નજર અટવાઈ જાય એવું ધુમ્મસ ચારેબાજુ છવાયેલું હતું. ભેજના લીધે વાતાવરણમાં થોડી ઠંડક હતી. શરીરે પરસેવો વળ્યો હતો.દોડવામાં કે ઉતાવળે ચાલવામાં બહારથી ઠંડી અને અંદરથી ઉકળાટ થતો હતો.પણ આ દરરોજનું હતું, ત્રણેય ઋતુમાં નિત્યક્રમ હતો.સવારનું આ નિર્મળ વાતાવરણ આહલાદક હતું તેથી પ્રકાશ કશું ગણકાર્યા વગર મોર્નિગવોક કરતો રહ્યો. ત્યાં મોબાઈલમાં ટહુકો થયો.નવાઇ લાગી.સવાર..સવાર વળી કોણ ટહુકી ઊઠ્યું ? લગભગ કોઈ સાથેનો એવો સંપર્ક, સંબંધ નથી કે આમ દિ’ઊગતામાં જ વાત કરે ! થોડા આશ્વર્ય અને થોડી ચીઢ સાથે મોબાઈલમાં જોયું. નંબર સાવ અજાણ્યો અને આઉટ કન્ટ્રીનો...

Full Novel

1

કૂખ - 1

નજર અટવાઈ જાય એવું ધુમ્મસ ચારેબાજુ છવાયેલું હતું. ભેજના લીધે વાતાવરણમાં થોડી ઠંડક હતી. શરીરે પરસેવો વળ્યો હતો.દોડવામાં કે ચાલવામાં બહારથી ઠંડી અને અંદરથી ઉકળાટ થતો હતો.પણ આ દરરોજનું હતું, ત્રણેય ઋતુમાં નિત્યક્રમ હતો.સવારનું આ નિર્મળ વાતાવરણ આહલાદક હતું તેથી પ્રકાશ કશું ગણકાર્યા વગર મોર્નિગવોક કરતો રહ્યો. ત્યાં મોબાઈલમાં ટહુકો થયો.નવાઇ લાગી.સવાર..સવાર વળી કોણ ટહુકી ઊઠ્યું ? લગભગ કોઈ સાથેનો એવો સંપર્ક, સંબંધ નથી કે આમ દિ’ઊગતામાં જ વાત કરે ! થોડા આશ્વર્ય અને થોડી ચીઢ સાથે મોબાઈલમાં જોયું. નંબર સાવ અજાણ્યો અને આઉટ કન્ટ્રીનો... ...વધુ વાંચો

2

કૂખ - 2

કોયલનો ટહુકો સાંભળી અંજુ ચોંકી ગઇ. અને વ્યાકુળ થઇ ચારેબાજુ જોવા લાગી. વૃક્ષની ડાળીએ બેસીને કોયલ ટહુકે..પણ આજુબાજુ ક્યાંય વૃક્ષ પોતે ખુલ્લા રોડ પર ચાલ્યાં જાય છે ને સાવ પાસે ટહુકો સંભળાયો...પણ અચરજ વધુ ટક્યું નહી. કોયલ પ્રકાશના મોબાઈલમાં ટહુકી રહી હતી. પ્રકાશે મોબાઈલમાં નજર નાખી પછી દયામણી નજરે અથવા અંજુને ન ગમે એવું કોઈ કાર્ય કરી રહ્યો હોય અંજુ સામે વકાસી રહ્યો.અંજુને જરાકેય નવાઇ ન લાગી.પોતે અમેરિકાથી આવી,સીધી જ પ્રકાશને મળી હતી ત્યારે પણ તેનું મોં આવું જ થઇ ગયું હતું.કારણોમાં પડી નહોતી.કદાચ આટલા વરસો પછી પ્રકાશ આવો થઇ ગયો હોય. તેનો સ્વભાવ બદલાઇ ગયો હોય. પણ હવે મસાણમાંથી મડદાં બહાર કાઢવાનો કોઈ અર્થ નહોતો.અત્યારેતો કામથી મતલબ હતો. કામ પછી પોતપોતાના રસ્તેથી હતા ત્યાં ચાલ્યા જવાનું હતું. ...વધુ વાંચો

3

કૂખ - 3

અંજુ સામે આવીને ઊભી રહી હતી.પણ પ્રકાશની નજરમાં તેની છબી બંધબેસતી નહોતી.અથવા નજર આ છબીને સ્વીકારવા તૈયાર નહોતી.તેનાં મનના દસ વર્ષ પૂર્વેની એક છબી,તસવીર સચ વાયેલી પડી હતી. -પતંગિયા માફક ઉડાઉડ કરતી એક નવયૌવના...જેના અંગેઅંગમાંથી માદક ખુશબો વહેતી હતી, ફાગણની ફટકેલી ફોરમ વછૂટતી હતી...ને એવું તો કેટકેટલું ! . પ્રકાશ ધડાકાભેર કહી દે તેમ હતો : ‘આ...એ અંજુ નથી’ પણ હકીકત હતી.અંજુ સામે ઊભી મરક મરક હસતી હતી.તેણે જીન્સનું પેન્ટ અને ટીશર્ટ પહેર્યાં હતાં.વાળ છુટ્ટા હતા.કાળા-સિલ્કી વાળ વચ્ચે ચહેરો વધુ ગોરો અને આકર્ષક લાગતો હતો.આમતો પાકેલ પપૈયા જેવા ઉષ્ણ ચહેરાનો નાક-નકશો જ નહી શરીરની સમગ્ર ભૂગોળ જ બદલાઇ ગઇ હતી. તેમાં તેણે ગોગલ્સ પહેર્યા હતાં ! પાછી ઊભી હતી મોલના સ્ટેચ્યુ પાસે...તે અદલ સ્ટેચ્યુ જ લાગે ! ...વધુ વાંચો

4

કૂખ - 4

શહેરી સર્વિસની બસમાં બેસી પ્રકાશ ગાંધીનગર પરત આવ્યો. ઘ પાંચના બસ સ્ટેન્ડ પર ઉતર્યો. કોઈ અજાણ્યા નગરમાં કે જગ્યાએ હોય ચારેબાજુ જોતો ઊભો રહ્યો. માણસો, ટ્રાફિક...સઘળું રાબેતા મુજબ ચાલતું હતું. છતાંય તેને ભીડ જેવું લાગ્યું. અકળામણ થઇ. હા, સાંજની સવારી આવવામાં હતી છતાંય તાપ ઓછો થયો નહોતો. પરસેવો લૂછતો તે કોઈની સાથે અથડાઇ જશે તેવા ડર સાથે ફૂટપાથ પર ઝાડના છાંયે ઊભો રહ્યો. સારું લાગ્યું. ન સમજાય કે ઓળખી શકાય એવો ધખારો, ઉત્પાત થોડોક ઓછો થયો. મારે હવે ચાલવું જોઈએ..બે ડગલા ચાલીને પાછો ઊભો રહી ગયો.ત્યાં કરંડિયામાં પુરાયેલા સાપના જેમ સવાલે ફૂંફાડો માર્યો : ‘શું ઉતાવળ હતી આમ પાછા ફરવાની ?’ ‘કેમ !?’ આ વળી કોણે પૂછ્યું ને કોણે જવાબ આપ્યો...પોતે સાવ અજાણ કે અલિપ્ત હોય એમ આજુબાજુ જોવા લાગ્યો. લોકોની અવરજવર ને ભીડ સિવાય કશું હાથ લાગે એમ નહોતું. ...વધુ વાંચો

5

કૂખ - 5

શું કરવું ? તે નક્કી કરવું પ્રકાશ માટે મુશ્કેલ થઇ પડ્યું હતું. એક બાજુ અંજુને બીજી બાજુ શોભના...આવી વાત શોભનાને પૂછે...તેને પૂછી લીધું. તેનું કહેવું અથવા તેની સલાહ કંઈ ખોટી કે નાખી દીધા જેવી નહોતી. દરેક કાર્યમાં વિચારીને પગલું ભરવું, ઉતાવળ ન કરવી... અને અંજુ જૂના સંબંધની અપેક્ષાએ આવી હતી.તે સાચી છે,ખોટી છે...અથવા તો આમ કરવા પાછળ નો તેનો ઉદેશ્ય શું છે...આ બધું તો અનુભવે સમજાય.અગાઉથી ધારણા બાંધી લેવી એ પણ ઠીક નથી. -તો શું કરવું જોઈએ...આ દ્વિધામાંથી જાતે જ પસાર થવાનું હતું, નિર્ણય લેવાનો હતો. એક પળે તો એમ થયું હતું કે,અંજુ કહે તેમ પણ કરવું નથી ને, શોભનાની સલાહ પણ... -જાય બધું એના ઘેર. મારે શું લેવા દેવા ! કશું જ કરવું નથી...પણ આ વિચાર લાંબો ચાલ્યો નહી.વચ્ચેથી જ તૂટી ગયો.અંજુને પ્રકાશે મોબા ઈલ પર કહી દીધું : ‘પેલા તું અહીં આવી જા. પછી તારે ગામડે જવું હોય તો જાજે !’ ...વધુ વાંચો

6

કૂખ - 6

‘પ્રકાશ...’ અંજુ પ્રકાશની આંખોમાં આંખો પરોવી પળાર્ધ માટે અટકી કે છટકી ન જાય એવી ત્વરાથી બોલી : ‘એક વાત ? જે મારે પહેલા પૂછવી જોઈતી હતી...’ પ્રકાશની મૂક સંમતિ સમજીને ઘસાતાં સ્વરે બોલી : ‘તું ક્યાંય કોઈનો પતિ તો નથી ને !?’ અંજુનું આવું પૂછવું, સવાલ કરવો પ્રકાશને ઠીક કે યોગ્ય ન લાગ્યો. પોતે કોઈને પતિ હોય અથવા ન હોય તેથી તેને શું ફેર પડવાનો હતો ? ખરું પૂછે તો આવો સવાલ જ કોઈને કરાય નહી. પણ પ્રકાશની પ્રતિક્રિયા જાણ્યા,સાંભળ્યા વગર કહી દીધું:‘તો તું આટલો ડર શા માટે અનુભવે છે ?’ થોડીવાર તો પ્રકાશને એમ થયું કે અંજુએ પોતાને રંગે હાથ પકડી લીધો છે. અંદરથી જાણી લીધો છે. બોચીએથી આખેઆખો ઝાલી લીધો છે. હવે છૂટવાની કોઈ સંભાવના નથી. ...વધુ વાંચો

7

કૂખ - 7

પ્રકાશે ગંભીર થઈને કહ્યું : ‘જવાનું હોટલ પર બીજે ક્યાં ?’ સામે રમતિયાળ સ્વરમાં અંજુ કહે : ‘મારે એમ ઘેર જવાનું હશે !’ પ્રકાશ સ્થિર થઇ અંજુ સામે જોઈ રહ્યો. પછી નિસાસો નાખી, કશું બોલ્યા વગર ભીડ ચીરતો આગળ ચાલ્યો. અંજુ પણ તેને અનુસરી. નીકળવાની ધક્કામુક્કી હતી. ખેલૈયાઓ પાસેથી પસાર થતાં, પરસેવો અને પરફ્યુમ મિશ્રિત ગંધ તન-મનને વિહવળ કરી જતી હતી. બાઈકસવારીમાં બંને હોટલ પર આવ્યા. ટ્રાફિકના લીધે વચ્ચે વચ્ચે બ્રેક મારવી પડી...અંજુ ઊછળીને અથડાઈ હતી.તેની છાતીનો ઉપસેલો ભાગ, વાંસામાં અફળાયો, અથડાયો હતો. લોહીની ગતિ,ધબકારા વધી ગયા હતા. ‘જરા સાંભળીને...’ આમ કહેવામાં કોઈ ફરિયાદ કે શિખામણ નહોતી પણ... ...વધુ વાંચો

8

કૂખ - 8

એક ખાનગી ન્યુઝ ચેનલ પર જાહેરાત લખાઈને પ્રસારિત થઇ હતી.સ્ક્રીન પર નાનકડી પટ્ટીમાં લખ્યું હતું :‘કૂખ ભાડે જોઈએ છીએ.કૂખ રાખનાર એનઆરઆઇ મહિલા છે.અંગેનો યોગ્ય વળતર આપવામાં આવશે.’ નીચે પ્રકાશનો મોબાઇલ નંબર આપવામાં આવ્યો હતો. સંપર્ક નંબર પોતાનો આપવામાં આવ્યો હતો તેથી પ્રકાશ પર આ અંગેની પૃચ્છા કરતા ફોન આવવા લાગ્યા હતા.સૌથી પહેલો ફોન એક પુરુષનો હતો.તેણે પૂછપરછ કરી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં જિજ્ઞાસાવશ પણ પ્રકાશે સામે સવાલ કર્યો હતો:‘આપ આવું કરવા સોરો,પત્ની પાસે કરાવવા કેમ તૈયાર થાય છો ?’પ્રકાશ માટે આ વિગત જ નવી હતી. વળી દીકરી દત્તક લેવાની વાત એકબાજુ રાખીને સેરોગેટ મધરવાળી વાતને પકડી હતી. સામે પૃચ્છા કરનારે જવાબ આપવામાં પ્રથમ થોડો ખચકાટ અનુભવ્યો. પણ પ્રકાશે કહ્યું હતું : ‘સ્પષ્ટ કહેશો તો આગળ વધવાનું ઠીક રહેશે.’ ...વધુ વાંચો

9

કૂખ - 9

પહેલું સંતાન ઝંખતા દંપતી માફક અંજુ અને પ્રકાશ ભાવભીની ચેષ્ટાઓમાં ગરકાવ થઇ ગયાં હતાં. કશું બોલતાં ન્હોતાં પણ એકબીજામાં પરોવીને સાવ નજીક આવી રહ્યાં હતાં. એક ચાલીના નાકે, જાહેર રસ્તા પર ઊભાં છે...સભાન થઇ ગયાં. તેમાં પ્રકાશ ઝડપથી દૂર ખસી ગયો પણ અંજુ તો એમ જ ઊભી રહી.તેની આંખોમાં પ્રેમાળ ગુસ્સો ઊભરાતો હતો.નાક-નકશો બદલાઇ ગયો હતો. લાગે કે અંજુ જ નથી. પણ એકાએક આવો બદલાવ કેમ આવી ગયો. પોતે પણ...બદલાઇ ગયો હતો અથવા છે. પ્રકાશને ખુદને સમજમાં આવતું નહોતું. અંજુએ સામે નેણ નચાવ્યા.. ‘આ તારું પરદેશ નથી, ગુજરાત છે...!’ ‘મને ખબર છે...’ અંજુ ભવાં ચઢાવીને ચાલવા લાગી. ...વધુ વાંચો

10

કૂખ - 10

અરવિંદભાઈ લગભગ સાડા નવ વાગ્યાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. મોબાઈલ પર વાત કરી બેઠક કરવાનો સમય નક્કી કરી લીધો અંજુને પ્રકાશ બરાબર દશના ટકોરે આવી જવાનાં હતાં. તેથી તેઓની વરસાદના જેમ રાહ જોતા હતા. પોતે દરરોજ કરતાં વહેલા ઊઠી ગયા હતા અને દક્ષાને પણ થોડી વ્હેલી ઉઠાડી રીતસરનું કહી જ દીધું હતું : ‘તું થોડી વ્યવસ્થિત તૈયાર થજે !’ ‘કેમ !’ દક્ષાએ નવાઇ પામી સામે સવાલ કર્યો હતો : ‘મને કોઈ જોવા આવવાના છે !?’ અરવિંદભાઈએ નવલી નજરે પળભર દક્ષા સામે જોઇને કહ્યું હતું : ‘ગાંડી ! સમજી લેને તને જોવા જ આવવાના છે ?’ દક્ષ કશું સમજી નહી તેથી અવઢવમાં પલંગ પાસે એમ જ ઊભી રહી. ત્યાં અરવિંદભાઈ લગોલગ આવીને બોલ્યા : ‘તારા દેખાવ અને રૂપ-રંગ પ્રમાણે ભાવ થશે !’ અરવિંદભાઈના સ્વરમાં પ્રેમ હતો કે નરી નફ્ફટાઈ હતી તે ખુદને પણ ખ્યાલ આવી શકે તેમ નહોતો. ...વધુ વાંચો

11

કૂખ - 11

અંજુ સાવ હારી, થાકી ગઈ હોય એમ પોતાનું શરીર સોફા પર પડતું મૂકી દીધું. કપડાંની ગાંસડી જેમ પડી. પછી હાથા હાથની કોણી ટેકવી, હથેળીમાં હડપચી ગોઠવી આંખો બંધ કરી ગઈ. પાણીનો ગ્લાસ હાથમાં લઈને બહેનપણી વંદના,કશો સંચાર કર્યા વગર ક્યાંય સુધી એમ જ ઊભી રહી. તેની નજર અંજુના કરમાઈ ગયેલા ચહેરાને ફંફોસતી હતી. -સાથે પાંચીકા રમતી, અણસ કરતી, બોલવામાં હાથ એકનો જીભડો-કોઈને પહોંચવા ન દે, ભણવામાં હોંશિયાર..તે છેક રાજકોટ કોલેજ કરવા ગઈ...તે રમતિયાળ અંજુ ક્યાં !? ...વધુ વાંચો

12

કૂખ - 12 - છેલ્લો ભાગ

વંદનાના સાસુએ પહેલવાર વંદનાને આમ ખુલ્લું બોલતાં, અધિકારની વાત કરતાં સંભાળી. ઘડીભર ગમ્યું નહી. મેરી બિલ્લી મૂઝશે મ્યાઉં...પણ અણસાંભળ્યું રૂમ બહાર નીકળી ગયા. અંજુને વંદના એકબીજા સામે જોતી રહી.પણ વંદનાને થયું કે, હવે આ ચર્ચા-બેઠક પૂર્ણ કરવી જોઈએ. આ વેળા અંજુના મનમાં ઝબકારો થયો. એક છાતીફાટ ગર્જના થઇ. ઝબકારના ક્ષણિક ઉજાસ વચ્ચે એક નવી દિશા આગવા અંદાઝ સાથે ઉઘડી આવી. ‘આ પહેલા મને આ વિચાર કેમ ન આવ્યો ?’ ‘એ...’વંદના બેઠક પૂરી કરવાના મૂડમાં બોલી : ‘વિચાર પણ સમય પ્રમાણે આવે...’ થોડીવાર બંને બહેનપણીઓ આ બાબત પર સંતલસ કરતી રહી.પછી ગુડનાઇટ કરીને છુટ્ટી પડી. અંજુ બેઠી હતી ત્યાં જ લાંબી થઇ ગઈ. આંખો બંધ કરી, ઊંઘ આવે એવા પ્રયાસ કરવા લાગી. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો