તે રાતે મને ઊંઘ નહોતી આવતી. મારા ઊંઘવાના વ્યર્થ પ્રયત્નો શરૂ હતા. સતત પડખા ફરી રહ્યો હતો અને આંખો બંધ કરીને ઊંઘવા માટે સતત પ્રયાસ કરી રહ્યો હતો. આખરે થાકીને મેં ફોન હાથમાં લીધો. ફોન અનલોક કરીને જોયું તો રાતના અઢી વાગ્યા હતા. અંતે ઊંઘ ન આવે ત્યાં સુધી ફોનમાં ટાઇમપાસ કરવાનું નક્કી કર્યું.ફેસબુક ઓપન કર્યું. હું new feed ને લાઈક આપીને Scroll down કર્યે જતો હતો, એટલામાં મને નોટિફિકેશન આવી ' Aditya, you have a new friend suggestion' આટલું વાંચતા જ મેં નોટિફિકેશન પર ટેપ કર્યું. મારું ધ્યાન નામની પહેલાં તેના DP ઉપર ગયું. તેનો અડધો ચહેરો ઘટાદાર વાળથી

Full Novel

1

ટ્રુથ એન્ડ ડેર - 1

તે રાતે મને ઊંઘ નહોતી આવતી. મારા ઊંઘવાના વ્યર્થ પ્રયત્નો શરૂ હતા. સતત પડખા ફરી રહ્યો હતો અને આંખો કરીને ઊંઘવા માટે સતત પ્રયાસ કરી રહ્યો હતો. આખરે થાકીને મેં ફોન હાથમાં લીધો. ફોન અનલોક કરીને જોયું તો રાતના અઢી વાગ્યા હતા. અંતે ઊંઘ ન આવે ત્યાં સુધી ફોનમાં ટાઇમપાસ કરવાનું નક્કી કર્યું.ફેસબુક ઓપન કર્યું. હું new feed ને લાઈક આપીને Scroll down કર્યે જતો હતો, એટલામાં મને નોટિફિકેશન આવી ' Aditya, you have a new friend suggestion' આટલું વાંચતા જ મેં નોટિફિકેશન પર ટેપ કર્યું. મારું ધ્યાન નામની પહેલાં તેના DP ઉપર ગયું. તેનો અડધો ચહેરો ઘટાદાર વાળથી ...વધુ વાંચો

2

ટ્રુથ એન્ડ ડેર - 2

મને ઊંઘ નહોતી આવતી, હું જૂઠું બોલ્યો. આગલી અડધી રાતનો ઉજાગરો હતો, છતાં મને ઊંઘ નહોતી આવતી. હું મનમાં મનમાં હરખાઈ રહ્યો હતો. હરખમાં ને હરખમાં તેની સાથે થયેલી ચેટિંગ મેં ત્રણ-ચાર વાર વાંચી નાખી. પાગલોની જેમ તેનું DP જોયા કરતો હતો. તેની આંખને જોઈને મને લાગી રહ્યું હતું, જાણે તે મને કશુંક કહેવા માંગતી હોય! મને સમજાતું નહોતું કે મારી સાથે આ શું થઈ રહ્યું છે. આ ફીલિંગ મારા માટે સાવ નવી હતી. આટલો બેચેન હું અગાઉ ક્યારેય નથી થયો. ખબર નહિ કેમ પણ મને આ બેચેની પણ ગમતી હતી. મનમાં ને મનમાં હું પ્રતીકનો આભાર માની રહ્યો ...વધુ વાંચો

3

ટ્રુથ એન્ડ ડેર - 3

સાંજે નવ વાગ્યાની આસપાસ નિયતિ ઓનલાઇન હતી. મેં તેને મેસેજ કર્યો "હાય, શું કરે છે?"એક-બે મિનિટ પછી તેનો રીપ્લાય કહેવું...""તો ના કહે, પણ સાંભળ...મેં એકવાર વાંચ્યું હતું કે 'જે છોકરીઓને રસોઈ બનાવતા ન આવડતી હોય એ Futureમાં ખૂબ successful બને છે""મતલબ જેને રસોઈ બનાવતા આવડતી હોય એ છોકરીઓ successful ના બને એમ ?""હા, maybe એવું જ હશે ને!""શું નવરો બેઠો કઈ પણ ફેકે છે""અરે, કુલડાઉન... હું જનરલી વાત કરું છું, તું પર્સનલી ના લે. તું તો સો ટકા successful નર્સ બનીશ. દવાની તો જરૂર જ નહીં પડે, દર્દી તને જોઈને જ સાજો થઈ જશે""જુઠી તારીફ કરના તો કોઈ તુમસે સીખે""તુમ્હે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો