-:લેખક તરફ થી :- આ મારી પ્રથમ રચના છે મેં આના પહેલા ક્યારે પણ આવી રચના લખવા વિષે વિચારેલું ન હતું, હા હું વક્તવ્ય મા થોડો ચપળ ખરો પણ મિત્રો અને મારા પત્ની નાં આગ્રહ પછી આજે આ મારી પ્રથમ રચના વાચકો સમક્ષ મુકું છુ આશા છે કે, આપ વાચકો ને મારો આ પ્રથમ પ્રયત્ન પસંદ આવશે અને મને આગળ લખવા પ્રોત્શાહન જરૂર થી મળશે તેવી આશા રાખું છુ. -:નોંધ:- આ કથાના બધાજ પાત્રો કાલ્પનિક છે. જેને જીવિત કે, મૃત કોઈ વ્યક્તિ સાથે કોઈ સબંધ નથી અને

Full Novel

1

પ્રથમ પ્રેમ - ભાગ ૧

-:લેખક તરફ થી :- આ મારી રચના છે મેં આના પહેલા ક્યારે પણ આવી રચના લખવા વિષે વિચારેલું ન હતું, હા હું વક્તવ્ય મા થોડો ચપળ ખરો પણ મિત્રો અને મારા પત્ની નાં આગ્રહ પછી આજે આ મારી પ્રથમ રચના વાચકો સમક્ષ મુકું છુ આશા છે કે, આપ વાચકો ને મારો આ પ્રથમ પ્રયત્ન પસંદ આવશે અને મને આગળ લખવા પ્રોત્શાહન જરૂર થી મળશે તેવી આશા રાખું છુ. -:નોંધ:- આ કથાના બધાજ પાત્રો કાલ્પનિક છે. જેને જીવિત કે, મૃત કોઈ વ્યક્તિ સાથે કોઈ સબંધ નથી અને ...વધુ વાંચો

2

પ્રથમ પ્રેમ - ભાગ ૨

કોલેજ નાં દિવસો રમેશભાઈ થી સહજ ગયુ રાજેશકાકા તમે આ સ્ત્રી ને ઓળખો છે? હા, રાજેશકાકા સહજ જવાબ દેતા બોલ્યા હું ઓળખું છું. કોણ છે આ સ્ત્રી? રમેશભાઈ આશ્ચર્ય થી બોલ્યા. તો સંભાળ એમ કહી રાજેશદાદા પાસે પડેલા ટેબલ પર બેસી અને ઊંડા વિચારમાં જાણે ખોવાઈ ગયા બસ થોડો સમય આમજ વિચાર કર્યા બાદ જાણે કોઈ ઈતિહાસ ના પન્ના ફંફોળી બોલતા હોય તેમ બોલવાનું શરુ કર્યુ. હુ અને જય અમે બંને નાનપણ નાં ગોઠિયા અમે પહેલેથીજ ભેગા ભણતા અને અમને બન્ને ને એકજ કોલેજમાં એડમિશન મળ્યું અને અમે બન્ને કોલેજે સવારે સાથેજ જતા એ સમયમા આજના જેવી ...વધુ વાંચો

3

પ્રથમ પ્રેમ - ભાગ ૪

પ્રોફેસર સાથે મુલાકાત અમારી સામે સ્ત્રી આવી ઉભી રહી. અને માધુરી બોલી ઉઠી પારુલ મેમ તમે? પારુલ મેમ સાહિત્ય નાં પ્રોફેસર હતા, દેખાવે ગોરો રંગ, લાલ અને લીલું લહેરીયું, મધ્યમ ઉચ્ચાઈ, અમે કઈ બોલીએ તે પહેલા પારુલ મેમ બોલ્યા માધુરી આ બન્ને માંથી તારી પશંદ કોણ છે? હુંપણ જોઉ મારી બધાથી હોશિયાર વિદ્યાર્થીની ની પસંદ કોણ છે? અને માધુરી એ થોડુ શર્માઈ સામે જોયું અને પારુલ મેમ એ તુરંત જય ને ઉપર થી નીચે સુધી નિરીક્ષણ કરવાનું ચાલુ કરી દીધું અને થોડી વાર કશુંજ નાં બોલ્યા. થોડીવાર પછી થોડુ કટાક્ષ કરતા બોલ્યા તારી પસંદ દેખાવે તો સારી છે ...વધુ વાંચો

4

પ્રથમ પ્રેમ - ભાગ ૩

પ્રથમ મુકાત શામે પેલી એજ છોકરી ઊભી હતી પણ આજે એક દ્રશ્ય હતું, પેલી છોકરીએ આસમાની વાદળી રંગની સાડી, ગોરા ચહેરા પર બન્ને ભોવાની વચ્ચો વચ્ચ મગનાં દાણા જેવડો ચાંદલો તે એકદમ સાદી દેખાતી હતી તેમ છતા કોલેજ ની બીજી કોઈ છોકરી એના તોલે આવી શકે એમ નહતી એમની સાથે એમની બહેનપણી હતી, જયે પોતાનું ધ્યાન તેના ચહેરા પરથી હટાવી પૂછ્યું બોલો તમારે બંન્ને ને અમારું કઈ કામ હતું. હા થોડા ધીમા સ્વરે પેલી છોકરી ની બહેનપણી એ જવાબ આપ્યો અમે આ કોલેજ માં નવા છીએ અને અમે કોઈને ઓળખતા પણ નથી શું તમે અમારા મિત્ર બનશો? જય ...વધુ વાંચો

5

પ્રથમ પ્રેમ - ભાગ ૫

વેકેશન માં મુલાકાત નાં આવું નથી પણ મારા મગજ માં મેમ ની વાત ઘર કરી ગઈ છે. શું કરવું સમજાતું નથી માધુરી ઉદાસ અવાજે બોલી. જય થોડા નમ્ર અવાજે તેને શાંત પડતા બોલ્યો, જો માધુરી આવું નાં હોય જે પારુલ મેમ સાથે થયું તેવું બધા સાથે થાય એ જરૂરી નથી. આ દુનિયામાં કેટલાબધા એવા લોકો હશે જેણે પ્રેમ કર્યો હોય અને લગ્ન પણ કર્યા હોય અને બન્ને ખુશી થી રહેતા હોય અને એક બીજાનો સાથ નિભાવતા હોય. તો જરૂરી નથી કે, બધા સાથે આવુજ બને. તો તુ હવે તારા મનમાંથી આવા વિચારો કાઢી નાખ અને ચાલો હવે ...વધુ વાંચો

6

પ્રથમ પ્રેમ - ભાગ ૬

જુદાઈ નાં દિવસો માધુરીના પપ્પા ત્યાજ ઉભા રહી ગયા બોલ્યા આશા તુ અહિયાં શું કરે છે? માધુરીના નાં પપ્પા અમદાવાદ નાં એક મોટા વ્યાપારી હતા અને અમદાવાદ નાં નાના મોટા બધાજ વ્યાપારીઓ તેમને મનુ શેઠ થી ઓળખતા આમ તો એમનું નામ મનહરભાઈ ભટ્ટ હતું પણ મોટાગજાના વ્યાપારી હોવાના કારણે લોકો તેમને મનુ શેઠ કહેતા મનુ શેઠ નો પહેરવેશ એકદમ સાદો અને સરળ હતો. સફેદ ઝભો અને સફેદ લેંઘો અને ડાબાહાથમાં તેની સધ્ધરતા ની ચાડી ખાતી વિદેશી કંપની ની મોંઘી ઘડિયાળ અને પગમાં હાથબનાવટની કાળા કલરની ચાંમડાની મોજડી અને માથાપર સફેદ ગાંધી ટોપી. હવે હું અને જય સ્તબ્ધ થઇ ...વધુ વાંચો

7

પ્રથમ પ્રેમ ભાગ - ૭

મારા અને જય નાં પગ ત્યાજ થંભી ગયા અમે કાઈ વિચારીએ તે પહેલા માધુરીનાં પપ્પા અમારી નજીક આવી બોલ્યા તું કરશન ત્રિવેદી નો છોકરો છે એટલે તને અત્યારે કાઈ નથી કહેતો પણ જો બીજીવાર મારી આશા ની આજુભાજુ પણ દેખાયો છે તો હું ભૂલી જઈશ કે તું કરશન ત્રિવેદીનો છોકરો છે કહી પોતાની સાથે રહેલ અજાણી વ્યક્તિ સામું જોઈ બોલ્યા ચાલ અને બન્ને ચાલવા લાગ્યા. થોડી વાર હું અને જય ત્યાજ ઉભારહ્યા અને અચાનક જય બોલ્યો મનુકાકા મારી દુકાન તરફથી આવતા હતા ક્યાંક એને આ બધી વાત મારા પપ્પાને તો નહિ કહી હોય ને. કહી મારી સામે ...વધુ વાંચો

8

પ્રથમ પ્રેમ - ભાગ ૮

અંતિમ મિલન જય ની ખુશીનું કોઈ ઠેકાણું ન હતું અમારી માધુરી ઉભી હતી. જય અને માધુરી એક બીજાની સામે એકીટશે એવી રીતે જોઈ રહ્યા હતા કે જાણે વર્ષો વીત્યા હોય એક બીજાને જોયાને. બન્ને ની આંખો માંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા બસ બન્ને એક બીજાની સામે જોઈ રહ્યા હતા ના તો જય કશું બોલતો હતો ના તો માધુરી. છેવટે મેં માધુરી ને કહ્યું અરે કશું બોલશો કે બસ આમ એક બીજાની સામે જોયાજ કરશો અને માધુરી બોલી જોઈ લેવા દેને બહું જાજો સમય થયો જય ને નથી જોયો અને જય અચાનક બોલ્યો માધુરી તું ઘરની બહાર આવી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો