શિયાળાની વાનગીઓ

(137)
  • 27.6k
  • 8
  • 9k

શિયાળાની વાનગીઓ - મિતલ ઠક્કર શિયાળો શક્તિ સંચયની ઋતુ ગણાય છે. શિયાળામાં લીલાંછમ શાકભાજી આરોગ્યવર્ધક હોવાની સાથે તેમાં અનેક ગુણ સમાયેલા છે. તે શરીર માટે ગુણકારી ન હોય તેવા તત્ત્વો બહાર ફેંકી દે છે. એટલે શિયાળામાં મળતાં લીલા શાકભાજીનું ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ. શિયાળામાં સૌથી વધુ ખવાતું ઊંધિયું ન્યુટ્રિશનની દૃષ્ટિએ ખૂબ ઊંચું માનવામાં આવે છે. કેમકે એની અંદર બિયાંવાળી શાકભાજી, રીંગણાં, ફ્લાવર, કંદ, લીલું લસણ વગેરે નાખવામાં આવે છે. જેમાં બધાં જ શિયાળાના શાક છે. એમાં ભરપૂર પોષક તત્વો હોય છે. પણ આજના આધુનિક સમયમાં ઊંધિયાની રીતને બદલવી જરૂરી છે. બજારમાં મળતું ઊંધિયું ખાવાને બદલે

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

શિયાળાની વાનગીઓ

શિયાળાની વાનગીઓ - મિતલ ઠક્કર શિયાળો શક્તિ સંચયની ઋતુ ગણાય છે. લીલાંછમ શાકભાજી આરોગ્યવર્ધક હોવાની સાથે તેમાં અનેક ગુણ સમાયેલા છે. તે શરીર માટે ગુણકારી ન હોય તેવા તત્ત્વો બહાર ફેંકી દે છે. એટલે શિયાળામાં મળતાં લીલા શાકભાજીનું ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ. શિયાળામાં સૌથી વધુ ખવાતું ઊંધિયું ન્યુટ્રિશનની દૃષ્ટિએ ખૂબ ઊંચું માનવામાં આવે છે. કેમકે એની અંદર બિયાંવાળી શાકભાજી, રીંગણાં, ફ્લાવર, કંદ, લીલું લસણ વગેરે નાખવામાં આવે છે. જેમાં બધાં જ શિયાળાના શાક છે. એમાં ભરપૂર પોષક તત્વો હોય છે. પણ આજના આધુનિક સમયમાં ઊંધિયાની રીતને બદલવી જરૂરી છે. બજારમાં મળતું ઊંધિયું ખાવાને બદલે ...વધુ વાંચો

2

શિયાળાની વાનગીઓ - ૨

શિયાળાની વાનગીઓ- ૨શિયાળાના વસાણાં સંકલન - મિતલ ઠક્કરશિયાળામાં ગરમી પેદા કરે એવો ખોરાક જરૂરી બને છે. શિયાળા દરમિયાન મરી, અજમો, તલ, તમાલપત્ર, લવિંગ અને દાલચિની જેવા મસાલાનો ઉપયોગ વધારવો જોઇએ. આ બધા મસાલા શરીરમાં હૂંફ-ગરમી પેદા કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મરી, સૂંઠ, તજ, લવિંગ, તેજાના વગેરે જેવાં ઔષધિય તત્વોના ઉપયોગથી બનતી વાનગીઓને આપણે શિયાળુપાક કે વસાણાં તરીકે ઓળખીએ છીએ. તેનાથી શિયાળામાં ભારે ઠંડીની સામે શરીરને સારું રક્ષણ મળી રહે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. શિયાળામાં વસાણાં ઘરે બનાવવાનો આગ્રહ રાખવો જોઇએ. એમ કરવાથી તેમાં શુધ્ધતા જળવાય છે. અને શરીરને જેવો લાભ મળવો જોઇએ એવો મળે છે. ઠંડીના દિવસોમાં આપણું શરીર ઉષ્ણતામાન જાળવી રાખવા કેલરીનો વપરાશ વધારી દે છે. તેથી ...વધુ વાંચો

3

શિયાળાની વાનગીઓ - ૩

શિયાળાની વાનગીઓભાગ- ૩સંકલન - મિતલ ઠક્કરએક કહેવત છે કે જે શિયાળામાં ખાય પાક તેને ન લાગે થાક. કેમકે શરીરની વર્ષની શક્તિ અને ઘસારાની પુર્તિ માટે શિયાળાના પાક શ્રેષ્ઠ ગણાય છે. શિયાળામાં ચ્યવનપ્રાશ, કચરિયુ, અડદિયાપાક, મેથી પાક, સૂંઠના લાડૂ, ગુંદર પાક, ખજૂરના લાડૂ જેવી વાનગીઓ ઠંડી સામે શરીરને રક્ષણ આપવાનું કામ કરે છે. એ ખાસ નોંધી લો કે કોઈ પણ શિયાળુ પાક બનાવતી વખતે તેમાં થોડો અડદનો લોટ શેકીને ઉમેરવાથી પાક સ્વાદિષ્ટ બનશે. આ વિવિધ પાક બનાવવા માટે સમય વધુ જાય એટલે આજની દોડધામની જિંદગીમાં લોકો પોતે બનાવતા નથી. પણ કેટલીક એવી પણ વાનગીઓ છે જે ઘરે બનાવવી સરળ છે અને તેને ખાવાની મજા પણ આવે છે. આપણા શાસ્રોમાં જ્યારે વાતાવરણ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો