પડદા પાછળના કલાકાર

(38)
  • 32.9k
  • 7
  • 11.9k

પડદા પાછળના 'કલાકાર' અજિત ડોવાલ: એક ઝલક જૂઠું બોલે છે, સ્વાંગ રચે છે,કાવાદાવા કરે છે , ષડયંત્રો ઘડે છે છતાં પણ સન્માનીય છે -કોણ ? બાળકોના ઉખાણાં જેવા આ તમામ પ્રશ્નોનો એક જ જવાબ છે -જાસૂસો.કોઈ પણ યુદ્ધ એ મેદાનથી મેજ સુધીની યાત્રા છે. સંઘર્ષની શરૂઆત મેદાન પર થાય છે તો અંત મંત્રણાના મેજ પર. યુદ્ધ દરમ્યાંન માનવીય દ્રષ્ટિકોણનો સદંતર અભાવ હિરોશિમા અને નાગાસાકીનું સર્જન ( હકીકતમાં તો વિસર્જન ) કરે છે. માત્ર શાંતિ અને ભાઈચારાના દીવાસ્વપ્નો ભારત પર ચીનનું આક્રમણ નોતરી લાવે છે .રાષ્ટ્રની સુરક્ષા માટે માનવતા કરતા સતર્કતા

નવા એપિસોડ્સ : : Every Monday

1

પડદા પાછળના કલાકાર અજિત ડોવાલ: એક ઝલક

પડદા પાછળના 'કલાકાર' અજિત ડોવાલ: એક ઝલક જૂઠું બોલે છે, સ્વાંગ રચે છે,કાવાદાવા કરે છે , ષડયંત્રો ઘડે છે છતાં પણ સન્માનીય છે -કોણ ? બાળકોના ઉખાણાં જેવા આ તમામ પ્રશ્નોનો એક જ જવાબ છે -જાસૂસો.કોઈ પણ યુદ્ધ એ મેદાનથી મેજ સુધીની યાત્રા છે. સંઘર્ષની શરૂઆત મેદાન પર થાય છે તો અંત મંત્રણાના મેજ પર. યુદ્ધ દરમ્યાંન માનવીય દ્રષ્ટિકોણનો સદંતર અભાવ હિરોશિમા અને નાગાસાકીનું સર્જન ( હકીકતમાં તો વિસર્જન ) કરે છે. માત્ર શાંતિ અને ભાઈચારાના દીવાસ્વપ્નો ભારત પર ચીનનું આક્રમણ નોતરી લાવે છે .રાષ્ટ્રની સુરક્ષા માટે માનવતા કરતા સતર્કતા ...વધુ વાંચો

2

પડદા પાછળના કલાકાર - ૨ - એક‌‌ સજ્જન જાસૂસ: રામેશ્વરનથ‌ કાઓ

એક સજ્જન જાસૂસ : રામેશ્વરનાથ કાઓએનું અસ્તિત્વ છે છતાં પણ નથી અને નથી છતાં પણ છે.વાત છે દિલ્હીના લોદી પર આવેલી એક ઇમારતની - આ ઇમારત પર કોઈ જ નેમ પ્લેટ નથી, છતાં પણ ભારતની વિશ્વમા રાજકીય વગ જાળવી રાખવા આ મકાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.વૈશ્વિક રાજકારણ તથા દુશ્મન દેશોની લશ્કરી ગતિવિધિઓ પર નજર રાખવા તથા તેનો અહેવાલ સીધો જ પ્રધાનમંત્રીને આપતા આ સરકારી વિભાગનું નામ છે R AW.1962મા ચીન સાથેના સંઘર્ષમાં મળેલી કારમી હાર તથા 1965ના પાકિસ્તાન વિરુદ્દના જંગમાં પડેલી કેટલીક મુશ્કેલીઓના પગલે તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ જાસૂસી તંત્રને બે ...વધુ વાંચો

3

પડદા પાછળના કલાકાર - ૩

રંગમંચથી કારાગાર સુધી: રવિન્દ્ર કૌશિકશ્રી ગંગાનગર રાજસ્થાન મરુભૂમિથી ઘેરાયેલા આ નગરના ટાઉનહૉલમાં કોઈકનાટક ચાલી રહ્યું હતું. ચીનના લશ્કરના જીવિત પકડાયેલા એક ભારતીય મેજર કોઈ પણ ગુપ્ત બાતમી આપવાનો સાફ ઇન્કાર કરી દે છે.કલાકારની સંવાદ બોલવાની છતાં તથા અભિનય પ્રેક્ષકોને સ્પર્શી જાય છે.( અભિનયમાં ગળાડૂબ એ કલાકારને કદાચ કલ્પના પણ નહોતી કે રંગમંચ પર રજુ કરેલો એ પ્રસન્ગ લગભગ એ જ સ્વરૂપે એની જિંદગીમાં પણ આવશે) સભાગૃહ ચિક્કાર હતું.થોડા વર્ષો પૂર્વે ખેલાયેલો ભારતચીનનો રણસંગ્રામ હજી સહુના સ્મૃતિપટ પાર તાજો હતો.મર્યાદિત પુરવઠા અને અમર્યાદિત જોશ સાથે ખેલાયેલો એ જંગ પ્રેક્ષકોની આંખો ભીની કરવા માટે પૂરતો હતો.દર્શકો જયારે કલા અને કલાકારો સાથે તાદાત્મ્ય ...વધુ વાંચો

4

પડદા પાછળના કલાકાર - 4 - કાશ્મિરસિંગ . એક અંધકારયાત્રા : માતૃભૂમિ માટે

કાશ્મિરસિંગ અંધકારયાત્રા : માતૃભૂમિ માટે 2008, વાઘા અટારી બોર્ડર. લાહોર 28 કિલોમીટર અને અમૃતસર 27 કિલોમીટર. રેડક્લિફ નામના અંગ્રેજ 1947માં દોરેલી સરહદરેખા આ બંને ગામોની મધ્યમાંથી પસાર થાય છે. હૈયેહૈયું ભીંસાય એટલી જનમેદની હાજર છે. 'વંદેમાતરમ ' અને 'ભારતમાતાકી જય' ના નારાથી વાતાવરણ ગુંજી રહ્યું છે.ત્યાં હાજર લશ્કરના જવાનો ટોળાને નિયંત્રિત કરી રહ્યા છે. પાર્કિંગ એરિયા નાના-મોટા વાહનો થી ભરાઈ ગયો છે. દરેક વખતે સૂર્યાસ્ત સમયે ‘બિટિંગ રિટ્રીટ’ તરીકે ઓળખાતી પરેડ અહીંનું પ્રમુખ આકર્ષણ છે.૧૯૬૫થી નિયમિત રીતે ચાલી આવતી આ પરેડમાં બંને દેશના સૈનિકો ‘ગુસ માર્ચિન્ગ’ તરીકે ઓળખાતી કવાયત કરે છે. જેમાં તેઓ પોતાના બંને પગ માથા સુધી ઊંચા લાવે છે. ...વધુ વાંચો

5

પડદા પાછળના કલાકાર - 5 - વિનોદ સાહની : એક ગુપ્તચર

વિનોદ સાહની : એક ગુપ્તચર જેમણે સરકાર સામે પણ અવાજ ઉઠાવ્યોઓગસ્ટ 1977,જમ્મુ ના મુખ્ય માર્ગ પર એક દોડી રહી છે. સ્પીકરમાંથી વાગતા ગીતો સાથે ડ્રાઇવર ક્યારેક ગણગણે છે. ટેક્સીની રફતાર બતાવે છે કે ડ્રાઈવર અનુભવી છે. પાછળની સીટ પર બેઠેલા બે આધેડ વયના પુરુષો એની સાથે વચ્ચે વચ્ચે થોડી વાતો કરી લે છે. જમ્મુ ની લોકલ ટ્રીપ પર નીકળેલા બંને પુરુષો અંદરોઅંદર પણ પ્રમાણમાં ઓછી વાતો કરે છે. મોટા ભાગનો સમય બારી બહાર પસાર થતાં દૃશ્ય જોવામાં જ વીતે છે. ડ્રાઈવરને ખુશી એ વાતની છે કે બંને પેસેન્જરો કોઇપણ સ્થળે વધુ સમય લેતા નથી. બાહુ ફોર્ટ , મુબારક મંડી મહેલ, ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો