શું છે આ મલ્ટીવર્સ? (ભાગ-૧) ઇટાલીનું રળિયામણું શહેર વેનીસ. એનો સેન્ટ માર્ક્સ સ્કવેર નામનો વિસ્તાર. હાથમાં મોટી રિંગ સાથે કેટલીક યુવતીઓ ત્યાં રમી રહી છે. એક મીટર વ્યાસની એ રિંગો સાથેની રમત જોવા દસ મીટરના વ્યાસનું વર્તુળ બને એટલું ટોળુ જમા થયું છે. હવે અહીંથી ક્રમશ: દસ ગણું ઉપર જતાં જઇએ અર્થાત સતત દસ ગણું ઝુમ આઉટ કરતા રહીએ તો, ૧૦૦ મીટરમાં આખું સેન્ટ માર્ક્સ ૧૦૦૦ મીટરમાં આખું સીટી સેન્ટર ૧૦,૦૦૦ મીટરમાં વેનીસ શહેર તથા તેની આસપાસના ટાપુઓ સહિત આખું ઉત્તર ઇટાલી ૧,૦૦,૦૦૦ મીટરે તો આખું યુરોપ અને ૧૦,૦૦,૦૦૦ મીટરે ઉપર ઉઠતાં તો આપણા ઘર પૃથ્વીને છોડીને આગળ વધી

Full Novel

1

મલ્ટીવર્સ (ભાગ-૧)

શું છે આ મલ્ટીવર્સ? (ભાગ-૧) ઇટાલીનું રળિયામણું શહેર વેનીસ. એનો સેન્ટ સ્કવેર નામનો વિસ્તાર. હાથમાં મોટી રિંગ સાથે કેટલીક યુવતીઓ ત્યાં રમી રહી છે. એક મીટર વ્યાસની એ રિંગો સાથેની રમત જોવા દસ મીટરના વ્યાસનું વર્તુળ બને એટલું ટોળુ જમા થયું છે. હવે અહીંથી ક્રમશ: દસ ગણું ઉપર જતાં જઇએ અર્થાત સતત દસ ગણું ઝુમ આઉટ કરતા રહીએ તો, ૧૦૦ મીટરમાં આખું સેન્ટ માર્ક્સ ૧૦૦૦ મીટરમાં આખું સીટી સેન્ટર ૧૦,૦૦૦ મીટરમાં વેનીસ શહેર તથા તેની આસપાસના ટાપુઓ સહિત આખું ઉત્તર ઇટાલી ૧,૦૦,૦૦૦ મીટરે તો આખું યુરોપ અને ૧૦,૦૦,૦૦૦ મીટરે ઉપર ઉઠતાં તો આપણા ઘર પૃથ્વીને છોડીને આગળ વધી ...વધુ વાંચો

2

મલ્ટીવર્સ (ભાગ-૨)

મલ્ટીવર્સ : છે શું આ? ભાગ-૨ જર્મનીના પાટનગર બર્લિનની આ વાત ઇ.સ.૧૯૧૫નો નવેમ્બર મહિનો ચાલી રહ્યો હતો. ઇ.સ.૧૭૦૦માં જેની સ્થાપના થયેલી એવી Prussian Academy of Sciences નો લેક્ચર હોલ હતો. એ હોલમાં વિજ્ઞાનના ઇતિહાસનો સૌથી મહાનતમ વૈજ્ઞાનિક બનવા જઇ રહેલો એ યુવાન એના મહાનતમ કાર્ય વિશે લેક્ચર આપી રહ્યો હતો. લેક્ચરનો ટોપીક હતો, ‘જનરલ થિયરી ઓફ રિલેટીવીટી’ અને જેના નામની આગળ સ્વયંભૂ રીતે ‘સર’ ખિતાબ લગાવવાની ઇચ્છા થઇ જાય એવા એ યુવાન લેક્ચરર હતા સર આલ્બર્ટ હેરમાન આઇનસ્ટાઇન. ઇ.સ.૧૯૧૫ના અંત ભાગમાં અને ઇ.સ.૧૯૧૬ના શરૂઆતના ભાગમાં આપેલા લેક્ચર્સની સિરિઝ દ્વારા આઇનસ્ટાઇને આખી જનરલ થિયરી ઓફ રિલેટીવીટી પ્રુશિયન એકેડમી સમક્ષ ...વધુ વાંચો

3

મલ્ટીવર્સ (ભાગ-૩)

મલ્ટીવર્સ (ભાગ-૩) ૯૭ બ્રહ્માંડ આપણાથી સાવ અદૃશ્ય છે અને આપણે તમામ પ્રગતિ માત્ર ૩ દૃશ્ય બ્રહ્માંડ સાથે જ સંબંધિત છે એ સત્ય જરાક નિરાશાજનક હતું, પણ એ નિરાશામાં ડાર્ક એનર્જીનું પગેરૂં શોધવાનો પ્રોજેક્ટ રોમાંચક નીવડ્યો. પ્રોજેક્ટ આજે પણ ચાલુ છે. ડાર્ક એનર્જીનું પુરેપુરૂં પગેરૂં હજી સુધી મળી શક્યું નથી. હા, વિસ્તરણનો દર માપ્યા પછી ડાર્ક એનર્જીનું પ્રમાણ (થિયરીમાં અને પ્રેક્ટીકલમાં) જરૂર મળ્યું છે. થિયરી અને પ્રાયોગિક બંને આંકડા અતિ અતિ અતિ સૂક્ષ્મ છે. બ્રહ્માંડનું વિસ્તરણ જે દરથી ઝડપી બની રહ્યું છે એટલું ઝડપી બનાવવા માટે આ મૂલ્ય ઘણું ઓછું પડે છે. પરિણામે ડાર્ક એનર્જીણા પગેરાં શોધવાના પ્રયત્નો પડી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો