''ગોલ્ડી''મારી મોસ્ટ ફેવરિટ જગ્યા, હું ફ્રી હોઉં ત્યારે ત્યાં જ જોવા મળું. સરસ મજાની, ઝરૂખા જેવી એક જણ શાંતિથી બેસી શકે અને બે જણને પણ સમાવી શકે એવડી એ મારા ઘરની બારી. રોજિંદા કામ જેવું જ એ પણ મારું કામ જ છે. કંઈક અલગ જ શાંતિનો અનુભવ થાય મને ત્યાં. ક્યારેક કોઈને હસતાં-રમતાં જોઉં, ક્યારેક કોઈના ઝગડાની પણ મજા લઉં. ક્યારેક લીલા પોપટ ગણું તો ક્યારેક ખિસકોલીઓની રમત જોઉં.આજે પણ હું મારા એ જ અગત્યના કામમાં ખોવાયેલી હતી. સામેના બંધ પડેલા મકાન પાસે એક ટ્રક આવીને ઉભું રહ્યું. મને આજે રોજ કરતાં કંઈક નવું જોવાનો અવસર મળી ગયો. પહેલા એમાંથી
Full Novel
ગોલ્ડી (ભાગ-૧)
''ગોલ્ડી''મારી મોસ્ટ ફેવરિટ જગ્યા, હું ફ્રી હોઉં ત્યારે ત્યાં જ જોવા મળું. સરસ મજાની, ઝરૂખા જેવી એક જણ શાંતિથી શકે અને બે જણને પણ સમાવી શકે એવડી એ મારા ઘરની બારી. રોજિંદા કામ જેવું જ એ પણ મારું કામ જ છે. કંઈક અલગ જ શાંતિનો અનુભવ થાય મને ત્યાં. ક્યારેક કોઈને હસતાં-રમતાં જોઉં, ક્યારેક કોઈના ઝગડાની પણ મજા લઉં. ક્યારેક લીલા પોપટ ગણું તો ક્યારેક ખિસકોલીઓની રમત જોઉં.આજે પણ હું મારા એ જ અગત્યના કામમાં ખોવાયેલી હતી. સામેના બંધ પડેલા મકાન પાસે એક ટ્રક આવીને ઉભું રહ્યું. મને આજે રોજ કરતાં કંઈક નવું જોવાનો અવસર મળી ગયો. પહેલા એમાંથી ...વધુ વાંચો
ગોલ્ડી (ભાગ-૨) સંપૂર્ણ
ગોલ્ડી (ભાગ-૨)દિવસો વીતતાં ગયા. ગોલ્ડી હવે મોટું થઈ ગયું હતું. બધા ટેણીયાઓ મોટાં થઇ ગયા હતાં. વડીલો હવે ગોલ્ડીથી કંટાળતા. બધાની સાથે મસ્તી કરતાં-કરતાં, એ પણ મસ્તીખોર થઈ ગયું હતું. ક્યારેક એનાથી કોઈ નુકસાન પણ થઈ જતું. પહેલા પણ થતું જ હતું પણ નાનું હતું એટલે એના નુકસાન કરવા ઉપર પણ બધા એની મજા લેતા, પણ હવે એ જ વાત પર બધાને ગુસ્સો આવતો.રોજની જેમ આજે પણ સાંજે અમે બધા બગીચે ભેગા થયા. સ્ત્રીઓ વચ્ચે કોઈ અજુગતી ચર્ચા ચાલી રહી હતી. એમણે અમને બધાને થોડું દૂર રમવા કહ્યું. ગોલ્ડી સાથે બધા જ રમવામાં મશગુલ થઈ ગયા. પણ મારી નજર ...વધુ વાંચો