*અસ્તિત્વનો અવાજ*. વાર્તા.. ભાગ :- ૧અસ્તિત્વનો અવાજ ઉઠાવવા માટે ઘણી વખત માનસિક મનોબળ કેળવવું પડે છે...લૂણાવાડા ની બસ ગીતામંદિર અમદાવાદ બસ સ્ટેશન પર ઉભી રહી. અને બધાં પેસેન્જર ઊતરવા લાગ્યા...અરુણા બેન પણ પોતાના બે થેલા લઈને ઉતર્યા...અને મણિનગર જવા માટે રીક્ષા શોધવાં લાગ્યા....એમની આંખો એમનાં જાણીતા રીક્ષા વાળા ને શોધી રહી..સામેથી જ જગ્ગો આવતો દેખાયો.અરુણા બેને હાથ કર્યો...એ દોડ્યો અને અરુણા બેન પાસેથી એક થેલો લઈને પૂછવા લાગ્યો. બા લૂણાવાડા જઈ આવ્યાં.??? જિજ્ઞેશ દાદાની કથા સાંભળી આવ્યા???“હા ઘણી ઈચ્છા હતી જિજ્ઞેશ દાદાની કથા સાંભળવાની તો મારી બહેનપણી સંગીતા ને ઘરે રોકાઈ અને બધાં દિવસની કથાનો લાભ લીધો.... મન હતું એટલે જઈ આવી...

Full Novel

1

અસ્તિત્વનો અવાજ - 1

*અસ્તિત્વનો અવાજ*. વાર્તા.. ભાગ :- ૧અસ્તિત્વનો અવાજ ઉઠાવવા માટે ઘણી વખત માનસિક મનોબળ કેળવવું પડે છે...લૂણાવાડા ની બસ અમદાવાદ બસ સ્ટેશન પર ઉભી રહી. અને બધાં પેસેન્જર ઊતરવા લાગ્યા...અરુણા બેન પણ પોતાના બે થેલા લઈને ઉતર્યા...અને મણિનગર જવા માટે રીક્ષા શોધવાં લાગ્યા....એમની આંખો એમનાં જાણીતા રીક્ષા વાળા ને શોધી રહી..સામેથી જ જગ્ગો આવતો દેખાયો.અરુણા બેને હાથ કર્યો...એ દોડ્યો અને અરુણા બેન પાસેથી એક થેલો લઈને પૂછવા લાગ્યો. બા લૂણાવાડા જઈ આવ્યાં.??? જિજ્ઞેશ દાદાની કથા સાંભળી આવ્યા???“હા ઘણી ઈચ્છા હતી જિજ્ઞેશ દાદાની કથા સાંભળવાની તો મારી બહેનપણી સંગીતા ને ઘરે રોકાઈ અને બધાં દિવસની કથાનો લાભ લીધો.... મન હતું એટલે જઈ આવી... ...વધુ વાંચો

2

અસ્તિત્વનો અવાજ - 2

અસ્તિત્વનો અવાજ ... વાર્તા..ભાગ :-૨અરુણા બેન વિચારમાં પડ્યા....આ હું દશ દિવસ લૂણાવાડા જઈને આવી એમાં આ મોનાને શું થઈ આટલી બદલાઈ ગઈ...આમ તો જોકે છેલ્લા બે-ત્રણ મહિના થી મોના અને વિશાલ નાની નાની વાતમાં હેરાન પરેશાન કરતાં જ હતાં પણ અરુણાબેન આંખ આડા કાન કરતાં હતાં....હવે એ ઘરે જ હોય એટલે ઘરમાં કામ પણ એમને ભાગે જ આવતું...મોના તો આઠ વાગ્યે સવારે જતી રહે તે છેક સાંજના છ વાગ્યે આવતી...આખો દિવસ અરુણાબેન ઘરમાં કામકાજ કરતાં અને બાળકો સંભાળતા અને મોના આવે એટલે પોતાના રૂમમાં હીંચકે બેસી રહેતાં....સવારે સાત વાગ્યે એક કપ ચા મોના બનાવે એને પોતાની દોહિત્રી દીકરી હેતવી ...વધુ વાંચો

3

અસ્તિત્વનો અવાજ - 3

અસ્તિત્વનો અવાજ .... વાર્તા... ભાગ :-૩મોનાના આ શબ્દો અરુણાબેન નાં કાળજામાં ધગધગતા ખીલાના જાણે ડામ આપી ગયાં હતાં...એ સમજતા કે આ મારાં નામ ઉપર ઘર છે અને મારાં બેંક બેલેન્સ નું વ્યાજ પણ આવે છે અને મહેશ ભાઈનું પેન્શન આવે છે એટલે જ તમે મને ભેગી રાખી છે નહીતર તો ક્યારનીય બહાર તગેડી મુકી હોત....અને અનાથાશ્રમમાં મુકી આવ્યા હોત... પોતાનાં રૂમમાં ટીંગાડેલા પતિ નાં ફોટા આગળ અરુણાબેન આંસુ પાડી લેતા....અને એમાય પંદર દિવસ પહેલા એમણે વાત કરી કે લૂણાવાડા જિજ્ઞેશ દાદાની કથા સાંભળવા જવું છે તરત જ મોનાની અને વિશાલની આંખમાં ચમક આવી ગઈ હતી... બે થેલા તો એમણે તૈયાર કરી ...વધુ વાંચો

4

અસ્તિત્વનો અવાજ - 4

અસ્તિત્વનો અવાજ.. વાર્તા.. ભાગ :-૪ તારીખ... ૮-૪-૨૦૨૦મોના કહે મને મોડું થાય છે નોકરીએ જવાનું...અરૂણાબેન કહે તારી નોકરી પર અડધી લઈ લે અને મને પહેલા એ જવાબ આપ કે આ મને પુછ્યાં વગર મકાન વેચવાનો નિર્ણય લેવાનો હક્ક તને કોણે આપ્યો....મોના કહે આ હક્ક તો છે જ મને હું એક જ છું તારી વારીસ તો તું ક્યાં હવે જીવી છું એટલું જીવવાની છે તો આ બધું મારું જ છે ને તો એમાં પૂછવાનું શું હોય???મેં અને વિશાલે નક્કી કર્યું કે આ મોટું મકાન વેચી ને સારી રકમ આવે છે તો નાનો બે રૂમ રસોડા નો ફ્લેટ બોપલમાં લઈને રહીએ તો જે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો