ટાંકણી પડે તો ય અવાજ થાય એવી શાંત અને સૌજન્યશીલ કર્મચારીઓ ધરાવતી એ ઓફીસમાંઆજે જાણે શેરબજાર ખુલ્યું હોય એવો કોલાહલ હતો. બધાં જ જાણે મોહિની શાસ્ત્રી આવું કેવી રીતે કરી શકે એ ખબરથી હલબલી ગયેલાં. સહુનાં મોંઢા એટલાં સવાલ હતાં, પણ બધાં જ સવાલોનાં મૂળમાં હતાં મોહિની શાસ્ત્રી.. !!હેં.. આવું કેવી રીતે બને..?? નાં.. નાં.. આજે કોઈએ એપ્રિલ વગર જ એપ્રિલફૂલ બનાવ્યાં લાગે છે. બાકી મોહિની અને આ સમાચાર હોય નહી..!!અલ્યાં, આવી કલ્પના તો સપનામાં પણ નાં સુજે.. !!પણ સાચું શું એ કોને પૂછવું હવે..?? હાં, કોથળાંમાંથી શું નીકળે એ તો કાલે જ ખબર પડશે હવે.. !!કર્મચારીઓ આવાં અનેક વાક્યો બોલી રહ્યાં હતાં.પુરુષો જ નહીં મહિલા

Full Novel

1

પાનખરમાં મ્હોરી વસંત.. ભાગ -1

ટાંકણી પડે તો ય અવાજ થાય એવી શાંત અને સૌજન્યશીલ કર્મચારીઓ ધરાવતી એ ઓફીસમાંઆજે જાણે શેરબજાર ખુલ્યું હોય એવો હતો. બધાં જ જાણે મોહિની શાસ્ત્રી આવું કેવી રીતે કરી શકે એ ખબરથી હલબલી ગયેલાં. સહુનાં મોંઢા એટલાં સવાલ હતાં, પણ બધાં જ સવાલોનાં મૂળમાં હતાં મોહિની શાસ્ત્રી.. !!હેં.. આવું કેવી રીતે બને..?? નાં.. નાં.. આજે કોઈએ એપ્રિલ વગર જ એપ્રિલફૂલ બનાવ્યાં લાગે છે. બાકી મોહિની અને આ સમાચાર હોય નહી..!!અલ્યાં, આવી કલ્પના તો સપનામાં પણ નાં સુજે.. !!પણ સાચું શું એ કોને પૂછવું હવે..?? હાં, કોથળાંમાંથી શું નીકળે એ તો કાલે જ ખબર પડશે હવે.. !!કર્મચારીઓ આવાં અનેક વાક્યો બોલી રહ્યાં હતાં.પુરુષો જ નહીં મહિલા ...વધુ વાંચો

2

પાનખરમાં મ્હોરી વસંત.. અંક -2

મોહિનીએ કહ્યું, "તમે સહુએ મારું અતડું અને રુક્ષ વર્તન વર્ષોથી સહન કર્યુ છે.ઓછું અને કડવું બોલતી અને કામમાં જ રહેતી મોહિનીને જ જોઇ છે તમે બધાંએ, પણ હું બાળપણ અને જુવાનીનાં ઉંબરે આવી ત્યારે આવી નહોતી. પરંતુ જ્યારે સમજણ આવતી હતી એ ઉંમરે મારી જ મોટી બહેનને એનાં પતિ દ્વારા અપાતા ત્રાસથી મુરઝાતા જોઇ મેં, પછી કોલેજમાં પ્રેમનાં સુંવાળા નામે થતો દગો અને વધું પૈસાદાર છોકરી મળતાં જ વ્યક્તિનું કાચિંડા જેવું બદલાતું રુપ પણ જોયું મેં અને મારી ખાસ સખીની દહેજનાં કારણે થયેલી હત્યાં આવું બધું જ જોઇ હું બીકથી મારાં હૃદયની એક પછી એક બારીને બંધ કરતી જ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો