ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ

(7)
  • 8.9k
  • 4
  • 3.4k

નમસ્કાર વાચક મિત્રો,આજે આપણે એક એવા વિષય વિશે વાત કરીશું જે આપણા અર્થતંત્રને પાયાથી સુધારવામાં અને વૈશ્વિક કક્ષાના ધારા-ધોરણો સાથે સુસંગત એવું સમૃદ્ધ અર્થતંત્ર ઊભું કરવા માટે અગત્યની છે. ખાનગી ક્ષેત્રનો વિકાસ એ કોઇપણ અર્થતંત્ર સમૃદ્ધ થવાની પૂર્વશરત છે, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. જ્યારે સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ થાય છે, ત્યારે વધુને વધુ રોજગારીની તકો ઉભી થાય છે અને રોજગારી વધતા માથાદીઠ આવકમાં વધારો થાય છે. જેના પરિણામ સ્વરૂપ પ્રજાની ખર્ચ કરવાની ક્ષમતા વધે છે અને ઘરેલું રોકાણ પણ વધે છે. આ પરિસ્થિતિને સર્વગ્રાહી રૂપે જે-તે દેશ, રાજ્ય કે વિસ્તારની આર્થિક સુખાકારી અને સાચા અર્થમાં આર્થિક વિકાસ કહી શકાય.કોઇપણ જવાબદાર

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ - 1

નમસ્કાર વાચક મિત્રો,આજે આપણે એક એવા વિષય વિશે વાત કરીશું જે આપણા અર્થતંત્રને પાયાથી સુધારવામાં અને વૈશ્વિક કક્ષાના ધારા-ધોરણો સુસંગત એવું સમૃદ્ધ અર્થતંત્ર ઊભું કરવા માટે અગત્યની છે. ખાનગી ક્ષેત્રનો વિકાસ એ કોઇપણ અર્થતંત્ર સમૃદ્ધ થવાની પૂર્વશરત છે, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. જ્યારે સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ થાય છે, ત્યારે વધુને વધુ રોજગારીની તકો ઉભી થાય છે અને રોજગારી વધતા માથાદીઠ આવકમાં વધારો થાય છે. જેના પરિણામ સ્વરૂપ પ્રજાની ખર્ચ કરવાની ક્ષમતા વધે છે અને ઘરેલું રોકાણ પણ વધે છે. આ પરિસ્થિતિને સર્વગ્રાહી રૂપે જે-તે દેશ, રાજ્ય કે વિસ્તારની આર્થિક સુખાકારી અને સાચા અર્થમાં આર્થિક વિકાસ કહી શકાય.કોઇપણ જવાબદાર ...વધુ વાંચો

2

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ભારત

નમસ્કાર વાચક મિત્રો,ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વિષય પરના અગાઉના લેખમાં આપણે જોયું કે, વિશ્વ બેંક દ્વારા તેના ૧૯૦ સભ્ય અર્થતંત્રને સુદ્રઢ તથા વિકસિત બનાવવાના આશય સાથે ‘ડુઇંગ બિઝનેસ’ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાન હેઠળ સભ્ય દેશોના અર્થતંત્રમાં નવો ધંધો શરૂ કરવા અને તે ચલાવવા નિયમનકારી વાતાવરણ એટલે કે, જે-તે દેશના કાયદા અને નિયમોની જોગવાઇઓનો અભ્યાસ કરવામાં આવે છે, તેને સમજવામાં આવે છે અને દરેક સભ્ય દેશનું અર્થતંત્ર વિશ્વ કક્ષાનું બને અને તેનો વધુમાં વધુ વિકાસ થાય તેવા હેતુ સાથે જરૂરી સૂચનો કરવામાં આવે છે. ત્યારબાદ આ સૂચનો અને સુધારાઓની અમલવારીનું સર્વેક્ષણ પણ કરવામાં આવે છે. સભ્ય દેશોના ...વધુ વાંચો

3

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ - ૨૦૨૦

વ્હાલા વાચક મિત્રો,પ્રથમ તો આજથી શરૂ થતાં ૨૦૨૦ના ઇશુના નવા વર્ષ નિમિતે બધાને શુભ કામનાઓ…મિત્રો, આજથી એક નવા વર્ષમાં સાથે એક નવા દશકાની પણ શરૂઆત થઇ છે. વર્ષ – ૨૦૧૯ આર્થિક ક્ષેત્રે જોઇએ તો, થોડી મિશ્ર પરિસ્થિતિ વાળું રહ્યું. દેશ આર્થિક ક્ષેત્રે ઘણી બાબતોમાં અગ્રેસર રહ્યો, તો ઘણી બાબતોમાં પીછેહઠ જોઇ. પછી તે વિદેશી રોકાણોમાં વધારો હોય કે શેર બજારમાં તેજી હોય. કોર્પોરેટ કરમાં રાહત હોય કે રીઅલ એસ્ટેટ ક્ષેત્ર અને બેંકિંગ ક્ષેત્રને પ્રોત્સાહક પેકેજ હોય. તેનાથી વિપરીત જોઈએ તો, જીડીપીમાં ઘટાડો હોય કે બેરોજગારીનો વધતો દર હોય. ઓટોમોબાઇલ ક્ષેત્રની ભયંકર મંદી હોય કે ઘટતી જતી ઘરેલું માંગ હોય. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો