નવનીતરાયનો રોજનો વણલખ્યો નિયમ... આ ગીત સાંભળીને જ એમની સવારનો નિત્યક્રમ ચાલુ થાય...વહાલી દીકરી ધ્વનિ પા પા પગલાં માંડતી માંડતી, ક્યારે કોલેજમાં આવી ગઈ તે ખબર પણ ના પડી. નવનીતરાય અને સવિતાબહેનની લાડકવાયી દીકરી ધ્વનિ ખરેખર લક્ષ્મી સ્વરૂપા, સર્વગુણસંપન્ન કહી શકાય... જાણે કે રૂપ, ગુણ અને ધર્મનો ત્રિવેણી સંગમ... એક સુંદર મજાનો હસતો ખેલતો સંસ્કારી પરિવાર. કુટુંબના પ્રેમ, સમાજના વ્યવહાર સુંદર રીતે નિભાવીને સરસ મજાનું જીવન જીવતો પરિવાર એટલે નવનીતરાયનો પરિવાર. દીકરીને ભણતર, ગણતર, અને સંસ્કારનું ઘડતર આપીને લાડકોડથી મોટી કરી હતી. દીકરીને યોગ્ય ઉંમરે સારા પરિવારમાં વળાવવાની દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે અને એની સાથે મનમાં હોંશ પણ ખૂબ હોય છે. નવનીતરાય અને સવિતાબહેન ખૂબ જ સમજદાર, ઠરેલ અને ખાનદાન... સાલસ સ્વભાવને લીધે બધા સાથે સારા સંબંધ...

Full Novel

1

અંત પ્રતીતિ - 1

અંત પ્રતીતિ નીતા કોટેચા (૧) દીકરી વહાલનો દરિયો “દીકરી મારી લાડકવાયી, લક્ષ્મીનો અવતાર... એ સૂવે તો રાત પડે ને, તો સવાર... હૈયાના ઝૂલે હેતની દોરી, બાંધી તને ઝુલાવું, હાલરડાની રેશમી રજાઈ તને હું ઓઢાડું, પાવન પગલે તારા, મારો ઉજળો છે સંસાર... દીકરી મારી લાડકવાયી...” નવનીતરાયનો રોજનો વણલખ્યો નિયમ... આ ગીત સાંભળીને જ એમની સવારનો નિત્યક્રમ ચાલુ થાય...વહાલી દીકરી ધ્વનિ પા પા પગલાં માંડતી માંડતી, ક્યારે કોલેજમાં આવી ગઈ તે ખબર પણ ના પડી. નવનીતરાય અને સવિતાબહેનની લાડકવાયી દીકરી ધ્વનિ ખરેખર લક્ષ્મી સ્વરૂપા, સર્વગુણસંપન્ન કહી શકાય... જાણે કે રૂપ, ગુણ અને ધર્મનો ત્રિવેણી સંગમ... એક સુંદર મજાનો હસતો ખેલતો સંસ્કારી ...વધુ વાંચો

2

અંત પ્રતીતિ - 2

અંત પ્રતીતિ નીતા કોટેચા (૨) ખુશીનું આગમન ઈશ્વર કૃપાથી ઘરમાં, મનમાં, જીવનમાં... ખુશીનું આગમન થઈ રહ્યું હતું, તકદીર નવનીતરાયના સારા સમાચાર આપવા આવી રહી હતી. નવનીતરાયે પત્નીને પાસે બેસાડીને આખા દિવસની બધી વાત કહી અને સાથે કહ્યું, “સવિતા, મનસુખરાયે જ્યારે બીજા પાત્રની વાત કરી ત્યારે મને બહુ જ ચિંતા થઈ કે ધ્વનિના જીવનમાં કોઈ પાત્ર તો નથી ને? અને સવિતા, મનસુખરાયને આપણે રાત્રે જવાબ આપવાનો છે... તો ધ્વનિને આપણે આજે આ વાત પૂછવી પડશે.” સવિતાબહેનના ચહેરા પર ખુશી અને ચિંતાની બંને રેખાઓ આવી ગઈ. આટલા સારા ઘરમાંથી માંગું આવવાની ખુશી અને જુવાન દીકરીને આવું પૂછીએ તો કેવું લાગે? એનો ...વધુ વાંચો

3

અંત પ્રતીતિ - 3

અંત પ્રતીતિ નીતા કોટેચા (૩) વધાઈનો શુભ અવસર શુભ લાભ ચોઘડિયા હરખાયા, મંગળ વાતાવરણ સર્જાયું... રાહ જોવાતી હતી, એ અવસર આવી પહોંચ્યો. સગાઈની તૈયારીઓ ધામધૂમથી થવા લાગી. જો ધ્વનિને ઉષાબહેન સાથે જવાનું હોય તો તેઓ ધ્વનિને આગલા દિવસે જ કહી દેતા, જેથી કોઈને દોડાદોડી ન થાય. ધ્વનિ પણ ખૂબ જ ખુશ હતી. આખરે સગાઈનો દિવસ આવી ગયો. ખૂબ જ સુંદર શણગાર સજીને, જ્યારે ધ્વનિએ માંડવામાં પગ મૂક્યો, ત્યારે ઉષાબહેન અને મનસુખરાયે ધ્વનિની નજર ઉતારી. ઉષાબહેન એને જોતાં જ રહી ગયા. એ વિચારતાં હતાં કે સ્વરૂપ અને સંસ્કાર બંનેનો સંગમ થવો ખૂબ જ મુશ્કેલ છે. મેં કેટલાં સારા પુણ્ય કર્યા ...વધુ વાંચો

4

અંત પ્રતીતિ - 4

અંત પ્રતીતિ નીતા કોટેચા (૪) સુંદર જીવનનો શુભારંભ “હું અને તું મટીને બન્યા આપણે, દંપત્તિ બન્યા એકમેકના હુંફના તાપણે...” મુખ પર દાંપત્યજીવનની અનેરી ચમકની આભા ઝળકી રહી હતી. મનસુખરાય અને મનોજની ઈચ્છાથી ધ્વનિએ પણ ઓફિસમાં જવાનું શરૂ કરી દીધું હતું. મનોજ પણ ખૂબ જ સફળતા પ્રાપ્ત કરતો હતો. મોટા ભાઈ અવિનાશભાઈ અને મીનાક્ષીભાભી તો દિલથી આશીર્વાદ આપતા હતાં અને ભગવાનનો ઉપકાર માનતા હતાં. ધ્વનિ પોતાના સ્વભાવને લીધે ઘરમાં તેમજ ઓફિસમાં બધાની ખૂબ જ લાડકવાયી બની ગઈ હતી. ધ્વનિ અને મનોજ એકબીજાને દરેક કામમાં સાથ સહકાર આપતાં હતાં. મિત્રો સાથે પાર્ટી, પિકનિકની મજા પણ માણતા હતાં. આધુનિક જીવન જીવવાની સાથે ...વધુ વાંચો

5

અંત પ્રતીતિ - 5

અંત પ્રતીતિ નીતા કોટેચા (૫) અણધારી વિદાય સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુ છે. નિયત સમય મુજબ ઉછળે અને જમીન પર પડે ત્યારે જ વાસ્તવિકતા સામે આવે. એક દિવસ ઓચિંતાનો સવિતાબહેનનો ધ્વનિને ફોન આવ્યો. “ધ્વનિ, તારા પપ્પાને હાર્ટએટેક આવ્યો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, તો જલ્દી આવી જા.” ધ્વનિએ ફોન મૂકીને રડતાં રડતાં ઉષાબહેનને વાત કરી. ઉષાબહેને તરત જ ડ્રાઈવરને બૂમ પાડી, કાર કઢાવી. ધ્વનિને લઈને તેઓ અને મીનાક્ષીભાભી હોસ્પિટલમાં રવાના થયાં. રસ્તામાં મોબાઈલથી એમણે મનસુખરાય અને મનોજને સમાચાર આપ્યાં. તેઓ પણ તરત જ હોસ્પિટલમાં પહોંચી ગયાં. નવનીતરાયને બચાવવાની ભરપૂર કોશિશ થઈ રહી હતી. બધા સવિતાબહેન ...વધુ વાંચો

6

અંત પ્રતીતિ - 6

અંત પ્રતીતિ નીતા કોટેચા (૬) અટપટા વહેણ જિંદગીમાં સુખ દુઃખના વહેણને પાર કરવાનું નામ છે જિંદગી, ખુશી અને ગમને હસતાં રહેવાનું નામ છે જિંદગી. જલદર્શનમાં તો જાણે ધમાલ મચી ગઈ હતી. “મમ્મી, મારાં આ કપડાં લેજો... આપણે અહીં ફરવા જઈશું, આમ કરીશું...” એવી રીતે બાળકોની ધમાલ ચાલુ થઈ ગઈ હતી. બધી તૈયારીઓ થઈ રહી હતી. માનસીના ફિયાન્સ રસેશને પણ આવવાનું કહ્યું હતું અને સ્મિતા અને તેનો પરિવાર પણ સાથે આવવાના હતાં. સમીર, વર્ષા અને તેના બાળકો તો પરિવારનું અવિભાજ્ય અંગ...તેઓ તો હાજરા હજૂર... મનસુખરાયે એક લક્ઝરી બસ જ કરી હતી જેથી બધા એકસાથે યાત્રાનો આનંદ ઉઠાવે. રસ્તામાં ધમાલ મસ્તી, ...વધુ વાંચો

7

અંત પ્રતીતિ - 7

અંત પ્રતીતિ નીતા કોટેચા (૭) ક્રૂર કાળચક્ર કરેલા કર્મોનો હિસાબ તો મનુષ્ય અવતારમાં ભગવાને પણ ચૂકવ્યો છે, આપણે તો મનુષ્ય, નિયતીના નિયમમાંથી છૂટી શકવાના...? દિવસ અને રાતનું ચક્કર એની ગતિમાં ફરતું જતું હતું. એક રાત્રે અચાનક મનોજને તાવ ચડ્યો. ઘરે જ ડોક્ટરને બતાવ્યું. તેમણે કહ્યું, “નોર્મલ તાવ છે.” દવા આપીને ડોક્ટર જતા રહ્યાં. બીજા ત્રણ દિવસ થયાં. હવે મનોજનું જમવાનું પણ ઓછું થતું જતું હતું. તાવ ઉતરતો નહોતો. અચાનક એક દિવસ મનોજને લોહીની ઊલટી થઈ. હવે બધાના જીવ અધ્ધર થઈ ગયાં. તરત જ મનોજને હોસ્પિટલમાં દાખલ કર્યો અને બધા ચેકઅપ શરૂ કર્યા. ઉષાબહેન, ધ્વનિ અને મનસુખરાય હોસ્પિટલમાં રહેતા. બાળકોને ...વધુ વાંચો

8

અંત પ્રતીતિ - 8

અંત પ્રતીતિ નીતા કોટેચા (૮) વસમી વેળા જેના સંગાથે, જેની હુંફના સથવારે જિંદગીની સફર માણી હતી, એની અણધારી વિદાય વસમી વિરહ વેદના થઈ રહી હતી. ધ્વનિ મનોજને જે દિશામાં લઈ ગયા તે દિશામાં મૂક મૂર્તિ બનીને જોતી રહી ગઈ. પોતે ક્યાં છે તે પણ તેને ભાન ન રહ્યું. તેના દિલ અને દિમાગ પર ખૂબ જ જોર પડતાં તે ત્યાં જ બેહોશ થઈને ઢળી પડી. માનસીએ તેને પડતાં જોઈ અને ઝડપથી 'ભાભી ભાભી' બૂમો પાડીને ધ્વનિને પકડી લીધી... પણ ધ્વનિ બેહોશ બની ગઈ હતી. ધીરે ધીરે બધાં તેને ઘરમાં લાવ્યા અને સોફા પર સૂવડાવીને પાણી છાંટીને ભાનમાં લાવવાની કોશિશ કરવા ...વધુ વાંચો

9

અંત પ્રતીતિ - 9

અંત પ્રતીતિ નીતા કોટેચા (૯) ઓચિંતો વળાંક જિંદગીમાં કોઈક લેણાદેણી હોય ત્યારે ભેગા થવાય છે, મિત્રતાની હુંફમાં અણજાણી રીતે જવાય છે. એક દિવસ સાંજે ધ્વનિ અને મનસુખરાય ઓફિસની વાતો કરતાં હિંચકા પર બેઠા હતાં, ત્યારે અચાનક સમીર અને વર્ષા ત્યાં આવ્યાં. હમણાં ખૂબ કામ રહેતું હોવાથી સમીર અને વર્ષાને સમય ઓછો મળતો હતો, તેથી ઘણા દિવસે તેઓ મળવા આવ્યાં. મનસુખરાય ગાર્ડનમાં જવાના હતા પરંતુ ત્યાં જ બેસી ગયા. ઘણા દિવસે આવ્યા તેથી મનસુખરાય ફરિયાદના સૂરમાં બોલ્યા, “કેમ બેટા, અંકલને ભૂલી ગયો ને? કેમ હમણાંથી દેખાતો નથી?” સમીરે કહ્યું, “સોરી અંકલ, ઓફિસમાં જ કામ એટલું વધારે હતું કે ઘરે આવવા ...વધુ વાંચો

10

અંત પ્રતીતિ - 10

અંત પ્રતીતિ નીતા કોટેચા (૧૦) સમય જ બળવાન માનવી સમયના હાથનું રમકડું, કદીક હસાવતું, કદીક રડાવતું, જાણે પ્રત્યેક ક્ષણ ચાવીથી ચાલતું, હાલતું, ડોલતું... ધ્વનિ પણ ખૂબ જ ટૂંકા ગાળામાં સફળતા પ્રાપ્ત કરતી જતી હતી. બધા એને પ્રેમ અને માનની દ્રષ્ટિથી જોતાં. હવે તો મનસુખરાય ઓફિસ આવતાં પણ ફાઈલ પર સહી કરવા, બધાને મળવા... બાકી બધું જ કામ ધ્વનિએ સરસ રીતે સંભાળી લીધું... બિઝનેસને લગતા બધા જ કાર્યક્ષેત્રમાં તે નિપૂણ થતી જતી હતી અને ક્યાંય પણ અટકતી, તો સમીર તેની પડખે ઊભો હતો. તેની અને કંપનીની પ્રગતિથી બધા જ ખૂબ જ ખુશ હતાં. બાળકો મોટા થઈ ગયા હતા. મનોજે જે ...વધુ વાંચો

11

અંત પ્રતીતિ - 11

અંત પ્રતીતિ નીતા કોટેચા (૧૧) મીઠો સંગાથ લાગણીઓને ક્યાં કોઈ બંધન નડે છે? એ તો મુક્ત થઈને વિહરે છે. મળે મનગમતો, સફળતા પણ સહજ રીતે ઉત્સવ બને છે. ધ્વનિ પોતાની જાતને હવે પહેલાં કરતાં વધારે વ્યસ્ત રાખવા લાગી... જેથી તે ઘટનાને યાદ ના કરે. પણ કહેવાય છે ને મન એવું ચક્ર છે કે જે તમે ભુલવા માંગો છો એ વધારે યાદ આવે. મનની ઊંડાઈ સાગર જેવી છે તેના અમુક ઊંડાણમાં સંગ્રહાયેલી વાતો એવી રીતે બહાર આવે કે તમારા અસ્તિત્વને ઝંઝોળી મૂકે. ધ્વનિની મનોદશા પણ એવી જ હતી. અત્યારે એક બાજુ મનોજના વિરહની વેદના અને બીજી બાજુ આ બનેલી ઘટનાએ ...વધુ વાંચો

12

અંત પ્રતીતિ - 12

અંત પ્રતીતિ નીતા કોટેચા (૧૨) સફળતાની રાહ પુરુષાર્થ એવો કરો કે પ્રારબ્ધે પણ તેમાં પોતાનો સાથ દેવો જ પડે. એટલું રોશન કરો કે પ્રતિસ્પર્ધીને પણ હાજરીની નોંધ લેવી પડે. ધ્વનિને પોતાની જવાબદારીનો પૂરો ખ્યાલ હતો કે ખૂબ જ ઓછા સમયમાં આટલો મોટો ઓર્ડર પોતાની કંપની પૂરો કરવાનો છે. બીજા દિવસે જ ધ્વનિએ તેને લગતા તમામ સેક્શનના બધા જ હેડ સ્ટાફની મિટિંગ બોલાવી હતી બધાએ શરૂમાં તેને અભિનંદન આપતાં ખુશી વ્યક્ત કરી. ધ્વનિએ મુખ્ય મુદ્દા પર આવીને બધા જ ઇન્સ્ટ્રક્શન આપ્યા અને કહ્યું કે આ સફળતા મારી એકલીની નથી, આપણી બધાની છે અને હવે આ જવાબદારી પણ બધાની જ છે... ...વધુ વાંચો

13

અંત પ્રતીતિ - 13

અંત પ્રતીતિ નીતા કોટેચા (૧૩) મનનાં વલોપાત અરમાનો અંતરમાં, જવાબદારી જિંદગીમાં, બંને બાજુ ઝોલાં ખાતો માનવ, જિંદગી એક, સપનાં કરવામાં, વિચારોનાં વમળમાં અટવાતો માનવ. બધી જવાબદારી સુપેરે નિભાવવા વાળા બે સમજદાર વ્યક્તિ, થોડીક ખુશી એકમેકનાં સંગાથમાં મેળવતાં હતાં. આવી જ વાત અનુભવીને સમીર અને ધ્વનિ બહાર જવા નીકળ્યાં. એકમેકનો હુંફ ભર્યો હાથ પકડીને ચાલતાં હતાં. આજે પહેલી વાર આમ ધ્યાન બહાર રહી ગયું, કે તેઓ જાહેર સ્થળે આમ ચાલી રહ્યાં હતાં. સમીર આંખની ભાષામાં જ બોલ્યો, “હવે ન જાણે ક્યારે મળીશું? દિલ ખૂબ ઉદાસ બન્યું છે.” એમ આંખોના ઇશારાથી વાતો કરતાં કરતાં તેઓ હોટેલના હોલમાં આવ્યાં. બંને પોતાની વાતોમાં ...વધુ વાંચો

14

અંત પ્રતીતિ - 14

અંત પ્રતીતિ નીતા કોટેચા (૧૪) જિંદગી એક જવાબદારી દિલ અને દિમાગની લડાઈમાં માનવી સદૈવ માટે અટવાઈ જાય છે, લાગણીઓને મૂકીને એક કઠોર વાસ્તવિક જીવન જીવાઈ જાય છે. ધ્વનિ ઓફિસ પહોંચી કે તરત જ સમીરનો મોબાઈલ પર ફોન આવ્યો. તેને પણ ચિંતા થતી હતી કે જલદર્શનમાં કાલે શું થયું? ત્યાં ફોન કરીને પૂછી શકે તેમ ન હતો, તેથી આખી રાત ખૂબ જ અજંપાભરી અનુભવી. સમીરનો નંબર જોઈને ધ્વનિએ મોબાઈલ ઓફ કરી દીધો. સમીરને ખૂબ આશ્ચર્ય થયું ધ્વનિના આજના વર્તનથી... આવું તો કદી બન્યું જ નથી કે મેસેજ હોય કે ફોન હોય તો ધ્વનિએ જવાબ ના આપ્યો હોય. સમીરે ફરીથી ફોન ...વધુ વાંચો

15

અંત પ્રતીતિ - 15 - છેલ્લો ભાગ

અંત પ્રતીતિ નીતા કોટેચા (૧૫) નસીબની બલિહારી માનવી નાહક ચિંતા કરે એના ભવિષ્યની, પ્રભુ પર ભરોસો કાયમ રાખ ને આપ્યો છે તે જ જીવનની કસોટીઓ પાર કરવાની હિંમત પણ આપશે. ધ્વનિને અચાનક આવેલી જોઈને મનસુખરાય બોલ્યા, “આવ બેટા, શું વાત છે? ઓફિસમાં બધું રાબેતા મુજબ ચાલે છે ને?” ધ્વનિએ કહ્યું, “હા પપ્પાજી, આપના આશીર્વાદથી બધું બરોબર ચાલે છે. મનસુખરાયે પૂછ્યું, “બોલ બેટા, તારે ખાસ વાત કરવી છે?” ત્યારે ધ્વનિએ કહ્યું, “પપ્પાજી, મમ્મીજી, તમે નારાજ ન થતાં, પણ એક વાત કરવી છે. મહેકને વધુ ભણવા માટે લંડન મોકલવાની ઈચ્છા છે.” તેની આ વાત સાંભળતા જ બંને ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો