માઉન્ટ આબુના પ્રવાસે

(95)
  • 30.1k
  • 15
  • 12.8k

આગલા દિવસે રાતે અક્ષયનો મને કોલ આવ્યો"યાદ છે ને, કાલે આપણે મોડાસા જવાનું છે,ત્યાંથી એક-બે દિવસ આબુ જતા આવીએ એવું નક્કી કર્યું છે નીલ અને બધા મિત્રોએ" નીલ એટલે બે વર્ષ જુનિયર અમારો સ્કૂલ ફ્રેન્ડ."યાર હું બે-ત્રણ દિવસ માટે નહિ નીકળી શકું,મારે મોકટેસ્ટ છે"પણ મેં કહી દીધું છે કે હું ને સચિન આવીશું"આપણે ખાલી મોડાસા જવાની વાત થઈ હતી અને અત્યારે આમ અચાનક આબુની ટ્રીપ...હું સિરિયસલી નહિ આવી શકું"તો ખાલી મોડાસા તો જતા આવી"હા,સારું" સાંજે છ વાગ્યે ભરપેટ નાસ્તો કરીને,બાઇકમાં પેટ્રોલ પુરાવીને,ગુગલ મેપના સહારે અમે આણંદથી મોડાસા જવા નીકળ્યા.લગભગ સવા સો કિલોમીટરનો રસ્તો એટલે વચ્ચે બે-ત્રણ વોલ્ટ ફ્રેશ થવા

Full Novel

1

માઉન્ટ આબુના પ્રવાસે - 1

આગલા દિવસે રાતે અક્ષયનો મને કોલ આવ્યો"યાદ છે ને, કાલે આપણે મોડાસા જવાનું છે,ત્યાંથી એક-બે દિવસ આબુ જતા આવીએ નક્કી કર્યું છે નીલ અને બધા મિત્રોએ" નીલ એટલે બે વર્ષ જુનિયર અમારો સ્કૂલ ફ્રેન્ડ."યાર હું બે-ત્રણ દિવસ માટે નહિ નીકળી શકું,મારે મોકટેસ્ટ છે""પણ મેં કહી દીધું છે કે હું ને સચિન આવીશું""આપણે ખાલી મોડાસા જવાની વાત થઈ હતી અને અત્યારે આમ અચાનક આબુની ટ્રીપ...હું સિરિયસલી નહિ આવી શકું""તો ખાલી મોડાસા તો જતા આવી""હા,સારું" સાંજે છ વાગ્યે ભરપેટ નાસ્તો કરીને,બાઇકમાં પેટ્રોલ પુરાવીને,ગુગલ મેપના સહારે અમે આણંદથી મોડાસા જવા નીકળ્યા.લગભગ સવા સો કિલોમીટરનો રસ્તો એટલે વચ્ચે બે-ત્રણ વોલ્ટ ફ્રેશ થવા ...વધુ વાંચો

2

માઉન્ટ આબુના પ્રવાસે - 2

આગળના ભાગમાં જોયું કે ભાઈબંધો વચ્ચે અચાનક આબુ ટ્રિપનું પ્લાનિંગ થાય છે અને બીજે જ દિવસે અમે આબુ જવા છીએ.બપોરના ત્રણ વાગે આબુ પહોંચ્યા થોડીક બાર્ગેનિંગ કરીને હોટલનું નકકી કર્યું હોય છે.હવે આગળ....લગભગ હોટેલ તો કહેવાય જ નહીં,આખી હોટેલમાં ત્રણ જ રૂમ. સાવ સાંકડા, ઉંચાને કરાર પગથિયાં.અમે પેમેન્ટ કરીને ઉપર ગયા.રૂમતો ઠીકઠાક હતા.પણ એક રૂમનું ટીવી ચાલતું નહોતું એટલે હોટેલના માલિક ભૂરાને ઉપર બોલાવીને ઘઘલાવી નાખ્યો.પેમેન્ટ લીધા પછી અચાનક તેને રંગ બદલાવ્યો"યે કમરે કા ટીવી નહિ ચલેગા, એસી ઔર ગીઝર તો હૈ" આટલી ઠંડીમાં એસીની શુ જરૂર હતી! પણ પેમેન્ટ અપાય ગયું હતું એટલે એની વાત માનવા સિવાય કોઈ ...વધુ વાંચો

3

માઉન્ટ આબુના પ્રવાસે - 3

આગળના ભાગમાં જોયું કે મિત્રો વચ્ચે ઓચિંતિ માઉન્ટ આબુ ટ્રીપ પ્લાન થાય છે અને બોપોરે ત્રણ વાગે અમે માઉન્ટ પહોંચીએ છીએ.સાંજ સુધીમાં મોજમસ્તી સાથે થોડી શોપિંગ કરીને દિવસ પસાર થાય છે.બીજે દિવસે ગુરુશીખરથી મુસાફરીનો આરંભ થાય છે.હવે આગળ...રાતે બધા પોતપોતાનો ખૂણો પકડીને ઊંઘી ગયા હતા.દિવસભર થાક જ એટલો બધો લાગ્યો હતો કે સીધી સુતા ભેગી સવાર થઈ ગઈ.અક્ષયની સવાર થોડી વહેલી થઈ ગઈ કારણ કે એણે રાત્રે સરખો ખૂણો નહોતો મળ્યો સુવા માટે.એટલે એ તૈયાર થઈ ગયો અને આઠ સાડા આઠ આસપાસ અમને બધાને ઉઠાડ્યા.ઠંડી જ એટલી હતી નહાવાનો તો સવાલ જ નહોતો.બ્રશ કરીને સીધુ મોઢું ધોયું.બધા બબ્બે સ્વેટર,માથે ...વધુ વાંચો

4

માઉન્ટ આબુના પ્રવાસે - 4

ગુરુ શિખરથી હવે અમારે ગૌમુખ મંદિર જોવા જવાનું હતું.ગુરુ શિખરથી રિટર્ન જતી વખતે થોડે આગળ જ ગૌમુખ મંદિર આવે રસ્તામાં એક વણાક પર લવર પોઈન્ટ આવે છે. લવર પોઈન્ટ પર ફોટોગ્રાફરો સહેલાણીઓને આકર્ષી રહ્યા હતા."રાજસ્થાની પોશાક પઘડી મેં બંદૂક કે સાથ ઘોડી પર ફોટો ખીચવાએ, સીર્ફ પચાસ રૂપે મે" આ જગ્યા પર અમે અડધો કલાક જેવો વોલ્ટ લીધો. સોનેરી હાઈલાઈટ કરાવેલા લાંબા અને પવનના કારણે લહેરાતા વાળ, નમણું મોઢું, કાતિલ સ્માઈલ, આછા ગુલાબી રંગનું લેધર જેકેટ અને બ્લુ ડેનિમમાં સજ્જ એક યુવતી ઘોડી પર બેસીને બંદૂકનું નાળચું તેના બોયફ્રેન્ડ/ફીયોનસે કે પતિ તરફ રાખીને, ડાબો હાથ બંદૂક ઉપર, ને જમણો ...વધુ વાંચો

5

માઉન્ટ આબુના પ્રવાસે - 5

ચાર વાગ્યાની આસપાસ અમારી સવારી ઉપડી નખી તળાવ જોવા. નખી તળાવ અમારી હોટેલથી વોકિંગ ડિસ્ટન્સ પર જ હતું. લગભગ વાગ્યાની આસપાસ અમે નખી તળાવ પહોંચ્યા.નખી તળાવ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. તે ભારતનું પહેલું માનવનિર્મિત તળાવ છે. તેની ઊંડાઈ લગભગ 11000 મીટર છે. હિલસ્ટેશનની મધ્યમાં સ્થિત પર્વતો, હરિયાળી, વિચિત્ર પ્રકારના ખડકો, નાળિયેરી, અનેક પ્રકારના ફૂલોથી ઘરાયેલ નખી તળાવને માઉન્ટ આબુનું દિલ કહીશ તો જરાય અતિશયોક્તિ નથી.તળાવમાં બોટીંગ કરવાનો લાભ લીધા જેવો છે. અમે નખી તળાવના સૌંદર્યને પૂરેપૂરું માણવા માટે પેદલ બોટ દ્વારા સામ કાંઠે જવાનું નક્કી કર્યું. જ્યારે તળાવના સ્વચ્છ, વાદળી અને શાંત પાણીમાંથી પસાર થતા હોય,ત્યારે માઉન્ટ ...વધુ વાંચો

6

માઉન્ટ આબુના પ્રવાસે - (અંતિમ)

હવે માઉન્ટ આબુ ટ્રીપનું છેલ્લું સ્થળ સનસેટ પોઇન્ટ જોવાનું બાકી રહ્યું હતું. ખરેખર સનસેટ પોઇન્ટ જોયા વગર આ ટ્રીપ હતી. શિયાળામાં છ-સાડા છની આસપાસ લાલ-નારંગી રંગનો સૂર્ય લગભગ તેની આસપાસનું આકાશ પણ તેનાં કિરણો દ્વારા થોડું નારંગી રંગે રંગી નાખે છે અને અચાનક જ તે વાદળો વચ્ચે ડૂબી જાય છે.પ્રકાશ ધીમે ધીમે ઝાંખો પડતો જાય છે. લગભગ પંદરેક મિનિટમાં નારંગી રંગ ગાયબ થઇને હળવું અંધારું છવાઈ જાય છે,સૂર્યાસ્ત થઈ ગયો હોય છે. અરવલ્લી રેન્જની સમૃદ્ધ હરિયાળી એક તરફ અને સનસેટ પોઇન્ટથી લાલ અને નારંગી રંગે રંગાયેલ સુરત નિહાળવાની મજા એક તરફ. સનસેટ પોઇન્ટની ફરતે રેલીંગ બાંધેલી છે. ત્યાં આવતા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો