લૉકડાઉન ની પરિસ્થિતિ માં આખું શહેર બંધ હતું. વાહનોના ધમધમાટ થી ગાજતો રોડ જાણે આજે લાંબો વાહો કરી આરામ ફરમાવી રહ્યો હતો. ક્યારેક કોઈ ટવર્યું -ટવર્યું નીકળતું હતું. રસ્તાના પોઇન્ટે પોઇન્ટે પોલીસ જવાનો પોતાની ડ્યુટી નિભાવી રહ્યા હતા. ભૂતોનું શહેર હોય તેવો સન્નાટો હતો. ક્યારેક આ સન્નાટાને ચીરતી એમ્બ્યુલન્સની સાયરન ની ચીસ વાતાવરણને વધારે ભયભીત કરતી હતી. આવશ્યક સેવાઓ ની દુકાનો જેવીકે કરિયાણા સ્ટોર, પેટ્રોલ પમ્પ, શાકભાજી અને ફ્રુટ સ્ટોર, મેડિકલ સ્ટોર્સ ખુલ્લા હતા. બાકી બધું જ બંધ હતું. અહીં પણ એકલદોકલ માણસો જ દેખાતા હતા. આવા સુમસામ રોડ પર હું મારું બાઈક લઈ

1

લૉકડાઉન

લૉકડાઉન ની પરિસ્થિતિ માં આખું શહેર બંધ હતું. વાહનોના ધમધમાટ થી ગાજતો રોડ જાણે આજે લાંબો વાહો કરી આરામ રહ્યો હતો. ક્યારેક કોઈ ટવર્યું -ટવર્યું નીકળતું હતું. રસ્તાના પોઇન્ટે પોઇન્ટે પોલીસ જવાનો પોતાની ડ્યુટી નિભાવી રહ્યા હતા. ભૂતોનું શહેર હોય તેવો સન્નાટો હતો. ક્યારેક આ સન્નાટાને ચીરતી એમ્બ્યુલન્સની સાયરન ની ચીસ વાતાવરણને વધારે ભયભીત કરતી હતી. આવશ્યક સેવાઓ ની દુકાનો જેવીકે કરિયાણા સ્ટોર, પેટ્રોલ પમ્પ, શાકભાજી અને ફ્રુટ સ્ટોર, મેડિકલ સ્ટોર્સ ખુલ્લા હતા. બાકી બધું જ બંધ હતું. અહીં પણ એકલદોકલ માણસો જ દેખાતા હતા. આવા સુમસામ રોડ પર હું મારું બાઈક લઈ ...વધુ વાંચો

2

લોકડાઉન - 2

મોહનને આજે સમાચાર મળ્યા ત્યારથી જ તેનું મન ક્યાય નહોતું લાગતું."અલી પણ આ મેરુ ને નખમાય રોગ ન ને એમ ઘડીકમાં હું થયું હશે?"" ફોનમાં તો ઈમ કે 'તાતા કે અટક આવી ગયો. "" પણ ઇ કાઈ એવો જબરો ય નો ' તો કે અટક આવી જાય."તમી હવારું ના ચંત્યા કર્યા કરો છો પણ ઈ કાય આપડા હાથની વાત છે? ભગવાન ને ગોઠયું તે હાસૂ.". " "ભલામાની ચંત્યાં તો થાય જ ને બચારાને સોડી ને સોંકરો હજી નાના છે.મારે એની હંભાળ લેવા જાવું જોહે " " ઈ બધી વાત હાસી પણ અતારે આ લોકડાન માં તમને કોય કિયાય ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો