શું છે આ Quantum Physics? (ભાગ-૧) · પૃષ્ઠભૂમિ “Now, I am fully convinced that Quantum Physics is the actual Philosophy.” – Max Born પ્રખ્યાત ભૌતિકવિજ્ઞાની મેક્સ બોર્નના ઉપરોક્ત વાક્ય સાથે આજના સમયના મોટાભાગના ભૌતિકવિજ્ઞાનીઓ અને ફિલોસોફર્સ સંપૂર્ણપણે સહમત થાય છે. આ ઉપરાંત સમજદાર ધર્મગુરૂઓ પણ આ વાત સ્વીકારે છે અને આ બધાનું એકમાત્ર કારણ એ છે કે Quantum Physics વાસ્તવિકતાને જોવાના નવા નવા દ્વાર ખોલી રહ્યું છે. આ બ્રહ્માંડ અને અસ્તિત્વની વાસ્તવિકતાઓ આપણા ધાર્યા કરતાં અનેકગણી વધુ રોમાંચક સ્વરૂપે આપણી સામે ઉજાગર થઇ રહી છે, છતાં ઘણાબધા લોકો Quantum Physics ના આ વિકાસથી સાવ અજાણ છે.

Full Novel

1

ક્વોન્ટમ ફિઝીક્સ (ભાગ-૧)

શું છે આ Quantum Physics? (ભાગ-૧) · પૃષ્ઠભૂમિ “Now, I fully convinced that Quantum Physics is the actual Philosophy.” – Max Born પ્રખ્યાત ભૌતિકવિજ્ઞાની મેક્સ બોર્નના ઉપરોક્ત વાક્ય સાથે આજના સમયના મોટાભાગના ભૌતિકવિજ્ઞાનીઓ અને ફિલોસોફર્સ સંપૂર્ણપણે સહમત થાય છે. આ ઉપરાંત સમજદાર ધર્મગુરૂઓ પણ આ વાત સ્વીકારે છે અને આ બધાનું એકમાત્ર કારણ એ છે કે Quantum Physics વાસ્તવિકતાને જોવાના નવા નવા દ્વાર ખોલી રહ્યું છે. આ બ્રહ્માંડ અને અસ્તિત્વની વાસ્તવિકતાઓ આપણા ધાર્યા કરતાં અનેકગણી વધુ રોમાંચક સ્વરૂપે આપણી સામે ઉજાગર થઇ રહી છે, છતાં ઘણાબધા લોકો Quantum Physics ના આ વિકાસથી સાવ અજાણ છે. ...વધુ વાંચો

2

ક્વોન્ટમ ફિઝીક્સ (ભાગ-૨)

શું છે આ Quantum Physics? (ભાગ-૨) તમામ અલ્ટ્રામોર્ડન ફેસીલીટી વાળો એક મોલ કલ્પી લો. ખૂબ મોટી સાઇઝનો આ મોલ છે. સમજો કે આખા ગાંધીનગર જેટલી મોટી સાઇઝનો એક વિરાટ શોપીંગ મોલ છે. તમે ફરતાં થાકી જાઓ તોય પુરો ના થાય એવડો મોટો. હવે કોઇ તમારી મેમરી ડીલીટ કરી તમેન એ મોલમાં મુકી દે છે. તમારી આંખો ખુલે છે ત્યારે તમે એક અતિસુંદર ભવ્યાતિભવ્ય મોલ જોઇ રહ્યાં છો. તમારા જેવાંજ બીજા દસેક હજાર માણસો એ વિશાળ મોલમાં હરી-ફરી રહ્યાં છે પણ કોઇ એ મોલની બહાર જઇ શકતું નથી. ખાણી-પીણીની એક એકથી ચડીયાતી વસ્તુઓ અહીં ઉપલબ્ધ છે. ...વધુ વાંચો

3

ક્વોન્ટમ ફિઝીક્સ (ભાગ-૩)

શું છે આ Quantum Physics? (ભાગ-૩) ઇ.સ.૧૯૨૦માં પરમાણુને સ્થિરતા પ્રદાન કરવાનું કાર્ય નિલ્સ કર્યું. પરમાણુ સ્થિર કેવી રીતે રહી શકે છે એનું બોહર મોડેલ ડેન્માર્કના ભૌતિકવિજ્ઞાની નિલ્સ બોહરે રજૂ કર્યું, જેના માટે તેમને ઇ.સ.૧૯૨૨નું પ્રતિષ્ઠિત નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું. પરમાણુ કેવો હતો એ વિશે આની પહેલાં બે મોડેલ અપાયા જે નિષ્ફળ નિવડ્યા. ઇ.સ.૧૮૯૭માં ઇલેક્ટ્રોનની શોધ માટે ખ્યાતી મેળવનાર સર જે.જે.થોમ્સને ઇ.સ.૧૯૦૪માં પ્રમાણુની સ્થિરતા સમજાવતું plum pudding model આપ્યું. આ મોડેલને Watermelon model અર્થાત તડબુચ મોડેલ પણ કહેવાય છે. એની સંરચના તડબુચ જેવીજ હતી. તડબુચના ગર (અથવા ગર્ભ) નાં સ્થાને અહીં ધન વિદ્યુતભારો સમાન ...વધુ વાંચો

4

ક્વોન્ટમ ફિઝીક્સ (ભાગ-૪)

શું છે આ Quantum Physics? (ભાગ-૪) ઇ.સ.૧૯૨૭માં વર્નર હાઇઝનબર્ગે અનિશ્ચિતતાનો સિધ્ધાંત ત્યારે ભૌતિકવિજ્ઞાનનું જગત સૂક્ષ્મ કણોના અવલોકન અને તેના માપનને લગતી અનેક મૂંઝવણોમાંથી પસાર થઇ રહ્યું હતું. ક્વોન્ટમ ભૌતિકવિજ્ઞાનના ભીષ્મ પિતામહોમાંના એક એવાં ભેજાબાજ જર્મન વૈજ્ઞાનિક વર્નર હાઇઝનબર્ગનો મૂળ સિધ્ધાંત એક લીટીમાં આ મુજબ છે. કોઇપણ કણના વેગમાન અને સ્થાન એકસાથે માપી શકાય નહી. અહીં પ્રાયોગિક મર્યાદાઓની વાત નથી. થિયરીમાં પણ એ માપી શકાય નહી. કહો કે કુદરતમાં ‘વેગમાન અને સ્થાનને એકસાથે માપવું’ એ નામની કોઇ વસ્તુ અસ્તિત્વજ ધરાવતી નથી. આપણે જોઇ ગયાં કે, વેગમાન એ વેગ અને દળનો ગુણાકાર છે એટલે એમ પણ કહી શકાય કે કોઇપણ કણના ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો