અંદર કેટલી આગ છે, કેટલી તેની વેદના છે તે એનેજ ખબર હોય અને તેની મહાનતા કે સ્વાર્થીપણું છોડતા તે અંદરજ દબાવીનેએનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલાવીને મળતા પૃથ્વી પરના જીવોને આનંદ ને ઉલ્લાસ આપે છે, તેવીજ રીતે કૈલાસ પણ તેના સપના તેનીઈચ્છા, આવડત પોતાનામાંજ દબાવીને તેના પરિવાર કે સમાજ ને ગમતા સારા-નરસા કામ કરી એનું જીવન સમર્પણ કરીને કૈલાસ શિખરજેવું ઉમદુ વ્યક્તિત્વ ઉભું કર્યું,મહેનતુ અને એની પોતાની આવડત છતાં સમાજ ના રૂઢિચુસ્ત કાયદાઓ ને રીતિ-રિવાજો સામે જજૂમવાની હિમ્મત કરવામાં લાગણી આડેમૂકી દેતી, જાણતી છતાં અજાણ થઈને એના સપનાઓ માં વિઘ્ન આવવા દેતી, ગાંડી ગીર ની અંદર પ્રકૃતિ ના ખોળા માં રહીને એકાંત નાસહારે પોતાનો સહારો ખુદ બનવાની કોસીસ માં વળગી રેતી, મન ઘણું મુંજાય છે,ધરા ની રીત-ભાત માં .વિહરવું છે એકલા ડગલે,માણસાઈ નો પંથ નડે છે.ભરોસો તું એકજ નારાયણ,મારા પગલાંને તું પંપાળજે.બનાવી તેજ પ્રકૃતિ ને મારી,એમાં ખુશ્બુ ને તુજ મહેકાવજે.મન ની મક્કમતામાં વિચારોના અમલમાં શબ્દો ની ઉણપ ને લીધે તે કોઈ સામે તેની વાતનો અમલ કરાવી ના શકતી અને એવી વ્યક્તિહોય જે અંદર ના ભાવ સમજીજ નથી શકવાની એનેતો શબ્દો પણ સમજાવવા ઓછાજ પડે, ગીર ના જંગલો, ત્યાંના કાચા મકાનો, રોટલોમોટો, મહેમાન ગતિ મોટી એટલેજ કાઠિયાવાડ વિશે લખાણુ છે'કોક દી કાઠિયાવાડ માં ભૂલો પડ ભગવાન,તારા એવા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલવું શામળા'પણ સમય જતા પરિવર્તન બધી બાબતોમાં આવે છે અને ગીર પણ એનાથી થોડી આઘી રે, સમાજ એના બધી બાબતોમાં પરિવર્તનસ્વીકારે, એની સુખ સવલત માટે બીજાની જિંદગી ની પ્રકૃતિ ખીલવવામાં સમાજ હંમેશા આંખ આડા કાન કરીને તેના જુના કુરિવાજો નુંઅમલ કરાવવામાં પરિવાર કે વ્યક્તિ ને ધકેલતો હોય છેજ, એટલેજ ગીર માં ઘણા એવા પરિવારોમાં કે સમાજ માં પાકા ખાલી મકાન જબન્યા છે, વિચારો ને રહેણી-કેની હજી કચીજ રાખી છે,કૈલાસ નું જીવન એની રહેણી-કેની, સમાજ ના રીતિરીવાજો ને ધ્યાન માં રાખીને એક સન્યાસી જેવું જીવન વિતાવવાનું મનમાં એક પ્રણપકડેલું એની ઉમર પ્રમાણે એની વિચારશક્તિ મોટી પણ કેવાય અને મજાક ભરી પણ કેવાય, કેમકે કળી માંથી ફૂલ બનવાની ઉમર માંસૌંદર્યતા અને કૌમાર્ય બંનેમાં મહત્વ નો ફેરફાર થતો હોય છે છતાં પણ આવા વિચારો કે એવું અનુસરવું એમાં સમાજ મહત્વ નો ભાગભજવતું હોય જ છે," જખમ હૈયાનો ક્યાં કોઈને દેખાય છે,કીડી નો ચટકો પણ ઘાતક દેખાય છે.વખત વિતાવ્યો હૈયાની હૈયા માં રાખીને,અહીતો મનનીજ માણસાઈ જોવાઈ જાય છે."કુદરત જાણીનેજ સ્ત્રી માં સહનશક્તિ અને બળ વધારે એટલેજ આપે છે, કૈલાસ ઘરકામ, ખેતીકામ કરવામાં પુરુષો ની સમોવડી હતી બસસ્વાતંત્રતા માં ને સહનશક્તિ માં સ્ત્રી રૂપ આડે આવી જતું, શહેરો માં મોટી થઈને પણ ગામડાની ગોડ માં એની જીવન શૈલી સાથેનાલગાવ એની પ્રકૃતિ ના દોહન ની ઈચ્છા માં ક્ષણ ભર પણ ખોટ આવવા નોતી દીધી...ક્રમશઃ...

નવા એપિસોડ્સ : : Every Friday

1

કૈલાસ એક શિખર, એક સ્ત્રી. - 1

કૈલાસ નામ સાંભળતા કે વાંચતા એક પ્રાકૃતિક સૌંદર્યનું ચિત્ર મનમાં ઉભું થઇ જાય.એકવીશ મી સદી ની શરૂઆત સુધી વડીલો નામ પણ સ્મરણ કરતા ભવ તરી જાય એવા રાખતા કેમકે કળિયુગ વિશેકહેવાણું જ છે નામ સ્મરણ થીજ ઉદ્ધાર થઇ જાય છે,કૈલાસ નામ સ્ત્રી જાતિ નું નામ છે, અને મહાદેવ ના નિવાસ નું પણ એજ નામ છે, એટલે બંનેમાં સમાનતા હોય તોજ એ નામ રાખવાનીવડીલોમાં સુજ-બુજ ભગવાને કંડારી હોય, જેના વિષે લખું છું એ કૈલાસ પણ આબેહૂબ શિખર સમાન જ વ્યક્તિત્વ ધરાવે છે, કૈલાસપર્વત ની જેમજ આબેહૂબ ગોરો વાન, પ્રકૃતિ ની જેમ સુંદરતા, સૂર્ય ના પહેલા કિરણો કૈલાસ ના શિખર પર પડતા જે સોના ની નમણાશઆવે એવીજ મુખ પર નમણી રેખાઓ,પર્વતની અંદર કેટલી આગ છે, કેટલી તેની વેદના છે તે એનેજ ખબર હોય અને તેની મહાનતા કે સ્વાર્થીપણું છોડતા તે અંદરજ દબાવીનેએનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલાવીને મળતા પૃથ્વી પરના જીવોને આનંદ ને ઉલ્લાસ આપે છે, તેવીજ રીતે કૈલાસ પણ તેના સપના તેનીઈચ્છા, આવડત પોતાનામાંજ દબાવીને તેના પરિવાર કે સમાજ ને ગમતા સારા-નરસા કામ કરી એનું જીવન સમર્પણ કરીને કૈલાસ શિખરજેવું ઉમદુ વ્યક્તિત્વ ઉભું કર્યું,મહેનતુ અને એની પોતાની આવડત છતાં સમાજ ના રૂઢિચુસ્ત કાયદાઓ ને રીતિ-રિવાજો સામે જજૂમવાની હિમ્મત કરવામાં લાગણી આડેમૂકી દેતી, જાણતી છતાં અજાણ થઈને એના સપનાઓ માં વિઘ્ન આવવા દેતી, ગાંડી ગીર ની અંદર પ્રકૃતિ ના ખોળા માં રહીને એકાંત નાસહારે પોતાનો સહારો ખુદ બનવાની કોસીસ માં વળગી રેતી, મન ઘણું મુંજાય છે,ધરા ની રીત-ભાત માં .વિહરવું છે એકલા ડગલે,માણસાઈ નો પંથ નડે છે.ભરોસો તું એકજ નારાયણ,મારા પગલાંને તું પંપાળજે.બનાવી તેજ પ્રકૃતિ ને મારી,એમાં ખુશ્બુ ને તુજ મહેકાવજે.મન ની મક્કમતામાં વિચારોના અમલમાં શબ્દો ની ઉણપ ને લીધે તે કોઈ સામે તેની વાતનો અમલ કરાવી ના શકતી અને એવી વ્યક્તિહોય જે અંદર ના ભાવ સમજીજ નથી શકવાની એનેતો શબ્દો પણ સમજાવવા ઓછાજ પડે, ગીર ના જંગલો, ત્યાંના કાચા મકાનો, રોટલોમોટો, મહેમાન ગતિ મોટી એટલેજ કાઠિયાવાડ વિશે લખાણુ છે'કોક દી કાઠિયાવાડ માં ભૂલો પડ ભગવાન,તારા એવા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલવું શામળા'પણ સમય જતા પરિવર્તન બધી બાબતોમાં આવે છે અને ગીર પણ એનાથી થોડી આઘી રે, સમાજ એના બધી બાબતોમાં પરિવર્તનસ્વીકારે, એની સુખ સવલત માટે બીજાની જિંદગી ની પ્રકૃતિ ખીલવવામાં સમાજ હંમેશા આંખ આડા કાન કરીને તેના જુના કુરિવાજો નુંઅમલ કરાવવામાં પરિવાર કે વ્યક્તિ ને ધકેલતો હોય છેજ, એટલેજ ગીર માં ઘણા એવા પરિવારોમાં કે સમાજ માં પાકા ખાલી મકાન જબન્યા છે, વિચારો ને રહેણી-કેની હજી કચીજ રાખી છે,કૈલાસ નું જીવન એની રહેણી-કેની, સમાજ ના રીતિરીવાજો ને ધ્યાન માં રાખીને એક સન્યાસી જેવું જીવન વિતાવવાનું મનમાં એક પ્રણપકડેલું એની ઉમર પ્રમાણે એની વિચારશક્તિ મોટી પણ કેવાય અને મજાક ભરી પણ કેવાય, કેમકે કળી માંથી ફૂલ બનવાની ઉમર માંસૌંદર્યતા અને કૌમાર્ય બંનેમાં મહત્વ નો ફેરફાર થતો હોય છે છતાં પણ આવા વિચારો કે એવું અનુસરવું એમાં સમાજ મહત્વ નો ભાગભજવતું હોય જ છે," જખમ હૈયાનો ક્યાં કોઈને દેખાય છે,કીડી નો ચટકો પણ ઘાતક દેખાય છે.વખત વિતાવ્યો હૈયાની હૈયા માં રાખીને,અહીતો મનનીજ માણસાઈ જોવાઈ જાય છે."કુદરત જાણીનેજ સ્ત્રી માં સહનશક્તિ અને બળ વધારે એટલેજ આપે છે, કૈલાસ ઘરકામ, ખેતીકામ કરવામાં પુરુષો ની સમોવડી હતી બસસ્વાતંત્રતા માં ને સહનશક્તિ માં સ્ત્રી રૂપ આડે આવી જતું, શહેરો માં મોટી થઈને પણ ગામડાની ગોડ માં એની જીવન શૈલી સાથેનાલગાવ એની પ્રકૃતિ ના દોહન ની ઈચ્છા માં ક્ષણ ભર પણ ખોટ આવવા નોતી દીધી...ક્રમશઃ... ...વધુ વાંચો

2

કૈલાસ એક શિખર,એક સ્ત્રી. - 2

કૈલાસ ને ભણવામાં માર્ક સારા આવતા એના પપ્પાએ મનગમતી જગ્યાએ ભણવાની છૂટ આપી એટલે કૈલાસ ને વિશ્વાસ દ્રઢ થઇ કે મારી ખુશી માટે પપ્પા મારી સાથેજ છે ને શહેર માં ભણવાનું નકી કર્યું ભણવાની સાથે રમત-ગમત માં પણ વધારે રુચિ હતીકબ્બડી માં દેશ કક્ષાએ સ્થાન મળે એમ હતું પણ સહાય માં કોઈ આવતું નોતું પોતાની જાતે ઘણી કોસીસ કરી પણ હાર નોજ સ્વાદચાખવો પડ્યો અને નિષ્ફળતા હંમેશા બધા દરવાજા બંધ કરીનેજ જીવન માં આવે એકજ દરવાજો સફળતા નો ખુલો હોય તે ગોતવોમુશ્કેલ હોય છે, કૈલાસ ભણવામાં પણ નિષ્ફળતા મળી ને એને મનમાં એક દરવાજો ખુલો દેખાતો હતો એની આશા પુરી કરવાનો, એના પપ્પા પણ એને એમની ઈચ્છા પુરી ન થવાને અને સમાજ ના રીતિ-રિવાજ થી નોખું કરવાની ઈચ્છા માં સહમતી ના આપી તેનાથીકૈલાસ ના મનમાં પણ ત્યારે જે આશા હતી એનું ખંડન થયું ત્યારે સમજાણું કે મને બાર ભણવા મારી ઈચ્છા મુજબ નય પણ એમના ક્યાંકસ્વાર્થ માં શહેર માં ભણવા મોકલી હતી,કુળ ઉંચુ શું કામનું જયારે,હિમ્મત હાર થી સમાધાન કરે.સમુંદર પણ એમનમ નથી ભેળવતો નદીને, કૈક પંથ કાપવા પડેછે પહોંચવા.મિજાજ છે મુખનો આયરાણી તણો,હૈયું કાયરતા થી કેમ અજાણુ.રહેવું સાવજોની ભેળે મનથી મન મિલાવી,તનથી શિયાળ પણ આઘું ફરે છે.મન થી કૈલાસ શિખર ને કૈલાસ વિપરીત થઇ જાય છે, કૈલાસ શિખર અમુક શિખર સુધી માનવીને સર કરવા દે પણ ટોચ સુધી નાપહોંચવા દે, એમ કૈલાસ એના મનની ટોચ પર પહોંચવા દે પણ એના કામ જમીન પર થવા ના દે, ક્યારેક શિખર પણ માનવતા નેવે મૂકીનેએનું જતન કરે જ છે માનવતાની રેખામાં રહીને માનવીને ત્યાં પ્રકૃતિ નું દોહન કરવાની પરવાનગી આપે છે, કૈલાસ સમાજ ને પરિવાર નેઅગ્રેસર રાખીને સંસ્કૃતિ નું જતન કરે છે એમાં એના સપના કે આવડત પરિવાર કે સમાજ થી વિરુદ્ધ હોય પણ ખોટા ના હોય પણ એએકલા હાથે સાકાર કરવામાં કટિબદ્ધતા દર્શવવાનું મનમાંજ છોડી દે છે,નાનપણ માં પરિવાર ની ઈચ્છા પ્રમાણે લગ્નસંસ્કાર નો કાચા દોરાની એક ગાંઠ બાંધી દીધી એમાં કૈલાસ નું સુખ નહોતુંજ કૈલાસ મન, વિચારો,રહેણી-કેણી થી એકલાજ રહેવાની તટસ્થતા રાખેલી હતી એમના જીવન સાથી ને પણ મનની વાત કરીને એકલા રહેવાનીમાંગણી કરતી પણ મજાક માં કાઢીને વાતને હવામાં વહેવી દેતા,કૈલાસ ને રહેવું બધા જોડે ગમતું જ પરંતુ એને સમજવી એ કોઈને નોતુંછતાં બધાના મનની ઈચ્છા પુરી કરવામાં મદદ કરતી પોતાના મનની ઈચ્છા ની આહુતિ આપીને મનમાંજ અગ્નિદાહ આપી દેતી,કૈલાસ શિખર ના મસ્તિષ્ક પર મહાદેવ નો વાસ છે એટલે એ એમના મસ્તિષ્ક પર બીજાને હાવી થવા ના દે પણ કૈલાસ પર કોઈના વાસનથી પણ પરિવાર સમાજને મસ્તિષ્ક પર રાખીને તેનાજ કામ માં બધાં બનાવતી જાણતી છતાં અજાણ થઈને ઘૂંટડા પી જતી, વિચારો નેબોલવામાં ઘણી સક્ષમ હતી પણ વિરોધ ના વંટોળો જોઈને મૌન રહેવાનું વધારે પસંદ કરતી,तुम ज्योत हो कुल दीपक की ।अंधेरोसे तालुक्कात मत किया करो ॥तुम ज्ञान हो संसार कि किताब का ।खुद का पन्ना खुद ही लिखा करो ॥जो नज़रे तुम मिलाती हो खुदसे ।आसमानो में नज़रे वेसी मिलाया करो ॥वो बंजर किस गाऊँ की जमी ।तुम पौधा उगा के सत्यापन करो ॥अंबर के घने बादलो में नज़रे उठाओ ।हर रास्ता कैलाश का दिखभी लिया करो ॥ ...વધુ વાંચો

3

કૈલાસ એક શિખર,એક સ્ત્રી. - 3

માનવીના મનશુબાનો તાર જડતો નથી,કેવી કરામત કુદરતની સરખા માનવી ઘડતો નથી,તારા વગર નહિ જીવી શકું એમ કહેનાર,સાથે કદી મરતો ના વિચારો એવા હતા કે ખાલી માનવાથી કઈ ના થાય સાથ આપે તો થાય, સાથ પણ એવા લોકો આપે જે ક્યારેય સાથે ના હોય, બાકી સાથે રેવા વાળા સાથ આપે તો થાય, પણ એ સમજી ના શકી કે દૂરથી સાથ મળે ગમે તેવો મળે એનો સદુપયોગ કરીને આપણાસપના કે કાર્ય પુરા કરી લેવાય, કેમકે નસીબ માંજ દૂરના સાથ નું લખ્યું હોય ને આપણેજ એવા સાથ નો ઉપગયોગ આપણી નીતિ પ્રમાણેના કરીયે તો આપણાજ કામોમાં બાધા જાતેજ ઉભી કરીને દોષ બીજા પર ઠાલવ્યો સમજાય,મન કૈલાસ નું કૈલાસ શિખર જેવડું મોટું હતું પણ એના પ્રત્યે ના કામમાં મન શિખર ના એક નાના પથ્થર જેમ નાનું ને કઠણ રાખતી, એનાકામોમાં એ સમાજ ને પરિવાર ની લાજ રાખતી,સ્ત્રી ની લાજ સંસ્કારો માં રાખવાની હોય એના કામો માં નય, દરેક માણસ પોતાની ઈચ્છા અને ઈજ્જત નું એટલું મહત્વ રાખે છે તો આપણી ઈચ્છા ને ઈજ્જત નું ધ્યાન રાખે એવા મજબુર કરવા પડે, બીજાની ઈચ્છા કે ખુશી કરતા એની ઈજ્જત અને માન વધારે હોય તો એને આપડી પ્રત્યે લાગણી લેવડાવવામાં આપણા નિર્યનો મહત્વનોભાગ ભજવે છે,કૈલાસ એવું માનતી કે સ્ત્રી ત્યાગ અને સર્મપણ ની મૂર્તિ છે, એને મર્યાદા અને શરમ છે, અને હોવું જોઈએ એનો વિરોધ નથી પણ બધામાંએને એટલી બધી ધકેલી દેવામાં આવેછે, ઘૂંટી દેવામાં આવે છે, કે એનું આખું અસ્તિત્વ ભૂલી જાય છે, એ ભૂલી જાયછે કે હકીકત માં એશું છે, અને સત્ય પણ છે આ વાત એના મનની તાકાત, આવડત ને વિકસાવવા ઘર ની સ્ત્રીને અડચણ આપે છે, સક્સેસ સ્ત્રી જોઈનેવાહ-વાહ બધા કરે છે પણ એની પાછળ ની મહેનત કે પરિવાર નો સપોર્ટ અણદેખો કરીને ઘર ની સ્ત્રીને આગળ વધવા નથી દેતા, અનેએવું કહેવામાં આવે આપણા સમાજ માં આ ના શોભે તો બધા સમાજમાં સ્ત્રી જન્મે ત્યારે લખાઈ ને થોડું આવે કે આમને સ્વતંત્રતાઆપવી,કૈલાસ પણ સ્ત્રી જ છે એને પણ પ્રેમ,હૂંફ,સહાયતા,માર્ગદર્શન ની જરૂર હોયજ જયારે આ બધું ના મળે ત્યારે અંદર થીજ તૂટવા લાગતીહોય, પણ એના એવા વિચારોને કૈલાસ શિખર ની જેમ તોડ્યા વગર અડીખમ ઉભા રાખે છે, સમય કોઈનું ઋણ ચૂકવવાનું ભૂલતો નથીએવી રીતે સમયસર ચાલ્યા કરે છે એના વિચારો ને કામમાં ક્યારેક તો સમય સાથ આપશે એવી આશા સાથે, मंज़िल बहुत दूर हे ।तुम अकेले चल शकों तो चलो ॥हर मोड़ पे बुनियादी ठोकरें हे ।तुम पार कर शकों तो चलो ॥रास्ते बहुत ही हे दुनिया के ।तुम अपना ढूँढ शकों तो चलो ॥वो रंगीन ख़्वाब, वो तुम्हारी नादानी ।तुम त्याग शकों स्वार्थपरता तो चलो ॥ना दिन का उजाला, ना रातों का अंधेरा ।महेसुस ना कर शकों तो चलो ॥अंबर चूमे कैलाश के पथ पर ।तुम बिखर ना शकों तो चलो ॥કૈલાસ અડીખમ ઉભી રે છે એના પરિવાર ના સુખ-દુઃખ માં શિખર ની જેમ આવનારા મહેમાન નું પાલન પોસણ પણ પોતીકા સમજીનેજવાબદારી થી નિભાવે છે, શિખર જેમ બોલ્યા વગર આપણા પ્રત્યેનો ઉલ્લાશ બતાવે છે તેવીજ રીતે કૈલાસ પણ વગર બોલ્યે સમજાવીદે છે, એનાથી નાની ઉંમરના વ્યક્તિ પર એનો હુકમ થોપવો કે કામ કરાવડાવવું એમાં પણ એની નાદાની દેખાઈ આવે છે નાના મોટા ને સમાનભાવથીજ વર્તાવ કરવો એવીજ એની મનની પ્રણાલી રઈ છે, એનું મન ચોખ્ખું છે એટલે એના પ્રત્યેના શબ્દો વધુ છે... ...વધુ વાંચો

4

કૈલાસ એક શિખર,એક સ્ત્રી. - 4

ભેગા મળીને કૈક કરીએ જે કરીએ તેપૂરું,કાળજી રાખીને જો કરીએ તો ના રહે અંધુરુ.સુસવાટા દેતા આ સીમાડા ના વાયરા ની ડાળી પકડી ને હું તો ઝૂરુ.કુદરત ના ખોળે બેસીને અણગમતા ચિત્ર માં,મનગમતા રંગો ક્યારેક તો હું પૂરું.શૈશવ ના સંસ્મરણો વાગોળતા વાગોળતા,સ્ફૂર્તિ ના તાજા એ સ્પંદનો હું સ્ફૂરુ. (કૈલાસ)કૈલાસ ની નાની ઉમર માં એની પરંપરા પ્રમાણે છોકરા સાથે લગ્નનું શ્રીફળ દેવાઈ ગયું તું બને દેખાવે સરખા મિજાજ ના લગતા પણ મનથીએકદમ વિરુદ્ધ બને વાતોથી વિરુદ્ધ માં હતા જગડા થતા એટલે નમતું મુકવાનું કૈલાસ ના ભાગમાં વધારે આવતું ને એવા મનથી ક્યારેકસન્યાસ લેવાનો વિચાર કરી ને લગ્નની ના પાડી દેતી ને એનો થનાર જીવન સાથી એનું મજાક માં લઈને અવગણી નાખતો સમજે બધું પણએમના મિત્રો ને સમય વધારે આપીને કૈલાસ ને સમય ઓછો આપતો અમુક બાબતોમાં બને સાચા હોય પણ એકબીજાની કહેવાની રીતજુદી હોય એટલે મતભેદ થઇ જતો થોડા દિવસ ચાલે ગુસ્સાના પણ બને વગર ચાલે એવું ના બનતું બોલતા કૈલાસ થી ક્યારેક મનનીભડાશ નીકળી જાય પણ નમ્રતા રાખી સમાધાન પણ કરીને જીવનના રીતિરિવાજ સાચવી લેતી, જ્યાં સુધી ઘરે છે ત્યાં સુધી રક જક કરીલઈએ પછી સાસરે ભેગુજ રેવાનું થશે ત્યાં જતું કરીને માય ગયું બધું એમ કરી ને રઈ લઈશ એવી વિચારધારા રાખેલી, અત્યાર સુધીએવુજ સમજીને ચાલતી કે આગળ જે થાય એ જોયું જશે,પોતાનું દુઃખ,દર્દ,ખુશી,અહંકાર,શક્તિ એ બધું હોવા છતાં કોઈને કસુ કીધા વગર જીવી જાણતી એવુજ કૈલાસ શિખર નું પણ છેજ અનેએટલેજ એ શિખર મહાન કહેવાનો છે, પણ ક્યારેક મન હળવું કરવા ઘર સમક્ષ એવી ભાવના દર્શાવી દેતી, તાકાત કેવડી છે એ સમયટાણે બતાવવાની તેવડ પણ રાખતી પણ અંદર શું હોય એ એને ખુદ નેજ ખબર હોય ને, એટલે એવુજ મનમાં રાખતી કે અમુક કાર્યકહેવાથી ખબર ના પડે અનુભવ કરવો પડે, થોડું જાતે ગોતીને નિવારણ કરીયે તો એકલા હોય ત્યારે સારું પડે,કૈલાસ ને ભગવાન પાસે શું માંગવું એની ખબર જ નોતી એમના પપ્પાએ શીખવાડ્યુંતું કે ભગવાન એટલુંજ આપે જેટલું આપણે પચાવીશકીયે, અને દુઃખ ગમે તેટલું આપે એની સહન કરવાની શક્તિ પણ આપે છે, એમાં પણ જીગર મોટું હોય પણ નાનું કરીને બેસીયે તો એભૂલ કેવાય એ ભલીભાતી સમજતી,આભ અકબંધ કરી સબંધ નીચે બરાબર કર્યો,છેલ્લે ઉપર ના હિસાબ માં સરવાળો સુન્ય કર્યો .ટેક્નોલોજી ના સમય મા એક મશીન એવું હોવું જોઈએ જે સામે વાળા ને માણસ ની ઇચ્છા લાગણીઓ દેખાડી શકે-(કૈલાસ), ધર્મ ભૂલીવિજ્ઞાન માં આવ્યા એટલે મન કોઈ નય સમજી શકતું એ ભૂલ આપણીજ છે ધર્મ શીખ્યા હોત તો મન વાંચતા શીખી ગયા હોત, ક્યારેકસમજદાર થઇ ને લાગણી ના સમજી સકતા એના પ્રત્યેના શબ્દો કંઈક અલગ વાચા આપી બેસતા સંસાર માંડવાની દોડ માં સન્યાસ નેપ્રથમ પગલું ભરી બેસતી પણ એ ખબર ના રાખતી કે સંસાર ના એક લગ્નસંસ્કાર ની ગાંઠની વળ ખેંચવાની થોડીજ બાકી હતી એસ્મરણ થતા છેલ્લે સંસારનોજ રસ્તો મળી જતો,यहाँ ना कोई तेरा है, ना तू किसी और का।फिर भी सब दावा करते हैं,अपने होने का।ना जाने ये माया है या लीला ईश्वर की।चाहते हुए भी मोह न छूटा इस संसार का॥(कैलास)સમય સમય ની વાત છે એવો ભાવ રાખીને જીવન માં આગળ જતી પણ સમય આપણા કાર્યો પ્રમાણે આવે એવી સુજબુજ ને નજરઅંદાજ કરી દેતી, ને કામમાં મશગુલ રઈને ભૂતકાળ ના બનાવો ભૂલી જતી, જયારે સચ્ચાઈ શરીર માં આવી જાય ત્યારે પ્રકૃતિ ખુદ એવુંવાતાવરણ બનાવે કે એ એના તરફી આવીજ જાય ને બધા કર્યો આપણા તરફી થવા લાગે એવું બની જાય કૈલાસ ને બીજી ત્રણ બહેનો હતી એના કુટુંબ માં સદભાગ્યે કૈલાસ સૌથી મોટી બહેન અને ચારેય બહેનો નો સંપ બોવજ છે, ગમે તેવું ઘોરઅપરાધ કોઈ કરે તો ચારેય ને ખબર જ હોય ને એનું નિવારણ ચારેય ભેગા મળીને કરે અને કોઈને ખબર પણ પડવા ના દે, કૈલાસ કરતાએની નાની સગી બહેન ચાલાક ને રહેવામાં ચતુર વધારે એના થી કૈલાસ ભોળી વધારે જતું કરવાનું કે મૌન રહેવાનું વધારે પસંદ કરે પણનાની બહેન ભૂલ માં ગમે તેની સામે બોલી જાય એ પણ કૈલાસ ને શિખામણ આપતી ને એની સામે કૈલાસ પણ બોલી ના શકતી કેમકેનાની સીધા વળતા જવાબ આપી દેવામાં માહિર હતી, ક્રમશઃ... ...વધુ વાંચો

5

કૈલાસ એક શિખર,એક સ્ત્રી. - 5

નાની બહેન સ્વાભિમાન થી ભરપૂર ખોટું કોઈનું સહન ના કરે ભલે પરિવાર ના પણ હોય સામે, કૈલાસ શિખર ની ટસ્થ્ય રહેવા વાળીકોઈ સામે દલીલ ના કરે ભલે ખુદ પણ હોમાઈ જાય સમયાંતરે બહેનોમાં એ બાબતે મીઠા જગડા થાય પણ કૈલાસ નેજ નમવું પડતું, કૈલાસ નાની બહેનું ને નાની છે એમ સમજીને મનમાની કરે એવું રાખતી પણ પોતે ક્યારેય મનમાની ના કરતી, કામ કાજ માં બધાની ફરજપ્રમાણે કામ કરીજ લેવાનું એમાં નાના મોટા નો ભેદભાવ ના રાખતા, કૈલાસ એક મોટી બહેન ને વિશેસ માં સમાન બહેનોનું ધ્યાન રાખતી, કૈલાસ જયારે પણ ફોન લઈને બેસે એટલે બને બહેનો એની બાજુમાં ગોઠવાઈ જાય કૈલાસ ખીજાની હોય તો પણ એનું મનમાં ઠાની ને નારાખે, કૈલાસ નું કેવું એવું હતું કે 'એટલો તો એને વિશ્વાસ છે કે કોઇ નો મલમ ના બની શકુ તો કઇ નઇ પણ ક્યારેય કોઇ નો દુખાવો તોનઇ જ બનું'સાત સંમુદર પાર કરી ને તરવાનું થોડું રહી ગયું ,ખીલ્યો ચાંદ પૂનમનો આભેને તારા નું તેજ ઓછું થઇ ગયું.વાયો વાયરો અનેરી વસંત નો,ને ફૂલોને ખીલવાનું થોડું રહી ગયું,મોંધેરા જીવન મા માણસ બની જીવવાનું રહી ગયું .જેને માન્યા મન ના મીત એને ચાહવા નું થોડું રહી ગયું,રસ્તે મળ્યા જ્યારે સામા એ નજર મેળવવાનું રહી ગયું,હશે હજી પણ અનહદ સ્નેહ , બસ લાગણી સ્વરૂપે છલકાવાનું રહી ગયું ... # કૈલાસ ની કલમે ...મોટા અને નાના નું માન જાળવવા પોતાના નિર્યણ કે શોખ ને જતા કરવા કૈલાસ ની સહજ તૈયારી રહેતીજ એની વિચારધારા જ એવી કેએમની સામે આપણે મોટા થઈને શુકામે વહેવારથી હારી જવું, જીદ તો જીતી જશે પણ વહેવારથી તો હારજ છેને, બરફ ની ઓઢણીબનાવીને કૈલાસ શિખર જેમ મર્યાદા રાખે છે તેમજ કૈલાસ ત્યાગની ઓઢણી ઓઢીને જીવન વ્યતીત કરે છે, જેમ શિખર ભગવાન શિવ નેમસ્તક પર ધારણ કર્યા છે એવીજ રીતે કૈલાસ એમના માતા પિતાને મસ્તક પર ધારણ રાખે છે, કૈલાસ પ્રત્યેના કોઈપણ નિર્યણસારાનરસા એમના માતા પિતા દ્વારા લેવામાં આવે નમ્રતાથી એનું પાલન કરવાનું નાકે કોઈ પ્રશ્ન ઉદ્દભવવો, હજારો સ્વાતંત્રતા માં જીવતીસ્ત્રી ની સમાન થવા કરતા એક કુળની પરંપરા માં જીવવાની લાગણી કૈલાસ ને અલગ તારવી રાખે છે,વિશાળ સરીખો શિખર તપમાં,દશાનન ના હાથમાં કમળ સ્વરૂપે.વિશાળ આવડતના એંધાણ પ્રેમમાં,પરિવારના હાથમાં કૈલાસ દોર સવરૂપે.કૈલાસ ની કામ કે વર્તન ને સમજણ શક્તિ વધારે પણ અસમજણા ને મોટા સામે એની વાત વ્યક્ત ના કરતી એના સામાજિક માનમર્યાદામાટે ખોટું હશે પણ એના ભાગનું ખોટું સહન કરી લેશે પણ ગુનો કોઈ પર ઠાલવી નય દે, સુખ ની જેમ જ દુઃખમાં ભાગીદારી સહજતાથીસ્વીકારી ને પોતાપણા ની જેમ ભોગવી લેવાની તૈયારી હંમેશા રાખે, સમાજ અને પરિવારના થોડાઘણા નિયમો નો વિરોધ હતોજ પણવડવાઓ એ એ નિયમ માં ભોગવેલ ઉમર ને જોઈને કૈલાસ પણ ભોગવવાની તૈયારી રાખતીજ, પોતાની સ્વાતંત્રતા ને માનસિક કેશારીરિક બંધન પણ સહેજતાથી બાંધી લેતી, કર્મ પર વિશ્વાસ કરીને ઉપરવાળા પર એના પ્રત્યેની લાગણી મૂકી દેતી, ગુસ્સો આવી જાયપણ એને કાબુમાં પણ સહેજ ક્ષણે કરીને થાળે પાડતી, જેમ શિખર પણ સૂર્ય પ્રકાશથી ગરમ ના થાય માટે બરફ નું કવચ રાખે છે એમજકૈલાસ નમ્રતા નું કવચ રાખે,લગ્ન ની ઘડી નજીક આવતા સામાન્ય રીતે બધા ને ખુશીની લાગણી અનુભવાતી હોય છે પણ કૈલાસ ને એક પણ લાગણી પ્રત્યેઆકર્ષણ નોતું થતું શરીર માં જીવ ની બદલે અવકાશ જેવીજ વિચારસરણી થતી હતી, બને જોડિયા વચ્ચે મન ભેદ હોવાથી એ મિલાપ નીલાગણી નો અનુભવજ કરી નોતી શકતી બસ સંસાર ના સંસ્કાર સમજીને લગન ની તૈયારી ને એના પ્રત્યેનો સમય વિતાવતી ઘર પરિવારકે સમાજ ગમે તેવો હોય છોડવો પડે એનું દુઃખ હર કોઈને થાય એમ જ દુઃખ ને ક્યારેક આશુ રૂપે બાર કાઢી નાખે, ક્રમશઃ... ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો