હિગ્સ બોઝોન The God Particle (ભાગ-૧) ઘટના અત્યારે હાલ તો જરાક જૂની લાગશે અને માનસપટ પર ઝડપથી તાજી નહીં થાય છતાં યાદ કરી લઇએ. તારીખ હતી ૪ થી જુલાઇ, ૨૦૧૨. આમ તો ૪ થી જુલાઇ એટલે અમેરિકાનો સ્વતંત્રતા દિવસ. પરંતુ ૨૦૧૨ના વર્ષે એ દિવસે વિશ્વના ઇતિહાસની સૌથી મોટી પ્રયોગશાળા (ટેકનીકલી સૌથી મોટા પાર્ટીકલ એક્સીલરેટર) ખાતે હિગ્સ બોઝોન નામના અજાયબ કણ એટલે કે પાર્ટીકલની શોધ થઇ હોવાનું જાહેર કરવામાં આવ્યું. અણુ કરતાંય નાના એવાં પરમાણુ, પરમાણુ કરતાંય નાના એવાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવાં પરમાણ્વિક કણો અને પરમાણ્વિક કણોથી પણ નાના એવાં મૂળભૂત કણોના સમુદાયમાં અત્યંત અગત્યનું સ્થાન ધરાવતો કણ એટલે

Full Novel

1

હિગ્સ બોઝોન The God Particle (ભાગ-૧)

હિગ્સ બોઝોન The God Particle (ભાગ-૧) ઘટના અત્યારે હાલ તો જરાક જૂની લાગશે અને માનસપટ પર ઝડપથી તાજી નહીં થાય છતાં યાદ કરી લઇએ. તારીખ હતી ૪ થી જુલાઇ, ૨૦૧૨. આમ તો ૪ થી જુલાઇ એટલે અમેરિકાનો સ્વતંત્રતા દિવસ. પરંતુ ૨૦૧૨ના વર્ષે એ દિવસે વિશ્વના ઇતિહાસની સૌથી મોટી પ્રયોગશાળા (ટેકનીકલી સૌથી મોટા પાર્ટીકલ એક્સીલરેટર) ખાતે હિગ્સ બોઝોન નામના અજાયબ કણ એટલે કે પાર્ટીકલની શોધ થઇ હોવાનું જાહેર કરવામાં આવ્યું. અણુ કરતાંય નાના એવાં પરમાણુ, પરમાણુ કરતાંય નાના એવાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવાં પરમાણ્વિક કણો અને પરમાણ્વિક કણોથી પણ નાના એવાં મૂળભૂત કણોના સમુદાયમાં અત્યંત અગત્યનું સ્થાન ધરાવતો કણ એટલે ...વધુ વાંચો

2

હિગ્સ બોઝોન The God Particle (ભાગ-૨)

હિગ્સ બોઝોન The God Particle (ભાગ-૨) ગયા વખતે જોયું એ રીતે જેમ સ્નીગ્ધ અને ઘટ્ટ માધ્યમમાં કણની ગતિ અવરોધાય એમ બ્રહ્માંડના જન્મ પછી હિગ્સ ફિલ્ડથી બ્રહ્માંડમાં મોજૂદ દરેક કણની ગતિ અવરોધાઇ. જે પ્રમાણમાપમાં ગતિ ઓછી થઇ એજ પ્રમાણમાપમાં એનું દળ વધ્યું. હિગ્સ ફિલ્ડે કણોને દળ પ્રદાન કર્યું. ખાલી શબ્દોમાંજ નહીં પણ ખરેખરમાં ઉર્જાને પદાર્થમાં રૂપાંતરિત કરી. પદાર્થના (એટલે કે દળના) અસ્તિત્વની શરૂઆત કરનાર પરિબળ એટલે હિગ્સ ફિલ્ડ. આમ જોવા જઇએ તો ઉપમાની રીતે પણ દળનું અસ્તિત્વ પેદા કરનાર કણ (કમસે કમ દળ માટે તો) ગોડ પાર્ટીકલ કહેવાવો જોઇએ, પણ હિગ્સ બોઝોનને એ નામ અપાયા પછી ઘણાબધા વૈજ્ઞાનિકોને ‘ગોડ પાર્ટીકલ’ ...વધુ વાંચો

3

હિગ્સ બોઝોન (ભાગ-૩)

હિગ્સ બોઝોન (ભાગ-૩) આપણું બ્રહ્માંડ મૂળભૂત રીતે ચાર મુખ્ય બનેલું છે. સ્ટ્રોંગ ફોર્સ, વીક ફોર્સ, વિદ્યુતચુંબક્ત્વ અને ગુરૂત્વાકર્ષણ એ ચાર મૂળભૂત બળો દ્વારા જ અન્ય બળો તથા અન્ય તમામ આંતરક્રિયાઓ પેદા થાય છે. આ ચારેય બળો કરોળીયાના જાળાની માફક પોતાનું ક્ષેત્ર ફેલાવે છે અને એ ક્ષેત્ર એમાં આવતાં પદાર્થો પર આનુષાંગિક અસરો ઉપજાવે છે. ભૌતિકવિજ્ઞાનીઓ વર્ષોથી થિયરી ઓફ એવરીથીંગની તલાશ કરી રહ્યાં છે. એ થિયરી ઓફ એવરીથીંગ એટલે આ ચારેય બળોને એક તાંતણે પરોવીને એકસૂત્ર કરીને એક જ સમીકરણ વડે બ્રહ્માંડને સમજાવતી થિયરી. હા. આપણાં આખે આખાં બ્રહ્માંડને માત્ર એક જ સમીકરણ વડે સમજાવતી થિયરી.. અલબત્ત એ સમીકરણ ...વધુ વાંચો

4

હિગ્સ બોઝોન (ભાગ-૪)

હિગ્સ બોઝોન (ભાગ-૪) ગયા અંકે જોયું એ પ્રમાણે પાર્ટીકલ ફિઝીક્સના સ્ટાન્ડર્ડ વર્ણવેલા તમામ કણો પૈકી બળનું ક્ષેત્ર ફેલાવતા કણો સદેહે મોજૂદ હોતા નથી. એમનું ક્ષેત્ર બ્રહ્માંડમાં ચોતરફ ફેલાયેલું હોય છે. આપણે બાહ્ય બળો લગાડીને કે કૃત્રિમ સંજોગો પેદા કરીને જે-તે ક્ષેત્રની ઉર્જાને ચોક્કસ ભાગમાં સંકેન્દ્રિત કરીએ ત્યારે ક્ષેત્ર કણ સ્વરૂપે સદેહે દર્શન આપે છે. (એમ કહેવાય કે ક્ષેત્રનું ક્વોન્ટાઇઝેશન થયું અને કણનું નિર્માણ થયું) આ પ્રકારે કણ ઉત્પન્ન કરી એનો અભ્યાસ કરી શકાય છે એ સત્યના આધારે જ દુનિયાના સૌથી મોટા પાર્ટીકલ એક્સીલરેટર LHC (લાર્જ હેડ્રોન કોલાઇડર) નું નિર્માણ થયું છે. ૪ જુલાઇ, ૨૦૧૨ ના રોજ LHC ખાતે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો