રાજકોટના રેસકોર્ષની એક સાંજનું દ્રશ્ય.......ધૂંધવાયેલી પાયલ રોષથી રેસકોર્ષની લીલીછમ લૉન પર  પગ પછાડતી આંટા મારી રહી હતી. તેનાં ગુલાબી ગાલ આજે ગુસ્સાને કારણે લાલાશ પકડી ગયાં હતાં. આથમતા સુરજના કિરણોને કારણે  પિંક કલરના સલવાર કમીઝ પણ હવે પાયલને સાથ આપવા પોતાનો રંગ બદલવાની તૈયારી કરતાં દેખાયાં. પાયલની સોનેરી અલક લટ પવનને કારણે વારે ઘડીએ તેનાં તીખા દેખાતાં અણીદાર નાક સાથે રમત કરવા ધસી આવતી  હતી.....સપ્રમાણ દેહ લાલિત્ય ધરાવતી પાયલ એટલી ધ્યાનાકર્ષક ભાસતી હતી  કે કોઈ પણ ઘાયલ થઈ જાય.  અને આ પાયલ શહેરના નામાંકિત વેપારી નારણશેઠની એક ને એક લાડકી દિકરી. હાલ તો આ બ્યુટી વિથ બ્રેઈન કૉલજમાં અભ્યાસ કરી રહી

Full Novel

1

સેકન્ડ ચોઇસ - (પાર્ટ-1)

રાજકોટના રેસકોર્ષની એક સાંજનું દ્રશ્ય.......ધૂંધવાયેલી પાયલ રોષથી રેસકોર્ષની લીલીછમ લૉન પર પગ પછાડતી આંટા મારી રહી હતી. તેનાં ગુલાબી આજે ગુસ્સાને કારણે લાલાશ પકડી ગયાં હતાં. આથમતા સુરજના કિરણોને કારણે પિંક કલરના સલવાર કમીઝ પણ હવે પાયલને સાથ આપવા પોતાનો રંગ બદલવાની તૈયારી કરતાં દેખાયાં. પાયલની સોનેરી અલક લટ પવનને કારણે વારે ઘડીએ તેનાં તીખા દેખાતાં અણીદાર નાક સાથે રમત કરવા ધસી આવતી હતી.....સપ્રમાણ દેહ લાલિત્ય ધરાવતી પાયલ એટલી ધ્યાનાકર્ષક ભાસતી હતી કે કોઈ પણ ઘાયલ થઈ જાય.અને આ પાયલ શહેરના નામાંકિત વેપારી નારણશેઠની એક ને એક લાડકી દિકરી. હાલ તો આ બ્યુટી વિથ બ્રેઈન કૉલજમાં અભ્યાસ કરી રહી ...વધુ વાંચો

2

સેકન્ડ ચોઇસ(પાર્ટ-2)

રાજકોટના પૉશ એરિયામાં લક્ઝુરિયસ બંગલો ધરાવતાં કરોડપતિ શેઠ, સવાર સવારમાં બંગલાની આગળના ભાગે બગીચામાં પોતે વાવેલા અલગ અલગ જાતના છોડવાઓને હાથમાં રહેલી પાતળી પાઈપ દ્વારા (દ્રશ્ય પૉઝ: આ પાયલના પપ્પા નારણશેઠ છે.) પાણીનો છંટકાવ કરી રહ્યાં હતા. કપરી પરિસ્થિતિઓને પાર કરી પોતાની મહેનતથી આગળ આવેલા નારણશેઠના વાળમાં ચાંદી ચડી, થોડી ચરબી પેટ પર ચડી પણ રૂપિયાની ચરબીને મગજમાં ચડવા દીધી નથી. ઓફિસમાં થ્રી પિસ સુટ પહેરીને કડક બોસ તરીકે મહાલતા નારણશેઠ ઘરમાં તો લેંઘો સદરો પહેરી ટહેલતા રહેતાં.ઘરમાંથી બહાર આવેલી એક જાજરમાન સન્નારીએ એક હાથ કમર પર મુકી બીજા હાથની હથેળીથી પોતાનું કપાળ(દ્રશ્ય પૉસ: આ પાયલના મમ્મી જયશ્રીબેન છે ...વધુ વાંચો

3

સેકન્ડ ચોઇસ - (પાર્ટ-3)

પાર્ટ-3"દિલ તમોને આપતા આપી દીધુંપામતાં પાછું અમે માપી લીધું;માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાંચોતરફથી કેટલું કાપી લીધું!"પાયલ સાથે મળતાં રિયાનને એક ક્ષણ પુરતો ધબકારો ચૂકાઈ ગયો અને એ એક ક્ષણમાં અડધી ક્ષણ માટે તો જાણે દુનિયા થંભી ગઈ અને બાકીની અડધી ક્ષણમાં હ્રદય અને મસ્તિષ્ક અલગ ,અલગ જગ્યાએ હોવા છતાં બન્ને જગ્યાએ એકસાથે ખળભળાટ મચી ગયો.આ પાયલ છે? કે બીજું કોઈ?મિત્રોને કેટલા કોન્ફિડન્સથી કહેતો હતો કે મને એક નજરમાં ગમી જાય એવી છોકરી બનીજ નથી.તો પછી આ શું થયું ?આજે આ ઈન્ડિયન બ્યુટીને જોઈને મારા હોશ કેમ ઉડવા લાગ્યાં ?'શું આને જ લવ એટ ફર્સ્ટ સાઈટ કહેવાય?'બીજી જ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો